Home Blog Page 844

બોઇંગ હવામાં ઉડતું હતું, ને દરવાજો ઉડી ગયો

0

અલાસ્કા એરલાઇન્સના બોઇંગ ૭૩૭-૯ મેક્સ વિમાને આજે ઉડાન ભરતાંની સાથે જ કટોકટીનો સામનો કરવો પડ્યો હતો. વિમાને ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં તેનો દરવાજો હવામાં ઉડી ગયો હતો. મુસાફરો દ્વારા લેવામાં આવેલા વિડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે કેન્દ્ર-કેબિનનો એક્ઝિટ ડોર વિમાનથી સંપૂર્ણપણે અલગ થઈ ગયો હતો.

આ ઘટના બની ત્યારે વિમાનમાં ૧૭૪ મુસાફરો અને ૬ ક્રૂ મેમ્બર સવાર હતા. એરલાઇન્સે કહ્યું કે અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. અલાસ્કા એરલાઇન્સની ફ્લાઈટ નંબર ૧૨૮૨માં આ ઘટના બની હતી. જોકે આ વિમાનનું પોર્ટલેન્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સફળતાપૂર્વક ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે જેમાં વિમાનમાં બેસેલા લોકો દેખાઈ રહ્યા છે અને બારીનો એક હિસ્સો તૂટી ગયેલો પણ દેખાય છે.

આજની ઘટનામાં સામેલ બોઇંગ ૭૩૭ મેક્સ ૧ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ અલાસ્કા એરલાઇન્સને સોંપવામાં આવ્યું હતું. અને ૧૧ નવેમ્બર, ૨૦૨૩ ના રોજ કોમર્શિયલ સર્વિસમાં પ્રવેશ કર્યો. Flightradar૨૪ એ જણાવ્યું કે ત્યારથી તેણે માત્ર ૧૪૫ ફ્લાઈટ્સ ચલાવી છે. આ ફ્લાઈટમાં લગભગ ૧૭૧ યાત્રી હતા જે તમામ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

મેક્સિકોમાં પ્લેન ક્રેશ થતાં પાઇલટ સહિત ૪ લોકોના દુઃખદ મોત

0

મેક્સિકોમાં રનવેથી માત્ર 200 મીટરના અંતરે એક નાનું પાઇપર પ્લેન ક્રેશ થતાં પાઇલટ સહિત ચાર લોકોના મૃત્યુ થયા હોવાની ઘટનાના સમાચાર જાણવા મળ્યા છે. પ્લેન ક્રેશની આ ઘટના ઉત્તરી મેક્સિકોના કોહુઇલા રાજ્યના શહેર રામોસ એરિઝપેમાં બની હતી.

પાઇપર PA-૪૬ પ્લેનમાં કુલ ચાર લોકો સવાર હતા, જે અમેરિકામાં બનાવવામાં આવ્યું હતું અને કોહુઇલા માટે ઉત્તર મેક્સિકોના તામૌલિપાસના સરહદી શહેર માટામોરોસથી ઉડાન ભરી હતી. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના બપોર પછી થઈ જ્યારે પ્લેનના પાયલોટે લેન્ડિંગ માટે રામોસ એરિઝપે એરપોર્ટથી મદદની વિનંતી કરી. ત્યાર બાદ પ્લેન સાલ્ટિલો એરપોર્ટના રનવે નજીક લગભગ ૨૦૦ મીટરની ઊંચાઈએથી નીચે પડી ગયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે ક્રેશ પહેલા પાયલટે કહ્યું હતું કે તેમના પ્લેનમાં ઈંધણ ખતમ થઈ ગયું છે.

પાયલોટ એન્ટોનિયો અવિલા સિવાય મૃતકોમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. આ દિવસોમાં એડ્રિયાના ગાર્ઝા ઈબારા, રોઝારિયો ગાર્ઝા ઈબારા અને હિલ્ડા ગાર્ઝા ઈબારા છે. આ તમામ મહિલાઓ અમેરિકાથી આવી હતી.  આ સિંગલ એન્જિન પ્લેન મેટામોરોસમાં રોકાતા પહેલા બ્રાઉન્સવિલે, ટેક્સાસથી ઉડાન ભરી હતી. તમને જણાવી દઈએ કે આ બંને શહેરો યુએસ-મેક્સિકો બોર્ડર પર સ્થિત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાનની દુર્ઘટનામાં બળતણ સિવાય તેજ પવનોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હશે. આ એરક્રાફ્ટ મેક્સિકો સ્ટેટના ટોલુકા સ્થિત કંપનીના નામે રજીસ્ટર્ડ હતું.

આ પણ વાંચો :-

લોરેન્સ બિશ્નોઈ ગેંગના શાર્પશૂટર પ્રદીપ સિંહનીદિલ્હી પોલીસે દ્વારા ધરપકડ

0

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ વિભાગ દ્વારા શનિવારે દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી લોરેન્સ બિશ્નોઈ-કાલા રાણા ગેંગના શાર્પશૂટર પ્રદીપ સિંહની ધરપકડ કરવામાં આવી છે. સ્પેશિયલ સેલે તેની પાસેથી અત્યાધુનિક હથિયારો અને જીવતા કારતુસ પણ જપ્ત કર્યા છે. દિલ્હી પોલીસ શાર્પશૂટર પ્રદીપ સિંહની પૂછપરછ કરી રહી છે. દિલ્હી પોલીસ ઘણા સમયથી પ્રદીપ સિંહને શોધી રહી હતી. તેની સામે અપહરણ, લૂંટ અને હત્યાના અનેક કેસ નોંધાયેલા છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગ દેશના ટોપ ગેંગસ્ટરોમાંની એક છે. લોરેન્સ બિશ્નોઈની ગેંગમાં ૬૦૦થી વધુ શાર્પશૂટર્સ સામેલ છે. લોરેન્સ બિશ્નોઈ-કાલા રાણા ગેંગનું નેટવર્ક દેશભરમાં ફેલાયેલું છે. આ ગેંગનું દિલ્હી NCR, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં સૌથી વધુ વર્ચસ્વ છે. ગેંગ ચીફ લોરેન્સ બિશ્નોઈ લાંબા સમયથી તિહાડ જેલમાં બંધ છે. તેનું નિશાન બોલિવૂડ સ્ટાર સલમાન ખાન અને પંજાબના ચાર મોટા ગાયકો છે.

ટેકનિકલ સર્વોલેન્સ અને બાતમીદાર પાસેથી મળતી માહિતી અનુસાર, પ્રદીપ રોહિણી વિસ્તારમાં કોઈને મળવા જઈ રહ્યો છે. આ માહિતીની પુષ્ટિ થતાં પછી સ્પેશિયલ સેલની ટીમે ટ્રેપ ગોઠવીને શૂટરને ઘેરી લીધો અને તેને પકડી લીધો હતો. બાદમાં જ્યારે આરોપીની તલાશી લેવામાં આવી ત્યારે તેની પાસેથી હથિયાર અને કરતૂસ મળી આવ્યા હતા. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

બાંગ્લાદેશમાં સમાન્ય ચૂંટણી પહેલા હિંસા, તોફાનીઓએ ટ્રેન સળગાવતાં ૫ લોકોનાં મોત

0

બાંગ્લાદેશમાં શુક્રવારે રાત્રે બર્નિગ ટ્રેનની ઘટના બની હતી. એક પેસેંજર ટ્રેનને કથિક રીતે બદમાશો દ્વારા આગ લગાડવામાં આવતા ઓછામાં ઓછા ૫ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ચૂંટણી ટાણે જ બાંગ્લાદેશમાં હિંસા ભડકી છે. રાજધાની ઢાકામાં શુક્રવારે રાત્રે બદમાશોએ એક ટ્રેનને આગ ચાંપી દીધી હતી જેમાં પાંચ લોકો મૃત્યુ પામ્યાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયાની પણ માહિતી છે. ઘટના રાત્રે ૯:૦૮ કલાકે બની હતી જેની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ૭ ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઇ ગઈ હતી.

આ ઘટના રાજધાની ઢાકાના ગોપીબાગ વિસ્તારમાં બેનપોલ એક્સપ્રેસમાં બની હતી બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીના બે દિવસ પહેલા જ આ ઘટના બની હતી. બાંગ્લાદેશમાં સાત જાન્યુઆરીએ સામાન્ય ચૂંટણી માટે મતદાન થવાનું છે. વડાપ્રધાન શેખ હસીના આ વખતે પણ દાવેદાર છે.

ગોપીબાગ વિસ્તારમાં રાત્રે લગભગ ૯ વાગ્યે આગ લાગી હતી, રાત્રે ૧૦.૨૦ વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવા માં આવ્યો હતો. ટ્રેનમાં કેટલાક ભારતીય મુસાફરો પણ સવાર હતા. આ ટ્રેન પશ્ચિમી શહેર જેસોરથી ઢાકા જઈ રહી હતી. બદમાશોએ પહેલા એક કોચમાં આગ લગાવી પરંતુ ધીરે ધીરે આગ ૫ કોચ સુધી ફેલાઈ ગઈ હતી. અગાઉ ૧૯ ડિસેમ્બરે એક ટ્રેનમાં આગ લાગી હતી જેમાં 4 લોકોના મોત થયા હતા.

આ ઘટના બાદ એક નિવેદન જારી કરીને વિદેશ મંત્રાલયે કહ્યું કે ઘટનાનો સમય સ્પષ્ટ કરે છે કે ચૂંટણીનો વિરોધ કરી રહેલા લોકો કોઈપણ રીતે લોકતાંત્રિક પ્રક્રિયાને ખલેલ પહોંચાડવા માંગે છે. દરમિયાન ઢાકા પોલીસ કમિશનર મોઈનુદ્દીને કહ્યું કે આ એવા લોકોની કાર્યવાહી છે જેઓ બાંગ્લાદેશમાં શાંતિપૂર્ણ ચૂંટણી નથી ઈચ્છતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચૂંટણી પહેલા જાણી જોઈને હિંસા કરવામાં આવી છે જેથી અશાંતિ ફેલાઈ શકે.

આ પણ વાંચો :-

પશ્ચિમ બંગાળમાં રાશન વિતરણ કૌંભાડમાં EDએ TMC નેતાની ધરપકડ

0

પશ્ચિમ બંગાળના ચર્ચિત રાશન વિતરણ કૌભાંડ કેસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સતત કાર્યવાહી કરી રહી છે. ગઈકાલે મોડી રાત્રે તૃણમુલ કોંગ્રેસના નેતા અને બોનગાંવ પૂર્વ નગરપાલિકા પ્રમુખ શંકર આદ્યાની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. EDની ટીમે ગઈકાલે આદ્યાના સાસરિયાના ઘરે દરોડા પાડ્યા હતા. તેઓ પૂર્વ ખાદ્ય પ્રધાન જ્યોતિપ્રિયા મલિકના નજીકના માનવામાં આવે છે. ED અધિકારીઓએ શુક્રવારે ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં તૃણમૂલના બે નેતાઓના ઘરે દરોડા પાડ્યા હતા.

કેન્દ્રીય તપાસ એજન્સીની એક ટીમ બોનાગાંવ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શંકર આદ્યાના સાસરે પહોંચી હતી. બીજી ટીમ સંદેશખાલીમાં શાહજહાં શેખના ઘરે પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ શંકર અને શાહજહાં બંને પશ્ચિમ બંગાળના પૂર્વ ખાદ્ય પ્રધાન અને ટીએમસીના નેતા જ્યોતિપ્રિયા મલિકના નજીકના છે. EDએ શુક્રવારે સવારે લગભગ ૭:૩૦ વાગ્યે બોંગગાંવના શિમુતલામાં શંકર આદ્યાના સાસરિયાના ઘરે સર્ચ શરૂ કર્યું અને ૧૭ કલાક પછી ત્યાંથી બહાર નીકળી હતી. ત્યારબાદ રાત્રે ૧૨.૩૦ વાગે આદ્યની ધરપકડ કરવામાં આવી હતી.

EDએ ગઈકાલે સાંજે શંકર આધ્યાના સાસરના ઘરેથી ૮ લાખ ૫૦ હજાર રૂપિયા રિકવર કર્યા હતા. બાદમાં અડધી રાત્રે કાર્યવાહી કરીને બોનગાંવ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શંકર આધ્યાની ધરપકડ કરવામાં આવી હતી. તેમને કોલકાતાના CGO કોમ્પ્લેક્સમાં લાવવામાં આવશે તેમજ આજે સવારે મેડિકલ તપાસ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. તેમની ધરપકડ સમયે ભારે ભીડ જોવા મળી હતી. આ પહેલા ગઈકાલે સવારે EDના અધિકારીઓ પર સરબેરિયા વિસ્તારમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ અને TMC નેતા શેખ શાહજહાંના સમર્થકોએ CRPF જવાનોની હાજરીમાં અધિકારીઓને માર મારવામાં આવ્યો હતો, ત્યારે અધિકારીઓએ પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો :-

રાજસ્થાનના કોટામાં ટ્રેનના બે કોચ પાટા પરથી ઉતર્યા

0

રાજસ્થાનના કોટા જંકશન રેલવે સ્ટેશન પાસે એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ છે. કોટા જંકશન પાસે એક ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી ગઈ, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. માહિતી મળતા જ નજીકના રેલવે સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. જો કે હજુ સુધી અકસ્માતનું કારણ જાણવા મળ્યું નથી.

આ ઘટના રાજસ્થાનના કોટા જંકશન રેલવે સ્ટેશન પાસે બની હતી.જોધપુર-ભોપાલ પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેનના અચાનક પાટા પરથી ઉતરી જવાથી મુસાફરો ભયભીત થઈ ગયા હતા અને ટ્રેન ઉભી રહેતા જ તેઓ કોચમાંથી બહાર આવી ગયા હતા. આ પછી લોકો પાયલટે નજીકના સ્ટેશન માસ્ટરને આ દુર્ઘટના વિશે જાણ કરી. ત્યારબાદ કોટા જંક્શનથી કર્મચારીઓની એક ટીમ બચાવ કાર્ય માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા થઈ હોવાના સમાચાર નથી.

અધિકારીઓનું કહેવું છે કે જોધપુરથી પેસેન્જર ટ્રેન ભોપાલ જઈ રહી હતી. આ અકસ્માત બાદ આ લાઇન પરથી પસાર થતી અન્ય ટ્રેનોને રોકી દેવામાં આવી છે. ટ્રેન દુર્ઘટનાને લઈને એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયેલા જોવા મળી રહ્યાં છે. ઉપરાંત મુસાફરોની ભીડ પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કડકડતી ઠંડીની સાથે કમોસમી વરસાદની આગાહી

0

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ૮ જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, બનાસકાંઠા, દક્ષિણ ગુજરાત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે હાલ અમદાવાદ, ગાંધીનગર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નથી.  તેમજ હવામાન વિભાગ દ્વારા જણાવ્યું હતું.

આગામી ૨૪ કલાકમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્ય પ્રદેશમાં કડકડતી ઠંડી પડી શકે છે. પૂર્વીય રાજસ્થાન અને પૂર્વ મધ્યપ્રદેશમાં પણ આવી જ સ્થિતિ પ્રવર્તશે, જ્યાં આવી સ્થિતિ ચાલુ રહી શકે છે. જો કે, વધુ ઠંડીનો સામનો કરવા માટે તૈયાર રહો, કારણ કે ૮ જાન્યુઆરીથી ઉત્તર અને મધ્ય ભારતમાં વરસાદ જોવા મળશે. અહીં વરસાદી વાદળો વરસશે એવી પણ આગાહી કરવામાં આવી છે.

૦૬ શનિવાર, ૨૦૨૪ /આ રાશિ માટે ખર્ચનું પ્રમાણ અધિક, પ્રતિષ્ઠાને પહોંચશે હાનિ, આ રાશિના જાતકો દુખના દ’હાડા શરૂ, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષ

મનોબળમાં વધારો થાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ, છતાં થોડું ગુસ્સાવાળું વાતાવરણ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.

વૃષભ

અણગમતા સંજોગોનો સામનો કરવો પડે. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમ જળવાય. મિત્રોથી સહકાર મળે.

મિથુન

મનનું સિધ્ધાંતવાદી વલણ રહે. આવક જળવાશે. પરિવારના સભ્યો સાથે આત્મીયતા વધે. જુના રોકાણોથી ફાયદો તથા નવા રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. સંતાનની પ્રગતિથી આનંદ વધે.

કર્ક

દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય. કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ થાય. આથી આવક વધે. ઠંડાપીણા, પાણી, આઇસ્ક્રીમના ધંધામાં વિશેષ લાભ.

સિંહ

થોડું ગુસ્સાનું પ્રમાણ રહે. નાણાંકીય પાસુ મજબુત થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ આનંદદાયક સાબિત થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સાચવવું.

કન્યા

સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આર્થિક પાસુ મજબુત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ઢાળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય છે.

તુલા

સૌંદર્ય, કલા અને રસીક તત્વનાં સંયોગથી આનંદની અનુભૂતિ થાય. હિંમત અને વિદ્વત્તામાં વધારો થાય. અણુઉર્જા, ઇલેકટ્રોનિક્સ, પુસ્તકાલય, કુરિયર જેવા ધંધામાં વિશેષ લાભ. લીવરની કાળજી રાખવી જરૂરી છે.

વૃશ્ચિક

સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. પત્નિ સાથે પ્રેમ જળવાય. પ્રિય પાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો નથી. આથી નોકરી, ધંધામાં શાંતિ રાખવી.

ધન

જીવનમાં અસંતોષ જણાય પણ માનસિક સ્થિરતા જળવાઇ રહે. ખોટા વિચાર મનનો કબજો ન લઇ લે એનું ધ્યાન રાખવું. મિત્ર વર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારૂં રહે. ધંધાકીય ક્ષેત્રે આનંદમાં વધારો થાય.

મકર

નવી નોકરી અથવા ધંધાની શરૂઆત બને. હાલના કાર્યક્ષેત્રમાં પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આર્થિક રોકાણોમાં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ઓટોમોબાઇલ ડીલર તથા ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ લાભ.

કુંભ

ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધશે પરંતુ ખોટો ખર્ચ અટકાવવો. શેરબજાર, સ્ત્રી શણગારના સાધનોના ક્ષેત્રે વિશેષ લાભ. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

મીન

મજબૂત આત્મબળને કારણે સા‌હસિક નિર્ણય લઇ શકો. પરિવારમાં આનંદ જળવાય. આવકનું પ્રમાણ સાધારણ રહે. માતાની તબિયતની કાળજી જરૂરી. માથાનો દુઃખાવો, પડવા-વાગવાથી સાચવવું. સંતાન સુખ સારૂં.

બનાસકાંઠાના હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, પરિવારના ચાર લોકોના મોત

0

બનાસકાંઠાના થરાદ-ડીસા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગોઝારા અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના ૪ લોકોના મોત થઈ ગયા છે. પરિવાર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતો ત્યારે અકસ્માતની ઘટના બની હતી. હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવાર ઘરે આવે તે પહેલા જ આ ગોઝરી ઘટના બનતા પરિવારના અન્ય સભ્યો પર આભા તૂટી પડ્યા જેવી ઘટના સર્જાઈ છે.

બનાસકાંઠાના થરાદ-ડિસા હાઈવે પર ખોરડા ગામ પાસે ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના ૪ લોકોના મોત થયા છે. ટ્રક ચાલકે  કારને અડફેટે લેતા કારમાં સવાર ૪ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. તમામ મૃતક વાવના ડાભલિયા વાસના હોવાનું અનુમાન છે. ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ સમગ્ર ઘટનાને પગલે પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપના પ્રમુખ કિર્તિસિંહ વાઘેલા સહિતના આગેવાનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

MS ધોની સાથે ૧૫ કરોડની છેતરપિંડી, પૂર્વ બિઝનેસ પાર્ટનર વિરૂદ્ધ કેસ દાખલ

0

દિગ્ગજ ક્રિકેટ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ અરકા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડના મિહિર દિવાકર અને સૌમ્યા વિશ્વાસ વિરુદ્ધ રાંચીની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. દિવાકરે વર્લ્ડ ક્લાસ ક્રિકેટ એકેડમીની સ્થાપના માટે ૨૦૧૭માં ધોની સાથે કરાર કર્યો હતો. તે તેની શરતોનું પાલન કરવામાં નિષ્ફળ ગયો. ધોનીએ ૧૫ કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.

ઇન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ, કરારમાં, અરકા સ્પોર્ટ્સ ફ્રેન્ચાઇઝ ફી ચૂકવવા અને નફો શેર કરવા માટે બંધાયેલા હતા, પરંતુ તેમ કરવામાં આવ્યું ન હતું. ઘણા પ્રયત્નો છતાં, કરારના નિયમો અને શરતોની અવગણના કરવામાં આવી હતી. પરિણામે, મહેન્દ્ર સિંહ ધોનીએ ૧૫ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ અરકા સ્પોર્ટ્સને આપેલો ઓથોરિટી લેટર રદ કર્યો.

આ સિવાય મહેન્દ્ર સિંહ ધોની વતી અર્કા સ્પોર્ટ્સને ઘણી કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો. વિધિ એસોસિએટ્સ દ્વારા ધોનીનું પ્રતિનિધિત્વ કરતા દયાનંદ સિંહે દાવો કર્યો છે કે અર્કા સ્પોર્ટ્સે તેમની સાથે છેતરપિંડી કરી છે. જેના કારણે ૧૫ કરોડથી વધુનું નુકસાન થયું હતું.

મહેન્દ્ર સિંહ ધોની તાજેતરમાં દુબઈમાં પોતાનું નવું વર્ષ વિતાવ્યા બાદ સ્વદેશ પરત ફર્યો હતો. ધોની તેના પરિવાર અને મિત્રો સાથે નવા વર્ષનું સ્વાગત કરતો જોવા મળ્યો હતો. પ્રવાસ દરમિયાન ધોની સાથે ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત પણ જોવા મળ્યો હતો. ધોનીએ દુબઈમાં તેના મિત્રો અને પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી પણ કરી હતી. IPL ૨૦૨૪ મીની-ઓક્શન માટે દુબઈ પહોંચ્યા પછી પંત એમએસ ધોનીને મળ્યો હતો, જે ૧૯ ડિસેમ્બરે UAEમાં પ્રથમ વખત યોજાયો હતો.

આ પણ વાંચો :-