મધ્યપ્રદેશમાં નવા CM મોહન યાદવ, વિધાનસભા અધ્યક્ષ અને ૨ નાયબ CMના નામની પણ જાહેરાત

Share this story

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તરીકે જેમને જવાબદારી સોંપવામાં આવી છે તેઓ આશરે ૪૧ વર્ષની લાંબી સંઘર્ષમય કરિયર ધરાવે છે. તેમણે માધવ વિજ્ઞાન યુનિવર્સિટીથી વિદ્યાર્થી રાજકારણની શરૂઆત કરી હતી. પક્ષમાં તેમણે અનેક પદો પર રહ્યા બાદ શિવરાજ સરકારમાં પ્રધાન બનવાની તક મળી હતી.

ડો.મોહન યાદવ ઉજ્જૈન વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તેમનો જન્મ ૨૫મી માર્ચ ૧૯૬૫ના રોજ થયો હતો. પિતાનું નામ પૂનમચંદ યાદવ છે. મોહન યાદવને બે દીકરા અને એક દીકરી છે. મોહન યાદવે પીએચડી પણ કર્યું છે. આ સાથે તેમમે MBA અને LLB પણ કર્યું છે. તેઓ કારોબાર તથા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ છે.

તેઓ વર્ષ ૧૯૮૪માં ABVP, ઉજ્જૈનના નગરમંત્રી તથા વર્ષ ૧૯૮૬માં વિભાગના વડા તરીકે જવાબદારી સંભાળી હતી. આ ઉપરાંત તેઓ વર્ષ ૧૯૮૬માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મધ્ય પ્રદેશના પ્રદેશ સહમંત્રી તથા રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય રહ્યા છે. વર્ષ ૧૯૮૯-૯૦માં પરિષદના પ્રદેશ યુનિટના પ્રદેશ મંત્રી તથા વર્ષ ૧૯૯૧-૯૨માં પરિષદના રાષ્ટ્રીય મંત્રી રહી ચુક્યા છે. વર્ષ ૧૯૯૩-૯૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ઉજ્જૈનનગરના સહ ખંડ કાર્યવાહ રહ્યા હતાં.

આ પણ વાંચો :-

ફાતિમા વસીમ બન્યા સિયાચીન ગ્લેશિયર પર તૈનાત થનારી પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર

સુરતમાં શ્વાન સાથે ઘૃણાસ્પદ કૃત્ય કરનાર શખ્સની ધરપકડ