બોટાદમાં પરિવારના ચાર સભ્યોએ કેમ કર્યો આપઘાત? થયો ચોંકાવનારો ઘટસ્ફોટ

Share this story

બોટાદના ગઢડા તાલુકાના નિગાળા રેલવે સ્ટેશન નજીક એક જ પરિવારના ૪ લોકોએ ટ્રેન સામે પડતું મુકીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ સામૂહિક આપઘાત કેસમાં હવે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ તમામે આર્થિક અને માનસિક તણાવમાં આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. સાથે જ આપઘાત કરનારા ચારેય ૩૦૭ના ગુનામાં જેલમાં હતા અને ૬ દિવસ પહેલા જ જેલમાંથી જામીન ઉપર મુક્ત થયા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

રવિવારે બોટાદનાં ગઢડા તાલુકાનાં નિગાળા રેલ્વે સ્ટેશને કાળજુ કંપાવી દે તેવી ઘટનાં બનવા પામી હતી. જેમાં રેલ્વે સ્ટેશન પરથી પસાર થઈ રહેલ ભાવનગર થી ગાંધીગ્રામ ટ્રેનની સામે આવી ચાર લોકોએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ બાબતે રેલવે અધિકારીઓને જાણ કરતા રેલવે પોલીસનાં અધિકારીઓ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી આવ્યા હતા.

જે બાદ પોલીસે તપાસ આદરી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક મંગાભાઈ વાઘાભાઈ વિંજુડાને તેમના સગા મોટાભાઈ હિરાભાઈ સાથે મકાનની દિવાલની વાડ મામલે ૧૬મી ઓગષ્ટ ૨૦૨૩ના રાત્રે મારામારી થઈ હતી. મારામારીમા મૃતક મંગાભાઈએ તેમના મોટાભાઈ હિરાભાઈને માથાના ભાગે ધાર્યું મારતા હિરાભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી.

મૃતકોની ઓળખ કરતા તમામ વ્યક્તિઓ એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે મૃતકોમાં મંગાભાઈ વિંઝુડા, જીજ્ઞેશ મંગાભાઈ વિંઝુડા, રેખાબેન મંગાભાઈ વિંઝુડા અને એક માઈનોર વિંઝુડા ફેમિલીનો સદસ્ય હોવાનું સામે આવ્યું છે. પિતા પુત્રો તેમજ પુત્રીએ કોઈ કારણોસર આપઘાત કરી લીધા નો બનાવ સામે આવ્યો છે. બનાવ સંદર્ભે ગઢડા પોલીસ સ્ટેશન ખાતે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોત રજીસ્ટર્ડ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-