Home Blog Page 858

૨૭ ડિસેમ્બર, ૨૦૨૩/ વેપારમાં સાચવીને કામ કરવું, આ રાશિનાં જાતકોએ શત્રુઓથી રહેવું સાવધાન, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ ‌

આનંદ ઉત્સાહપૂર્ણ દિવસ. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. આર્થિક આયોજન સારી રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતૃસુખમાં વધારો થાય. મિત્રોથી લાભ. પરિવારમાં આનંદ. આરોગ્ય જળવાય.

વૃષભઃ

કરેલા કાર્યમાં સફળતા મળતી  જણાય. કુટુંબમાં પરસ્પર પ્રેમની ભાવના વધે, ભાગ્યમાં વૃધ્ધિ થતી જણાય. તીર્થયાત્રા, પ્રવાસ શક્ય બને. કરેલા રોકાણોથી ફાયદો થતો જણાય. નોકરી-ધંધામાં થોડી ચિંતા રહે.

મિથુનઃ

વાણી ચાતુર્યથી અન્ય ઉપર પ્રભાવ પાડી શકાય. નાણાંકીય બાબતો માટે ઉત્તમ દિવસ. નાના ભાઇ-બહેનોની પ્રગતિ થતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ. આરોગ્ય સાચવવું. રોગ પ્રતિકારક શક્તિ ઘટે. થાક લાગે.

કર્કઃ

મિત્ર વર્તુળમાં વધારો થાય. મનમાં ચંચળતા રહે. કોઇ વ્યક્તિ આપનો ગેરલાભ ન ઉઠાવી જાય એ સાચવવું. પત્નિ સાથે સંબંધો ઉષ્માપૂર્ણ બને. ચર્મ રોગોથી સાચવવું. સાસરા પક્ષ તરફથી સારા સમાચાર મળે.

‌સિંહઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. લક્ષ્મીનો વખતસર લાભ મળશે. જુના મિત્રોને મળવાનું થાય. મિત્રોનો સહકાર મળશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યાર્થીમિત્રોને સફળતા. કાપડના ધંધામાં પ્રગતિ, આવક વધશે.

કન્યાઃ

બેંક વીમો, ફાયનાન્સનો ધંધો કરતી વ્યક્તિને સફળતા મળે. માતા-પિતા તરફથી શાંતિ પ્રેમ મળે. સંતાન સુખ વધતું જણાય. આરોગ્ય સારૂં રહેશે. સંતાન સુખ વધતુ જણાય. આરોગ્ય સારૂં રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાશે. આદ્યાત્મિક પ્રગતિ અનુભવાશે.

તુલાઃ ‌

આળસને કારણે મળેલી તક ગુમાવવાનો વારો આવશે. સફળતા મેળવવા માટે મહેનત કરવી જરૂરી બનશે. મહેનતના પ્રમાણમાં વળતર ઓછું મળતું જણાય. નાની મુસાફરીના યોગ બને છે. આરોગ્ય જળવાશે.

વૃ‌શ્ચિકઃ

ભાગ્યના બળે આવકમાં વૃધ્ધિ થતી જણાય. છતાં ખર્ચનું પ્રમાણ વધશે. નાના-ભાઇ બહેનથી ચિંતા રહે.  કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય.સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ટાયર, ટ્યુબ, કલર, કેમીકલના ધંધા માટે શુભ.

ધનઃ

માનસિક અશાંતિ રહે. નકારાત્મક વિચારો વધતા જણાય. શરદી-ખાંસીનો પ્રકોપ વધે. જળાશયોથી દૂર રહેવું. જીવનસાથી સાથે પ્રેમથી વર્તવું. નોકરી-ધંધામાં શાંતિથી દિવસ પસાર કરવા. ભગવાન શિવની ઉપાસનાથી લાભ થાય.

મકરઃ

ન્યાયી, સત્યપ્રેમી, વ્યવહાર કુશળ, તથા વિશાળ મન રહેશે. ભક્તિમાં મન પરોવાશે. ઓફીસ, સ્ટેશનરી, જ્યોતિષીના ધંધામાં લાભ. અડચણો, મુશ્કેલીનું નિવારણ થાય. જીવનસરળ બને. એકાદ યાત્રા કે ધાર્મિક સ્થળની મુલાકાત થાય.

કુંભઃ

જોમ-જુસ્સામાં વધારો થાય. મિત્રોથી સાવચેત રહેવું. સાથે પ્રેમભર્યા વ્યવહાર રહે. કરેલા રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાનની ચિંતા રહે. નાણાં ઉછીના આપવાનું ટાળવું.

મીનઃ

અગત્યના કાર્ય મુલતવી રાખવા. સંતાનોની પ્રગતિથી આનંદ થાય. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. આદ્યાત્મિક પ્રગતિ થાય. બીજાને મદદ કરવાથી દીલ હરખાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

GETCO દ્વારા ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી રદ્દ કરવા બાદ ગાંધીનગરમાં આંદોલનની ચીમકી

0

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશ લિ. દ્વારા ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી રદ્દ કરવાનો મુદ્દો ફરી ગરમાયો છે. 48 કલાકનો સમય પૂર્ણ થવા છતાં ભરતીને લઈને કોઈ નિરાકરણ ન આવતા આજે ફરી મોટી સંખ્યામાં ઉમેદવારો જેટકો (GETCO)ની ઓફિસે પહોંચ્યા હતા. પરંતુ જેટકો (GETCO)ના એમ.ડી ગેરહાજર હોવાથી ઉમેદવારોએ પોતાની રજૂઆત જેટકોના જનરલ મેનેજર એચ.આર. જે.ટી રાયને કરી હતી. ઉમેદવારની રજૂઆત પર ઉમેદવારોને જવાબ આપતા જણાવ્યું હતું કે,’ જેટકો પોતાના પરીક્ષા લેવાના નિર્ણય પર અડગ છે.’ જે બાદ ઉમેદવારોએ ગાંધીનગર ખાતે પરિવાર સાથે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારીને ત્યાંથી રવાના થઈ ગયા હતા.

રાજકોટ, ભરૂચ, મહેસાણા ઝોનના ઉમેદવારોએ વડોદરા GETCO કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓએ કચેરીના ગેટ બહાર ધરણા પર બેસી કર્યા દેખાવો કર્યા હતા. આ પરીક્ષા પોલ ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓ દ્વારા ૦૬/૦૩/૨૦૨૩ થી ૧૩/૦૩/૨૦૨૩ તથા લેખિત પરીક્ષા ૦૯/૦૯/૨૦૨૩ ના રોજ યોજાઇ હતી. જેમાં ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટમાં ૫૪૦૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉત્તીર્ણ થયેલા ૧૨૨૪ ઉમેદવારોના મેડિકલ થયા અને નિમણુંક પત્રો રોકી રાખ્યા હતા.

આ બેઠક પૂર્ણ થયા બાદ યુવરાજસિંહે કહ્યું હતું કે, જેટકોના એમડી અને અધિકારીઓ ફરી પરીક્ષા લેવાના નિર્ણય પર વળગી રહ્યા છે.જેની સામે અમે એક વિકલ્પ રજૂ કર્યો હતો. અમે કહ્યું હતું કે ઉમેદવારો ફરી પોલ ટેસ્ટ આપવા તૈયાર છે પણ લેખિત પરીક્ષા તો કોઈ પણ સંજોગોમાં ફરીથી નહીં આપે.જેથી યોગ્ય નિર્ણય લેવા જેટકોના અધિકારીઓએ અમારી પાસે ૪૮ કલાકનો સમય માંગ્યો છે.એ પછી તેઓ પોતાનો નિર્ણય જાહેર કરશે. જેથી ઉમેદવારોએ ૪૮ કલાસ માટે આંદોલન સમેટી લીધું હતું.

તાજેતરમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)ની ભરતી પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવી હતી. જેમાં ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓએ ૬ માર્ચ ૨૦૨૩થી ૧૩ માર્ચ ૨૦૨૩ તથા લેખિત પરીક્ષા ૯ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ યોજાઈ હતી.

આ પણ વાંચો :-

મધ્ય નાઈજીરિયામાં સશસ્ત્ર જૂથોના હુમલામાં ૧૧૩ લોકો ના મોત

0

મધ્ય નાઈજીરિયામાં સશસ્ત્ર જૂથોના હુમલામાં ૧૧૩ લોકો માર્યા ગયા હતા. આ હુમલો શનિવાર અને રવિવારે થયો હતો. મધ્ય નાઇજીરિયાના પ્લૈટોમાં હિંસક અથડામણ થઇ હતી. નાઈજીરિયાનો આ વિસ્તાર ધાર્મિક અને વંશીય તણાવથી ઘેરાયેલો છે. અહીં અવારનવાર ખેડૂતો અને પશુપાલકો વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા છે. અગાઉ મે મહિનામાં પણ અહીં હિંસાની ઘટનાઓમાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા હતા.

હુમલામાં ૧૬ લોકોના મોત થયા છે. પરંતુ બાદમાં ૧૧૩ લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી હતી. પ્લૈટો રાજ્યના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે શનિવાર અને રવિવારના રોજ હુમલાઓમાં ૧૧૩ લોકો માર્યા ગયા હતા. અહીં ડાકુઓના એક જૂથે ઓછામાં ઓછા ૨૦ સમુદાયો પર હુમલો કર્યો હતો. જેમાં ૧૧૩ લોકોના મોત થયા છે જ્યારે ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

૯૬ ગુજરાતી સહિત ૨૭૬ યાત્રીઓને લઈને ફ્રાંસથી ભારત પરત ફર્યું વિમાન

0

ફ્રાન્સના પેરિસથી નજીક વેટ્રી એરપોર્ટ પર ૩૦૦થી વધુ ભારતીયોને લઈને જઈ રહેલા રોમાનિયાના લિજેન્ડ એરલાઈન્સના વિમાનનું લેન્ડિગ થયું હતું. જે વિામનમાં ઈમીગ્રેશન વિભાગના અધિકારીઓએ શંકાના આધારે તપાસ કરતા કબૂતરબાજી માલૂમ પડી હતી. જેને લઈ તે વિમાનને રોકી દેવાયું હતું. જે મુદ્દે મહત્વની અપડેટ સામે આવી છે, કે, ફ્રાંસમાં ફસાયેલા તમામ ભારતીયો ભારત પરત ફર્યા છે.

‘માનવ તસ્કરી’ની આશંકાથી ફ્રેન્ચ સત્તાવાળાઓ દ્વારા પેરિસ નજીકના એરપોર્ટ પર ત્રણ દિવસ માટે ગ્રાઉન્ડ કરવામાં આવેલ વિમાન સોમવારે ઉડાન ભરી શકશે. વિમાનમાં ૩૦૩ મુસાફરો છે, જેમાંથી મોટાભાગના ભારતીયો છે. સ્થાનિક મીડિયાએ રવિવારે આ સમાચાર આપ્યા હતા. વિમાનને જવાની મંજૂરી આપ્યા પછી, ફ્રેન્ચ ન્યાયાધીશોએ પ્રક્રિયામાં અનિયમિતતાને કારણે ૩૦૦ થી વધુ મુસાફરોને સંડોવતા કેસને અટકાવ્યો, ફ્રેન્ચ સમાચાર પ્રસારણ ટેલિવિઝન અને રેડિયો નેટવર્ક BFM ટીવીએ અહેવાલ આપ્યો.

ચાર ફ્રેન્ચ ન્યાયાધીશોએ રવિવારના રોજ ‘માનવ તસ્કરી’ની શંકામાં ગુરુવારથી પેરિસથી ૧૫૦ કિલોમીટર પૂર્વમાં વેટ્રી એરપોર્ટ પર ફ્રેન્ચ સત્તાવાળાઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવેલા ૩૦૩ મુસાફરોની પૂછપરછ શરૂ કરી હતી. માનવ તસ્કરીની શંકાના આધારે પેરિસના ફરિયાદી કાર્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસના ભાગરૂપે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, વિમાન સોમવારે સવારે ટેકઓફ થવાની ધારણા છે. તેનું ગંતવ્ય જાણી શકાયું નથી.

ચિતા પર દાદાજી જીવતા થઈ ગયા!

0

ક્યારેક ક્યારેક આપણી નજર સામે જ એવી ઘટનાઓ બનતી હોય છે, કે જે આપણને માનવામાં ન આવે, આપણે વિશ્વાસ પણ ન કરી શકીએ કે, આવું કેવી રીતે શક્ય બન્યું. હાલમાં જ એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક દાદાનો છે જેમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તે પછી તેમની અંતિમ ક્રિયા માટેની સંપુર્ણ તૈયારી કરી દેવામાં આવી હતી.સામાજિક વિધિ પ્રમાણે તેમના દેહને અર્થી પર મુકવામાં આવ્યો હતો, જ્યા તેમને અર્થી પર બાંધવામાં આવ્યા હતા અને જ્યારે અંતિમ સંસ્કાર માટે લઈ જવાની તૈયારી હતી ત્યાજ એક ચમત્કાર થયો હતો.

દાદાનું મૃત્યુ થઈ ચુક્યુ છે. પરિવારે તેમને અર્થી પર મુકી દીધા છે, અને હવે અંતિમ ક્રિયા માટે સ્મશાનઘાટ લઈ જવાની તૈયારી ચાલી રહી છે. પરિવારના સગા-સંબંધી તેમની પાસે ઉભેલા છે. પરંતુ આ દરમ્યાન કોઈનું ધ્યાન જાય છે કે, દાદાની આંખો ધીરે- ધીરે હલી રહી છે. શરુઆતમાં કોઈને વિશ્વાસ ન થયો. પરંતુ ફરીવાર જોયુ તો દાદા આંખો ખોલવાની કોશિશ કરી રહ્યા હતા.

એ પછી થોડીવારમાં જ પરિવારને આભાસ થયો કે અમે જેમને મૃત સમજી રહ્યા હતા તે તો હકીકતમાં જીવતા છે. તેથી તેમને જીવતા જોઈને પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારના સભ્યોએ તેમની ઉપર ઓઢાડેલ કફન હટાવી લીધુ હતું  અને ત્યાર બાદ તેમને ઉભા કરી પરિવારે ગળે લગાવ્યા હતાં. મોતને માત આપી જીવતા થયેલા દાદાનો વીડિયો સોશિયલ મીડિયાના અલગ- અલગ પ્લેટફોર્મ પર છવાઈ ગયો છે.

આ પણ વાંચો :-

કોવિડના નવા વેરિઅન્ટ JN.૧ કર્ણાટકમાં ત્રણ લોકોના મોત

0

ગુજરાતના ગાંધીનગર શહેરમાં પણ કોરોના ફેલાયો છે. જેમાં કેસ વધતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કોરનાના વધુ ૩ કેસ સામે આવ્યા છે. તેમાં IIT ગાંધીનગર અને સેક્ટર ૨૯ માં કેસ નોંધાયા છે. કર્ણાટકથી આવેલ IIT ના પ્રોફેસર કોરોના પોઝિટિવ થયા છે. તેમાં અત્યાર સુધીમાં શહેરમાં ૮ કેસ સામે આવ્યા છે.

કર્ણાટકના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ સેવા વિભાગ અનુસાર રાજ્યમાં JN.૧ના વેરિએન્ટના કુલ ૩૪ કેસ સામે આવ્યા છે જેમાંથી ૨૦ કેસ બેંગલુરૂમાં, ચાર મૈસૂરમાં, ત્રણ માંડ્યામાં અને એક-એક કેસ રામનગર, બેંગલુરૂ ગ્રામીણ, કોડાગુ અને ચામરાજા નગરામાં સામે આવ્યા છે. નવા JN.૧ વેરિઅન્ટને કારણએ આ દર્દીમાં ત્રણ લોકોના મોત પણ થયા છે. કેરળની વાત કરવામાં આવે તો છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૫ નવા કેસ કોવિડ-૧૯ વેરિઅન્ટના સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોવિડના કુલ સક્રિય કેસની સંખ્યા ૧૭૪૯ થઇ ગઇ છે. જોકે, છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં વાયરસથી કોઇ મોતની સૂચના મળી નથી.

JN.૧ સબ વેરિઅન્ટની પ્રથમ વખત ઓળખ ઓગસ્ટમાં કરવામાં આવી હતી. આ ઓમિક્રૉનનું સબ વેરિઅન્ટ BA.૨.૮૬થી બનેલુ છે. ૨૦૨૨ની શરૂઆતમાં BA.૨.૮૬થી કોરોનાના કેસમાં વધારાનું કારણ હતું. BA.૨.૮૬ વ્યાપક રીતે ફેલાયુ નહતું પરંતુ તેને જાણકારોને ચિતિંત કરી દીધા હતા કારણ કે BA.૨.૮૬ના સ્પાઇક પ્રોટીન પર મ્યૂટેન થયા હતા અને આ રીતે JN.૧ના સ્પાઇક પ્રોટીનમાં પણ એક વધારાનું મ્યૂટેશન છે.

આ પણ વાંચો :-

સુરતમાં ખાનગી શાળાના શિક્ષિકા મનિષાબેન પટેલનું હાર્ટ એટેકથી મોત

0

સુરતના અડાજણ વિસ્તારમાં ખાનગી શાળામાં નોકરી કરતા ૫૦ વર્ષીય શિક્ષિકા મનિષાબેન પટેલનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું. શિક્ષિકા રાત્રે ઊંઘી ગયા હતા, બાદમાં સવારે ઉઠ્યા જ નહીં, ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા તેમનું મોત થઈ ગયું. સવારે તેઓ ઉઠ્યા નહીં આથી પરિવારે ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હતી અને તેમને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

સુરતમાં વધુ એક હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના અડાજણ વિસ્તારમાં ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મનિષાબેન રમેશભાઈ પટેલ નામની મહિલાને હ્રદય રોગનો હુમલો આવ્યો છે, જેમાં તેમનુ મોત નિપજ્યુ છે. 50 વર્ષીય મહિલાનું રાત્રિના સમયે મોત થયુ છે. મહિલા રાત્રિના સમયે ઊંઘી હતી, તે પછી સવારે ઉઠી નહીં. મહિલાને રાત્રે જ ઊંઘમાં હાર્ટ એટેક આવ્યો અને મોતને ભેટી હતી.

વહેલી સવારે મહિલા ના ઉઠતાં પરિવારજનોએ તાત્કાલિક ધોરણે ૧૦૮ એમ્બ્યૂલન્સ બોલાવીને ખાનગી હૉસ્પિટલ લઇ જવાઇ હતી, જ્યાં ફરજ પરના ડૉક્ટરો તેમને તપાસી મૃત જાહેર કરી હતી. મૃતક મહિલાને પહેલા કોઇપણ જાતની બિમારી પણ હતી, આ બધા પરથી ડૉક્ટરોએ હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરી છે. હાલ તો સમગ્ર મામલે અડાજણ પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી નવી સિવિલ હૉસ્પિટલમાં પૉસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મૃતક મહિલાનું નામ મનિષાબેન રમેશભાઈ પટેલ છે જે શહેરની એક ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા.

આ પણ વાંચો :-

મિસાઇલ-ડ્રોન હુમલો બાદ ભારતે અરબ સાગરમાં ૩ યુદ્ધ જહાજ તૈનાત કર્યા

0

ગુજરાત નજીક અરબ સાગરમાં હાઇઍલર્ટની સ્થિતિ છે. વાત જાણે એમ છે કે, અરબી સમુદ્રમાં ભારતે યુદ્ધ જહાજોની તૈનાતી વધારી દીધી છે. એમવી કેમ પ્લુટો પર ડ્રોન હુમલા બાદ ભારતે અરબી સમુદ્રમાં ૩ યુદ્ધ જહાજ તૈનાત કર્યા છે. નેવીએ આ વિસ્તારમાં યુદ્ધજહાજ INS મોર્મુગાઓ, INS કોચી અને INS કોલકાતા તૈનાત કરી છે. નેવીએ કહ્યું છે કે, લોંગ રેન્જ મેરીટાઇમ રિકોનિસન્સ એરક્રાફ્ટ P૮I પણ તૈનાત કરવામાં આવ્યું છે.

US સેન્ટ્રલ કમાન્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ શનિવારે રાત્રે લગભગ ૧૦.૩૦ વાગ્યે દક્ષિણ લાલ સમુદ્રમાં તેલ વાહક જહાજ MV સાંઈબાબા પર એન્ટી શીપ બેલેસ્ટિક મિસાઇલ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે અમેરિકાએ કહ્યું હતું કે હૂતી કંટ્રોલ ધરાવતા યમન તરફથી આ મિસાઇલ છોડવામાં આવી હતી. આ જહાજ મધ્ય આફ્રિકન દેશ ગેબોનની એક કંપનીનું હતું, તેમજ જહાજ પર ગેબોન દેશનો ધ્વજ લગાવેલો હતો. જહાજમાં કાચું તેલ લઇ જવાઇ રહ્યું હતું. આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી.

લાલ સમુદ્રમાં જહાજ પર થયેલા હુમલા અંગે ભારતીય નૌસેનાએ પોતાનું નિવેદન જારી કર્યું છે. ભારતીય નૌકાદળના એક અધિકારીએ હુમલાની વાત તો સ્વીકારી હતી પરંતુ જહાજ પર ભારતીય ધ્વજ હોવાની વાતને નકારી કાઢી હતી. આ હુમલો યમનના સલીફ બંદરથી લગભગ ૪૫ નોટિકલ માઈલ દક્ષિણ-પશ્ચિમમાં બાબ અલ-મંડબ સ્ટ્રેટની નજીક થયો હતો. વિસ્ફોટક વિરોધી ઓર્ડનન્સ ટીમે જહાજનું વિશ્લેષણ પૂર્ણ કર્યા પછી વિવિધ એજન્સીઓએ સંયુક્ત તપાસ શરૂ કરી. અધિકારીએ કહ્યું કે, અરબી સમુદ્રમાં વ્યાપારી જહાજો પર વધી રહેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં ત્રણ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

ઉત્તરાખંડના રૂરકીમાં ઈંટના ભઠ્ઠામાં મોટી દુર્ઘટના, છ શ્રમિકોના મૃત્યુ

0

ઉત્તરાખંડના રૂડકીમાં મંગળવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. મેંગ્લોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લહાબોલી ગામમાં ઈંટના ભઠ્ઠાની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ. આ દરમિયાન અડધા ડઝનથી વધુ શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. કાટમાળમાંથી અત્યાર સુધીમાં છ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ત્રણની હાલત નાજુક છે.

જ્યારે આ અકસ્માત થયો ત્યારે કામદારો ઈંટો પકવવા માટે ભઠ્ઠામાં ઈંટો ભરી રહ્યા હતા. તે જ સમયે ભઠ્ઠાની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી અને કોઇ કંઇ સમજે તે પહેલા દિવાલ પાસે ઉભેલા કામદારો કાટમાળ નીચે દટાઇ ગયા હતા. હાલમાં JCB વડે કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મેડિકલ વિભાગની ટીમ પણ સ્થળ પર હાજર છે.

હાલ જેસીબી વડે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. એસપી દેહાત સહિત પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મંગલૌર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રદીપ બિષ્ટે જણાવ્યું કે અત્યાર સુધીમાં પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ત્રણ શ્રમિકોની હાલત નાજુક હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમાંથી ત્રણ શ્રમિકો લહાબોલી ગામના હતા, એક શ્રમિક મુઝફ્ફરનગરના અને અન્ય સ્થાનિક ગામના હતા.

આ પણ વાંચો :-

લદ્દાખ-જમ્મૂમાં વહેલી સવારે ભયંકર આંચકા, ૪.૫ની તીવ્રતા નોંધાઇ

0

લદ્દાખમાં આજે મંગળવારે વહેલી સવારે લદ્દાખના લેહમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું કે સવારે ૪.૩૩ વાગ્યે લેહ અને લદ્દાખમાં રિક્ટર સ્કેલ પર ૪.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

આ ભૂકંપનું કેન્દ્ર ૫ કિમીની ઊંડાઈએ હતું. ૩૪.૭૩ અક્ષાંશ અને ૭૭.૦૭ રેખાંશ પર આ ભૂકંપ આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના નજીકના કિશ્તવાડ જિલ્લામાં રિક્ટર સ્કેલ પર ૩.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCS અનુસાર કિશ્તવાડમાં ભૂકંપ સવારે ૧.૧૦ વાગ્યે ૫ કિમીની ઊંડાઈએ આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં વારંવાર ભૂકંપ આવે છે. એક અઠવાડિયા પહેલા પણ લદ્દાખમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પહેલા આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૫ માપવામાં આવી હતી અને ત્યારબાદ ઓછી તીવ્રતાના બે આંચકા અનુભવાયા હતા. આ સિવાય જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં પણ હળવો ભૂકંપ આવ્યો હતો.

લદ્દાખના ઝંસ્કર ક્ષેત્રમાં ૮૦૦ વર્ષ જૂના મઠમાં તાજેતરના ભૂકંપ પછી તિરાડો પડી હતી, જેના પગલે તેને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું. તહસીલદાર સોનમ દોરજેની આગેવાની હેઠળની સરકારી ટીમે ભૂકંપગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું, જેમાં કારશા મઠના ૮૦૦ વર્ષ જૂના મુખ્ય લહખાંગ (રક્ષક ચેમ્બર)નો સમાવેશ થાય છે, ભૂકંપના કારણે મઠમાં તિરાડો પડી હતી અને ટીમે ‘પ્રાર્થના અને મેળાવડા’ માટે સ્થળને અસુરક્ષિત જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.