પશ્ચિમ બંગાળમાં રાશન વિતરણ કૌંભાડમાં EDએ TMC નેતાની ધરપકડ

Share this story

પશ્ચિમ બંગાળના ચર્ચિત રાશન વિતરણ કૌભાંડ કેસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સતત કાર્યવાહી કરી રહી છે. ગઈકાલે મોડી રાત્રે તૃણમુલ કોંગ્રેસના નેતા અને બોનગાંવ પૂર્વ નગરપાલિકા પ્રમુખ શંકર આદ્યાની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. EDની ટીમે ગઈકાલે આદ્યાના સાસરિયાના ઘરે દરોડા પાડ્યા હતા. તેઓ પૂર્વ ખાદ્ય પ્રધાન જ્યોતિપ્રિયા મલિકના નજીકના માનવામાં આવે છે. ED અધિકારીઓએ શુક્રવારે ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં તૃણમૂલના બે નેતાઓના ઘરે દરોડા પાડ્યા હતા.

કેન્દ્રીય તપાસ એજન્સીની એક ટીમ બોનાગાંવ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શંકર આદ્યાના સાસરે પહોંચી હતી. બીજી ટીમ સંદેશખાલીમાં શાહજહાં શેખના ઘરે પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ શંકર અને શાહજહાં બંને પશ્ચિમ બંગાળના પૂર્વ ખાદ્ય પ્રધાન અને ટીએમસીના નેતા જ્યોતિપ્રિયા મલિકના નજીકના છે. EDએ શુક્રવારે સવારે લગભગ ૭:૩૦ વાગ્યે બોંગગાંવના શિમુતલામાં શંકર આદ્યાના સાસરિયાના ઘરે સર્ચ શરૂ કર્યું અને ૧૭ કલાક પછી ત્યાંથી બહાર નીકળી હતી. ત્યારબાદ રાત્રે ૧૨.૩૦ વાગે આદ્યની ધરપકડ કરવામાં આવી હતી.

EDએ ગઈકાલે સાંજે શંકર આધ્યાના સાસરના ઘરેથી ૮ લાખ ૫૦ હજાર રૂપિયા રિકવર કર્યા હતા. બાદમાં અડધી રાત્રે કાર્યવાહી કરીને બોનગાંવ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શંકર આધ્યાની ધરપકડ કરવામાં આવી હતી. તેમને કોલકાતાના CGO કોમ્પ્લેક્સમાં લાવવામાં આવશે તેમજ આજે સવારે મેડિકલ તપાસ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. તેમની ધરપકડ સમયે ભારે ભીડ જોવા મળી હતી. આ પહેલા ગઈકાલે સવારે EDના અધિકારીઓ પર સરબેરિયા વિસ્તારમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ અને TMC નેતા શેખ શાહજહાંના સમર્થકોએ CRPF જવાનોની હાજરીમાં અધિકારીઓને માર મારવામાં આવ્યો હતો, ત્યારે અધિકારીઓએ પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો :-