શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈની પ્રેરક ઉપસ્થિતિમાં રેડ & વ્હાઈટ દ્વારા ‘ટેકવૉર૨૦૨૩’ સ્પર્ધા યોજાઈ

Share this story

સુરતમાં રેડ & વ્હાઈટ મલ્ટિમિડીયા એજ્યુકેશન દ્વારા શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા ની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ વિદ્યાર્થીઓના હિતમાં આઇટી અને ફેશન ક્ષેત્રે કૌશલ્ય અને પ્રતિભા બહાર લાવી પોતાનું સફળ ‘સ્ટાર્ટ-અપ’ શરુ કરી શકે એવા ઉદેશ્યથી સંસ્થાની ભવ્ય ઇવેન્ટ “TechWar ૨૦૨૩” નું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતની યોગી ચોક બ્રાન્ચ ખાતે વિદ્યાર્થીઓને પોતાના કૌશલ્યો, સર્જનાત્મકતા અને નવીન વિચારોને પ્રદર્શિત કરવા ઉપરાંત તેમને ઈંડસ્ટ્રી રેડી બનાવવાના સૂત્રને સાકાર કરવાના દિશામાં આયોજિત આ ઇવેન્ટમાં ગુજરાતની તમામ શાખાઓ માંથી ૫૫૦૦થી વધુ પ્રતિસ્પર્ધીઓએ વિવિધ ટેક્નોલોજીઓની સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિજેતા બન્યા હત્યા.

તેમને જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીનો સદુપયોગ એ જ ખરા અર્થે આધુનિક યુગની ક્રાંતિ છે. વ્યવહારિક જીવનમાં ટેક્નોલોજી તમને સુખ આપી શક્શે પરંતુ આ યાંત્રિકતાના યુગમાં જીવનનાં મૂળ સિધ્ધાંતોને ટકાવી રાખવું ખુબ અગત્યનું છે. તેમજ મંત્રીશ્રીએ ભવિષ્યમાં સાયબર ક્રાઇમની ઘટનાઓને મૂળથી હટાવનારા સોફ્ટવેર અને સમાજમાં બધાની સાથે અનુકૂળ થાય એવી ટેક્નોલોજી વિકસાવવા વિદ્યાર્થીઓને આહ્વવાન કર્યું હતું.

અહીં મુખ્યત્વે બે કોમ્પિટિશનમાં યોજાયેલી ઇવેન્ટ અંતર્ગત પ્રથમ પ્રોજેક્ટ બેઝડ કોમ્પિટિશન જ્યાં આ વર્ષે પહેલી વાર એક નવી અને સ્ટેટ લેવેલની હેકાથોન પણ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ગ્રુપમાં વિવિધ ટેક્નોલોજીથી આઇટી ઇન્ડસ્ટ્રી અને સમાજના અમુક જટિલ પ્રશ્નોનું રીયલ ટાઈમ સોલ્યૂશન અંતર્ગત ઓનલાઇન વોટિંગ પ્લેટફોર્મ, ઓનલાઇન બ્લડ સેન્ટર પ્લેટફોર્મ, ઓલ ઈન વન આઇટી સોલ્યૂશન તથા હોટેલ ટેબલ બુકીંગ બનાવ્યા હતા.

આ પણ વાંચો :-