Home Blog Page 855

બિહારમાં JDUના ધારાસભ્યની દાદાગીરી આવી સામે, યુવકને માર્યો થપ્પડ, જાણો કેમ?

0

બિહારના ભાગલપુરમાં ફરી એકવાર JDUના ધારાસભ્યની દાદાગીરી સામે આવી છે. નજીવી બાબતે ધારાસભ્ય ગોપાલ મંડલે યુવકને થપ્પડ મારી હતી. આ સાથે યુવકને કહ્યું, ‘અમે ડીએમના બાપ છીએ.’ ભાગલપુર જિલ્લાના ઈન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશન વિસ્તારનો મામલો. માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જે બાદ લોકોએ વળતર માટે હોબાળો મચાવ્યો હતો.

મુખ્યમંત્રી નીતીશ કુમારે JDUના ઘોંઘાટીયા ધારાસભ્ય ગોપાલ મંડલ પર નિયંત્રણ ગુમાવ્યું છે, ફરી એકવાર ગોપાલ મંડલ પોતાની હરકતોથી ચર્ચામાં આવી ગયા છે. તેણે રસ્તાની વચ્ચે એક વ્યક્તિને થપ્પડ મારી. મામલો ભાગલપુર જિલ્લાના ઈન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. મૃતકના પરિજનો દ્વારા ડીએમને બોલાવવાની માંગ પર ગોપાલ મંડલ ગુસ્સે થઇ ગયા અને તેમણે એક યુવકને થપ્પડ મારી હતી. આટલું જ નહીં થપ્પડ માર્યા બાદ ધારાસભ્યે કહ્યું કે તેઓ ડીએમના બાપ છે. અમે સરકારના માણસ છીએ.

જણાવવામાં આવી રહ્યું છે કે ધારાસભ્ય ગોપાલ મંડલ મૃતકના પરિજનોને જામ હટાવવા માટે કહી રહ્યા હતા પરંતુ કેટલાક યુવાનો વળતરની માંગ કરી રહ્યા હતા. જ્યારે ગોપાલ મંડલને પીડિતના પરિવારના સભ્યને થપ્પડ મારવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે અમે અમારા માણસને માર્યો છે સામાન્ય માણસને નહીં, અમે સામાન્ય માણસને કેમ મારશું, અમે શું મૂર્ખ છીએ.

ગોપાલ મંડલે થપ્પડ માર્યા બાદ હોબાળો થયો હતો. રોષે ભરાયેલા લોકો રસ્તા પર બેસી ગયા. લોકોએ ઝીરો માઈલ ચોકમાં ભારે હોબાળો મચાવ્યો હતો. કહેવાય છે કે શનિવારે સવારે એક ટ્રકે એક આધેડને કચડી નાખ્યો હતો. મૃતકની ઓળખ પરબત્તાના રહેવાસી મનોજ કુમાર મંડલ તરીકે થઈ છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ટ્રક ડ્રાઈવરોએ હાઈવે પર કર્યો જામ, જાણો કેમ?

0

હિટ એન્ડ રનના કેસમાં કડક દંડ અને સજા કરતો કાયદો લોકસભામાં પસાર થયો છે. ત્યારે આજે ગુજરાતભરમાં ટ્રકચાલકો વિફર્યા છે અને લોકસભામાં પસાર થયેલા કાયદાને કાળો કાયદો ગણાવી રસ્તા પર ઉતરી આવ્યા છે. ગુજરાતના કચ્છ, મોરબી, રાજકોટ સહિત ગોધરામાં ટ્રક ડ્રાઈવરોએ હાઈવે જામ કર્યો છે. ટ્રક ડ્રાઈવરો ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સાથે જ ટ્રક ડ્રાઈવરો “હમારી માંગે પુરી કરો”ના નારા લગાવી રહ્યા છે. એટલું જ નહીં કચ્છના ભચાઉ અને સામખિયાળીમાંથી પથ્થરમારાની ઘટના પણ સામે આવી રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આ કાયદા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રોડ અકસ્માત કરનાર કોઈ વ્યક્તિ અકસ્માત કરીને ભાગી જાય છે અને ઈજાગ્રસ્ત વ્યક્તિને રસ્તા પર જ છોડી દે છે તો તેને ૧૦ વર્ષની સજા થશે. પરંતુ જો અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી થઈ જશે. આ મામલે આજે રાજકોટ-અમદાવાદ હાઈવે પર માલીયાસણ પાસે ટ્રકચાલકો એકત્ર થયા હતા અને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. જેથી ટ્રક એસોસિએશનના પ્રમુખ સહિત ૨ વ્યક્તિની પોલીસે અટકાયત કરી હતી. જોકે આ દરમિયાન હાઇવે પર ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા હતા.

મોરબીમાં રવિરાજ ચોકડી પાસે ટ્રક ડ્રાઈવરોએ રસ્તા પર ટ્રકો ઊભી રાખી દીધી છે. જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. ટ્રકચાલકો દ્વારા વિરોધ કરવામાં આવતા હજારો વાહનોના રોડ પર થપ્પા લાગી ગયા છે. ચક્કાજામના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે અને ટ્રક ચાલકોને સમજાવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

આ પણ વાંચો :-

રશિયાનો સૌથી મોટો હુમલો! યુક્રેન પર ૧૧૦ મિસાઇલ છોડી, ૧૨ લોકોના મોત

0

રશિયા અને યુક્રેન વચ્ચે દોઢ વર્ષ કરતા વધુ સમયથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ફરી એકવાર ભીષણ હુમલો કર્યો છે. હુમલો એટલો જોરદાર હતો કે અનેક ઈમારતોના ઘરાશાયી થઈ. ઘણી ગગનચુંબી ઇમારતો પત્તાના ડેકની જેમ તૂટી પડી. આ ભયાનક હુમલામાં ૧૧ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ટેલિગ્રામ મેસેન્જર પર દાવો કર્યો કે રશિયાએ તેના શસ્ત્રાગારમાંની દરેક વસ્તુ સાથે હુમલો કર્યો. લગભગ ૧૧૦ મિસાઇલો છોડવામાં આવી હતી, જેમાંથી મોટાભાગની મિસાઇલ તોડી પાડવામાં આવી હતી. પરંતુ હુમલામાં ૧૨ લોકોના મોત થયાં છે અને અનેક લોકો ઘાયલ થયાં છે.

યુક્રેનના અધિકારીઓના જણાવ્યા અનુસાર ૧૫૮ હવાઈહુમલા કરવામાં આવ્યા હતા. રશિયાએ આ દરમિયાન ૧૨૨ મિસાઈલ અને ૩૬ ડ્રોન છોડ્યાં હતાં જેમાં ૨૪ નાગરિકોનાં મોત થયાં હતાં. યુક્રેન ૨૨ મહિના પહેલાં યુદ્ધ શરૂ થયા બાદ આ સૌથી મોટો હુમલો માની રહ્યું છે. આ હુમલા અંગે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું, આજે રશિયાએ તેના શસ્ત્રાગારમાં હાજર લગભગ દરેક પ્રકારનાં હથિયારોનો ઉપયોગ કર્યો છે.

ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે રશિયન દળોએ બેલેસ્ટિક અને ક્રુઝ મિસાઇલો સહિત વિવિધ પ્રકારના હથિયારોનો ઉપયોગ કર્યો હતો. યુક્રેનિયન એરફોર્સના પ્રવક્તા યુરી ઈહનતે જણાવ્યું હતું કે રશિયાએ સમગ્ર યુક્રેનમાં લક્ષ્યો પર હુમલો કરવા માટે સ્પષ્ટપણે તેની પાસે જે હતું તેનો ઉપયોગ કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુરુવારે શરૂ થયેલા અને લગભગ ૧૮ કલાક સુધી ચાલુ રહેલા હુમલામાં રાજધાની કિવ અને પૂર્વ અને પશ્ચિમ યુક્રેનના વિસ્તારો સહિત છ શહેરોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

શિક્ષકોની ફરિયાદ પછી સ્મૃતિ ઈરાનીએ ફોન કરીને અધિકારીનો લીધો ક્લાસ

0

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તેમના લોકસભા ક્ષેત્ર અમેઠીના ૩ દિવસના પ્રવાસે છે. એવામાં શુક્રવારે જ્યારે તે લોકોને મળી રહી હતી, ત્યારે એક નિવૃત્ત શાળાના શિક્ષકે ફરિયાદ કરી હતી કે નિવૃત્તિ પછી પણ, તેના પગાર ચૂકવવામાં આવ્યા નથી. જેના પર સ્મૃતિ ઈરાનીએ  જિલ્લા શાળા નિરીક્ષકને ફોન કર્યો હતો.

હાલ સ્મૃતિ ઈરાની અમેઠીના ત્રણ દિવસના પ્રવાસે છે. આ દરમિયાન શુક્રવારે તેમણે અમેઠીના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં નિવૃત શિક્ષક દ્વારા સ્મૃતિ ઈરાનીને ફરિયાદ કરવામાં આવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે હજુ તેમના પગારની ચુકવણી થઇ નથી. આ બાબત પર તાત્કાલિક એક્શન લેતા સ્મૃતિ ઈરાનીએ જિલ્લા શાળા નિરીક્ષકને ફોન કર્યો હતો અને નિવૃત્ત શિક્ષકોના પગાર તાત્કાલિક ચૂકવવાનું કહ્યું હતું. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે ‘તમારા ડેસ્ક પર જે પણ ફાઈલ બાકી છે તે આજે જ ક્લિયર કરો.’

કેન્દ્રીય મંત્રી અને અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાની પોતાના સંસદીય ક્ષેત્રના પ્રવાસ પર છે. શુક્રવારે તેમણે રામદેવપુર ગામમાં ચૌપાલ લગાવ્યો. આ દરમિયાન એક વૃદ્ધ નિવૃત્ત શિક્ષક તેમની પાસે પોતાની આપવીતી લઈને પહોંચ્યા. તેમણે ફરિયાદ કરી કે જિલ્લા વિદ્યાલય નિરીક્ષક (DIOS) ઓફિસના ચક્કર લગાવી રહ્યા છે. ત્યારબાદ સ્મૃતિ ઈરાનીએ મહિલા DIOSને જોરદાર ફટકાર લગાવી.

સુરતમાં રખડતાં શ્વાનનો આતંક એક જ દિવસમાં ૧૦થી વધુને ભર્યા બચકાં

0

સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત્ જોવા મળ્યો છે. ત્યારે આજે શહેરના અલગ અલગ વિસ્તારમાં એક પછી એક ૧૦ જેટલા લોકો એનો ભોગ બન્યા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં આજે સવારથી ૧૦ જેટલા લોકો રસી મુકાવવા માટે આવ્યા હતા. આ સાથે અન્ય ડોઝ લેવા પણ લોકો આવતાં રસી લેવા લાઈન લાગી ગઈ હતી. બાળકથી લઈ આધેડ વયના લોકોને રખડતા કૂતરાઓએ બચકાં ભર્યાં છે, જ્યારે એક કિશોરને કૂતરાએ બચકું ભર્યું તો તેની માતા તેને સિવિલ લાવી હતી અને અહીં રડી પડી હતી.

પાંડેસરા વિસ્તારમાં માતા સાથે નીકળેલા ૧૦ વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. પગની પીંડિના ભાગે બચકું ભરી લેતા બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. જો કે, શ્વાનના વધતાં જતાં હુમલાને લઈને સ્થાનિકોમાં પાલિકાની કામગીરી સામે રોષની લાગણી જોવા મળી રહી છે.

પાંડેસરા વિસ્તારમાં હવે શ્વાનનો આતંક સામે આવ્યો છે. ૧૪ વર્ષીય ગણેશ કહારને શ્વાન કરડ્યું હતું. ગણેશ કહાર ધોરણ ૬માં અભ્યાસ કરે છે. ગણેશ કહાર સવારે સબંધીના ઘરે માતા સાથે જઇ રહ્યું હતું. તે સમયે શ્વાને બચકાં ભર્યાં હતાં. જેથી માતા અને બાળક ડરી ગયાં હતાં. જેથી તાત્કાલિક તેઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યાં હતાં. જ્યાં બાળકની સારવાર તબીબોએ કરી હતી.

આ પણ વાંચો :-

PM મોદીએ ‘અયોધ્યા ધામ’ રેલવે સ્ટેશનનું કર્યું લોકાર્પણ

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ મોદીની હસ્તે ‘અયોધ્યા ધામ’ રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અયોધ્યા એરપોર્ટ પર આગમન બાદ પીએમ મોદી ૮ કિમીનો રોડ શૉ કરીને અયોધ્યા ધામ રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જ્યાં સૌથી પહેલા તેમના હસ્તે આયોધ્યા ધામ સ્ટેશનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ ડિસેમ્બરના એટલે કે આજ રોજ રેલ યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અનેક સુવિધાઓથી સજ્જ બે અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન સામાન્ય માણસ માટે મોટી ભેટ સાબિત થઈ શકે છે. તેમાં એક દરભંગા-અયોધ્યા-આનંદ વિહાર ટર્મિનલ અને બીજી માલદા ટાઉન-સર એમ. વિશ્વેશ્વરાય ટર્મિનસ (બેંગલુરુ) નો સમાવેશ થાય છે.

અમૃત ભારત ટ્રેનની સાથે વડાપ્રધાન છ નવી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે. તેમાં શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ, અમૃતસર-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ, કોઈમ્બતુર-બેંગ્લોર કેન્ટ વંદે ભારત એક્સપ્રેસ, મેંગલોર-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસ, જાલના-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ અને અયોધ્યા-આનંદ વિહાર ટર્મિનલ વંદે ભારત એક્સપ્રેસનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

કેનેડાનો વધુ એક ખાલિસ્તાની આતંકવાદી જાહેર, કોણ છે લખબીર સિંહ લાંડા?

0

કેનેડા સ્થિત બબ્બર ખાલસાના લખબીર સિંહ લાંડાને ગૃહ મંત્રાલયે આતંકવાદી જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે લખબીર સિંહ લાંડા કેનેડા સ્થિત ખાલિસ્તાન તરફી તત્વો સાથે સંકળાયેલા હતા, જેમાં શીખ ફોર જસ્ટિસના નેતા ગુરપતવંત સિંહ પન્નુ અને ખાલિસ્તાન ટાઈગર ફોર્સના નેતા હરદીપ સિંહ નિજ્જરનો સમાવેશ થાય છે.

લખબીરેને લઈને ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, લખબીર સિંહ ઉર્ફે લાંડા, જે હાલમાં કેનેડાના આલ્બર્ટાના એડમોન્ટનમાં રહે છે, તે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલો છે. લખબીર અનેક આતંકી હુમલામાં સામેલ હતો. પંજાબ ઇન્ટેલિજન્સનું મુખ્ય મથક મોહાલીમાં છે અને પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે સીમા પારથી અલગ-અલગ મોડ્યુલોને ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IEDs), હથિયારો, વિસ્ફોટકો સપ્લાય કરવામાં પણ સામેલ રહ્યો છે.

આ વર્ષે સપ્ટેમ્બરમાં પંજાબ પોલીસે કેનેડા સ્થિત આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા ૪૮ સ્થળો પર દરોડા પાડ્યા હતા. વેપારી પર હુમલો કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. વેપારીએ દાવો કર્યો હતો કે લાંડાએ ફોન કરીને ૧૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી. પંજાબ પોલીસ દ્વારા દરોડા દરમિયાન ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. ભારત ખાલિસ્તાની કટ્ટરપંથીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહ્યું છે. ગૃહ મંત્રાલયે લખબીરને આતંકવાદી જાહેર કર્યો છે.

આ પણ વાંચો :-

આજે PM મોદી અયોધ્યામાં એરપોર્ટ-રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે

0

અયોધ્યામાં ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભના ત્રણ સપ્તાહ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અયોધ્યાની મુલાકાત કરશે. આ સમયે પીએમ મોદી અયોધ્યા એરપોર્ટ અને અયોધ્યા ધામ જંક્શન રેલ્વે સ્ટેશન સહિત રૂ. ૧૧,૦૦૦ કરોડના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરશે. આ સાથે વડાપ્રધાન બે નવી અમૃત ભારત ટ્રેન અને છ નવી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. વધુમાં પીએમ મોદી અયોધ્યામાં ચાર નવા માર્ગોનું પણ ઉદ્ધાટન કરશે. વડાપ્રધાન અયોધ્યામાં એક ગ્રીનફિલ્ડ ટાઉનશિપનો શિલાન્યાસ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે પીએમ મોદીના આગમનની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ સમયે તેમણે હનુમાનગઢીમાં પૂજા અર્ચના કર્યા હતા. પીએમ મોદી શનિવારે સવારે ૧૧.૧૫ કલાકે રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે અને નવી અમૃત ભારત ટ્રેનો તથા વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. ત્યાર પછી પીએમ મોદી બપોરે ૧૨.૧૫ વાગ્યે નવનિર્મિત અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી એરપોર્ટની બાજુમાં એક જાહેર સભામાં ભાગ લેશે અને રાજ્યમાં રૂ. ૧૫,૭૦૦ કરોડથી વધુના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટમાં અયોધ્યા અને તેની આજુબાજુના વિસ્તારો માટે રૂ. ૧૧,૧૦૦ કરોડના પ્રોજેક્ટ અને ઉત્તર પ્રદેશના અન્ય શહેરો માટે રૂ. ૪,૬૦૦ કરોડના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

દરમિયાન રામજન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. મંદિરના પ્રથમ ભાગનું નિર્માણ લગભગ પૂરું થઈ ગયું છે. ૨૨ જાન્યુઆરીએ વડાપ્રધાન ભગવાન રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. રામ મંદિરમાં લાગનારા મુખ્ય ઘંટને તમિલનાડુના રામેશ્વરમમાં તૈયાર કરાયો છે. આ ઘંટનું વજન લગભગ ૬૦૦ કિલોથી વધુ છે. હાલ આ ઘંટને અયોધ્યાની કાર્યશાળામાં લોકોના દર્શન માટે મૂકાયો છે.

આ પણ વાંચો :-

આજથી ત્રણ દિવસ સુધી અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી

0

સામાન્ય રીતે માગશર એટલે કડકડતી ઠંડીનો મહિનો ગણાય છે. માગશરમાં લોકો ગરમ વસ્ત્રોમાં ઢબુરાઈ જાય છે. સામાન્ય જનજીવન પણ ભારે ઠંડીના કારણે અમુકઅંશે પ્રભાવિત થાય છે. આ તો જાણે કે કુદરતનો એક ક્રમ છે, જોકે હવે કુદરતે પણ તેનો નિયમ બદલ્યો હોય તેમ એક પછી એક તેની કરામત દેખાતી રહી છે. લોકોએ એકસાથે ત્રણ-ત્રણ ઋતુનો અનુભવ કર્યો છે. જોકે, હાલ ગુજરાતમાં ધીમે-ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. આગામી દિવસોમાં ગુજરાતમાં હાડથીજવતી ઠંડી પડશે તેવી પણ આગાહી હવામાન નિષ્ણાંતો કરી ચૂક્યા છે.

દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી ૧થી ૫ જાન્યુઆરી સુધી મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું થઈ શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ૭થી ૯ જાન્યુઆરીના મુંબઈથી કર્ણાટક સુધી વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે ૧૦ અને ૧૧ જાન્યુઆરીના વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. તેના કારણે ઉત્તરાયણ ઉપર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેશે.

સુરતના આ હોસ્પિટલમાં AIનો ઉપયોગ કરીને મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર શરૂ

0

સુરતના ઉધના વિસ્તાર ખાતે યુનિવર્સલ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલની શરૂ થવા જઈ રહી છે. જેમાં ૫૪ લેવલ-૩ નું વિશાળ ICU અને મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર સાથે અનેક અદ્યતન સુવિધાઓથી સંકળાયેલી હોસ્પિટલમાં ભારતનું પ્રથમ હૃદય અને ફેફસાના ગંભીર દર્દીઓ માટે સમર્પિત તાઇવાની ECMO (કૃત્રિમ હૃદય અને ફેફસા) ટ્રીટમેન્ટ સેન્ટર સાથે ૨૪X૭ કલાક હોસ્પિટલમાં દરેક રોગના નિષ્ણાંત ડોક્ટરની ટીમ સેવામય રહેશે.

આ હોસ્પિટલમાં પ્રથમ ઇન્ટરવેશનલ પલ્મોનોલોજી યુનિટ બૉન્કોસ્કોપી (EBUS) સેન્ટર, કાર્ડિયાક અંતર્ગત સૌપ્રથમ યુએસની GE-IGS ૩૨૦ ઓટો રાઈટ તેમજ હાર્ટ સર્જરી માટેની નવી હાર્ટ લંગ મશીન, દક્ષિણ ગુજરાતનું સૌપ્રથમ ક્વાર્ટરનરી કેયર હોસ્પિટલ, અને અમેરિકા, જર્મન અને યુ.કેની એડવાન્સ રેડિયેશન ટેક્નોલોજીના માધ્યમથી ન્યુરો સર્જરી સેન્ટર (મગજ અને કરોડરજ્જુની સર્જરી અને સારવાર માટેનું યુનિટ), ઇંફેસિયસ ડિઝીસેસની સુવિધાઓ ઉપરાંત ૨૦૦ બેડની ૨૦૦ ડોક્ટરોના સહિયારા પ્રયાસોથી બે લાખ સ્કેવર ફુટ વિસ્તારમાં નિર્માણ થયેલી હોસ્પિટલ જે ફક્ત ૨૪ મહિનાના અંતરાળમાં સંપૂર્ણ વિકસિત કરાઈ છે. જ્યાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેક્નોલોજી અંતર્ગત કાર્ડિયાક કેથલેબ, કેન્સરના નિદાનમાં ઓન્કો કેન્સરની સર્જરી સાથે હાયર એન્ડ રેડિયેશન સેન્ટર, મુખ્યત્વે ગર્ભસ્થ બાળકની ખોળખાપણની સમસ્યાને ઉગારતી ફીટોસ્કોપી સારવારની વિશેષ સુવિધાનો સંગમ યુનિવર્સલ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સ્થાઈ કરાયા છે.

થોડા સમય પહેલા જ સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય માન્યતા ઉપરાંત શહેરની આબરૂમાં વધારો કરતી વિશ્વની સૌથી વિશાળ ઓફિસ બિલ્ડીંગના નિર્માણથી શહેરમાં વિદેશી મેહમાનોની અવરજવર વધવાની સંભાવના છે. આજ સુધી શહેરીજનોને ઉચ્ચ તબીબી સારવાર માટે બીજા રાજ્યમાં અથવા વિદેશ જવું પડતું હતું ત્યારે હવે શહેરની યુનિવર્સલ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં તમામ આધુનિક ઈલાજો સરળતાથી મળી રહેશે જે થી સુરતમાં ખરા અર્થે મેડિકલ ટુરિઝમનો સૂર્યોદય થશે.

આ પણ વાંચો :-