Home Blog Page 870

JNUમાં વિરોધ કરવા પર ૨૦,૦૦૦ રૂપિયાનો દંડ, બીજી સજા વધુ આકરી!

0

દેશની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી અનેક વિવાદોને કારણે વારંવાર ચર્ચામાં આવે છે. આ યુનિવર્સિટીએ અનેક વિદ્યાર્થીઓના આંદોલનોમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. હવે યુનિવર્સિટી પ્રશાસનના એક આદેશે સૌને ચોંકાવી દીધા છે. નવા આદેશમાં કહેવામાં આવ્યું છે કે JNU કેમ્પસની અંદર વિરોધ પ્રદર્શન કરવા અથવા રાષ્ટ્ર વિરોધી સૂત્રોચ્ચાર કરવા પર ભારે દંડ કરવામાં આવશે. JNUમાં જ દેશ વિરોધી નારા લગાવવાનો મામલો સામે આવ્યો હતો જેમાં વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમારની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ કેસમાં હજુ સુધી કોઈને સજા થઈ નથી.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ હવે વિરોધ પ્રદર્શન કરી શકશે નહીં. જેએનયુ પ્રશાસને આ અંગે આદેશ જારી કર્યો છે. નવા આદેશ અનુસાર કેમ્પસમાં વિરોધ કરવા પર ૨૦,૦૦૦ રૂપિયા અને રાષ્ટ્ર વિરોધી નારા લગાવવા પર 1૦,૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવશે.

યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ દરમિયાન ABVPના સભ્ય અને મીડિયા ઈન્ચાર્જ અંબુજ તિવારીએ કહ્યું કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીનો આ નવો તુઘલકી ફરમાન પહેલા પણ આવી ચૂક્યો છે, જેની સામે અમે ઘણો વિરોધ કર્યો હતો અને પછીથી તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો, પરંતુ આજે ફરી એક આદેશ આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ મૂકવાનું કહેવાય છે. આ બિલકુલ ખોટું છે કારણ કે અમારી માંગણીઓ માટે આંદોલન કરવું એ અમારો બંધારણીય અધિકાર છે.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં માર્ચ મહિનામાં પણ આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં કેમ્પસમાં વિરોધ કરવા પર વિદ્યાર્થીઓને ૨૦,૦૦૦ રૂપિયાનો દંડ અને હિંસા કરવા બદલ તેમનો પ્રવેશ રદ થઈ શકે છે અથવા ૩૦,૦૦૦ રૂપિયાનો દંડ થશે. ત્યારે આ મુદ્દે વિદ્યાર્થી સંગઠનોએ ઉગ્ર દેખાવો કર્યા હતા. બાદમાં તેને પણ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા પરંતુ આજે ફરી JNUમાં નવો આદેશ જારી કરવામાં આવ્યો છે, જે બાદ વિદ્યાર્થી સંગઠનોમાં નારાજગી જોવા મળી રહી છે.

આ પણ વાંચો :-

રાજકોટમાં ફરી એક વાર બે યુવાનોના હાર્ટ એટેકથી મોત

0

રાજકોટમાં વધુ બે યુવા હૃદય ધબકારા ચુકી ગયાની ઘટના સામે આવી છે. શહેરમાં મોરબી રોડ ઉપર રહેતા અને ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા ૨૨ વર્ષીય તબીબનું હાર્ટ એટેકથી મોત થયું છે. આ ઉપરાંત કોઠારીયા રોડ નંદા હોલ પાસે રહેતો યુવાન પણ બે દિવસથી ઘરમાં બેભાન પડેલો હોય હોસ્પિટલમાં ખસેડાતા મોતને ભેટ્યો હોવાનું જણાવાયું હતું.

રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં મોટા પાયે વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં હાર્ટ એટેકથી તત્કાળ મોત થવાના ૨૮૫૩ કેસ નોંધાયા છે, જ્યારે રાજ્યમાં  છ મહિનામાં હાર્ટ એટેકથી ૧૦૫૨ જણનાં મોત થયાં છે. એમાંથી મોટા ભાગના લોકોની ઉંમર ૧૧થી ૨૫ વર્ષની છે. રાજ્યમાં ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ સેવાને દરરોજ હૃદયરોગને લગતા સરેરાશ ૧૭૩ કોલ આવે છે.

રાજકોટના મોરબી રોડ પર ડી.કે. સ્કૂલ પાછળ, સેટેલાઇટ ચોકમાં આવેલ ધારા એવન્યુમાં રહેતા ડો.અવિનાશ ગોરધનભાઈ વૈષ્ણવ (ઉ.વ.૨૨) શહેરની ખાનગી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ શાપર ખાતે આરોગ્ય કેન્દ્રમાં ઇન્ટરનશીપ પણ કરતા હતા. ખાનગી હોસ્પિટલમાં મુખ્યત્વે નાઈટ ડ્યુટી રહેતી હોવાથી શનિવારે રાત્રે નાઈટ ડ્યુટી કરી ગત રોજ સવારે ૯ વાગ્યે ઘરે આવ્યા હતા. ઘરે આવી હવે બપોરે મને ન ઉઠાડતા તેમ કહી તે સુઈ ગયા હતા.

પ્રાથમિક તપાસમાં મૃતકના પિતાએ જણાવ્યા મુજબ, ડો.અવિનાશ બે ભાઈમાં નાના હતા. આયુર્વેદ સારવારની બી.એ.એમ.એસ. ડીગ્રી મેળવ્યા બાદ તેઓ ખાનગી હોસ્પિટલમાં મેડીકલ ઓફિસર તરીકે નોકરી કરતા. તેમને કોઈ બીમારી નહોતી. પિતાએ પોલીસને આપેલ નિવેદન મુજબ ડો.અવિનાશને નખમાં પણ રોગ નહોતો. છતાં અચાનક આ રીતે મૃત્યુ થતા મૃતદેહ પીએમ અર્થે ખસેડાયો હતો. પ્રાથમિક તારણ મુજબ હાર્ટ એટેકથી મોત થયાનું તબીબોનું માનવું છે.

આ પણ વાંચો :-

 

વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પાક્કા ખેલાડી બનાવી દીધા, સરકારનુ એક વર્ષ પૂર્ણ

0
  • વિજય રૂપાણી સરકારના રાજીનામાની કમનસીબ ઘટના બાદ મોદીએ આશ્ચર્યજનક રીતે ભુપેન્દ્ર પટેલને ગુજરાતનું સુકાન સોંપ્યું હતું
  • કોઇને કલ્પના પણ નહોતી કે છેવાડાની ખુરસીમાં બેસીને મીઠી સોપારી મમળાવતા ‘‘દાદા’’ રાજકરણના ખેલાડી પુરવાર થશે
  • પરંતુ વડાપ્રધાન મોદી અડીખમ ઢાલ બનીને ઉભા રહેતા ભૂપેન્દ્ર પટેલ પેલા ધ્રુવની માફક ‘‘અવિચલ’’ બની ગયા હતા અને નવી સરકારના એક વર્ષમાં મોદીના સપનાના ગુજરાતને સાકાર કરવા બાથભીડી હતી
  • પ્રથમ ટર્મમાં ઋજુ હદયના ભૂપેન્દ્ર પટેલ આંતરિક અને બાહ્ય અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અે એક તબક્કે ખુરસી ખાલી કરી દેવાની તૈયારી પણ કરી હતી

દાદા ભગવાનમાં અખૂટ શ્રધ્ધા અને કર્મના સિધ્ધાંતમાં દ્રઢપણે માનતા ભુપેન્દ્ર પટેલે તેમની બીજી વખતની સરકારમાં પ્રથમવર્ષ પૂર્ણ કરીને બીજા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો હતો. સતત વિકાસની દોટ અને પાંચ પાંચ રાજ્યોની ચૂંટણીઓ અને ગુજરાતને વિકાસના માર્ગે લઇ જવાની આકરી કસોટી વચ્ચે ભુપેન્દ્ર પટેલની સરકારે એક વર્ષ પૂર્ણ કર્યું પરંતુ આ એક વર્ષ ક્યાં અને કેવી રીતે પસાર થઇ ગયું તેનો કોઇને અણસાર સુધ્ધા આવ્યો નથી. સદાય હસતા ચહેરા વચ્ચે ‘દાદા’એ વિતેલા વર્ષમાં પક્ષના આંતરિક સંકટોનો સામનો કર્યો હતો પરંતુ તેમના વહેવારમાં ક્યાંય પણ કડવાશ આવવા દીધી નહોતી. વડાપ્રધાન સહિત પક્ષના ટોચના નેતૃત્વનો વિશ્વાસ સતત જાળવી રાખવા સાથે સરકારના વહિવટમાં પણ તેમની કુનેહની હંમેશા પ્રતીતિ થયા કરે છે.

bhupendra-patel-Ep

સ્વભાવે ધીરગંભીર અને આક્રમકતાના અભાવને કારણે પ્રારંભે એવું લાગતુ હતુ કે ‘દાદા’ સરકાર કઇ રીતે ચલાવશે? પરંતુ ‘દાદા’ આવી શંકાઓનો ધરાર છેદ ઉડાડીને સરકારને વિકાસના માર્ગે દોડાવી રહ્યા છે. પ્રથમ વર્ષ કસોટીભર્યુ હતુ પરંતુ રાજકીય અને પક્ષની આંતરિક કસોટીમા પાર ઉતરી ગયા હતા અને પોતાની લોખંડી વહિવટી તાકાતને પરચો બતાવ્યો હતો.

સામાન્ય સંજોગોમા ભાજપમાં વડાપ્રધાન મોદીનો ‘‘ભરોસો’’ મેળવવો એ લોખંડના ચણા ચાવવા જેવું કામ છે પરંતુ ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશ્વાસ સંપાદન કરવામાં ‘‘ભરોસાના માણસ’’ પુરવાર થયા હતા. પક્ષની આંતરિક ગડમથલમાં કોઇ ફરિયાદ ન‌હી અને વિકાસના કામોના લક્ષ્યાંક પારપાડીને ભુપેન્દ્ર પટેલે પોતાની ક્ષમતા પુરવાર કરી બતાવીને ખુદ વડાપ્રધાનના ‘વિકાસ’ના લક્ષ્યને બળ આપ્યું હતું. મેટ્રોરેલ, બુલેટ ટ્રેન, એક્સપ્રેસ-વે સહિત માળખાગત સુવિધાઓ સમય પહેલા ઉભી કરવાની વડાપ્રધાનની ઝંખનાને ભુપેન્દ્ર પટેલ સમયસર સાકાર કરતા આવ્યા છે. વળી આ વખતની ‘‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિ‌ત’’ ભૂતકાળની સમિટ કરવા વધુ પ્રભાવક, અસરદાર અને પરિણામલક્ષી પુરવાર થશેઃ વડાપ્રધાન મોદી પણ ગુજરાતને વિવાદ રહીત ‘‘વિકાસ મોડેલ’’ બનાવવા માંગે છે આ ઇચ્છા પુરી કરવામાં ભુપેન્દ્ર પટેલ ઠંડી તાકાત પુરવાર થશે.

ગુજરાતની છેલ્લી ચૂંટણીઓ વખતે વડાપ્રધાન મોદીએ ‘‘નરેન્દ્ર’’ અને ‘‘ભુપેન્દ્ર’’ની જોડી વારંવાર ચૂંટણી સભાઓમાં ઉજાગર કરી હતી અને ભુપેન્દ્ર પટેલને નેતૃત્વ ઉપર ભરોસો મૂક્યો હતો. આ ભરોસો વિતેલા એક વર્ષની સરકારની કામગીરીએ ચરિતાર્થ પુરવાર કરી બતાવ્યો છે. વેપાર, ઉદ્યોગ, શિક્ષણ, ખેતી, સામાજિક સહિત કોઇ એક પણ પાસુ એવું નથી કે ભુપેન્દ્ર પટેલની સરકારના એજન્ડાની બહાર હોય.
પક્ષની મૂળભૂત વિચારધારા અને લોકકલ્યાણના કામોને હંમેશા પ્રાથમિકતા આપતા રહ્યા છે. ગુજરાતના કોઇ એક ખૂણામાં પણ અસલામતિ કે અશાંતિને સ્થાન મળ્યું નથી, ઔદ્યોગિક શાંતિ જાળવી રાખવા માટે ભુપેન્દ્ર પટેલની સરકારે સતત પરસેવો પાડયો છે. સરકાર અને પક્ષના સંગઠનના માળખા વચ્ચે પણ ભુપેન્દ્ર પટેલ એકરાગિતા જાળવવામાં સફળ પુરવાર થયા છે.

વિપક્ષના લોકોને ઉમળકા સાથે આવકાર અને તેમની વાત સાંભળવાની કુનેહને લઇને વિપક્ષ સભ્યોને પણ સરકારની ટીકા કરવી હોય તો પણ મુદ્દો મળવા દીધો નથી. પરિણામે ગુજરાતમાં ‘‘ભાજપની જડ’’ વધુ મજબૂત બની રહી છે.
પક્ષના કેટલાક લોકોને નહી ગમે એવા નિર્ણય પણ દાદાની સરકારે કર્યા હશે પરંતુ જાહેર જનતાના હિતમાં નિર્ણય મહત્ત્વનો હોવાથી પક્ષમાંથી વિરોધ ઉઠવાનો અવકાશ રહેવા દીધો નથી.

ભુપેન્દ્ર પટેલે ૧૨મી ડિસેમ્બર ૨૦૨૨ના રોજ ગુજરાતમાં બીજી વખત સરકારનુ સુકાન સંભાળ્યું હતુ. વિતેલા એક વર્ષ દરમિયાન કોઇ એવી ઘટના બનવા પામી નથી કે સરકારની કામગીરી, નિર્ણયો સામે વિવાદ ઉભા થયા હોય. તેમના પુરોગામી વિજય રૂપાણીની સરકારે રાજીનામુ આપ્યું કે રાજીનામુ માંગી લેવામાં આવ્યું અને નવા મુખ્યમંત્રી તરીકે અચાનક લોકોની કલ્પના બહાર ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે ઘણા લોકોએ આંચકો અનુભવ્યો હતો. શાંત અને નિર્મળ સ્વભાવના ભુપેન્દ્ર પટેલ પક્ષમાં કે જાહેર જીવનમાં ક્યારેય પણ ચર્ચામાં આવ્યા નહોતા. હંમેશા છેવાડાની ખુરસીમાં બેસીને મીઠી સોપારી મમળાવતા રહેતા ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામા આવી ત્યારે ખુદ ભુપેન્દ્ર પટેલ ચોંકી ગયા હતા.

આ ઘટના તેમના જીવનની સૌથી મોટી આશ્ચર્યજનક ઘટના હતી. પરંતુ દાદા ભગવાનના ભરોસા સાથે તેમણે મુખ્યમંત્રીપદ સ્વીકારી લીધુ હતું. તેમનો પ્રથમ કાર્યકાળ ખરેખર આનંદદાયક નહોતો પરંતુ સદાય હસતા રહેવામાં માનતા ભુપેન્દ્ર પટેલ પ્રથમ તબક્કામાં અનેક કડવા ઘુંટડા ગળી ગયા હતા. નજીકના લોકોના કહેવા મૂજબ એક તબક્કે તેઓએ મુખ્યમંત્રીપદ છોડી દેવાનો લગભગ નિર્ણય કરી લીધો હતો પરંતુ વડાપ્રધાન મોદી, અમિતશાહ, આનંદીબેન સહિત વરિષ્ઠ નેતાઓનો ‘ભરોસો’ તેઓ તોડવા માંગતા નહોતા અને પુરી મક્કતા સામે સરકાર ચલાવી હતી અને ત્યાર પછીની વિધાનસભાની ચૂંટણીમા ૨૫૬ બેઠકોના પ્રચંડ વિજય સાથે વડાપ્રધાન મોદીએ તેમને ફરી વખત ગુજરાતના મુખ્યમંત્રીપદનો તાજ પહેરાવ્યો હતો સાથે ગુજરાતને બુલેટની ઝડપે વિકાસના શિખર ઉપર લઇ જવાની જવાબદારી સોંપી હતી અને સરકારના વિતેલા પ્રથમ વર્ષમાં ભુપેન્દ્ર પટેલ કસોટીમાં પાર ઉતરી ગયા હતા. પુત્રની ગંભીર બીમારી છતાં ભુપેન્દ્ર પટેલે ચલિત થયા વગર સરકારનું સુકાન સંભાળી રાખ્યું હતું એક તરફ પુત્રની સારવાર અને બીજી તરફ સરકારની જવાબદારી પરંતુ આ બન્‍ને મોરચે ભુપેન્દ્ર પટેલ સફળ સુકાની પુરવાર થયા હતા.

‘‘બ્રેઇન સ્ટ્રોક’’ જેવી ગંભીર બીમારી છતા પુત્ર હેમખેમ સારો થઇ ગયો હતો આ ઘટનાને પણ માનીએ તો ‘‘દાદા ભગવાન’’નો ચમત્કાર ગણી શકાય અને બીજી તરફ સરકાર પણ વિકાસના માર્ગે નક્કી કરેલા એજન્ડા પ્રમાણે આગળ દોડી રહી હતી.

આ પણ વાંચો :-

૧૨ ડિસેમ્બર, ૨૦૨૩/ આ રાશિ માટે પરિવારમાં સ્નેહ વધે, નવા વાહનની ખરીદી શક્ય બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

સ્વભાવમાં ગુસ્સાનો અનુભવ થાય. દિવસ દરમ્યાન આળસ રહે. આર્થિક પાસુ મજબૂત થાય. પરિવારમાં વાદ વિવાદ થી દૂર રહેવું. શરદી-કફનો ઉપદ્રવ રહેતો જણાય. માતાની તબિયતની ચિંતા રહે. વાહન સાચવીને ચલાવવું.

વૃષભઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. સારા સમાચાર સાંભળવા મળે. નાણાંકીય બાબતોમાં લાભ મળતો જણાય. બપોર બાદ આવક છટતી જણાય. પ્રિયપાત્રનું મિલન શક્ય બને. દામ્પત્ય સુખમાં આનંદ.
‌

મિથુનઃ

સ્વભાવમાં જીદનું પ્રમાણ વધે. ખોટા વિચારો મગજ ઉપર હાવી થાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. નોકરીયાત વર્ગને આનંદ. ધંધાવાળાએ સાચવવું. બ્લડપ્રેશરના દર્દીએ વિશેષ કાળજી રાખવી જરૂરી.

કર્કઃ

દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર બાદ મન અશાંત રહેતું જણાય. વિદ્યા-અભ્યાસમાં મન એકાગ્ર રહેતું જણાય. સંતાનની પ્રગતિથી આનંદ અનુભવાય. બપોર બાદ આરોગ્યક્ષેત્રે સાવધાની જરૂરી.

‌સિંહઃ

દિવસ દરમ્યાન આનંદ, ઉત્સાહ, તાજગીનો અનુભવ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. માતૃપક્ષ તરફથી સુખાકારી, જળવાય, સારા સમાચાર મળે. સ્વાસ્થ્ય સારૂં રહે.

કન્યાઃ

પરોપકાર, દાન કરવાની ભાવના પ્રબળ બને. વાણીના પ્રભાવ થકી સફળતા મળતી જણાય. પરિવારમાં સ્નેહ વધે. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય જળવાશે.

તુલાઃ

દીલમાં અજંપો વર્તાય. આવક વધતી જણાય. પરિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી. સ્થાવર-જંગમ મિલકત અંગેના વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃ‌શ્ચિકઃ

મન ચંચળ રહે. ખોટા વિચારો મનનો કાબુ લેતા જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. જીવનસાથી સાથે પ્રેમની અનુભુતિ થાય. પ્રિયપાત્ર સાથે વાત કરવાના સંયોગ ઉભા થતા જણાય.

ધનઃ

દિવસ દરમ્યાન મુંઝવણનો અનુભવ થાય. વિચારવાયુ વધારે રહે. ખોટા વિચાર આવે. ‌આર્થિક ફાયદો થતો જણાય. શરીરમાં ઢીલાશ અનુભવાય. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને બહાર નીકળવાનું ટાળવું.

મકરઃ

આનંદ ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. નવું કામ કરવાની ઇચ્છા પ્રબળ બને. પરિવારમાં શાંતિ જળવાય. આવક પણ વધતી જણાય. મિત્રો તરફથી સારા સમાચાર અને સહકાર મળતો જણાય. સ્વાસ્થ્ય સારૂં રહે.

કુંભઃ

માનસિક ચિંતા રહે. ખર્ચનું પ્રમાણ વધતું જણાય. ધંધા સંબંધી ચિંતા રહે. નોકરીયાતને ઉપરી અધિકારીથી ઠપકો સાંભળવો પડે. માતા વૃધ્ધ હોય તો તબિયત સાચવવી. દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ

આવકનું પ્રમાણ વધવાથી દિવસ દરમ્યાન આનંદ વધે. નાનાભાઇ બહેન સાથે ‌વાદ-વિવાદ ટાળવો. ભાગ્યનો સાથ મળે. મિત્રો તરફથી સાથ સહકાર મળતો જણાય. આંખ અને કમરના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

મધ્યપ્રદેશમાં નવા CM મોહન યાદવ, વિધાનસભા અધ્યક્ષ અને ૨ નાયબ CMના નામની પણ જાહેરાત

0

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તરીકે જેમને જવાબદારી સોંપવામાં આવી છે તેઓ આશરે ૪૧ વર્ષની લાંબી સંઘર્ષમય કરિયર ધરાવે છે. તેમણે માધવ વિજ્ઞાન યુનિવર્સિટીથી વિદ્યાર્થી રાજકારણની શરૂઆત કરી હતી. પક્ષમાં તેમણે અનેક પદો પર રહ્યા બાદ શિવરાજ સરકારમાં પ્રધાન બનવાની તક મળી હતી.

ડો.મોહન યાદવ ઉજ્જૈન વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તેમનો જન્મ ૨૫મી માર્ચ ૧૯૬૫ના રોજ થયો હતો. પિતાનું નામ પૂનમચંદ યાદવ છે. મોહન યાદવને બે દીકરા અને એક દીકરી છે. મોહન યાદવે પીએચડી પણ કર્યું છે. આ સાથે તેમમે MBA અને LLB પણ કર્યું છે. તેઓ કારોબાર તથા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ છે.

તેઓ વર્ષ ૧૯૮૪માં ABVP, ઉજ્જૈનના નગરમંત્રી તથા વર્ષ ૧૯૮૬માં વિભાગના વડા તરીકે જવાબદારી સંભાળી હતી. આ ઉપરાંત તેઓ વર્ષ ૧૯૮૬માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મધ્ય પ્રદેશના પ્રદેશ સહમંત્રી તથા રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય રહ્યા છે. વર્ષ ૧૯૮૯-૯૦માં પરિષદના પ્રદેશ યુનિટના પ્રદેશ મંત્રી તથા વર્ષ ૧૯૯૧-૯૨માં પરિષદના રાષ્ટ્રીય મંત્રી રહી ચુક્યા છે. વર્ષ ૧૯૯૩-૯૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ઉજ્જૈનનગરના સહ ખંડ કાર્યવાહ રહ્યા હતાં.

આ પણ વાંચો :-

• ફાતિમા વસીમ બન્યા સિયાચીન ગ્લેશિયર પર તૈનાત થનારી પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર

• સુરતમાં શ્વાન સાથે ઘૃણાસ્પદ કૃત્ય કરનાર શખ્સની ધરપકડ

રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ સુરત કોર્ટમાં હાજર, નકલી ટોલનાકાને લઈ કહી આ વાત

0

૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી સમયે હાલના વિરમગામના ભાજપના MLA હાર્દિક પટેલ પર કેસ થયો હતો. પાટીદાર આંદોલનના નામે પરમિશન માગી વિશાળ રેલી અને સભા સંબોધી હતી. જેમા બિન રાજકીય સભામાં રાજકીય નિવેદનો આપવામાં આવ્યા હતા. યોગી ચોક ખાતે યોજાયેલી સભા મામલે કેસ થયો હતો. સભામાં સરકાર વિરૂદ્ધ ભાષણ કર્યાનો કેસ થયો હતો. આજે કેસ ચાલતા સુરત કોર્ટમાં હાર્દિક પટેલે હાજર થવું પડ્યુ હતુ અને તેમનું ફર્ધર નિવેદન લેવામાં આવ્યું હતુ. હાર્દિક પટેલનું નિવેદન નોંધ્યા બાદ હવે આગામી સુનાવણી 20મી ડિસેમ્બરના રોજ હાથ ધરાશે.

આજે સુરતમાં ખૂબ જ લાંબા સમય બાદ આવ્યો છું અને મીડિયા મિત્રો સાથે મળવાનો સમય મળ્યો છે.મીડિયા મિત્રોના પણ હાલ-ચાલ પૂછવાનો મૌકો મળ્યો છે.કોર્ટે આગામી ૨૦મી ડિસેમ્બરની મુદત આપી છે.જે દિવસે અમારા વકીલ તરફથી અંતિમ દલીલો કરવામાં આવશે.જે કેસમાં એકાદ-બે મુદત બાદ નિર્ણય આવી શકે છે.

વધુમાં જણાવ્યું હતું કે સૌ માટે ખુશીનો વિષય છે કે ૩૭૭ની જે કલમ હટાવવામાં આવી છે તેના કારણે પુરા જમ્મુ કશ્મીરમાં શાંતિ કાયમ થઇ છે, તો સ્વાભાવિક રૂપથી ઘણા બધા લોકોને થપ્પડ પડી છે, સુપ્રીમ કોર્ટના જજમેન્ટના કારણે, હર કોઈ વિરોધ કરતા હતા કે કશ્મીરમાં ૩૭૭ના હટી શકે, રામ મંદિર ન બની શકે, તો આજે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ ઘણા બધા લોકો માટે ખુશીનો દિવસ છે.

આ પણ વાંચો :-

નવસારીમાં DFCC પ્રોજેક્ટમાં ખાનગી કંપનીનો મેનેજર લાંચ લેતાં ઝડપાયો

0

નવસારી જિલ્લામાંથી પસાર થતાં DFCC પ્રોજેક્ટની કામગીરી હાલ શરૂ છે. જેમાં કોન્ટ્રાક્ટ મેળવનાર કંપનીના મેનેજરે પેટા કોન્ટેક્ટર પાસે કોન્ટ્રાક્ટ રીન્યુ કરાવવાના નામે પૈસા માંગતા આ મામલે ACBમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેથી ACBએ છટકું ગોઠવી મેનેજરને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો.

DFCC દ્વારા ભારતની મુખ્ય રેલ લાઇનને અડીને ગુડસ ટ્રેન માટે અલગ ટ્રેક બિછાવાની કામગીરી શરૂ છે જેમાં મોટાભાગની કામગીરી પૂર્ણતાને આરે આવી છે. પરંતુ કેટલાક ટેકનીકલ કામો બાકી હોય નવસારી જિલ્લાના પણ ટેકનિકલ કામગીરી માટે પેટા કોન્ટેક્ટ આપવામાં આવે છે જેમાં ઈરકોન ઇન્ટરનેશનલ લી. પાસેથી નાના કોન્ટ્રાક્ટરો કામ મેળવતા રહે છે. ત્યારે એક કોન્ટ્રાક્ટરને ત્રણ માસનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જે રિવ્યુ કરવા માટે ઈરકોન કંપનીના મેનેજરે રેલ્વે ટ્રેકના પાટા નાંખવાના કોન્ટ્રાક્ટને રીન્યુ કરવા મેનેજર સ્વરૂપકુમાર પાલે એક લાખની લાંચ માંગી હતી. પ્રતિ માસ ૨૦ હજાર રૂપિયા લેખે એક લાખ રૂપિયા માંગ્યા હતા.

સુરત ACBનો સંપર્ક કર્યો હતો. જે હિસાબે ૬ મહિનાના કોન્ટ્રાક્ટ માટે પહેલા ૧.૧૫ લાખની લાંચ માંગી હતી. બાદમાં રકઝકના અંતે સંપૂર્ણ કોન્ટ્રાક્ટ માટે ૧ લાખ રૂપિયા માંગ્યા હતા. કોન્ટ્રાક્ટર લાંચ આપવા માંગતો ન હોય સુરત ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદને આધારે ગોઠવેલા ACBના છટકામાં મેનેજર પાલ ભેરવાયો હતો. બીલીમોરા શહેરના દેસરા વિસ્તારમાં લક્ષ્મી પેલેસ એપાર્ટમેન્ટના પાર્કિગમાં લાંચ લેતા રંગેહાથ પકડાયો હતો. જેથી ACB પોલીસે મેનેજર સ્વરૂપ પાલની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :-

સુરતમાં શ્વાન સાથે ઘૃણાસ્પદ કૃત્ય કરનાર શખ્સની ધરપકડ

0

સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં શ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આ વિકૃત મગજના શખ્સે મોટા વરાછા વિસ્તારમાં આવેલા અંબિકા પીનેકલ  કોમ્પલેક્ષ નજીક શ્વાનને હવસનો શિકાર બનાવ્યું હતું. પરંતુ તેની આ કામુક ચેષ્ટાઓ અને ઘૃણાસ્પદ કૃત્ય CCTV કેમેરામાં કેદ થઇ ગયા હતા.

પોલીસે આ શખ્સને ઝડપી પાડવા આશરે ૭૦ થી ૮૦ જેટલા અલગ-અલગ કેમેરાઓ ચેક કર્યા હતા અને આખરે ઉત્રાણ પોલીસે  આ હવસખોરને ઝડપી પાડ્યો હતો. આ શખ્સનું નામ હરેશભાઇ લાલજીભાઇ વાગડીયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં શ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના CCTV પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હાલતો પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી હરેશ બં સંતાનનો પિતા છે. મંડપ સર્વિસનું કામ કરે છે. પોલીસે તેના મોબાઈલ ચેક કરતાં ગૂગલ હિસ્ટ્રીમાંથી બીભત્સ વીડિયો જોયાની લિંકો મળી હતી.

આ પણ વાંચો :-

મોપેડ લઈને જતો યુવક સ્લીપ થતાં બાજુમાંથી પસાર થતી ST બસના ટાયર નીચે કચડાયો

0

સુરતના ઉધના વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. મોપેડ સ્લીપ થયા બાદ બાજુમાં પસાર થતી બસ નીચે બાઇકચાલક આવી જતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. તો બીજી તરફ યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

ઉધના વિસ્તારમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ છે. CCTVમાં જોઈ શકાય છે કે રોડ પરથી વાહનો પસાર થઈ રહ્યા છે. આ દરમિયાન ST બસ પસાર થઈ રહી હતી ત્યારે બાજુમાંથી પસાર થઈ રહેલા મોપેડ ચાલક અચાનક સંતુલન ગુમાવીને સ્લીપ થઈ જતા બસનું ટાયર યુવકના શરીર પરથી ફરી વળે છે. આ ઘટના બાદ બસચાલકે પણ બસ ત્યાં ઉભી રાખી દીધી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. તો બીજી તરફ અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઈ ગયું હતું. બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી હતી અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉધના રોડ પર GSRTC બસ નીચે યુવકનું મોત નીપજ્યું હતું. ચિરાગ ભુપેન્દ્ર જૈન(ઉ.વ.આ.૨૨)ના બસની બાજુમાંથી ઓવરટેઈક કરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન પોતાનું સંતુલન ન રહ્યું હોય તે રીતે સ્લીપ થઈને રોડ પર પટકાયો હતો. આ દરમિયાન બસનું પાછળનું વ્હીલ તેના પરથી પસાર થઈ ગયું હતું. જેથી સાપુતારા બાલાસિનોર જતી બસ નીચે કચડાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો :-

સુરતમાં શિક્ષક સાથે છેતરપિંડી, એક વીડિયો કોલે શિક્ષકની જિંદગી કરી તબાહ!

0

સુરતમાં વધુ એક કાળી કરતૂતની ઘટના સામે આવી છે. અહીં એક શિક્ષક વીડિયો કૉલથી છેતરપિંડીનો ભોગ બન્યા છે. સુરતના પુણા વિસ્તારમાંથી એક ઘટના સામે આવી જેમાં એક યુવતીએ એક શિક્ષક સાથે વીડિયો કૉલમાં વાત કરી હતી, જેમાં યુવતી નગ્ન થઈ હતી અને શિક્ષક પણ ન્યૂડ થઇ ગયો હતો.

સુરતમાં એક હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો હતો. એમ્બ્રોઈડરીના કારખાનેદારને પ્રેમજાળમાં ફસાવીને મહિલાએ અંગતપળોનો વીડિયો ઉતારી લીધો. બાદમાં આ જ વીડિયોને હથિયાર બનાવી વાઈરલ કરવાની ધમકી આપી અને યુવક પાસેથી રૂ.૫ લાખ અને ફ્લેટનો બનાખાત પોતાના નામે કરાવી લીધો હતો. જોકે આટલું લીધા બાદ પણ મહિલાની લાલચ ન સંતોષાઈ અને વધુ પૈસાની માગણી કરતા તેના પાપનો ઘડો ફૂડ્યો. મહિલાની પજવણીથી પરેશાન વેપારી આખરે પોલીસ સ્ટેશને પહોંચતા સમગ્ર મામલે ૩ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

આ વીડિયોના આધારે કેટલાક લોકોએ પોલીસના સ્વાંગમાં આવીને શિક્ષક પાસે પૈસાની ઉઘરાણી કરી હતી. આ ઘટના નવ મહિના પહેલા બની હતી. આ ન્યૂડ વીડિયો કાંડમાં યુવતીએ શિક્ષકને વીડિયો મોકલ્યો અને તેની પાસેથી પૈસા પડાવ્યા હતા. શરૂઆતમાં શિક્ષકે પૈસા આપવાની ના પાડી હતી પછી વીડિયોને વાયરલ કરવાની ઘમકી મળતા ટુકડે ટુકડે ૫૩ હજાર રૂપિયા ગેન્ગને આપ્યા હતા. શિક્ષકને મોકલવામાં આવેલો આ વીડિયો મૉર્ફ કરેલો હતો.

કોલ કટ કરતા વેંત મહિલાએ વિડીયો કોલનું સ્ક્રીન રેકોર્ડીંગ મોકલાવ્યું હતું. જેમાં પિયુષના ન્યુડ ફોટાનો વિડીયો યુ-ટ્યુબ ઉપર વાયરલ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી પરંતુ પિયુષે આપ્યા ન હતા. દરમિયાનમાં બે દિવસ બાદ વિક્રમ રાઠોડ નામે મેસેજ આવ્યો હતો અને પોતાની ઓળખ સાયબર ક્રાઇમ ઓફિસ ઓફીસર તરીકે આપી તારા વિરૂધ્ધમાં મારી પાસે એક ન્યુડ વિડીયોનો કેસ આવ્યો છે, એક મોબાઇલ નંબર આપી તેની ઉપર યુ-ટ્યુબ કંપનીના રાહુલ શર્મા નામના ઓફિસર સાથે વાત કરી કેસ ક્લોઝ કરાવવા કહ્યું હતું.

આ પણ વાંચો :-