Home Blog Page 854

જાપાનમાં ૭.૪નો ભૂકંપ આવતા ૩૨ હજાર ૫૦૦ ઘરોમાં વીજળી ડુલ

0

પશ્ચિમ જાપાનમાં ૭.૪ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. આ ભૂકંપના આંચકા ઉત્તર મધ્ય જાપાનમાં અનુભવાયા હતા. આ ભૂકંપ આવતાની સાથે જ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. સુનામી ચેતવણીએ લોકોને શક્ય તેટલી વહેલી તકે ઇશિકાવા, નિગાતા, તોયામા અને યામાગાતા પ્રીફેક્ચરના દરિયાકાંઠાના વિસ્તારો છોડી દેવા જણાવ્યું હતું. ઈશિકાવામાં નોટો પેનિનસુલા પાસે દરિયામાંથી ૫ મીટર સુધીના મોજા ઉછળવાની સંભાવના છે.

જાપાન મેટિરોલોજીકલ એજન્સીના જણાવ્યા પ્રમાણે પશ્ચિમી જાપાનના ઈશિકાવા પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાપાનના દરિયા કિનારાની સાથે નિગાતા, ટોયામા, યામાગાતા, ફુકુઈ અને હ્યોગો પ્રાન્તમાં પણ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.

જાપાનમાં ૭.૬ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ ઈશિકાવા વિસ્તારમાં ૩૨ હજાર ૫૦૦ ઘરોમાં વીજળી ડુલ થઈ ગઈ છે. અધિકારીઓએ એમ પણ કહ્યું કે ભૂકંપના કારણે ઈશિકાવામાં ઘણા મકાનો ધરાશાયી થયા છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું છે કે ૧.૨ મીટર અથવા ચાર ફૂટ ઊંચા મોજાં વજીમા પોર્ટ સાથે અથડાયા છે. રસ્તાઓ પર પહોળી તિરાડો અને હવે સુનામીની અસર પણ તસવીરોમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ભૂકંપ બાદ હવે સુનામીના પ્રથમ મોજા જાપાનના દરિયાકાંઠે અથડાઈ રહ્યા છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું છે કે ૧.૨ મીટર અથવા ચાર ફૂટ ઊંચા મોજાં વજીમા પોર્ટ સાથે અથડાયા છે. મધ્ય જાપાનના વિસ્તારોમાં ૭.૬ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

આ પણ વાંચો :-

હાઈકોર્ટના આદેશ પર કેડિલા ફાર્માના CMD વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાઈ

0

અમદાવાદની પ્રખ્યાત કેડિલા ફાર્મા કંપનીમાં CMDની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી બલ્ગેરિયાની યુવતીએ કંપનીના ચીફ મેનેજિંગ ડિરેક્ટર અને અન્ય એક વ્યક્તિ સામે IPCની કલમ ૩૭૬, ૩૫૪, ૩૨૩, ૫૦૪ અને ૫૦૬ મુજબ ગુનો નોંધવા અરજી કરી હતી ત્યારે આ કેસમાં હાઈકોર્ટના આદેશ બાદ સોલા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. રાજીવ મોદી સામે ફરિયાદ નોંધવા બલ્ગેરિયન યુવતીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. વર્ષ ૨૦૨૩ના માર્ચ મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સોલા પોલીસે કેસની તપાસ શરૂ કરી છે.

ગુજરાત પોલીસે ઉચ્ચ કોર્ટના નિર્દેશ બાદ કેડિલા ફાર્માસ્યૂટિકલ્સના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશકની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. પોલીસે બુલ્ગેરિયાની મહિલાની ફરિયાદ પર કથિત બળાત્કાર, હુમલો, ધૃણીત કરવાનો કેસ દાખલ કર્યો છે. મહિલા એક ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે કંપનીમાં જોડાઇ હતી. કોર્ટના આદેશ બાદ કંપનીના સીએમડી અને કંપનીના જ એક કર્મચારી વિરુદ્ધ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો. પોલીસ અધિકારીએ કહ્યું કે, પીડિતની તરફથી દાખલ કરાયેલી ફરિયાદના આધારે કેડિલા ફાર્માના CMD રાજીવ મોદી અને જોનસન મેથ્યુ નામના એક અન્ય વ્યક્તિ વિરુદ્ધ પણ કેસ દાખલ થયો છે.

ઝારખંડના જમશેદપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, છ લોકોના મોત

0

ઝારખંડના જમશેદપુરથી નવા વર્ષના પહેલા જ દિવસે ખરાબ સમાચાર સામે આવ્યા છે. માર્ગ અકસ્માતમાં કુલ છ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે બે લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોની હજુ પણ સારવાર ચાલી રહી છે. જો કે, તેમની હાલત નાજુક કહેવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે યુવકો ન્યૂ યર પાર્ટી સેલિબ્રેટ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. પોલીસે જણાવ્યું કે અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટનાસ્થળે જ પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે એકનું સારવાર દરમિયાન નિધન થયું હતું.

આ દુર્ઘટનામાં કારમાં સવાર ૬ યુવકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને અવાજ સાંભળીને આસપાસના લોકો ઘરની બહાર આવી ગયા હતા.

ન્યૂ યર સેલિબ્રેટ કરીને હોટલમાંથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી. રિપોર્ટ અનુસાર કારમાં બેઠેલા તમામ યુવકો દારૂના નશામાં ધૂત હતા. અકસ્માત સર્જાતાં સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ક્ષતિગ્રસ્ત કારમાંથી મૃતદેહને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. તમામ છ મૃતકો જમશેદપુરના આરઆઈટી પોલીસ સ્ટેશન વિસ્તારના કુલપ્તંગાના રહેવાસી હતા.

આ પણ વાંચો :-

મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્ય નમસ્કારનો વિશ્વ વિક્રમ

0

ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના જગપ્રસિદ્ધ સૂર્યમંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રમતગમત અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાથી વિજેતા થયેલા ૬ શ્રેષ્ઠ સ્પર્ધકોને પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સૌથી વધુ સંખ્યામાં સૂર્ય નમસ્કાર કરવાનો વિશ્વ રેકોર્ડ નોંધાયો હતો.

મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય કક્ષાનો સૂર્યનમસ્કાર સમારોહ યોજાયો હતો. આ સૂર્ય નમસ્કાર સમારોહમાં ૨૫૦૦ થી વધુ લોકોએ સૂર્યનમસ્કાર કર્યા હતા. રાજ્યકક્ષાનો કાર્યક્રમ મોઢેરા સહિત રાજ્યનાં વિવિધ ૧૦૭ આઈકોનિક સ્થળએ યોજી ગીનીસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં પણ આ કાર્યક્રમની નોંધ લેવાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણા જીલ્લાનાં શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મંદિર ખાતે સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો.

આરોગ્યપ્રદ જીવન શૈલી માટે યોગ ઉત્તમ છે. સરકારે યોગ યુનિવર્સિટીની શરૂઆત કરી છે. વિકસિત ભારત માટે સ્વસ્થ,તંદુરસ્ત સમાજ અનિવાર્ય છે.કાર્યક્રમને સંબોધતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આજે આઠ સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આજે એક વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. સૂર્ય નમસ્કાર દેશ અને દુનિયા માટે નવી દિશા છે. ગુજરાતના ૧૮ હજાર ગ્રામીણ વિસ્તારમાં સૂર્ય નમસ્કાર કાર્યકમ થયાં છે.

આજે ઘરની બહાર નીકળતા ચેતજો સિટી બસ બંધ છે, જાણો કેમ

0

સુરત મહાનગરપાલિકા સંચાલિત સીટી અને બીઆરટીએસ બસની વિવાદી કામગીરીને કારણે તળિયાઝાટક બદલી કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા થયેલા અકસ્માતને કારણે લોકોમાં અને રાજકારણીઓમાં ભારે રોષને પગલે પાલિકા કમિશનરે સીટી લિંકના વડાને બદલી નાખવા સાથે અનેક કર્મચારીઓની પણ બદલી કરી દીધી છે. સીટી લિંકમાં અનેક ફેરફાર છતાં વિવાદ અટકવાનું નામ લેતો નથી.

સુરતમાં BRTS અને સિટી બસચાલકો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. અઠવાગેટ ચોપાટી ખાતે મોટી સંખ્યામાં ડ્રાઇવરો અને કંડક્ટરો એકત્રિત થઈને સૂત્રોચાર કર્યો હતો. BRTS અને સિટી બસના ડ્રાઈવરો દ્વારા સતત કરવામાં આવતા અકસ્માતને કારણે સરકાર દ્વારા કાયદા બનાવવાની ફરજ પડી હતી. સરકારે અકસ્માતમાં કોઈનું મોત થાય તો લાખો રૂપિયાનો દંડ અને ૧૦ વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી હતી. સરકારના નવા નિયમમાં કારણે ડ્રાઇવરો અને કંડક્ટરોને મુશ્કેલીમાં વધારો થતો હોવાનું લાગ્યું હતું. તેથી આજે એકાએક કર્મચારીઓએ નારા બાજી કરીને નવા કાયદાનો વિરોધ કર્યો હતો. અઠવાગેટ ચોપાટી પાસે એકત્રિત થયા બાદ જિલ્લા કલેકટરને આવેદન આપવા માટે પહોંચ્યા હતા.

મહાનગરપાલિકાએ અનેક પ્રકારની કોન્ટ્રાક્ટ એજન્સીઓ માટે નીતિ નિયમો બનાવ્યા છે, જેનું પાલન કરવાનું રહેશે, જો કોઈ પાલન નહીં કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોન્ટ્રાક્ટ આધારિત બીઆરટીએસ બસો અને સિટી બસોના ડ્રાઇવરો દ્વારા થતા માર્ગ અકસ્માતો અટકાવવા અને કંડક્ટરો પૈસા લીધા બાદ બસ મુસાફરોને ટિકિટ ન આપતા હોવાના કિસ્સાઓ અટકાવવા મહાનગરપાલિકાએ કડક પગલાં લીધા છે.

આ પણ વાંચો :-

રામ મંદિર, CM યોગી અને STF ચીફને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અયોધ્યા મુલાકાતના બીજા જ દિવસે શ્રી રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાની માહિતી મળી છે, જેને કારણે ખળભળાટ મચી ગયો છે. ISI સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા એક આરોપીએ આ ધમકી ઈ-મેલ દ્વારા આપી છે. આ ઇ-મેલમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને યુપી એસટીએફના વડા અમિતાભ યશને બોમ્બથી મારવાની પણ ધમકી આપવામાં આવી છે. આ ઇ-મેલ ભારતીય કિસાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીને મોકલવામાં આવ્યો હતો. આ મામલે લખનઊના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.

ઉત્તરપ્રદેશ-૧૧૨માં તૈનાત ઈન્સ્પેક્ટર સહેન્દ્ર કુમારે ધમકીભર્યા ઈ-મેઈલની એફઆઈઆઈ નોંધી છે. તેમાં જણાવાયું છે કે, દેવેન્દ્ર તિવારીએ યુપી-૧૧૨ને એક્સ (ટ્વિટર) પર ફરિયાદ ટેગ કરી હતી. તેમાં જણાવાયું છે કે, તેમને ISISના જુબેર ખાને તેમને ૨૭ ડિસેમ્બરે સાંજે ૭.૩૭ કલાકે ઈ-મેઈલ મોકલ્યો હતો. ઈ-મેઈલમાં કહેવાયું છે કે, સીએમ યોગી, એટીએફ ચીફ અમિતા યશે જીવવાનું હરામ કરી દીધું છે. તમે (દેવેન્દ્ર તિવારી) પણ મોટા ગૌ સેવક બન્યા છો, તેથી તમામને મોટા બોમ્બથી ઉડાવી દેવાશે. અયોધ્યાના શ્રીરામ મંદિરને પણ ઉડાવીશું, આઈએસઆઈ આની જવાબદારી લઈ રહ્યું છે.

આ પણ વાંચો :-

સુરતના મોસ્ટ વાંટેડ આરોપીની અમદાવાદથી ધરપકડ

0

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી સરદાર પટેલ ગ્રુપની ઓફિસમાંથી ત્રણ લાખની ઘરફોડ ચોરી કરી ફરાર થઈ ગયેલ અને ધાડ, ઘરફોડ સહિત આર્મ્સ એકટ જેવા ૨૦ જેટલા ગંભીર ગુના આચરી ચૂકેલા રીઢા આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ ખાતેથી ધરપકડ કરી શહેર પોલીસ ચોપડે નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

સુરતના સરથાણા પોલીસ મથકની હદમાં આવેલા યોગીચોક ખાતે સીટી સેન્ટર કોમ્પ્લેક્સમાં સરદાર પટેલ ગૃપ સંસ્થાની ઓફિસમાંથી અગાઉ ત્રણ લાખની ઘરફોડ ચોરીની ઘટના બની હતી. આ ઘરફોડ ચોરી અન્ય કોઈ નહીં પરંતુ ઓફિસમાં જ કામ કરી ત્યાં રહેતા કર્મચારી નટુ ગાંડાભાઈ બૂટાણી દ્વારા કરવામાં આવી હતી. ત્રણ લાખની ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી કર્મચારી ફરાર થઈ ગયો હતો.

સુરત ક્રાઈમ બ્રાંચની માહિતી મળી હતી કે આ ગુનાનો આરોપી અમદાવાદ ખાતે આવેલા પાલડી વિસ્તારમાં છુપાયો છે. જે માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા અમદાવાદના પાલડી વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી રોકડા રૂપિયા ૮૬૦૦૦ અને એક મોબાઈલ મળી આવ્યો હતો. જે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

સરથાણા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા સરથાણા પોલીસ ચોપડે નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, બે મહિના પહેલા તેણે આ ગુનાને અંજામ આપ્યો હતો. પોતાને રૂપિયાની તાતી જરૂર હોય રાત્રિના બે વાગ્યાના સમય દરમિયાન ઓફિસમાં રહેલા ડ્રોઅરનું લોક તોડી તેમાં રહેલા રોકડા રૂપિયા ૩ લાખ ચોરી ફરાર થઇ ગયો હતો. જે બાદ પોલીસ ધરપકડથી બચવા પોતે મુંબઈ, રાજકોટ, અમદાવાદ, જૂનાગઢ અને ત્યારબાદ રાજસ્થાન ખાતે રહી ભાગતો-ફરતો ફરી રહ્યો હતો. જ્યાં ચોરી કરેલા રૂપિયા પોતાના મોજશોખ પાછળ ખર્ચ કર્યા હતા.

આ પણ વાંચો :-

આજે ISRO રચ્યો નવો ઇતિહાસ, XPoSAT સેટેલાઈટ લોન્ચ કર્યો

0

ISRO એ XPoSAT સેટેલાઈટ લોન્ચ કર્યું. ખાસ કરીને બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાઓનો અભ્યાસ કરવા માટે ધ્યાનમાં રાખીને અદ્યતન ખગોળશાસ્ત્ર વેધશાળા શરૂ કરનાર દેશ વિશ્વનો બીજો દેશ બન્યો. આ સેટેલાઇટ બનાવવામાં લગભગ ૨૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

એક્સપોસેટ એક્સ-રે સ્ત્રોતો શોધવા અને બ્લેક હોલ્સની રહસ્યમય દુનિયાનો અભ્યાસ કરવામાં મદદ કરશે. આ મિશન લગભગ પાંચ વર્ષ સુધી ચાલશે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ચેન્નાઈથી લગભગ ૧૩૫ કિમી પૂર્વમાં સ્થિત સ્પેસ સેન્ટરથી સોમવારે સવારે ૯.૧૦ વાગ્યે એક્સપોઝેટ લોન્ચ કર્યું હતું. ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV)-C૫૮ રોકેટ એક્સપોસેટ તેની૬૦મી ઉડાન ભરશે અને અન્ય ૧૦ ઉપગ્રહોને પણ સાથે લઈને જશે તથા આ ઉપગ્રહોને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં સ્થાપિત કરશે. લોન્ચ માટે ૨૫ કલાકનું કાઉન્ટડાઉન રવિવારે શરૂ થયું હતું.

એક્સ-રે ફોટોન અને તેમના ધ્રુવીકરણનો ઉપયોગ કરીને, XPoSAT નજીકના બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાઓમાંથી રેડિયેશનનો અભ્યાસ કરવામાં મદદ કરશે. તેમાં POLIX અને XSPECT નામના બે પેલોડ છે.

સેટેલાઇટ POLIX પેલોડ થોમસન સ્કેટરિંગ દ્વારા આશરે ૫૦ સંભવિત કોસ્મિક સ્ત્રોતોમાંથી નીકળતા એનર્જી બેન્ડ 8-30keV માં એક્સ-રેના ધ્રુવીકરણને માપશે. તે કોસ્મિક એક્સ-રે સ્ત્રોતોના લાંબા ગાળાના સ્પેક્ટ્રલ અને ટેમ્પોરલનો અભ્યાસ કરશે. તે POLIX અને XSPECT પેલોડ્સ દ્વારા કોસ્મિક સ્ત્રોતોમાંથી એક્સ-રે ઉત્સર્જનનું ધ્રુવીકરણ અને સ્પેક્ટ્રોસ્કોપિક માપન પણ કરશે.

આ મિશનની સફળતા માટે ઈસરોના વૈજ્ઞાનિકોએ રવિવારે તિરુપતિ મંદિરમાં પૂજા કરી હતી. XPoSat નો હેતુ અવકાશમાં એક્સ-રે સ્ત્રોતોના ધ્રુવીકરણની તપાસ કરવાનો છે. ISRO સિવાય અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ડિસેમ્બર ૨૦૨૧માં સુપરનોવા વિસ્ફોટના અવશેષો, બ્લેક હોલમાંથી નીકળતા કણો અને અન્ય ખગોળીય ઘટનાઓનો આવો જ સમાન અભ્યાસ કર્યો હતો.

આ પણ વાંચો :-

૩૧ રવિવાર, ૨૦૨૩/ પ્રેમસંબંધોમાં તકલીફ, જૂની વસ્તુ વેચી નવું લેવાના યોગ, રવિવાર આ રાશિના જાતકો પડશે સહકારની જરૂર, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

સ્વભાવમાં ચિડિયાપણું વધતું જણાય. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. માતાની તબિયત નરમ-ગરમ રહે. નાણાંકીય રોકાણોમાં સાવધાની રાખવી જરૂરી. આરોગ્ય જળવાય.

વૃષભઃ ‌

દિવસની શરૂઆતમાં થોડી ચિંતા રહે. ત્યાર બાદ મોજ-શોખ-આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોની ચિંતા સતાવશે. અગત્યના કાર્યો સાવધાની પૂર્વક કરવા. દામ્પત્ય સુખ અંગે મિશ્રફળ મળતુ જણાય.

‌મિથુનઃ

હાજર જવાબી, ટીખળી, નીખાલસ તથા આનંદી સ્વભાવ રહે. કંઇક નવું જાણવાનો યોગ બને છે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. પડવા-વાગવાથી તથા વાહન અકસ્માતથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ.

કર્કઃ

આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. સ્વભાવમાં સરળતા વધે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા અનુભવાય. મિત્રોથી લાભ. મિત્ર વર્તુળમાં વધારો થાય. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. સ્નાયુનો દુઃખાવો રહે.

‌સિંહઃ

માનસિક ટેન્શન રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે. કાર્ય સફળતા માટે મહેનત વધારે કરવી પડે. દિવસની શરૂઆત પિતૃને યાદ કરીને કરવાથી પરિસ્થિતિ હળવી થતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો થતો જણાય.

કન્યાઃ

આવકનું પ્રમાણ ઘટે. વાણીમાં ઉગ્રતા ટાળવી. આંખનું ધ્યાન રાખવું. માથાનો દુઃખાવો તથા તાવ રહે. ભાગ્ય સાથ આપતું જણાય. માતાની સાથે વાદ-વિવાદ સંભવે. ધંધા-નોકરીમાં શાંત મગજ રાખવું. જીવનસાથી સાથે પ્રેમ જળવાય.

તુલાઃ

દિવસ દરમ્યાન ખોટું લાગે એવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. આવકનું પ્રમાણ જળવાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. પિતા સાથે મતભેદ થાય અથવા પિતાની તબિયત બગડતી જણાય. આરોગ્ય સારૂં રહે. નોકરી-ધંધામાં સંતોષ.

વૃ‌શ્ચિકઃ

નાના-ભાઇ બહેનોની ચિંતા સતાવે. કાર્યમાં સફળતા મળતી જણાય. વિદેશ અંગેના કાર્યોમાં સફળતા મળે. પ્રવાસનું આયોજન શક્ય બને. સાસરા પક્ષ તરફથી લાભ મળતો જણાય. જ્ઞાનતંતુઓ સંબંધિત રોગથી સાચવવું.

ધનઃ

આજે આરોગ્યમાં સુધારો થતો જણાય. પરંતુ થોડી માનસિક માનસિક અશાંતિ રહે. મેડીટેશન કરવાથી ફાયદો જણાય. આવકનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળી રહે. નોકરી-ધંધા માટે મિશ્ર દિવસ પસાર થાય.

મકરઃ

માનસિક શાંતિ, આનંદ-ઉત્સાહ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારના સ્ત્રી સભ્યોની ચિંતા રહે. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. ભાડાની આવક ઉભી કરી શકાય. સ્વાસ્થ્ય સારૂં રહેતું જણાય.

કુંભઃ

આત્મવિશ્વાસ જળવાય. આવકમાં વધારો થાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ મળતો જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. આરોગ્ય સાચવવાની સલાહ છે. શરદી-ખાંસી રહે. આઇસક્રીમ-ઠંડા પીણાથી દૂર રહેવું. ધાર્મિક યાત્રા થાય.

મીનઃ

નાના ભાઇ-બહેનોના વ્યવહારથી દુઃખ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં ધ્યાન રાખવું. સંતાન સાથે પ્રેમ જળવાય. વિદ્યાર્થીમિત્રોને સફળતા મળે. હાડકાની સંભાળ રાખવી.

આ પણ વાંચો :-

કેનેડાનો વધુ એક ખાલિસ્તાની આતંકી જાહેર, કોણ છે લખબીર સિંહ લાંડા?

શિક્ષકોની ફરિયાદ પછી સ્મૃતિ ઈરાનીએ ફોન કરીને અધિકારીનો લીધો ક્લાસ

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈની પ્રેરક ઉપસ્થિતિમાં રેડ & વ્હાઈટ દ્વારા ‘ટેકવૉર૨૦૨૩’ સ્પર્ધા યોજાઈ

0

સુરતમાં રેડ & વ્હાઈટ મલ્ટિમિડીયા એજ્યુકેશન દ્વારા શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા ની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ વિદ્યાર્થીઓના હિતમાં આઇટી અને ફેશન ક્ષેત્રે કૌશલ્ય અને પ્રતિભા બહાર લાવી પોતાનું સફળ ‘સ્ટાર્ટ-અપ’ શરુ કરી શકે એવા ઉદેશ્યથી સંસ્થાની ભવ્ય ઇવેન્ટ “TechWar ૨૦૨૩” નું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતની યોગી ચોક બ્રાન્ચ ખાતે વિદ્યાર્થીઓને પોતાના કૌશલ્યો, સર્જનાત્મકતા અને નવીન વિચારોને પ્રદર્શિત કરવા ઉપરાંત તેમને ઈંડસ્ટ્રી રેડી બનાવવાના સૂત્રને સાકાર કરવાના દિશામાં આયોજિત આ ઇવેન્ટમાં ગુજરાતની તમામ શાખાઓ માંથી ૫૫૦૦થી વધુ પ્રતિસ્પર્ધીઓએ વિવિધ ટેક્નોલોજીઓની સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિજેતા બન્યા હત્યા.

તેમને જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીનો સદુપયોગ એ જ ખરા અર્થે આધુનિક યુગની ક્રાંતિ છે. વ્યવહારિક જીવનમાં ટેક્નોલોજી તમને સુખ આપી શક્શે પરંતુ આ યાંત્રિકતાના યુગમાં જીવનનાં મૂળ સિધ્ધાંતોને ટકાવી રાખવું ખુબ અગત્યનું છે. તેમજ મંત્રીશ્રીએ ભવિષ્યમાં સાયબર ક્રાઇમની ઘટનાઓને મૂળથી હટાવનારા સોફ્ટવેર અને સમાજમાં બધાની સાથે અનુકૂળ થાય એવી ટેક્નોલોજી વિકસાવવા વિદ્યાર્થીઓને આહ્વવાન કર્યું હતું.

અહીં મુખ્યત્વે બે કોમ્પિટિશનમાં યોજાયેલી ઇવેન્ટ અંતર્ગત પ્રથમ પ્રોજેક્ટ બેઝડ કોમ્પિટિશન જ્યાં આ વર્ષે પહેલી વાર એક નવી અને સ્ટેટ લેવેલની હેકાથોન પણ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ગ્રુપમાં વિવિધ ટેક્નોલોજીથી આઇટી ઇન્ડસ્ટ્રી અને સમાજના અમુક જટિલ પ્રશ્નોનું રીયલ ટાઈમ સોલ્યૂશન અંતર્ગત ઓનલાઇન વોટિંગ પ્લેટફોર્મ, ઓનલાઇન બ્લડ સેન્ટર પ્લેટફોર્મ, ઓલ ઈન વન આઇટી સોલ્યૂશન તથા હોટેલ ટેબલ બુકીંગ બનાવ્યા હતા.

આ પણ વાંચો :-