હાઈકોર્ટના આદેશ પર કેડિલા ફાર્માના CMD વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાઈ

Share this story

અમદાવાદની પ્રખ્યાત કેડિલા ફાર્મા કંપનીમાં CMDની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી બલ્ગેરિયાની યુવતીએ કંપનીના ચીફ મેનેજિંગ ડિરેક્ટર અને અન્ય એક વ્યક્તિ સામે IPCની કલમ ૩૭૬, ૩૫૪, ૩૨૩, ૫૦૪ અને ૫૦૬ મુજબ ગુનો નોંધવા અરજી કરી હતી ત્યારે આ કેસમાં હાઈકોર્ટના આદેશ બાદ સોલા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. રાજીવ મોદી સામે ફરિયાદ નોંધવા બલ્ગેરિયન યુવતીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. વર્ષ ૨૦૨૩ના માર્ચ મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સોલા પોલીસે કેસની તપાસ શરૂ કરી છે.

ગુજરાત પોલીસે ઉચ્ચ કોર્ટના નિર્દેશ બાદ કેડિલા ફાર્માસ્યૂટિકલ્સના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશકની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. પોલીસે બુલ્ગેરિયાની મહિલાની ફરિયાદ પર કથિત બળાત્કાર, હુમલો, ધૃણીત કરવાનો કેસ દાખલ કર્યો છે. મહિલા એક ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે કંપનીમાં જોડાઇ હતી. કોર્ટના આદેશ બાદ કંપનીના સીએમડી અને કંપનીના જ એક કર્મચારી વિરુદ્ધ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો. પોલીસ અધિકારીએ કહ્યું કે, પીડિતની તરફથી દાખલ કરાયેલી ફરિયાદના આધારે કેડિલા ફાર્માના CMD રાજીવ મોદી અને જોનસન મેથ્યુ નામના એક અન્ય વ્યક્તિ વિરુદ્ધ પણ કેસ દાખલ થયો છે.