અમેરિકન કોર્ટમાં સજા સંભળાવતા જ મહિલા જજ પર આરોપીનો હુમલો

Share this story

અમેરિકાના લાસ વેગાસમાં એક આશ્ચર્યજનક મામલે સામે આવ્યો છે. અહીં ક્લાર્ક કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનાવણી દરમિયાન એક આરોપીએ મહિલા જજ પર હુમલો કરી દીધો હતો. સુનાવણી બાદ મહિલા જજ આરોપીને સજા કરી જેથી આરોપી ભડકી ગયો અને ટેબલથી કુદીને અચાનક જજ પર હુમલો કરી દીધો. જો કે ત્યાં હાજર સુરક્ષા ગાર્ડે આરોપીને પકડી લીધો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આરોપી ડીઓબ્રા રેડ્ડન લાસ વેગસનો રહેવાસી છે અને તે એક ગુનાઈત કેસમાં આરોપી હતો. તે એ જ કેસમાં હાજર થઈ રહ્યો હતો, જેના પર જજ મેરી કે. હોલ્થસ સુનાવણી બાદ પોતાનો ચુકાદો આપી રહ્યા હતા. જેવો જજે રેડ્ડનને દોષિત જાહેર કર્યો અને તેને સજા આપવા જઈ રહી હતી ત્યારે રેડ્ડને જજ પર હુમલો કર્યો.

કોર્ટરૂમના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, રેડ્ડન જજ તરફ દોડતા જ જજ મેરી હોલ્થસને ખતરાની લાગણી થઈ અને તે પોતાની ખુરશી પરથી ઉભી થઈને દોડવા લાગી, પરંતુ પછી રેડ્ડન જજ પર પડી ગયો. આ હુમલામાં જજને સામાન્ય ઈજાઓ થઈ હતી, જ્યારે નજીકમાં ઉભેલા જજના ગાર્ડને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, આ પછી સુરક્ષાકર્મીઓએ રેડને પકડી લીધો અને ત્યાં તેને માર માર્યો. વીડિયોમાં સુરક્ષાકર્મીઓ જોરદાર મુક્કા મારતા દેખાઈ રહ્યા છે.

મહિલા જજને બચાવનાર માર્શલને ઈજા થઇ હતી. હાલ તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે. મળેલા અહેવાલો મુજબ ગત સુનાવણીમાં આરોપીને દોષી ઠેરવવામાં આવ્યો હતો. જો કે તેના ભૂતકાળના રેકોર્ડને જોતા મહિલા જજે તેને જેલની સજા કરી હતી. તે પછી આરોપીએ તેના પર હુમલો કરી દીધો હતો.

આ પણ વાંચો :-