લોરેન્સ બિશ્નોઈ ગેંગના શાર્પશૂટર પ્રદીપ સિંહનીદિલ્હી પોલીસે દ્વારા ધરપકડ

Share this story

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ વિભાગ દ્વારા શનિવારે દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી લોરેન્સ બિશ્નોઈ-કાલા રાણા ગેંગના શાર્પશૂટર પ્રદીપ સિંહની ધરપકડ કરવામાં આવી છે. સ્પેશિયલ સેલે તેની પાસેથી અત્યાધુનિક હથિયારો અને જીવતા કારતુસ પણ જપ્ત કર્યા છે. દિલ્હી પોલીસ શાર્પશૂટર પ્રદીપ સિંહની પૂછપરછ કરી રહી છે. દિલ્હી પોલીસ ઘણા સમયથી પ્રદીપ સિંહને શોધી રહી હતી. તેની સામે અપહરણ, લૂંટ અને હત્યાના અનેક કેસ નોંધાયેલા છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગ દેશના ટોપ ગેંગસ્ટરોમાંની એક છે. લોરેન્સ બિશ્નોઈની ગેંગમાં ૬૦૦થી વધુ શાર્પશૂટર્સ સામેલ છે. લોરેન્સ બિશ્નોઈ-કાલા રાણા ગેંગનું નેટવર્ક દેશભરમાં ફેલાયેલું છે. આ ગેંગનું દિલ્હી NCR, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં સૌથી વધુ વર્ચસ્વ છે. ગેંગ ચીફ લોરેન્સ બિશ્નોઈ લાંબા સમયથી તિહાડ જેલમાં બંધ છે. તેનું નિશાન બોલિવૂડ સ્ટાર સલમાન ખાન અને પંજાબના ચાર મોટા ગાયકો છે.

ટેકનિકલ સર્વોલેન્સ અને બાતમીદાર પાસેથી મળતી માહિતી અનુસાર, પ્રદીપ રોહિણી વિસ્તારમાં કોઈને મળવા જઈ રહ્યો છે. આ માહિતીની પુષ્ટિ થતાં પછી સ્પેશિયલ સેલની ટીમે ટ્રેપ ગોઠવીને શૂટરને ઘેરી લીધો અને તેને પકડી લીધો હતો. બાદમાં જ્યારે આરોપીની તલાશી લેવામાં આવી ત્યારે તેની પાસેથી હથિયાર અને કરતૂસ મળી આવ્યા હતા. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-