જાપાનમાં ૭.૪નો ભૂકંપ આવતા ૩૨ હજાર ૫૦૦ ઘરોમાં વીજળી ડુલ

Share this story

પશ્ચિમ જાપાનમાં ૭.૪ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. આ ભૂકંપના આંચકા ઉત્તર મધ્ય જાપાનમાં અનુભવાયા હતા. આ ભૂકંપ આવતાની સાથે જ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. સુનામી ચેતવણીએ લોકોને શક્ય તેટલી વહેલી તકે ઇશિકાવા, નિગાતા, તોયામા અને યામાગાતા પ્રીફેક્ચરના દરિયાકાંઠાના વિસ્તારો છોડી દેવા જણાવ્યું હતું. ઈશિકાવામાં નોટો પેનિનસુલા પાસે દરિયામાંથી ૫ મીટર સુધીના મોજા ઉછળવાની સંભાવના છે.

જાપાન મેટિરોલોજીકલ એજન્સીના જણાવ્યા પ્રમાણે પશ્ચિમી જાપાનના ઈશિકાવા પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાપાનના દરિયા કિનારાની સાથે નિગાતા, ટોયામા, યામાગાતા, ફુકુઈ અને હ્યોગો પ્રાન્તમાં પણ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.

જાપાનમાં ૭.૬ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ ઈશિકાવા વિસ્તારમાં ૩૨ હજાર ૫૦૦ ઘરોમાં વીજળી ડુલ થઈ ગઈ છે. અધિકારીઓએ એમ પણ કહ્યું કે ભૂકંપના કારણે ઈશિકાવામાં ઘણા મકાનો ધરાશાયી થયા છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું છે કે ૧.૨ મીટર અથવા ચાર ફૂટ ઊંચા મોજાં વજીમા પોર્ટ સાથે અથડાયા છે. રસ્તાઓ પર પહોળી તિરાડો અને હવે સુનામીની અસર પણ તસવીરોમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ભૂકંપ બાદ હવે સુનામીના પ્રથમ મોજા જાપાનના દરિયાકાંઠે અથડાઈ રહ્યા છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું છે કે ૧.૨ મીટર અથવા ચાર ફૂટ ઊંચા મોજાં વજીમા પોર્ટ સાથે અથડાયા છે. મધ્ય જાપાનના વિસ્તારોમાં ૭.૬ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

આ પણ વાંચો :-