Home Blog Page 846

મુજાહિદ્દીનનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી જાવેદ અહેમદ મટ્ટૂની દિલ્હીમાં ધરપકડ

0

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા પકડાયેલ આતંકવાદી જાવેદ અહેમદ મટ્ટુ ઉર્ફે ઈર્શાદ અહેમદ મલ્લા (જાવેદ મટ્ટુ) ISIની સૂચના પર શસ્ત્રો એકત્રિત કરવા દિલ્હી-એનસીઆર આવ્યો હતો. ISIના સ્લીપર સેલ સાથે સંકળાયેલા એક શંકાસ્પદને આ કામમાં મદદ કરવાની હતી. આ બધું પાકિસ્તાનમાં બેઠેલા ISI હેન્ડલરની સૂચના પર થઈ રહ્યું હતું. સરહદ પારથી મળેલી સૂચના મુજબ હથિયારોની ડિલિવરી પણ થવાની હતી. ધરપકડ કરાયેલા આતંકવાદીની તપાસ દરમિયાન આ માહિતી સામે આવી છે.

આતંકવાદી જાવેદ અહેમદના કોર ગ્રુપના સભ્યોમાં સોપોર નિવાસી અબ્દુલ કયૂમ નઝર, અબ્દુલ મજીદ જરગર ઉર્ફે શાહીન, ઈમ્તિયાઝ કુંડૂ, મેહરાજ હલવાઈ, વસીમ ગુરુ અને હિંદવાડા નિવાસી તારિક અહેમદ લોનનો સમાવેશ થાય છે. તેમાંથી અબ્દુલ કયૂમ નઝર પાક પ્રશિક્ષિત આતંકવાદી હતો જે સાત આતંકવાદીઓના આ જૂથના ઓપરેશનનો હવાલો સંભાળતો હતો. સુરક્ષા દળો સાથે ગોળીબારમાં તે માર્યો ગયો. જાવેદ મટ્ટૂ હિઝબુલનો છેલ્લો A++ ગ્રેડનો આતંકવાદી છે અને ભયંકર આતંકવાદીઓનો કમાન્ડર છે. તેની પાસેથી એક પિસ્તોલ, મેગેઝિન અને ચોરીનું વાહન મળી આવ્યું છે. જાવેદ મટ્ટૂએ ૫ ગ્રેનેડ હુમલા કર્યા હતા અને ૫ પોલીસકર્મીઓની હત્યામાં પણ તે સામેલ હતો. તેના ઘણા મિત્રો પાકિસ્તાનમાં છે.

પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI આતંકી સંગઠન હિઝબુલ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો પર હુમલો કરવાની યોજના બનાવી રહી હતી. આ માટે આરોપી જાવેદને હથિયારોની વ્યવસ્થા કરવા માટે મોકલવામાં આવ્યો હતો. આરોપી દિલ્હીથી પરિચિત હતો અને તે અગાઉ બે વખત ગયો હતો, તેથી ISIએ તેને હથિયારો એકત્ર કરવા NCR મોકલ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ પહેલા તે વર્ષ ૨૦૧૪ અને ૨૦૨૧માં દિલ્હી આવ્યો હતો.

આ પણ વાંચો :-

યુપીના કુખ્યાત ગેંગસ્ટર વિનોદ ઉપાધ્યાયને STFએ માર્યો ઠાર

0

ઉત્તરપ્રદેશ STFએ મોટા માફિયા અને શાર્પ શૂટર વિનોદકુમાર ઉપાધ્યાયને યુપીના સુલતાનપુરમાં એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. ગોરખપુર પોલીસે વિનોદ કુમાર ઉપાધ્યાય પર ૧ લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. તેની સામે ૩૫ કેસ નોંધાયા હતા. જ્યારે એસટીએફની ટીમ તેને પકડવા ગઈ તો તેણે ફાયરિંગ શરૂ કરી દીધું. STF દ્વારા જવાબી કાર્યવાહીમાં તે માર્યો ગયો હતો.

તમને જણાવી દઈએ કે, શાર્પ શૂટર વિનોદ કુમાર ઉપાધ્યાયે પોતાની એક સંગઠિત ગેંગ બનાવી હતી. તેણે અત્યાર સુધીમાં ગોરખપુર, બસ્તી, સંતકબીરનગરસ, લખનઉમાં અનેક હત્યાને અંજામ આપ્યો હતો. વિનોદ ઉપાધ્યાયનું એન્કાઉન્ટર STF હેડક્વાર્ટરના ડેપ્યુટી એસપી દીપક કુમાર સિંહના નેતૃત્વમાં તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.તેણે STF ટીમ પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું, જે બાદ STFએ જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યું હતું. જેમાં તેને ગોળી વાગી ગઈ હતી. જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું છે.

STF અને ગોરખપુર ક્રાઈમ બ્રાન્ચની ટીમ ૭ મહિનાથી વિનોદ ઉપાધ્યાયને શોધી રહી હતી. ઉપાધ્યાય યુપીના માફિયાઓની ટોપ ૧૦ યાદીમાં સામેલ હતો. વિનોદ ઉપાધ્યાય અયોધ્યા જિલ્લાના પૂર્વાનો રહેવાસી હતો અને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યુપી પોલીસે તેના પર ૧ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. હકીકતમાં, ૨૦૦૪માં ગોરખપુર જેલમાં બંધ ગુનેગાર જીતનારાયણ મિશ્રાએ કોઈ મુદ્દે વિવાદ બાદ વિનોદ ઉપાધ્યાયને થપ્પડ મારી દીધી હતી અને વિનોદ ઉપાધ્યાયે થપ્પડ બાદ હત્યા કરી નાખી. આ ઘટનાથી વિનોદ ઉપાધ્યાય ચર્ચામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

૦૫ જાન્યુઆરી, ૨૦૨૩/ આ રાશિ માટે પરિવારના તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો, આજ દિવસે દરમ્યાન આવકનું પ્રમાણ ઘટતું, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષ

આજે દિવસ દરમ્યાન માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સુધરતી જણાશે. પરિવારમાં પણ આત્મીયતા વધે. કાર્ય સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રહેશે. ધંધામાં પ્રગતિ થતી જણાય.

વૃષભ

આજનો દિવસ સંતોષથી પસાર કરવો. આવકમાં ઘટાડો થતો જણાય.આરોગ્ય કથળતું જણાય. પાણીથી થતા રોગોથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય સફળતા મળતી જણાય. જુના મિત્રોની મુલાકાત શક્ય બને.

મિથુન

આજે પણ આર્થિક ઉપાર્જન વધતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે. રોકાણોનું વળતર મળતું જણાય. સંતાનની પ્રગતિ થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્યનો સાથ મળે. સ્વાસ્થ્ય જળવાય.

કર્ક

આર્થિક દ્રષ્ટિએ દિવસ સારો છે. લક્ષ્મીની કૃપા અનુભવાય. પરિવારના સભ્યો સાથે આનંદ-ઉત્સાહ રહે. નવા રોકાણો ફાયદાકારક પુરવાર થાય. જુના રોકાણોથી લાભ મળતો જણાય. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

‌સિંહ

સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક લાભ મળતો જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. કાર્ય સફળતા અનુભવાય. તબિયત સંબંધી થોડી ચિંતા રહે.

કન્યા

આવકમાં વધારો થતાં મન પ્રફુલ્લીત રહે. નાના ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણ ટાળવા. સરકારી લખાણપત્ર કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય જળવાશે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

તુલા

પરોપકાર, હિંમત, ગૂઢ ‘માનસ’ તથા છટાદાર વાણી રહે. વધારે પ્રગતિ થાય. માતા તથા પત્નિ સાથે મતભેદ થવાની શક્યતા છે. આજે ભાગ્યનો સાથ મળતો નથી આથી મહેનત વધારે કરવી પડશે.

વૃ‌‌શ્ચિક

આવકમાં ઘટાડો થતો જણાય. અગત્યના રોકાણો ટાળવા. સંઘર્ષ બાદ થોડી સફળતા મળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. સ્નાયુનો દુઃખાવો રહે. જીવનસાથી સાથે ઉગ્રતા વાદ-વિવાદ ટાળવાની સલાહ છે.

ધન

ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધો શરૂ કરી શકાય. આર્થિક રીતે આવક વધતાં માનસિક અશાંતિ ઓછી થતી જણાય. મિત્રો તરફથી લાભ મળે. આરોગ્ય સાચવવું. શરદી કફનો ઉપદ્રવ રહે. જુની ઓળખાણ તાજી થતી જણાય.

મકર

આર્થિક પાસુ મજબૂત થતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થતું જણાય. નવા રોકાણો ફળદાયી નીવડવાની શક્યતાઓ છે. માતૃપક્ષ તરફથી આનંદના સમાચાર મળે. ધંધાકીયક્ષેત્રે પ્રગતિનો અનુભવ થાય.

કુંભ

ભાગ્ય બળવાન બને છે. ભાગ્યના જોરે આવક મેળવી શકાય. પરિણામે દિવસ દરમ્યાન પ્રસન્‍નતા રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં પ્રેમ જળવાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય.

મીન

આજે આવક ઘટતી જણાય. માનસિક પરિતાપ-ચિંતા સતાવે. પરિવારના સભ્યો વચ્ચે ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. નોકરીમાં ચિંતા તથા ધંધામાં પણ ચિંતાનું વાતાવરણ રહે. આરોગ્ય જાળવવું. માથાનો દુઃખાવો રહે. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

પીએમ મોદીએ લક્ષદ્વીપમાં કર્યું સ્નોર્કલિંગ, શેર કરી ખૂબસૂરત તસ્વીરો

દારૂ કૌભાંડ કેસમાં ED આજે CM કેજરીવાલની કરી શકે છે ધરપકડ

અમેરિકન કોર્ટમાં સજા સંભળાવતા જ મહિલા જજ પર આરોપીનો હુમલો

0

અમેરિકાના લાસ વેગાસમાં એક આશ્ચર્યજનક મામલે સામે આવ્યો છે. અહીં ક્લાર્ક કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનાવણી દરમિયાન એક આરોપીએ મહિલા જજ પર હુમલો કરી દીધો હતો. સુનાવણી બાદ મહિલા જજ આરોપીને સજા કરી જેથી આરોપી ભડકી ગયો અને ટેબલથી કુદીને અચાનક જજ પર હુમલો કરી દીધો. જો કે ત્યાં હાજર સુરક્ષા ગાર્ડે આરોપીને પકડી લીધો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આરોપી ડીઓબ્રા રેડ્ડન લાસ વેગસનો રહેવાસી છે અને તે એક ગુનાઈત કેસમાં આરોપી હતો. તે એ જ કેસમાં હાજર થઈ રહ્યો હતો, જેના પર જજ મેરી કે. હોલ્થસ સુનાવણી બાદ પોતાનો ચુકાદો આપી રહ્યા હતા. જેવો જજે રેડ્ડનને દોષિત જાહેર કર્યો અને તેને સજા આપવા જઈ રહી હતી ત્યારે રેડ્ડને જજ પર હુમલો કર્યો.

કોર્ટરૂમના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, રેડ્ડન જજ તરફ દોડતા જ જજ મેરી હોલ્થસને ખતરાની લાગણી થઈ અને તે પોતાની ખુરશી પરથી ઉભી થઈને દોડવા લાગી, પરંતુ પછી રેડ્ડન જજ પર પડી ગયો. આ હુમલામાં જજને સામાન્ય ઈજાઓ થઈ હતી, જ્યારે નજીકમાં ઉભેલા જજના ગાર્ડને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, આ પછી સુરક્ષાકર્મીઓએ રેડને પકડી લીધો અને ત્યાં તેને માર માર્યો. વીડિયોમાં સુરક્ષાકર્મીઓ જોરદાર મુક્કા મારતા દેખાઈ રહ્યા છે.

મહિલા જજને બચાવનાર માર્શલને ઈજા થઇ હતી. હાલ તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે. મળેલા અહેવાલો મુજબ ગત સુનાવણીમાં આરોપીને દોષી ઠેરવવામાં આવ્યો હતો. જો કે તેના ભૂતકાળના રેકોર્ડને જોતા મહિલા જજે તેને જેલની સજા કરી હતી. તે પછી આરોપીએ તેના પર હુમલો કરી દીધો હતો.

આ પણ વાંચો :-

હિઝબુલના મોસ્ટ વોન્ટેડ આતંકીની દિલ્હી પોલિસે કરી ધરપકડ

0

દિલ્હીમાં હિઝબુલ મુજાહિદ્દીનના એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. આતંકવાદી પર ૫ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. તે જમ્મુ-કાશ્મીરમાં અનેક આતંકી ઘટનાઓમાં વોન્ટેડ હતો. કાશ્મીરમાં અનેક આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યા બાદ તે ભૂગર્ભમાં ગયો હતો. ગુરુવારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આતંકવાદીની ધરપકડ કરી હતી.

અયોધ્યામાં રામ મંદિરમાં મોટો કાર્યક્રમ યોજાનાર છે. ૨૨ જાન્યુઆરીએ યોજાનાર આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ઘણા VIP પણ હાજરી આપી શકે છે. આ ઉપરાંત પ્રજાસત્તાક દિને દિલ્હીમાં પણ મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. પરંતુ તે પહેલા રાજધાની દિલ્હીમાં પ્રતિબંધિત સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના એક આતંકીની ધરપકડથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.

હાલ પોલીસ આ હિઝબુલ આતંકીની પૂછપરછમાં વ્યસ્ત છે. કહેવામાં આવી રહ્યું છે કે તે ઘણી આતંકી ગતિવિધિઓને અંજામ આપીને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પરંતુ હવે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ વોન્ટેડ આતંકીને પકડી લીધો છે.

આ પણ વાંચો :-

સારવાર માટે આવેલી મહિલાની તબીયત લથડી, તબીબે તાત્કાલિક CPR આપી જીવ બચાવ્યો

0

સલાબતપુરા વિસ્તારમાં આવેલા હજુરી ચેમ્બરમાં આવેલા હોમિયોપેથિક ક્લિનિકમાં એક મહિલા સારવાર માટે આવી હતી. જયાં તબીબ ડોક્ટર અય્યાદ મહિલાને શું તકલીફ થાય છે તે અંગે પૂછપરછ કરી રહ્યા હતા. આ દરમિયાન તબીબ મહિલાનું બીપી માપવા જતા હતા. તે દરમિયાન એકાએક મહિલાની તબિયત લથડી હતી અને મહિલા ઢળી પડી હતી. તેથી તબીબે તાત્કાલિક તબીબે સીપીઆર આપવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન ત્યાં અન્ય સ્ટાફ પણ દોડી આવ્યો હતો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

મહિલા અચાનક ઢળી પડતાં ડો. અય્યાઝે તેણીનું બીપી માપવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, એ દરમિયાન મહિલા ટેબલ પરથી પણ નીચે પડી ગઈ હતી. આંખોના ડોળા ઉપર ચડી ગયા હતાં. આથી ડો.અય્યાઝે એકક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેને સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન સ્ટાફ પણ દોડી આવ્યો હતો. બાદમાં મહિલાની સારવાર શરૂ કરી તેને ભાનમાં લાવવામાં આવી હતી.

ડો. અય્યાઝે કહ્યું કે, પ્રાથમિક સારવાર આપ્યા બાદ અમે લોહીના રિપોર્ટ કરાવ્યા હતાં.  આર્થિક રીતે નબળું પરિવાર છે. તેણીનો પતિ રિક્ષા ચલાવે છે. જેથી તેમણે એ રિપોર્ટ નહોતા કરાવ્યા. જોકે, હાલ અમે દવાઓ આપી છે. જેના આધારે તેણીની તબિયત સાધારણ હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો :-

પીએમ મોદીએ લક્ષદ્વીપમાં કર્યું સ્નોર્કલિંગ, શેર કરી ખૂબસૂરત તસ્વીરો

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત દરમ્યાન સ્નોર્કલિંગ કરી જળચર સૃષ્ટિને નિહાળી હતી. આ તરફ હવે સોશિયલ મીડિયા પર પણ તેમણે આ તસવીરો શેર કરી છે. જેમાં ખૂબ જ રમણીય વાતાવરણમાં પ્રકૃતિને નિહાળતા જોવા મળી રહ્યા છે.

નરેન્દ્ર મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું, તાજેતરમાં મને લક્ષદ્વીપના લોકો વચ્ચે રહેવાની તક મળી. હું ટાપુઓની અદભૂત સુંદરતા અને અહીંના લોકોની હૂંફથી દંગ રહી ગયો છું. મને અગત્તિ, બાંગારામ અને કાવારત્તીમાં લોકો સાથે વાર્તાલાપ કરવાની તક મળી. હું ટાપુના લોકોનો તેમના આતિથ્ય માટે આભાર માનું છું.

zxd

PM મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, મનોહર સુંદરતા ઉપરાંત, લક્ષદ્વીપની શાંતિ પણ મંત્રમુગ્ધ કરી દે તેવી છે. તેણે મને ૧૪૦ કરોડ ભારતીયોના કલ્યાણ માટે વધુ સખત મહેનત કેવી રીતે કરવી તે વિશે વિચારવાની તક આપી. જે લોકો તેમાં સાહસિકને અપનાવવા ઈચ્છે છે, તેમના માટે લક્ષદ્વીપ તમારી યાદીમાં હોવું જરૂરી છે.

તેમણે વધુ લખ્યું કે, જે લોકો તેમાં સાહસિકને અપનાવામાં ઈચ્છે છે, તેમના માટે લક્ષદીપ લિસ્ટમાં હોવું જરૂરી છે. મારી યાત્રા દરમિયાન ,મેં સ્નોર્કલિંગનો પણ પ્રયાસ કર્યો- તે કેટલાં આનંદદાયક અનુભવ હતો! અને નૈસલિંક દરિયાકિનારા પર વહેલી સવારે વોક પણ આનંદની ક્ષણો હતી.

આ પણ વાંચો :-

આંધ્ર પ્રદેશના CMના બહેન વાયએસ શર્મિલા કોંગ્રેસમાં જોડાયા

0

આંધ્રપ્રદેશના સીએમ જગન બોમન રેડ્ડીની બહેન અને  YSR તેલંગાણા પાર્ટીના સ્થાપક YS શર્મિલા ગુરુવારે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા છે. નવી દિલ્હીમાં પાર્ટી કાર્યાલયમાં આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ શર્મિલાને સભ્યપદ સોંપ્યું હતું. આ સમય દરમિયાન શર્મિલાએ વાયએસઆર તેલંગાણા પાર્ટીને કોંગ્રેસમાં વિલીનીકરણની પણ જાહેરાત કરી અને કહ્યું કે તેમને જે પણ જવાબદારી આપવામાં આવશે, તે તેઓ પૂરી નિષ્ઠાથી નિભાવશે.

શર્મિલાએ કહ્યું, ‘આજે હું YSR તેલંગાણા પાર્ટીને કોંગ્રેસ પાર્ટીમાં વિલીનીકરણ કરીને ખૂબ જ ખુશ છું. હું ખુશી અનુભવું છું કે YSR તેલંગાણા પાર્ટી આજથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ભાગ બનવા જઈ રહી છે. આ પછી તેઓ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. કોંગ્રેસના વખાણ કરતા વાયએસ શર્મિલાએ કહ્યું કે તે દેશની સૌથી મોટી બિનસાંપ્રદાયિક પાર્ટી છે, કારણ કે તે તમામ સમુદાયોની સેવા કરે છે અને તમામ વર્ગના લોકોને એકજૂથ કરે છે.
તેલંગાણામાં તાજેતરની વિધાનસભા ચૂંટણી દરમિયાન શર્મિલાએ કે. ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળના BRSના કથિત ભ્રષ્ટ અને જનવિરોધી શાસનને ખતમ કરવા માટે કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. સ્પષ્ટતા પણ કરી કે તેમણે મતોના વિભાજનના કારણે તેલંગાણામાં ચૂંટણી લડી નથી. આ ચૂંટણીમાં કોંગ્રેસે ૧૧૯માંથી ૬૪ બેઠકો જીતીને પહેલીવાર તેલંગાણામાં પૂર્ણ બહુમતી હાંસલ કરી હતી.

વાયએસ શર્મિલા તેલંગાણામાં સક્રિય YSR તેલંગાણા પાર્ટીના સ્થાપક અને પ્રમુખ છે. તેમનો જન્મ હૈદરાબાદના પુલીવેન્દુલામાં વાયએસ રાજશેખર રેડ્ડી અને વિજયમ્માને ત્યાં થયો હતો. તેમનો ઉછેર રાજકીય વાતાવરણમાં થયો હતો. શર્મિલાના પિતા વાયએસ રાજશેખર રેડ્ડી અવિભાજિત આંધ્રના મુખ્યમંત્રી હતા, જ્યારે તેમના પુત્ર અને શર્મિલાના મોટા ભાઈ જગન મોહન આંધ્ર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી છે. તેમનો પરિવાર ખ્રિસ્તી પરિવાર ધર્મ પાડે છે. વાસ્તવમાં, તેમના પતિ એમ. અનિલ કુમાર માત્ર બિઝનેસમેન જ નથી, પણ એક ખ્રિસ્તી ધર્મના પ્રચારક પણ છે. તેમણે પ્રેમ લગ્ન કર્યા હતા અને બે બાળકો પણ છે.

અમેરિકામાં મસ્જિદના ઈમામની મસ્જિદની બહાર ગોળી મારીને હત્યા

0

અમેરિકામાં ન્યૂજર્સી શહેરમાં એક મસ્જિદના ઈમામની મસ્જિદ બહાર ગોળીઓ મારીને હત્યા કરી નાંખવામાં આવી છે. ઈમામનુ નામ હસન શરીફ હોવાનુ બહાર આવ્યુ છે. ગર્વનર ફિલ મર્ફીના કહેવા પ્રમાણે ઈમામને કોણે અને કેમ ગોળી મારી છે તેની જાણકારી સામે આવી નથી. તેમણે કહ્યુ હતુ કે, મુસ્લિમ સમુદાય સામેના અપરાધોમાં વધારો થઈ રહ્યો હોવાના કારણે હું ચિંતિત છું અને હું આશ્વાસન આપવા માંગુ છું કે, મુસ્લિમ ધર્મ સહિત તમામ ધર્મોના પ્રાર્થના સ્થળો પર લોકોની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે.

ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનના એક નિવેદન અનુસાર, શરીફ ૨૦૦૬થી નેવાર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી ઓફિસર તરીકે કામ કરી રહ્યા હતા. TSAએ કહ્યું, તેમના નિધન વિશે જાણીને અમે ખૂબ જ દુઃખી છીએ અને અમે તેમના પરિવાર, મિત્રો અને સહકર્મીઓ પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ.

નેવાર્ક એ ન્યુ જર્સીમાં સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાંનું એક છે. શરીફને સવારે ૬ વાગ્યે મુહમ્મદ-નેવાર્ક મસ્જિદની બહાર ગોળી મારી દેવામાં આવી હતી, ત્યાંના જાહેર સલામતીના નિર્દેશક ફ્રિટ્ઝ ફ્રેજે એક નિવેદનમાં જણાવ્યું હતું. આ ઘટનાના કલાકો બાદ પણ પોલીસ કોઈને કસ્ટડીમાં લઈ શકી નથી. તે અસ્પષ્ટ હતું કે હિંસા શા માટે થઈ હતી.

આ ઘટનામાં પોલીસે હજી કોઈની ધરપકડ કરી નથી. પોલીસનુ કહેવુ છે કે, તપાસ ચાલી રહી છે અને મસ્જિદ પાસે પણ કેટલીક જાણકારી માંગવામાં આવી છે. ઈમામની હત્યા બાદ અમેરિકાના સૌથી મોટા મુસ્લિમ નાગરિક અધિકાર સંગઠન કાઉન્સિલ ઓન અમેરિકન -ઈસ્લામિક રિલેશન્સ ઈન ન્યૂજર્સી  દ્વારા પણ લોકોને આ બાબતે કોઈ જાણકારી હોય તો પોલીસ સાથે શેર કરવા માટે અપીલ કરવામાં આવી છે.

ધોળામાં ધૂળ પડી, સુરત સિવિલમાં વૃદ્ધે ૩વર્ષની બાળકી સાથે અડપલાં કર્યાં

0

સુરત સિવિલ હોસ્પિટલમાં એક ગંભીર ઘટના સામે આવી છે. ત્રણ વર્ષની બાળકી સાથે લેડીઝ ટોયલેટમાં વૃદ્ધ દ્વારા અડપલાં કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ બાળકીની માતાએ વૃદ્ધને માર માર્યો હતો. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જે અંગે સુરત સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટે તપાસના આદેશ આપ્યા છે.

સુરત સિવિલ હોસ્પિટલમાં એક મહિલા દ્વારા વૃદ્ધને માર મારવામાં આવતો હોવાનો વિડિયો સોશલ મીડિયામાં વાઇરલ થયો છે, સિવિલ હોસ્પિટલ જૂની બિલ્ડીંગની બહારનો હોવાનું સામે આવ્યું છે. પોતાની દીકરીની છેડતી થતાં જ રણચંડી બનેલી મહિલાએ જાહેરમાં જ નશાબાજને કોઈ પણ શેહ શરમ રાખ્યા વિના માર માર્યો હતો. ચપ્પલ અને ઢીક્કાપાટુથી મહિલાએ માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈએ મોબાઈલમાં ઉતારી લીધો હતો.

સમગ્ર ઘટના અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડો. ગણેશ ગોવેકરએ કહ્યું કે, જે વિડિયો સામે આવ્યું એ સિવિલ હોસ્પિટલ કેમ્પસની અંદરનો હોવાનું દેખાઈ રહ્યું છે જેમાં એક મહિલા વૃદ્ધ પુરુષને ચપ્પલથી માર મારી રહી છે. આ સિવિલ હોસ્પિટલમાં બનેલી આ ઘટના આજે જ મારા ધ્યાનમાં મૂકવામાં આવી છે. અમે આ વીડિયોના આધારે તપાસ કરાવી રહ્યા છીએ. સિક્યુરિટી સ્ટાફને પણ સૂચના આપી દેવામાં આવી છે. સાથે જ આ કૃત્ય કરનાર સામે આકરી કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ પણ વાંચો :-