આંધ્ર પ્રદેશના CMના બહેન વાયએસ શર્મિલા કોંગ્રેસમાં જોડાયા

Share this story

આંધ્રપ્રદેશના સીએમ જગન બોમન રેડ્ડીની બહેન અને  YSR તેલંગાણા પાર્ટીના સ્થાપક YS શર્મિલા ગુરુવારે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા છે. નવી દિલ્હીમાં પાર્ટી કાર્યાલયમાં આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ શર્મિલાને સભ્યપદ સોંપ્યું હતું. આ સમય દરમિયાન શર્મિલાએ વાયએસઆર તેલંગાણા પાર્ટીને કોંગ્રેસમાં વિલીનીકરણની પણ જાહેરાત કરી અને કહ્યું કે તેમને જે પણ જવાબદારી આપવામાં આવશે, તે તેઓ પૂરી નિષ્ઠાથી નિભાવશે.

શર્મિલાએ કહ્યું, ‘આજે હું YSR તેલંગાણા પાર્ટીને કોંગ્રેસ પાર્ટીમાં વિલીનીકરણ કરીને ખૂબ જ ખુશ છું. હું ખુશી અનુભવું છું કે YSR તેલંગાણા પાર્ટી આજથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ભાગ બનવા જઈ રહી છે. આ પછી તેઓ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. કોંગ્રેસના વખાણ કરતા વાયએસ શર્મિલાએ કહ્યું કે તે દેશની સૌથી મોટી બિનસાંપ્રદાયિક પાર્ટી છે, કારણ કે તે તમામ સમુદાયોની સેવા કરે છે અને તમામ વર્ગના લોકોને એકજૂથ કરે છે.
તેલંગાણામાં તાજેતરની વિધાનસભા ચૂંટણી દરમિયાન શર્મિલાએ કે. ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળના BRSના કથિત ભ્રષ્ટ અને જનવિરોધી શાસનને ખતમ કરવા માટે કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. સ્પષ્ટતા પણ કરી કે તેમણે મતોના વિભાજનના કારણે તેલંગાણામાં ચૂંટણી લડી નથી. આ ચૂંટણીમાં કોંગ્રેસે ૧૧૯માંથી ૬૪ બેઠકો જીતીને પહેલીવાર તેલંગાણામાં પૂર્ણ બહુમતી હાંસલ કરી હતી.

વાયએસ શર્મિલા તેલંગાણામાં સક્રિય YSR તેલંગાણા પાર્ટીના સ્થાપક અને પ્રમુખ છે. તેમનો જન્મ હૈદરાબાદના પુલીવેન્દુલામાં વાયએસ રાજશેખર રેડ્ડી અને વિજયમ્માને ત્યાં થયો હતો. તેમનો ઉછેર રાજકીય વાતાવરણમાં થયો હતો. શર્મિલાના પિતા વાયએસ રાજશેખર રેડ્ડી અવિભાજિત આંધ્રના મુખ્યમંત્રી હતા, જ્યારે તેમના પુત્ર અને શર્મિલાના મોટા ભાઈ જગન મોહન આંધ્ર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી છે. તેમનો પરિવાર ખ્રિસ્તી પરિવાર ધર્મ પાડે છે. વાસ્તવમાં, તેમના પતિ એમ. અનિલ કુમાર માત્ર બિઝનેસમેન જ નથી, પણ એક ખ્રિસ્તી ધર્મના પ્રચારક પણ છે. તેમણે પ્રેમ લગ્ન કર્યા હતા અને બે બાળકો પણ છે.