નવસારીમાં DFCC પ્રોજેક્ટમાં ખાનગી કંપનીનો મેનેજર લાંચ લેતાં ઝડપાયો

Share this story

નવસારી જિલ્લામાંથી પસાર થતાં DFCC પ્રોજેક્ટની કામગીરી હાલ શરૂ છે. જેમાં કોન્ટ્રાક્ટ મેળવનાર કંપનીના મેનેજરે પેટા કોન્ટેક્ટર પાસે કોન્ટ્રાક્ટ રીન્યુ કરાવવાના નામે પૈસા માંગતા આ મામલે ACBમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેથી ACBએ છટકું ગોઠવી મેનેજરને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો.

DFCC દ્વારા ભારતની મુખ્ય રેલ લાઇનને અડીને ગુડસ ટ્રેન માટે અલગ ટ્રેક બિછાવાની કામગીરી શરૂ છે જેમાં મોટાભાગની કામગીરી પૂર્ણતાને આરે આવી છે. પરંતુ કેટલાક ટેકનીકલ કામો બાકી હોય નવસારી જિલ્લાના પણ ટેકનિકલ કામગીરી માટે પેટા કોન્ટેક્ટ આપવામાં આવે છે જેમાં ઈરકોન ઇન્ટરનેશનલ લી. પાસેથી નાના કોન્ટ્રાક્ટરો કામ મેળવતા રહે છે. ત્યારે એક કોન્ટ્રાક્ટરને ત્રણ માસનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જે રિવ્યુ કરવા માટે ઈરકોન કંપનીના મેનેજરે રેલ્વે ટ્રેકના પાટા નાંખવાના કોન્ટ્રાક્ટને રીન્યુ કરવા મેનેજર સ્વરૂપકુમાર પાલે એક લાખની લાંચ માંગી હતી. પ્રતિ માસ ૨૦ હજાર રૂપિયા લેખે એક લાખ રૂપિયા માંગ્યા હતા.

સુરત ACBનો સંપર્ક કર્યો હતો. જે હિસાબે ૬ મહિનાના કોન્ટ્રાક્ટ માટે પહેલા ૧.૧૫ લાખની લાંચ માંગી હતી. બાદમાં રકઝકના અંતે સંપૂર્ણ કોન્ટ્રાક્ટ માટે ૧ લાખ રૂપિયા માંગ્યા હતા. કોન્ટ્રાક્ટર લાંચ આપવા માંગતો ન હોય સુરત ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદને આધારે ગોઠવેલા ACBના છટકામાં મેનેજર પાલ ભેરવાયો હતો. બીલીમોરા શહેરના દેસરા વિસ્તારમાં લક્ષ્મી પેલેસ એપાર્ટમેન્ટના પાર્કિગમાં લાંચ લેતા રંગેહાથ પકડાયો હતો. જેથી ACB પોલીસે મેનેજર સ્વરૂપ પાલની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :-