Home Blog Page 849

સુરતમાં મહિલાને ખેંચ આવતાં મહિલા કૉન્સ્ટેબલે CPR આપી બચાવ્યો જીવ

0

આજ રોજ સુરતના કાંગારુ સર્કલ નજીક રવિવારી માર્કેટમાં એક મહિલા અચાનક બેભાન થઇને ઢળી પડી હતી, માર્કેટમાં ખરીદી કરવા આવેલી મહિલાને અચાનક ખેંચ અને તે બેભાન થઈ રસ્તા પર જ ઢળી પડી હતી. લોકોને ભીડ મહિલાને બચાવવા માટે એકઠા થઈ ગઈ હતી. હાર્ટ એટેકના બનાવોને પગલે સરકાર દ્વારા તમામ પોલીસ કર્મીઓ અને શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી હતી.

એક મહિલા બેભાન અવસ્થામાં જોવા મળી અને મહિલા પોલીસ કૉન્સ્ટેબલે તેને સીઆરપી આપીને બચાવી લીધી હતી. આ ઘટના સુરતના કાંગારુ સર્કલ પાસે રવિવારી માર્કેટ નજીક ઘટી હતી. મહિલા પોલીસ કૉન્સ્ટેબલે તરત જ સમગ્ર ઘટનાને જોતા તે મહિલાને તરત જ સીઆરપી આપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પહેલા મહિલાને હાર્ટ દબાયુ બાદમાં તેને મોઢેથી શ્વાસોશ્વસની ક્રિયા કરીને સીઆરપી આપી હતી. આ પ્રક્રિયા બાદ મહિલા ફરીથી હોશમાં આવી હતી. જે કામગીરીને હાલ લોકો ખૂબ જ વખાણી રહ્યા છે. પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવતી CPRની ટ્રેનિંગ અહીં એક મહિલાનો જીવ બચાવવા માટે કામ લાગી હતી. મહિલા પોલીસે ખેંચ (મિરગી) આવતાં ઢળી પડેલી મહિલાને સારવાર આપીને સરાહનિય કામગીરી કરી હતી. પોલીસ કર્મચારી કે.કે.ધોલિયા દ્વારા કાંગારૂ સર્કલ પાસે રવિવારી માર્કેટમાં ઢળી પડેલી મહિલાને મોંથી શ્વાસ આપવાની સાથે સીપીઆર આપ્યા હતાં.

આ પણ વાંચો :-

પાકિસ્તાનમાં પોલીસ વેન પર આતંકી હુમલો, ૬ લોકોના મોત, ૨૨ ઘાયલ

0

આતંકવાદને આશ્રય આપનાર પાકિસ્તાન આજે ખુદ આતંકી હુમલાઓથી પરેશાન છે. દિવસે ને દિવસે આતંકવાદીઓ પોલીસ, સેના અને નાગરિકો પર હુમલા કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, સોમવારે ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનમાં પોલીસના વાહન પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા છ સૈનિકો માર્યા ગયા હતા. પોલીસ આ વાહનમાં પોલિયો વિરોધી ટીપાં પીવડાવવાની હતી.

ઘાયલ થયેલા અધિકારીઓમાંથી કેટલાકની હાલત ગંભીર છે. કાર્યકારી કેપીના મુખ્ય પ્રધાન જસ્ટિસ (નિવૃત્ત) અરશદ હુસૈન શાહે હુમલાની નિંદા કરી અને પોલીસ કર્મચારીઓની શહાદત પર શોક વ્યક્ત કર્યો. તેમણે ઘાયલોની સ્વસ્થતાની કામના કરી. તેમણે કહ્યું હતું કે આવી કાયરતાપૂર્ણ ઘટનાઓથી પોલીસનું મનોબળ ખતમ નહીં થાય. કેપી પોલીસ જનસેવા માટે સમર્પિત છે. અમે પોલીસ કર્મચારીઓને સલામ કરીએ છીએ જેઓ લોકોની સેવા કરતી વખતે પોતાના જીવનનું બલિદાન આપે છે.

તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં પોલિયો વિરોધી અભિયાનો પર અવારનવાર હુમલા થાય છે. ઈસ્લામિક આતંકવાદીઓ ઘણીવાર પોલિયો ટીમોને નિશાન બનાવે છે. તેમનું કહેવું છે કે આ રસી લોકોને નપુંસક બનાવે છે. તેઓ કહે છે કે ઇસ્લામના દુશ્મનો આ રસીનો ઉપયોગ કરી રહ્યા છે જેથી તેમની વસ્તી ઘટે.

એક્ટર યશના બર્થ ડે સેબિબ્રેશનની તૈયારી દરમિયાન કરંટ લાગતા ત્રણ ફેન્સના મોત

0

કન્નડ સુપરસ્ટાર યશ, જેમને તમારામાંથી મોટાભાગના લોકો રોકી ભાઈના નામથી ઓળખે છે. તેમના જન્મદિવસ પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અભિનેતા યશ ૮મી જાન્યુઆરીએ તેમનો ૩૮મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ દિવસે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના જન્મદિવસના સેબિબ્રેશનની તૈયારી દરમિયાન ત્રણ ફેન્સના મોત થયા છે.

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર યશનો આજે જન્મદિવસ છે અને ચાહકો દ્વારા એમના બર્થડેની જોરદાર તૈયારી કરવામાં આવી રહી હતી. દરમિયાન એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કર્ણાટકના ગડગ જિલ્લાના સુરાંગી ગામમાં યશનું કટઆઉટ લગાવતા સમયે ત્રણ મિત્રોને એક સાથે કરંટ લાગ્યો અને આ કારણે એમનું મોત નીપજ્યું હતું. સાથે જ કહેવાય રહ્યું છે કે વધુ ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ પણ વાંચો :-

આણંદમાં ટ્રક-કાર વચ્ચે ભયાનક અકસ્માત, ત્રણ લોકોના મોત

0

આણંદ જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં કારમાં સવાર ૩ યુવકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકને જેસીબી વડે ઊંચી ક રીને કારને બહાર કાઢવી પડી હતી. અકસ્માતને લઈને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં કાર ટ્રકમાં ઘુસી જતા JCB વડે ટ્રક ઊંચો કરીને ટ્રેક્ટરથી કારને દોરડું બાંધીને ખેંચવી પડી હતી. ૩ કલાકની ભારે જહેમત બાદ કારમાંથી યુવકોના મૃતદેહ બહાર કાઢી શકાયા હતા. ત્રણેય યુવકો બોરસદના જંત્રાલ ગામના વતની હતી. અકસ્માતની જાણ થતા જ ભાદરણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ હાથ ધરી હતી.

બોરસદના ઝારોલા પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત થયા છે. ઝારોલા બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે. રેતી ભરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી. આ ભયંકર અકસ્માતમાં કાર ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. જેસીબી વડે ટ્રક ઊંચી કરી ટ્રેક્ટર બાંધી કારને બહાર કાઢવામાં આવી હતી. જેસીબીથી કારના પતરાં ઊંચા કરી મૃતદેહોને બહાર કઢાયા હતા. ત્રણ કલાકની જહેમત બાદ ૩ મૃતદેહોને બહાર કઢાયા હતા. ત્રણેવ યુવાનો બોરસદના જંત્રાલના વતની છે. ભાદરણ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

સુરતમાં લાખો રૂપિયાની ચરસ સાથે બે નેપાળી યુવકો ઝડપાયા

0

સુરતમાં નશાના વેપલા પર પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ ઈન સુરત’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે છાસવારે પોલીસ દ્વારા બાજનજર રાખીને આ પ્રકારનો વેપલો ચલાવનારાને ઝડપી લેવામાં આવે છે. ત્યારે સારોલી પોલીસે ચેકપોસ્ટ પરથી બાતમીના આધારે ૮ કિલો ચરસ ઝડપી લેવામાં આવ્યું છે. સરોલી પોલીસે ચોક્સસ  બાતમીના આધારે નશીલા પદાર્થોની હેરફેર અને વેચાણના કૌભાંડને ઝડપી પાડવાની કવાયતના ભાગરૂપે ૮ કિલો ચરસ ઝડપી પાડ્યું છે. ૨ નેપાળી યુવાનોની ધરપકડ કરી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.

સારોલી પોલીસે બાતમીના આધારે નશીલો પદાર્થ ઝડપી પાડ્યો છે. પોલીસને માહિતી મળી હતી કે ૮ કિલો ચરસ લાવવામાં આવ્યું છે. સુરત ના સીમાડા ચેકપોસ્ટ પાસે પોલીસે વોચ ગોઠવી હતી. બાતમી અનુસારના બે યુવકો નજરે પડતા તેમની અટકાયત કરી તલાસી લેતા ચરસ ઝડપાયું હતું. સરોલી પોલીસે કુલ ૧૧ લાખ રૂપિયાનું ચરસ કબ્જે કર્યું છે.

ચરસનો જથ્થો બન્ને યુવકો નેપાળથી લાવ્યા હતા. સુરતના સીમાડા ચેકપોસ્ટ પાસેથી બન્ને યુવકોને ઝડપી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે સમગ્ર બાતમીના આધારે ઓપરેશન પાર પાડયું છે.

આ પણ વાંચો :-

સૌથી નાના શ્રી રામચરિતમાનસને કોતરવાનો રેકોર્ડ બનાવ્યો

0

હાપુડના એગ્રીકલ્ચરલ ઇન્ટર કોલેજના પ્રોફેસર અને કલાકાર અજયકુમાર મિત્તલે ઈતિહાસ રચ્યો છે. તેમણે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. પ્રોફેસર અજયકુમાર મિત્તલે સાદા કાચના અરીસાની એક લંબચોરસ ઓક્સાઈડ કોટેડ સપાટી પર સૌથી નાના શ્રી રામચરિતમાનસને કોતરવાનો રેકોર્ડ બનાવ્યો છે.

આ કલામાં મે બાલકાંડથી લઈને અંતિમ કાંડ સુધીના ઉતર કાંડની તમામ રચનાને ૩૦૦ પંક્તિમાં દર્શાવી છે. તો હવે જ્યારે ભગવાન રામ અયોધ્યામાં પોતાના ઘરે પ્રવેશ કરવા જઈ રહ્યા છે જેના માટે આપના પૂર્વજો-ક્રાંતિકારીઓ બલિદાન આપ્યું તેમનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. મારું કામ અયોધ્યામાં રામ મંદિરને સમર્પિત છે. મને મારા કામ પર ખૂબ ગર્વ છે.

સંપૂર્ણ મહાકાવ્ય કાચની સપાટી પર ૩૦૦ પંક્તિઓમાં કોતરવામાં આવ્યું છે. ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સે તેમને આ માટે માન્યતા આપી હતી. એક તરફ સમગ્ર દેશમાં રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ કોઈને કોઈ કારણસર લોકો રામ મંદિરને લઈને ચર્ચાનો હિસ્સો બની રહ્યા છે.

આ પણ વાંચો :-

સુચેતા સતીશે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

0

કેરલ રાજ્યની સુચેતા સતીશ નામની એક યુવતીએ ૧૪૦ ભાષાઓમાં ગીત ગાઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેને દુબઈમાં આયોજિત એક કોન્સર્ટમાં ગીત ગાઈને રેકોર્ડ પોતાના નામ કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ આ મહિલાનું નામ સુચેતા સતીશ છે, કેરલામાં રહેતી આ મહિલા અલગ-અલગ ભાષાઓમાં ગીતો ગાવાને કારણે ચર્ચામાં છે. તેનું આ અનોખુ કામ હવે વર્લ્ડ રેકોર્ડ બની ગયું છે. ૨૪ નવેમ્બર, ૨૦૨૩ના રોજ યોજાયેલા એક શોમાં સુચેતાએ કુલ ૧૪૦ ભાષાઓમાં પરફોર્મ કર્યું હતું. ઇવેન્ટ વિશે વાત કરીએ તો, આ શો UAE માં ભારતીય કોન્સ્યુલેટ ઓડિટોરિયમમાં યોજાયો હતો.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, સુચેતાએ દુબઈમાં ભારતીય કોન્સ્યુલેટ ઓડિટોરિયમમાં ક્લાઈમેટ ચેન્જ અંગે જાગૃતિ લાવવા માટે ૧૪૦ ભાષાઓમાં પરફોર્મ કર્યું હતું. ૧૪૦ નંબરને એટલા માટે પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે દુબઈમાં COP ૨૮ સમિટમાં ૧૪૦ દેશો ભાગ લઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

બિલકિસ બાનો હત્યા કેસ સુપ્રીમ કોર્ટે બદલ્યો ગુજરાત સરકારનો ફેંસલો

0

બિલકિસ બાનો કેસને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગુજરાતના બિલકિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે અરજીને સુનાવણી માટે યાગ્ય માની છે. SCએ કહ્યું, મહિલાઓ સન્માનની હકદાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બને રાજ્યો (મહારાષ્ટ્ર-ગુજરાત)ની નીચલી કોર્ટ અને હાઈકોર્ટ નિર્ણયો લઈ ચૂકી છે. આવી સ્થિતિમાં આમાં કોઈપણ પ્રકારની દખલગીરીની જરૂર જણાતી નથી.

ઓગસ્ટ ૨૦૨૨માં ગુજરાત સરકારે બિલ્કીસ બાનો સામૂહિક દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજાના તમામ ૧૧ દોષિતોને મુક્ત કર્યા હતા. ગુજરાત સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિલ્કીસ બાનો કેસના ગુનેગારોને જેલમાં જવું પડશે.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેન્ચે આ ચુકાદો આપ્યો છે. ખંડપીઠે ગયા વર્ષે ૧૨ ઓક્ટોબરે આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસની કોર્ટમાં સતત ૧૧ દિવસ સુધી સુનાવણી ચાલી. સુનાવણી દરમિયાન કેન્દ્ર અને ગુજરાત સરકારોએ ગુનેગારોની સજા માફી સંબંધિત મૂળ રેકોર્ડ રજૂ કર્યા હતા. ગુજરાત સરકારે દોષિતોને માફ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુનેગારોની સમય પહેલા મુક્તિ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. જો કે, કોર્ટે કહ્યું હતું કે તે સજા માફીની વિરુદ્ધ નથી, પરંતુ તે સ્પષ્ટ થવું જોઈએ કે દોષિત કેવી રીતે માફી માટે પાત્ર બન્યો.

આ કેસની ટ્રાયલ અમદાવાદમાં શરૂ થઈ હતી. બાદમાં બિલ્કિસ બાનોએ ચિંતા વ્યક્ત કરી હતી કે જો કેસ અહીં ચાલુ રહેશે તો સાક્ષીઓને ડરાવવામાં આવશે અને પુરાવા સાથે ચેડાં થઈ શકે છે. આ પછી સુપ્રીમ કોર્ટે કેસને અમદાવાદથી મુંબઈ ટ્રાન્સફર કર્યો હતો. ૨૧ જાન્યુઆરી ૨૦૦૮ના રોજ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ૧૧ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. સ્પેશિયલ કોર્ટે પુરાવાના અભાવે ૭ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જ્યારે ટ્રાયલ દરમિયાન એક દોષિતનું મોત થયું હતું. બાદમાં બોમ્બે હાઈકોર્ટે પણ ગુનેગારોની સજાને યથાવત રાખી હતી. ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલ્કીસ બાનોને ૫૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત બિલ્કીસ બાનોને નોકરી અને મકાન આપવાનો આદેશ પણ આપ્યો હતો.

આ પણ વાંચો :-

૦૮ જાન્યુઆરી, ૨૦૨૪ / ઘરેલું જીવનમાં શાંતિ જણાશે, આ રાશિના જાતકોએ વાહન ચલાવવામાં રાખવી સાવધાની, જુઓ સોમવારનું રાશિભવિષ્ય

0

મેષઃ

ધારેલી આવક અટકતી જણાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવા. ભાગ્ય સારૂ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

વૃષભઃ

આવક જળવાય. ધંધામાં ભાગીદારો સાથે આનંદ વર્તાય. જીવનસાથી સાથે પ્રેમ વધે. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. રોમાંસનો અનુભવ થાય. અપચન, પેટની તકલીફો રહે. મિત્રોનો સાથ મળતો જણાય.

‌મિથુનઃ

આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઇ બહેનોથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. દામ્પત્યક્ષેત્રે આનંદ.

કર્કઃ

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. જુના રોકાણો ફળદાયી નીવડે તથા નવા રોકાણો ફાયદાકારક સાબિત થતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ. સ્નાયુના દુઃખાવા, જ્ઞાનતંતુની સમસ્યાથી સાચવવું.

‌સિંહઃ

વિચારોમાં નકારાત્મકતા ટાળવી. આવક જળવાય. નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. નવા રોકાણો ફાયદાકારક નીવડતા ‌જણાય. માતૃપક્ષ તરફથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

કન્યાઃ

આવક વધતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા દૂર થતી જણાય. પરિવારમાં સ્નેહનું વાતાવરણ પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. અગત્યના કાર્યની શરૂઆત કરી શકો. આરોગ્ય જળવાય. ધંધામાં વિવાદ ટાળવો.

તુલાઃ

માન સન્માનમાં વધારો થતો જણાય. સ્ત્રી શણગાર તથા આઇસક્રીમ, ઠંડાપીણાના વ્યાપારમાં વિશેષ લાભ. આવકનું પ્રમાણ વધે. પરિવારના સભ્યોની પ્રગતિ શક્ય બને. કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

વૃ‌શ્ચિકઃ

સંગીત પ્રત્યેનો પ્રેમ તથા વિજાતિય વ્યક્તિ તરફનું આકર્ષણ વધે. ઉન, વાળ, ધાતુને લગતા ધંધા અને શિક્ષક, જ્યોતિષ, મેનેજર જેવા વ્યવસાયમાં વિશેષ લાભ. પેટના રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

ધનઃ

સેવાકીય પ્રવ‌ૃત્તિને કારણે યશ-પ્રતિષ્‍ઠા વધતી જણાય. આવક મર્યાદીત રહે. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. ભાગ્યનો સાથ મળે છે. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. માનસિક રોગોની કાળજી રાખવી.

મકરઃ

મિત્રોથી લાભ. જુના મિત્રોની મુલાકાત થાય. નવી મિત્રતા શુભ ફળદાયી નીવડે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વૃધ્ધિ થાય. વિદ્યાર્થીમિત્રો માટે શુભ. હાડકાના રોગોથી સાચવવું.

કુંભઃ

નકારાત્મક વિચારો ત્યાગવા. નાણાંકીય બાબતો અંગે મધ્યમ દિવસ. નવી નોકરી કે ધંધાની શરૂઆત શક્ય બને. હાલના નોકરી, ધંધામાં આનંદ વર્તાય. માતા-પિતાનું આરોગ્ય જળવાય. પત્નિ સાથે વાદ-વિવાદ ટાળવો.

મી‌નઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યના બળે ઓછી મહેનતે વધુ કામ કરી શકાય. આવક જળવાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પ્રિન્ટીંગ, સ્ટેશનરી, એક્ષપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં લાભ. આંખની કાળજી રાખવી.

સુરતના પો.કમિ. અજયકુમાર તોમરે ફરી વખત ખાખીમાં કવિ હૃદયની અનુભૂતી કરાવી

0

મિટ્ટી મે મિલાદે કી જુદા હો નહીં શકતા…
અબ ઈસ સે જ્યાદા મેં તેરા હો નહીં શકતા…

સુરતની ટી એન્ડ ટી.વી. હાઈસ્કુલનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો કાર્યક્રમ યાદગાર બની ગયો, ડૉ.પ્રકાશ કોઠારી, અમિતાભ શુકલ, ડૉ.તુષાર શાહ, ડૉ.મુકુલ ચોક્સી સહિત જાણિતા કવિઓએ બેઠકને રસ તરબોળ બનાવી દીધી
 
પ્રણય, વેદના, વિરહ અને યાદ સહિત જીવનનાં અનેક પ્રસંગોને ઉજાગર કરતાં જાણિતા કવિ મરીઝ, નિદા ફાઝલી, વસીમ બદાયુ, અમૃત ઘાયલ, અસીમ રાંદેરીના ગીત, ગઝલો, શેર માનસપટમાં છવાઈ ગયા
 
થોડા દિવસ પહેલાં સુરતમાં યોજાઇ ગયેલા એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં સુરતના પોલીસ કમિશ્‍નર અજયકુમાર તોમરનું કવિહૃદય ફરી સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. કોઇ સમ્રાટના દરબારમાં રજુ થતા એક એકથી ચઢીયાતા ગીત, ગઝલ અને શેર ઉપર આફરિન પોકારી જતા દરબારીઓની માફક અજયકુમાર તોમરનો ખાખીવર્દીવાળો ચહેરો ઘડીભર માટે ભુલાઇ ગયો હતો. બેઠકમાં ઉપસ્થિત સૌ કોઇનાં દિલ દિમાગમા અજયકુમાર તોમર છવાઇ ગયા હતા. શ્રી તોમરે રજુ કરેલા ગીત,  ગઝલ, શેરમાં ક્યાંક દર્દ તો ક્યાંક પ્રેમની લાગણીઓ છલકી જતી હતી. તેમના એક એક શબ્દમાં હજારો અર્થ સમાયેલા હતા. કોઇ પ્રેમી યુગલ માટે એ પ્રણય ગીત હતું, તો જીવન પાર કરીને સંધ્યા તરફ ઢળી રહેલા યુગલો માટે પોતાના હૃદયની વેદના, લાગણીઓ વ્યક્ત કરવાનું ગીત હતું.
શ્રી તોમર ખુદ ગીતના શબ્દોમાં ડૂબી ગયા હતા. તેમનું હૃદય, લાગણી, ગળું અને શબ્દો જાણે એક થઇને વહી રહ્યા હતા. શ્રી તોમર નિખાલસ છે, પ્રેમાળ છે, લાગણીથી છલોછલ છે. છતાં તેમના અંતરમનમાં કંઇક ખૂટતું હોય એવું લાગતું હતું.
તોમરઆખરે શ્રી તોમર પણ એક માણસ છે એટલે લાગણીસભર તો રહેવાના જ, પરંતુ ખાખીવર્દીમાં જી‍ંદગીના મોટાભાગના દાયકા પસાર કરી ચૂકેલા શ્રી તોમરે વરિષ્‍ઠ પોલીસ અધિકારી તરીકેની ફરજ દરમિયાન લાગણીભીના અનેક અનુભવો કર્યા હશે અને એટલે જ તેઓ સંવેદનશીલતાને છુપાવી શકતા નથી બલ્કે એવું ચોક્કસ કહી શકાય કે તેઓ એક ઉચ્ચ કોટીના સાહિત્ય સર્જક ઉચ્ચ કોટીના વિજ્ઞાનીની માફક ધૂની સ્વભાવના પણ છે. ઉચ્ચ વર્ગના પોલીસ અધિકારી હોવાના  નાતે અતિ કઠોર ગુનેગારો સાથે પણ તેમનો પનારો રહ્યો છે તો કાયદાના ચક્કરમાં ફસાયેલા નિર્દોષ લોકોની વેદના, મુંઝવણ પણ તેમણે અનુભવી છે. સામાન્ય સંજોગોમાં વરિષ્‍ઠ પોલીસ અધિકારીઓ પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે અથવા ગુનેગારને ધમકાવવા માટે આપણે સાંભ‍ળી પણ ના શકીએ એવા શબ્દપ્રયોગ કરતા હોય છે પરંતુ શ્રી તોમર આ બધાથી દૂર છે.
ખેર, અજયકુમાર તોમરની લાગણીઓએ અનેક વાર સુરતીઓને ભીંજવી દીધા છે. હવે તો કોઇ જાહેર કાર્યક્રમ હોય તો લોકોની નજર શ્રી તોમરને શોધતી હોય છે. લોકો ઇચ્છે છે કે શ્રી તોમર આમ જ બોલ્યા કરે. આ તરફ અજયકુમાર તોમર પણ હવે નખશીખ સુરતી થઇ ગયા છે, અને એટલે જ શ્રી તોમરે રજુ કરેલા એક શેરમાં ઘણું બધું કહી દીધું હતું.
મિટ્ટીમેં મિલાદે કી જુદા હો નહી સકતા…
અબ ઇસ સે જ્યાદા મૈં તેરા નહી હો નહીં સકતા…
શ્રી તોમરના આ શબ્દો જ તેમના મનમાં ઘુમરાતી વાત કહો કે વેદના ઘણું બધું કહી જાય છે.
મૂળભૂત કાર્યક્રમ ટી.એન.ટી.વી. હાયર સેકન્ડરી સ્કુલના વિજ્ઞાન પ્રવાહના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો હતો. ટી.એન્ડ.ટી.વી.માં ભણેલા આ વિદ્યાર્થીઓ સુરત શહેર, રાજ્ય, દેશમા અને વિદેશમાં અનેક સ્થળે વેપાર, ઉદ્યોગ, નોકરીમાં ઉચ્ચપદો ઉપર સ્થાયી થયા છે પરંતુ આ લોકો હજુ પોતાના વિદ્યાર્થીકાળને ભૂલ્યા નથી. શાળા અને શિક્ષકો પ્રત્યેનો તેમનો આદર દાયકાઓ પછી પણ અનન્ય છે અને એટલે જ લગભગ દર વર્ષે પોતાની શાળામાં એકઠા થઇને આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાના ભૂતકાળને વાગોળીને વિદ્યાર્થીજીવનની યાદો તાજી કરીને લાગણીભીની યાદોમાં ડૂબી જાય છે. શાળા, કોલેજ, હોસ્ટેલના વિતેવેલા ભૂતકાળની યાદો જ વ્યક્તિને ફરી નવપલ્લવિત કરી નાંખે છે.
prakash-kothari-05ગત ૨૩મી ડિસેમ્બરની સાંજે ફરી એક વખત ભૂતકાળને નવી હવા આપી ગઇ હતી.‘‘ગમી તે ગઝલ’’ શિર્ષક હેઠળ યોજવામાં આવેલા કાર્યક્રમમાં મુંબઇના સુપ્રસિધ્ધ સેકસોલોજીસ્ટ પદ્મશ્રી ડો. પ્રકાશ કોઠારી મુંબઇના ઇન્કમટેક્સ પ્રિન્સીપલ કમિશ્‍નર તથા ભૂતપૂર્વ એડિશ્‍નલ ડાયરેકટર પ્રસાર ભારતી ઓલઇન્ડિયા રેડિયોના કવિ હૃદય અમિતાભ શુકલ, ડો. તુષાર શાહ, સુરતના જાણિતા કવિ ડો. મુકુલ ચોકસી, સુરતના પૂર્વ કલેકટર મહેન્દ્ર પટેલ, એડવોકેટ કુમારેશ ત્રિવેદી, મુંજાલ એન્જિનિયર, દેવેશ ગોહિલ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલાે ‘‘ગમી તે ગઝલ’’ કાર્યક્રમ બરાબર જામ્યો હતો. કાર્યક્રમમાં એક એકથી ચઢિયાતા દિગ્ગજો હતા પરંતુ ડો. પ્રકાશ કોઠારી બાદ સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમરની પ્રસ્તુતિ ઉપસ્થિત લોકોના દિલ, દિમાગ પર છવાઇ ગઇ હતી.
શ્રી તોમરે પ્રારંભે જ ખુલાસો કર્યો હતો કે તેઓ સુરત શહેર અને સુરતના લોકો માટે બોલી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે લોકો મને પુછતાં રહે છે કે, પોલીસ અને કવિતા  વચ્ચે શું સંબંધ હોય શકે.
પરંતુ આ વાતની વિશેષ ચર્ચા કર્યા વગર શ્રી તોમરે પોતાના લાગણીભીના અંદાજમાં કહ્યું કે….
ખુદ કો ઇતના ભી મત બચાયા કર…
બારિશેં હો તો ભીગ જાયા કર….
ચાંદ લાકર કોઇ નહીં દેગા…
અપને ચહેરે સે ઝગમગાયા કર…
અશ્ક હીરા હૈ, અશ્ક મોતી હૈ…
અશ્ક આંખો સે મત બહાયા કર…
વાતને આગળ વધારતા શ્રી તોમરે ઉમેર્યું હતું કે… કૌન કહેતા હૈ દિલ મિલાને કો, કમ સે કમ હાથ તો મિલાયા કર…
શાયર મીરને યાદ કરીને શ્રી તોમરે કહ્યું હતું કે… ‘શાયરી નિહાયત ખૂબસુરત  ચીજ હૈ, ઔર ઇતની ખૂબસુરત ચીજ હૈ કી વો આપકો તન્હાઇ મેં સહારા ભી દેતી હૈ, જબ આપ ખુશ હૈ તો આપકો અભિવ્યક્તિ ભી દેતી હૈ… જબ આપ દુઃખી હોતે  હૈં તો આપકો શબ્દ ભી દેતી હૈ..’’
આમ કહીને તેમણે એક સુંદર હૃદયસ્પર્શી શેર રજુ કર્યો હતો… મૈં તો રોજ નયે ચહેરા લગા લેતા હું… દિલ પર પાબંદિયાં ઔર પહેરે લગા દેતા હું… એક ચહેરા જો હસતા હૈ, મુસ્કુરાતા હૈ, જી‍ંદગી કે હર કદમ પે કહકહે લગાતા હૈ… એક ચહેરા હૈ જો હરદમ ઉદાસ રહેતા હૈ, જી‍ંદગી કા હર ગમ ચુપચાપ સહા કરતા હૈ… ઇનમેેં સે કોઇ ચહેરા અગર તુમ્હેં ભાયા હૈ તો, મૈં નહીં સિર્ફ મેરા સાયા હૈ… ક્યોંકી મૈં તો હર રોજ નયે ચહેરે લગા લેતા હું…
પોલીસ કમિશ્‍નર અજયકુમાર તોમરે પ્રસ્તુત કરેલા એક એક ગીત, ગઝલ, શાયરીને લોકોએ ઊભા થઇને તાળિઓથી વધાવી લીધા હતા. પી.ટી.સાયન્સ કોલેજના ‘‘તારા મોતી’’ હોલમાં ખરેખર શબ્દોરૂપી તારા અને મોતીનો પ્રવાહ વહી રહ્યો હતો.
મુકુલ ચોક્સી
શ્રી તોમર બાદ ડો. પ્રકાશ કોઠારીએ વાતાવરણમાં હળવાશ લાવી દીધી હતી અને સીધી જ સુરતના  કવિ ડો. મુકુલ ચોકસીની પંક્તિઓ લલકારી વાતાવરણ હળવું ફુલ બનાવી દીધું હતું.
ખરેખર તો ડો. મુકુલ ચોકસી એક જાણિતા સાઇક્યાટ્રિસ્ટ ડોકટર હોવાના નાતે તેમની પાસે અનેક હૃદયભગ્ન લોકો આવતા હોય છે. અનેકના દિલ, દિમાગને જોડનાર, ખુદ ડો. મુકુલ ચોકસી હૃદયભગ્ન છે એ ઘણા ઓછા લોકોને ખબર હશે.
ઘણી વખત, નાટક, સિનેમામાં લોકોના દર્દ, દુઃખ, વિરહ ભુલાવી દેનાર કલાકારનું અંગત જીવન અનેક સમસ્યાઓ વેદનાઓથી ભરેલું હોય છે. આવું બધું હોવા છતાં અને અનેક સમસ્યાઓથી ઘેરાયેલા હોવા છતાં ડો. મુકુલ ચોક્સી એક કસાયેલા મજબૂત ડોકટર છે. મજબૂત કવિ છે અને મજબૂત લેખક પણ છે.
અને એટલે જ કદાચ ડો. પ્રકાશ કોઠારીએ ડો. મુકુલ ચોકસીના શબ્દોથી શરૂઆત કરી હતી.
ડો. કોઠારી કહ્યું હતું કે… ‘તમે જો હોવ તો વાતાવરણ કેવું સરસ લાગે, અરીઠા લાગે આસવ અને ચા-કોફી ચરસ લાગે… તમને જોઇને પાણીને પોતાને તરસ લાગે!… તમારી યાદમાં વીતેલ એક એક પળ વરસ લાગે… તોય જીવન આખું પડેલ છે કમ….
ડો. ચોકસીના શબ્દોને આગળ વધારતાં ડો.પ્રકાશ કોઠારીએ ખૂબ જ હળવાશ સાથે રજુઆત કરતા કહ્યું હતું કે,
‘‘લાગણીનો દરિયો જ્યારે પ્રેમનું પાનેતર પહેરે છે ત્યારે ગઝલ બને છે. જાતકમાંથી કાંઇક જતુ હોય છે ત્યારે કંઇક લખાતુ હોય છે.
ડો.પ્રકાશ કોઠારી કંઇક જુદા જ મુડમાં હતા. તેમણે આખી વાતને પ્રણય તરફ લઇ જતા કવિ આદિલ મન્સુરીને યાદ કરીને ખૂબ જાણિતી ગઝલના શબ્દો રજુ કરીને ‘પ્રેમ’ના અસ્તિત્વની વાત કરી હતી. તેમણે ગઝલ રજુ  કરતા કહ્યું હતું.
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઇ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજુઆત થઇ હશે… ઘુંઘટ ખુલ્યો હશે અને ઉઘડી હશે સવાર… જુલ્ફો ઢળી હશે અને પછી રાત થઇ હશે…!
ડો. પ્રકાશ કોઠારીની રસભરી રજુઆતને પગલે શ્રોતાઓ કદાચ પોતાના ભૂતકાળમાં સરી પડ્યા હતા.
ડો. પ્રકાશ કોઠારીએ કવિ આદિલ મન્સુરીની પ્રણય ગઝલો બાદ અને ગુજરાતી ગઝલના પિતામહ ગણાતા ‘મરીઝ’ને યાદ કરીને જુદું જ ચિત્ર ઉભુ કર્યું હતંું. એક તરફ હિલ્લોળા લેતો પ્રણય અને બીજી તરફ સ્મશાનની વાત, આવું કઇ રીતે બને પરંતુ ડો. પ્રકાશ કોઠારીએ ‘મરીઝ’ના શેરને ટાંકતા કહ્યું,
‘‘મોત વેળાની આ ઐયાશી નથી ગમતી, હું પથારી પર રહું અને ઘર આખું જાગ્યા કરે.
ત્યાર બાદ‘‘ગમી તે ગઝલ’’નો પ્રવાહ આગળ વહેતો રહ્યો હતો. કવિ બેફામ, નિદા ફાઝલી, શૂન્ય પાલનપુરી, વસીમ બદાયુની, અહમદ ફરાઝ, અમૃત ઘાયલ, સહિત અનેક કવિઓને યાદ કરી કરીને ગીત, ગઝલોની સરવાણી વહેડાવવામાં આવી હતી. મધરા‌િત્ર ક્યારે થઇ ગઇ તેનું પણ કોઇને ભાન રહ્યું નહોતું અને જ્યારે છુટા પડ્યા ત્યારે જાણે ફરી શાળા અને કોલેજકાળના દિવસોની યાદથી  બધાંનાં દિલ ભરાઇ ગયાં હતાં.
અને અંતમાં રજુ કરાયેલી સુરતના જ કવિ અસીમ રાંદેરીએ લખેલી ગઝલ ‘કંકોત્રી’ રજુ કરવામાં આવી હતી અને આ ગઝલના શેર લોકોના કાનમાં ગુંજતા રહ્યા હતા.
ભુલી વફાની રીત, ન ભુલી મને, જુઓ એના લગ્નની મળી કંકોત્રી મને… જાણું છું એના અક્ષરો વરસોના સાથથી, સરનામુ મારુ કીધું છે એના હાથથી…