Home Blog Page 817

ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપે ખડકી ખુલ્લી મુકી હોત તો ગુજરાતમાં ‘આપ’નો ઉદય જ થયો નહોત

0
  • ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપે ખડકી ખુલ્લી મુકી હોત તો ગુજરાતમાં ‘આપ’નો ઉદય જ થયો નહોત
  • નેતાગીરીએ નિર્ણય કર્યો હતો જ પરંતુ કોઈક કારણોસર અમલ કરવામાં વિલંબ થયો હતો
  • ભાજપનાં જ અસંતુષ્ટોએ આનંદીબેનની સરકાર ઉથલાવી હતી, પરંતુ અસંતુષ્ટો સત્તાના સર્વોચ્ચ સિંહાસન સુધી પહોંચી શક્યા નહોતા
  • વિજય રૂપાણીની સરકારનું પણ રાતોરાત વિસર્જન કરવાની ઘટના બાદ ભાજપ નેતાગીરીએ અનેક સમીકરણો બદલી નાંખીને કોઈએ કલ્પના પણ કરી નહીં હોય એ રીતે ભૂપેન્દ્ર પટેલની સરકાર બનાવી દીધી હતી
  • પરંતુ ભૂપેન્દ્ર પટેલની બીજી ટર્મની ચૂંટણી વખતે ‘આપ’ જેવા લોકોને ભાજપમાં સમાવી લેવા સામે દાખવેલી ઉદાસીનતાને પગલે વિધાનસભામાં ‘આપ’નો ઉદય થયો હતો અને ‘આપ’ને સુરત મનપાની ચૂંટણી વખતે ભાજપનાં જ અસંતુષ્ટોએ જ ઉત્તેજન આપ્યું હતું

ગુજરાતમાં ભાજપની સત્તાનો ઝળહળતો દોર અને કોંગ્રેસને સતત મળી રહેલી હારને પગલે રાજકીય જીવોએ ભાજપનાં પ્રવાહમાં ભળી જવાની હામ ભીડી છે. ભાજપે પણ ગુજરાતને કોંગ્રેસ અને ‘આપ’ મુક્ત કરવાનું બીડુ ઝડપ્યું હોય એ રીતે રોજેરોજ કોંગ્રેસ-આપના નેતાઓ કાર્યકરોને કેસરિયા કરાવી રહ્યાં છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસનાં પૂર્વ કેન્દ્રિય કેબિનેટ મંત્રી નારણ રાઠવાએ ભાજપનાં કેસરિયા કર્યા બાદ કોંગ્રેસનાં હજુ ઘણાં નેતાઓ ભાજપનાં દરવાજે ઉભા રહ્યાં હોવાનાં ઈશારા મળી રહ્યાં છે.

સૌરાષ્ટ્ર પથંકમાં રાજુલા વિસ્તારનાં કોળી સમાજનાં મજબૂત આગેવાન અને કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરને પણ ભાજપમાં સમાવી લેવા ભાજપે ઘણાં લાંબા સમયથી રેડ કાર્પેટ પાથરી દીધી છે, પરંતુ અમરીશ ડેર હજુ મન બનાવી શક્યા નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે, ભાજપમાં જોડાતા પહેલા અમરીશ ડેરની કેટલીક ચોક્કસ શરતો છે, પરંતુ ભાજપ શરતી પ્રવેશ આપવા ઈચ્છતો નથી પરંતુ રાજુલા પથંકમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રનાં ભાવનગર-અમરેલી જિલ્લાના કાંઠા વિસ્તારનાં લોકોમાં અમરીશ ડેરનું વર્ચસ્વ જોતા ભાજપ ચોક્કસ અમરીશ ડેર માટે પ્રયાસો કરશે. જોકે, ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ઘણાં લાંબા સમય પહેલા અમરીશ ડેરને ભાજપમાં ભળી જવા માટે આમંત્રણ આપી ચૂક્યા છે.

દરમિયાન આજે સુરતનાં કોંગ્રેસનાં ભૂતપૂર્વ કોર્પોરેટર અને તળ સુરતનાં લાલદરવાજા વિસ્તારમાં સામાજિક વર્ચસ્વ ધરાવતા ભરત ગોંસાઈ અને કોંગ્રેસનાં ખટોદરા વોર્ડનાં કોંગ્રેસનાં પૂર્વ કોર્પોરેટર કપિલા પટેલ સહિત સાથી કાર્યકરો, સમર્થકો સાથે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનાં હસ્તે કેસરિયા કરી લીધા હતા. થોડા દિવસ પહેલા જ સુરતનાં કોંગ્રેસનાં મજબૂત આગેવાન સુનિલ પટેલને પણ પુત્ર નિકેત સાથે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ભાજપમાં ખેંચી ગયા હતા. સુરતને લાગેવળગે છે ત્યાં સુધી સુરત શહેર કોંગ્રેસમાં હવે કોઈ મજબૂત આગેવાન રહ્યો નથી. થોડા ઘણાં નામ જાણિતા છે, પરંતુ આ એવા લોકો છે કે જેનું સામાજિક કોઈ વર્ચસ્વ નથી કે રાજકીય ત્રેવડ નથી.

ખરેખર તો ગુજરાતમાં મહાપાલિકા, પંચાયતો અને વિધાનસભાની ચૂંટણીનાં પરિમાણો પછી જ તત્કાળ ભાજપની નેતાગીરીએ કોંગ્રેસ અને ‘આપ’નાં ખમતીધર નેતાઓ, કાર્યકરોને ભાજપમાં સમાવી લેવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ કોઈક કારણોસર લેવાયેલા નિર્ણયનો અમલ કરવામાં વિલંબ થયો હતો અન્યથા ગુજરાત વિધાનસભા સહિત કોઈ ખૂંણામાં ‘આપ’નો ઉદય જ થયો ન હોત. અલબત્ત ગુજરાતમાં ભાજપની સ્થિતિ ‘પથ્થરની લકીર’ જેવી છે તેમ છતાં રાજકારણમાં કોઈને નબળા સમજવાનું કે સત્તાનો નશો કરવાનું ભારે પડી શકે. હવે મોડે મોડે પણ ભાજપ નેતાગીરીએ કરેલા નિર્ણયનો અમલ કરવાથી આગામી દાયકાઓ સુધી ગુજરાતમાં મજબૂત વિપક્ષ બેઠો થવાની કોઈ જ શક્યતા નથી અને દાયકાઓ બાદ ઘણાં પાણી વહી ગયા હશે. રાજકીય તથા સામાજિક સમીકરણો પણ બદલાઈ ગયા હશે.

આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો જીતવાનું ભાજપ માટે ચપટી વગાડવા જેટલુ આસાન છે. કારણ સામે પક્ષે કોઈ રાજકીય હરીફ જ નહીં હોવાથી મેદાન સાફ છે. ઉપરાંત ભાજપનાં અસંતુષ્ટો હશે તો પણ સામે પડવાની હિંમત કરી શકે એવી સ્થિતિ નથી. ટિકિટ કપાવાથી કે પક્ષમાં સ્થાન નહીં મળવાથી ભાજપમાં પણ ઘણાં આગેવાનોનાં મન ‘ખાટા’ થઈ ગયા હશે જ. પરંતુ વિજય રૂપાણીની સરકારનું પતન અને ભૂપેન્દ્ર પટેલની સરકારની રચના બાદ કેન્દ્રીય નેતાગીરીએ ગુજરાતમાં ઘણાં સમીકરણો બદલી નાંખ્યા છે. મતલબ હવે કોઈ ચોક્કસ વર્ગ ભાજપ નેતાગીરીનું નાક દબાવી શકે એવી સ્થિતિમાં રહ્યો નથી અને પક્ષની દિવાલ કુદી શકે એવી પણ સ્થિતિ નથી.

આવી સ્થિતિમાં પક્ષના ખૂંણામાં બેસીને પણ સત્તામાં હોવાની ઓળખ જાળવી રાખવાનું વધારે ઉચિત ગણાશે. રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. કેશુબાપાની સરકાર વખતે એક ચોક્કસ વર્ગ હાવી થઈ ગયો હતો, પરંતુ નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાતનાં કાર્યકાળ દરમિયાન સામાજિક સહિત અનેક સમીકરણો બદલી નાંખ્યા હતા. ભાજપનાં પોતીકા પક્ષનાં લોકોની પાછલા બારણે નેતાગીરી હેઠળ નરેન્દ્ર મોદીનાં અનુગામી આનંદીબેન પટેલને શાંતિથી સરકાર ચલાવવા દીધી નહોતી. હાર્દિકની આગેવાની હેઠળનાં આંદોલન પાછળ કોનો હાથ હતો એ કહેવાની જરૂર નથી. પરંતુ આનંદીબેનને ઉથલાવ્યા પછી પણ સત્તા માટે તડપતા લોકો સત્તાનાં મુખ્ય‌ સિંહાસન સુધી પહોંચી શક્યા નહોતા અને અપેક્ષા બહાર વિજય રૂપાણીની સરકારની રચના કરવામાં આવી હતી, પરંતુ વિજય રૂપાણીની સરકારમાં પણ સર્વોપરી સત્તા ભોગવવા ઈચ્છતા લોકોએ શાંતિથી સરકાર ચાલવા દીધી નહોતી અને આશ્ચર્યજનક એક ખૂંણામાં બેઠેલા અને દાદા ભગવાનનું ભજન કરી રહેલા ભૂપેન્દ્ર પટેલ ઉપર કળશ ઢોળવામાં આવ્યો હતો.

આ દરમિયાન ભાજપમાં ઘણા માપદંડ બદલાયા હતા. ભૂપેન્દ્ર પટેલે હેમખેમ પ્રથમ ટર્મ પુરી કર્યા બાદ ફરી વખત ૧૫૬ બેઠકોનાં વિજય સાથે ટનાટન સરકાર ચલાવી રહ્યાં છે. અલબત્ત ભૂપેન્દ્ર પટેલ મુક્ત મનથી સરકાર ચલાવી રહ્યાં છે એવો દાવો કરી શકાય તેમ નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનું ભૂપેન્દ્ર પટેલને સજ્જડ સમર્થન હોવાથી ગુજરાતમાં ભાજપ સરકાર વિકાસનાં અઢળક કામો કરી રહી છે અને ગુજરાતનાં એક ખૂંણામાં પણ ભૂપેન્દ્ર પટેલની સરકાર સામે નારાજગીનો સૂર સાંભળવા મળતો નથી.

બલ્કે ગત વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે વિપક્ષમાં રહેલા મજબૂત લોકો માટે ભાજપે દરવાજા ખુલ્લા મુકી દીધા હોત તો આમ આદમી પાર્ટીનાં એકપણ ધારાસભ્યનો ઉદય થયો ન હોત અને કેજરીવાલે ગુજરાતમાં પગ મુકવાની હિંમત પણ કરી નહોત અને સુરતમાં ઉભા રહીને ‘છઠ્ઠીનું ધાવણ’ યાદ કરાવી દેવાની ચેષ્ટા પણ કરી નહોત.

ખેર, હજુ પણ મોડું થયુ નથી. ભાજપ નેતાગીરીએ કોંગ્રેસ અને આપ સહિતનાં વિપક્ષી સભ્યો, આગેવાનો, કાર્યકરોને ભાજપમાં સમાવી લેવાની દાખવેલી ઉદાર દિલી આખરે ગુજરાત ભાજપની નેતાગીરીને લોકસભાનું ઝળહળતુ પરિણામ આપવા સાથે દેશભરમાં ગૌરવ અપાવશે.

આ પણ વાંચો :-

સીએમ યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, UP પોલીસ એલર્ટ

0

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મામલે સેન્ટ્રલ ઝોનના મેટ્રોપોલિટન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.નવાઈની વાત એ છે કે ખુદ હેડ કોન્સ્ટેબલને જ ફોન કરીને CM યોગી વિશે આ ધમકી આપવામાં આવી છે. આ મામલે લખનૌ કોતવાલીમાં ફરિયાદ નોંધવામાં આવી છે. નોંધાયેલી એફઆઈઆર મુજબ, ફરિયાદી હેડ કોન્સ્ટેબલ ઉધમ સિંહે જણાવ્યું કે પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો. જેમાં એક અજાણ્યા યુવકે કહ્યું કે સીએમ યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.

ફરિયાદી હેડ કોન્સ્ટેબલ ઉધમ સિંહે જણાવ્યું કે પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો. જેમાં એક અજાણ્યા યુવકે કહ્યું કે સીએમ યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. આ પ્રકારનાં ભેદી ફોન કોલથી સમગ્ર વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આવો કોલ કરીને પોલીસ કંટ્રોલ રૂમને ધમકી આપનાર વ્યક્તિની ઝડપી શોધખોળ હાથ ધરી છે.

સીએમ યોગી આદિત્યનાથને અગાઉ પણ જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે. ગયા વર્ષે પણ એક યુવકે સોશિયલ મીડિયા હેન્ડલ X દ્વારા મુખ્યમંત્રીને મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારબાદ પોલીસે તેની મુંબઈથી ધરપકડ કરી હતી. આરોપી ભદોહીનો રહેવાસી હતો.

આ પણ વાંચો :-

AAPને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે ૧૫ જૂન સુધીમાં પાર્ટી ઓફિસ ખાલી કરવાનો આદેશ

0

સુપ્રીમ કોર્ટે આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટ જૂન ૨૦૨૪ સુધીમાં રાઈઝ એવન્યુ કોર્ટ સંકુલમાં સ્થિતિ પાર્ટી ઓફિસને હટાવવાનો આદેશ આપ્યો છે. જો કે, કોર્ટે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ૧૫ જૂન સુધીનો સમયગાળો આપ્યો હતો. આમ આદમી પાર્ટી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી કે તેમની ઓફિસ રાઉઝ એવન્યુ કોર્ટને ફાળવવામાં આવેલી જમીન પર બનાવવામાં આવી હતી.

આ મામલે હાઈકોર્ટે પણ સખત નારાજગી વ્યક્ત કરતા કાર્યાલય ખાલી કરવા માટે કહ્યું હતું. આ નિર્ણય વિરુદ્ધ AAPએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીને કાર્યાલય ખાલી કરવા કહ્યું છે. કોર્ટે એમ પણ કહ્યું કે AAP નવા કાર્યાલય માટે સરકારને અરજી કરી શકે છે.

કોર્ટે એમ પણ કહ્યું કે સંબંધિત વિભાગે AAPની અરજી પર ૪ અઠવાડિયામાં નિર્ણય લેવો જોઈએ. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ જમીન કોર્ટને પહેલાથી જ ફાળવવામાં આવી છે. તે જમીન પર હાઈકોર્ટના કર્મચારીઓ માટે આવાસીય પરિસર બનાવવાના છે. ત્યાં પાર્ટી કાર્યાલય ન ચલાવી શકાય. ફરિયાદ છે કે AAP ઓફિસ દિલ્હી હાઈકોર્ટને ફાળવવામાં આવેલા રાઉઝ એવન્યુના પ્લોટ પર ચાલી રહી છે. અહીં પહેલા દિલ્હીના ટ્રાન્સપોર્ટ મંત્રીનું નિવાસસ્થાન હતું પરંતુ બાદમાં AAPએ અહીં પોતાનું કાર્યાલય બનાવી લીધુ હતું.

આ મામલે આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે, અમે SC સમક્ષ માન્ય દસ્તાવેજો રજૂ કરીશું. કેન્દ્ર સરકાર આ મામલે સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરી રહી છે. દિલ્હી સરકારે આ જમીન AAPને ફાળવી છે. તેના પર કોઈ અતિક્રમણ ન હતું.

આ પણ વાંચો :-

મૈ ભી ચોકીદાર પછી PMનું “મોદી કા પરિવાર” સૂત્ર, ભાજપ નેતાઓએ બાયો બદલ્યો

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​તેલંગાણાના અદિલાબાદમાં જાહેર સભાને સંબોધિત કરતા RJD ચીફ લાલુ પ્રસાદ યાદવ પર વળતો પ્રહાર કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, મારા પરિવારના કારણે મને નિશાન બનાવવામાં આવ્યો. પરંતુ, હવે આખો દેશ કહી રહ્યો છે કે હું મોદીનો પરિવાર છું.” તેમણે વધુમાં કહ્યું કે, વંશવાદી પક્ષના ચહેરા અલગ-અલગ હોઈ શકે છે પરંતુ પાત્ર એક જ છે. તેના પાત્રમાં બે ચોક્કસ વસ્તુઓ છે, “એક જૂઠ અને બીજી લૂંટ.” આ સંબોધન બાદ X પર લહેર ઉઠી છે. ભાજપ નેતાઓ દ્વારા પોતાના બાયોમાં “મોદી કા પરિવાર” લખવામાં આવી રહ્યું છે. આ ભાજપ નેતાઓમાં અમિત શાહ, જે.પી. નડ્ડાનો સમાવેશ થાય છે.

બિહારની રાજધાની પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં રવિવારે આયોજિત ‘જન વિશ્વાસ મહારેલી’ દરમિયાન લાલુ પ્રસાદ યાદવે પરિવારની રાજનીતિ પરની તેમની તાજેતરની ટિપ્પણીઓને લઈને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. જે બાદ ભારતીય જનતા પાર્ટીએ વળતો પ્રહાર કર્યો છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આનો જવાબ આપ્યો. પીએમ મોદીના જવાબ બાદ ભાજપે આ અંગે એક નવું અભિયાન શરૂ કર્યું છે, પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓએ પોતાના નામની આગળ મોદી પરિવાર લખ્યુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ વધુમાં કહ્યું કે, “મારું જીવન એક ખુલ્લી કિતાબ છે. મેં બાળપણમાં એક સપનું લઈને ઘર છોડ્યું હતું કે હું મારા દેશવાસીઓ માટે જીવીશ. મારી દરેક ક્ષણ ફક્ત તમારા માટે જ હશે. મારું કોઈ અંગત સ્વપ્ન નહીં હોય. તમારું સ્વપ્ન મારો સંકલ્પ હશે.” તમારા સપના પૂરા કરવા માટે હું મારું જીવન વિતાવીશ. દેશના કરોડો લોકો મને પોતાનો માને છે. તેઓ મને તેમના પરિવારનો સભ્ય માને છે. ૧૪૦ કરોડ દેશવાસીઓ, આ મારો પરિવાર છે.”

લાલુ યાદવના નિવેદનનો જવાબ આપતા પીએમ મોદીએ સોમવારે તેલંગાણામાં કહ્યું કે આજે જે લોકો પોતાના પરિવાર માટે ભ્રષ્ટાચાર કરે છે તે લોકો મારા પરિવાર વિશે પૂછે છે.

પીએમ મોદીએ કહ્યું કે આજે દેશ કહી રહ્યો છે કે ‘હું મોદીનો પરિવાર છું‘. પીએમ મોદીએ કહ્યું કે દેશનો દરેક ગરીબ મારો પરિવાર છે. દેશમાં જેની પાસે કોઈ નથી તેની પાસે મોદી છે. “જ્યારે હું મોડી રાત સુધી કામ કરું છું અને સમાચાર બહાર આવે છે, ત્યારે લાખો લોકો મને પત્રો લખે છે. તેઓ કહે છે કે આટલું કામ ન કરો. થોડો આરામ પણ કરો.

આ પણ વાંચો :-

ઈસરો ચીફ સોમનાથને કેન્સર, આદિત્ય એલ-૧ની લૉન્ચિંગના દિવસે થઇ હતી જાણ

0

ભારતના સૂર્ય મિશન આદિત્ય એલ-૧ના પ્રક્ષેપણ સમયે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના વડા એસ.સોમનાથ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. સોમનાથે એક ઈન્ટરવ્યૂમાં આ વાતની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે સ્કેનીંગમાં કેન્સરની જાણ થઈ હતી. ચંદ્રયાન-૩ મિશનના પ્રક્ષેપણ દરમિયાન પણ કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હતી. જોકે ત્યાં સુધી કંઈ સ્પષ્ટ થયું ન હતું. તેમણે કહ્યું કે આદિત્ય મિશનના દિવસે તેમને આ રોગ હોવાનું નિદાન થયું હતું. તેનાથી તે અને તેનો પરિવાર બંને પરેશાન હતા.Chandrayaan-Suryayan launch was carried out despite ill health | ISRO ચીફ એસ. સોમનાથને કેન્સર: આદિત્ય L1ના લોન્ચિંગ દિવસે ખબર પડી, 4 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ પાંચમા દિવસે ...

આદિત્ય એલ-1 મિશન ગયા વર્ષે ૨ સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન એસ સોમનાથની પણ તપાસ કરવામાં આવી હતી અને સ્કેનિંગમાં પેટમાં થોડો વધારો જોવા મળ્યો હતો. રિપોર્ટ અનુસાર, માહિતી મળતાની સાથે જ તે વધુ તપાસ માટે તમિલનાડુની રાજધાની ચેન્નાઈ જવા રવાના થઈ ગયા. અહીં તેમને વારસાગત રોગ હોવાનું નિદાન થયું હતું. સમાચાર એ છે કે થોડા દિવસોમાં જ સ્પષ્ટ થઈ ગયું કે તે ગંભીર રીતે બીમાર છે.

એક ઈન્ટરવ્યૂમાં સોમનાથે કહ્યું કે સ્કેનિંગમાં કેન્સર હોવાનું જાણવા મળ્યું છે. ચંદ્રયાન-૩ મિશન લૉન્ચિંગ દરમિયાન પણ કેટલીક હેલ્થની તકલીફો થઈ હતી. જોકે તે સમયે કેન્સરની ખબર નહોતી પરંતુ આદિત્ય મિશનના દિવસે એને આ રોગ થયો હોવાનું નિદાન થયું હતું. આનાથી હું અને મારો પરિવાર દુખી થયાં હતા.

તેમના તમામ સાથી વૈજ્ઞાનિકો પણ આ સમાચારથી દુઃખી થયા હતા. પરંતુ તેણે આ પડકારજનક વાતાવરણમાં પોતાની જાતને કાબૂમાં રાખી હતી. પરિવાર અને ઈસરોના વૈજ્ઞાનિકોની સંભાળ લીધી. લૉન્ચિંગ પછી તેણે તેના પેટનું સ્કેન કરાવ્યું. પછી તે ખબર પડી અને જાહેર થયું. પરંતુ વધુ તપાસ અને સારવાર માટે તેઓ ચેન્નાઈ ગયા હતા. એવું બહાર આવ્યું હતું કે આ રોગ તેને આનુવંશિક રીતે વારસામાં મળ્યો હતો. તેમને પેટનું કેન્સર હતું.

૦૪ માર્ચ, ૨૦૨૪/ સોમવારના દિવસે આ રાશિના જાતકોને કામમાં આવશે વારંવાર વિધ્ન,આર્થિક રીતે પણ પડશે ફટકો, જુઓ રાશિ ભવિષ્ય

મેષઃ

સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. બપોર સુધી આવક સામાન્ય રહે. ત્યારબાદ સુધારો જણાય. પરિવારમાં મનમેળ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી શુભ ફળ મળતું જણાય. સ્વાસ્થ્ય સારૂં રહે.

વૃષભઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આર્થિક બાબતો અંગે શુભ ફળ મળતું જણાય. પરિવારમાં લાગણીશીલતા વધે. જીવનસાથી સાથે પ્રેમનો અનુભવ થાય. બપોર બાદ સામાન્ય દિવસ.

મિથુનઃ

સ્વભાવમાં જીદનું પ્રમાણ વધતુ જણાય. નાના ભાઈ-બહેનોની પ્રગતિથી આનંદ. આવકનો સ્ત્રોત જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. આરોગ્ય જળવાય.

કર્કઃ

સ્વભાવમાં લાગણીશીલતા વધતી જણાય. દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. સંતાનોની પ્રગતિના સાક્ષી બની શકો. સ્વાસ્થ્ય સારૂં રહેશે. ટાયર, ટ્યુબ, કલર, કેમીકલ તથા બાંધકામના ધંધામાં વિશેષ લાભ.

સિંહઃ

દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહ. તાજગી વધતા જણાય. નોકરીમાં પ્રગતિ તથા ધંધામાં શાંતિનો અનુભવ થાય. માતાનું આરોગ્ય જળવાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. શરદી-ખાંસીની કાળજી રાખવી.

કન્યાઃ

સરળ સ્વભાવ રહે. વાણીનાં પ્રભાવ દ્વારા સફળતા મળતી જણાય. પરિવારમાં સ્નેહ વધે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. આંખના દુઃખાવાથી સાચવવું.

તુલાઃ

આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યો સાથે સ્નેહનું વાતાવરણ રહે. સ્થાવર-જંગમ મિલકતો અંગેના વ્યવહારોમાં સાવચેતી જરૂરી. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

વૃશ્ચિકઃ

મન ચંચળ રહે. વિચારોનું પ્રમાણ વધે. નાણાંકીય બાબતો અંગે સંતોષ વર્તાય. દામ્પત્ય જીવનમાં પ્રેમની અનુભૂતિ થાય. પ્રિય પાત્ર સાથે મિલન-મુલાકાત શક્ય બને. આરોગ્ય જળવાય.

ધનઃ

પરોપકારીની ભાવના પ્રબળ બનતી જણાય. બપોર સુધી ખર્ચનું પ્રમાણ વધે. ત્યારબાદ આવક જળવાય. શરદી-ખાંસીની સમસ્યા રહે. દામ્પત્ય સુખ જળવાય. ખોટા વિચારો ટાળવા.

મકરઃ

કામકાજમાં ઉદાસીનતા વર્તાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વધારો થાય. મિત્રોનો સાથ-સહકાર મળે. નવી ઓળખાણ ફાયદાકારક સાબિત થાય.

કુંભઃ

નોકરીયાતને શાંતિનો અનુભવ થાય. ધંધામાં યોગ્ય નિર્ણય લેવાની વ્યવસ્થા સરળ બને. ખોટા વિચાર ટાળવા. પાણીથી થતા રોગોથી સાવધાની જરૂરી. ખોટા ખર્ચા ટાળવા.

મીનઃ

ભાગ્યનો સાથ મળતાં આવક વધતી જણાય. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. આંખ અને કમરનાં દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

ગૌતમ ગંભીર બાદ ભાજપના વધુ એક નેતાનો રાજકારણમાંથી સંન્યાસ!

0

આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરવા માટે મનોમંથન કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં સતત બેઠકો થઈ રહી છે. આજે સવારે પૂર્વ દિલ્હીના ભાજપના સાંસદ અને પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે રાજનીતિથી સન્યાસ લેવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે હવે હજારીબાગના સાંસદે ચૂંટણી જવાબદારીઓમાંથી મુક્તિની માંગ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા રાજકીય ફરજોમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે.

ઝારખંડના હજારીબાગથી લોકસભા સાંસદ જયંત સિન્હાએ પોતે લોકસભા ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સિન્હાએ કહ્યું કે તેઓ હવે ભારતમાં વૈશ્વિક આબોહવા પરિવર્તન સામે લડવા માટે તેમના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

પહેલા સાંસદ ગૌતમ ગંભીરે પણ આવું જ ટ્વિટ કરીને જેપી નડ્ડાને ચૂંટણી ડ્યુટીમાંથી મુક્ત કરવાની માંગ કરી હતી. તેમની વિનંતીના થોડા કલાકો બાદ જયંત સિન્હાએ પણ ટ્વીટ કરીને આવી જ માંગ કરી છે. તેણે કહ્યું છે કે હાલ તે ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે અને રાજકીય જવાબદારીઓથી મુક્ત થવા માંગે છે. આ માટે તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે વાત કરી છે.

X પર પોસ્ટ કરતાં જયંત સિન્હાએ કહ્યું કે, મેં પાર્ટી અધ્યક્ષને ચૂંટણી લડવામાંથી મુક્ત કરવા કહ્યું છે. જેથી હું દેશભરમાં તેમજ વિશ્વમાં જળવાયુ પરિવર્તન જાગૃતિ અંગે ધ્યાન કેન્દ્રિત કરી શકું. હું આર્થિક અને શાસન સંબંધિત મુદ્દાઓ બાબતે પાર્ટી સાથે કામ કરવાનું ચાલુ રાખીશ. મને છેલ્લા દસ વર્ષથી હજારીબાગની જનતાની સેવા કરવાનો લહાવો મળ્યો છે. મને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી નેતૃત્વ દ્વારા મને જે તક મળી અને જે આશીર્વાદ પ્રાપ્ત થયા તે બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું.

આ પણ વાંચો :-

NIAના મોસ્ટવોન્ટેડ મોહમ્મદ ગૌસને દક્ષિણ આફ્રિકામાં ધરપકડ

0

કેન્દ્રીય તપાસ એજન્સીઓએ વિદેશની ધરતી પર મોટી સફળતા મેળવી છે. વર્ષ ૨૦૧૬માં એજન્સીઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા રુદ્રેશ અને PFI આતંકવાદીની હત્યાના આરોપી મોહમ્મદ ગૌજ નિયાઝીની ધરપકડ કરી હતી. આ આતંકવાદી દક્ષિણ આફ્રિકામાં પકડાયો છે. NIA એ મોહમ્મદ ગૌસ પર ૫ લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું અને તે ભારતમાં પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાનો મોટો ચહેરો હતો. આ ઉપરાંત આ આતંકવાદી પર ૨૦૧૬માં બેંગલુરુમાં RSS નેતા રુદ્રેશની હત્યા કરવાનો પણ આરોપ હતો. હત્યા બાદ તે ફરાર થઈ ગયો હતો અને અલગ-અલગ દેશોમાં રહેતો હતો.

સૌપ્રથમ ગુજરાત ATSએ દક્ષિણ આફ્રિકામાં તેના લોકેશનને ટ્રેક કર્યું હતું, ત્યાર બાદ આ અંગે કેન્દ્રીય એજન્સીને જાણ કરવામાં આવી હતી. હવે તેને દક્ષિણ આફ્રિકામાં પકડી પાડવામાં આવ્યો છે, ત્યાંથી તેને ભારત મોકલવામાં આવ્યો છે. હાલ તેને મુંબઈ લઈ જવામાં આવ્યો છે. NIA RSS નેતા રુદ્રેશની હત્યાની તપાસ કરી રહી છે. રુદ્રેશની RSSના એક કાર્યક્રમમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે બેંગલુરુના શિવાજી નગરમાં તેના પર ધારદાર હથિયારો વડે ઓચિંતો હુમલો કરવામાં આવ્યો હતો, આ હુમલામાં રૂદ્રેશનું મોત થયું હતું.

કેસની તપાસ કર્યા પછી, NIAએ કહ્યું હતું કે, આ હત્યા લોકોના એક વર્ગમાં આતંક ફેલાવવાના ઈરાદાથી કરવામાં આવી હતી અને સ્પષ્ટપણે એક આતંકવાદી કૃત્ય હતું જે ૧૬ ઓક્ટોબરના રોજ એક યુનિફોર્મધારી RSS સભ્ય દ્વારા ઘાતક હથિયારનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું. આ દિવસના અજવાળામાં હત્યા કરીને હાંસલ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

કાનપુરની બંસીધર ટોબેકો ગ્રૂપ પર ITની રેડ, ૬૦ કરોડની કારો જપ્ત

0

આવકવેરા વિભાગની ટીમે કાનપુર સ્થિત બંસીધર ટોબેકો કંપનીના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગનું જૂથ ઉત્તર પ્રદેશ સહિત કુલ ૫ રાજ્યોમાં કાર્યરત છે. કરચોરીની માહિતી મળ્યા બાદ ટીમ સ્થળ પર પહોંચીને દરોડા પાડે છે. આવકવેરાની સાથે સાથે GST ચોરીની માહિતી પણ બહાર આવે છે. નયાગંજ એક્સપોર્ટ અને બંશીધર ટોબેકોનો ધંધો વિદેશોમાં ફેલાયેલો છે. આવકવેરા વિભાગની ૧૫ થી ૨૦ ટીમોના ૧૦૦ થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ દિલ્હી, મુંબઈ અને ગુજરાત સહિત ૨૦ સ્થળોએ દરોડા પાડશે. આ કાર્યવાહી ભારે પોલીસ સુરક્ષાની હાજરીમાં થાય છે.

IT વિભાગે પાડેલા દરોડામાં રૂ. ૬૦ કરોડથી વધુની કિંમતની લક્ઝરી કારો મળી છે. આ કારો દિલ્હી સ્થિત નિવાસસ્થાને રાખી હતી. આ કારોમાં સૌથી મોંઘી કાર રોલ્સ રોયસ ફેન્ટમ છે, જેની કિંમત રૂ. ૧૬ કરોડ છે. કંપનીના માલિક કે. કે. મિશ્રાના પુત્રના ઘરે દરોડામાં મેક્લરેન, લેમ્બોર્ગિની અને ફરારી જેવી કારો મળી છે, જેની કિંમત કરોડો રૂપિયામાં છે. વિભાગે આ સાથે દરોડામાં કુલ રૂ. ૪.૫ કરોડની રોકડ પણ જપ્ત કરી છે. આ સાથે વિભાગે કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.

કાનપુરમાં બંસીધર ટોબેકો ગ્રૂપ પર આવકવેરા વિભાગની કાર્યવાહી ત્રીજા દિવસે પ્રવેશી ગઈ છે કારણ કે અધિકારીઓ કથિત કરચોરી અને નાણાકીય અનિયમિતતાઓની તેમની સંપૂર્ણ તપાસ ચાલુ રાખે છે, અધિકારીઓ કંપનીના માલિક કેકે મિશ્રા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે કથિત રીતે પૂછપરછ ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. આરોગ્યની ચિંતાઓ ટાંકીને.

૬૦-૭૦ કરોડ રૂપિયાની કિંમતની વૈભવી કાર જેવી અસાધારણ સંપત્તિની હાજરી, ખાસ કરીને કંપનીના ૨૦-૨૫ કરોડ રૂપિયાના અહેવાલ ટર્નઓવરને ધ્યાનમાં લેતા, ભંડોળના સ્ત્રોત અંગે શંકા ઊભી કરે છે. આવકવેરા અધિકારીઓએ તેમની પૂછપરછ દરમિયાન આ મામલે મિશ્રા પર દબાણ કર્યું હતું. આશરે ૨.૫ કરોડની કિંમતની આ ઘડિયાળ કેકે મિશ્રાના ઘરેથી મળી આવી છે જેમાં હીરા જડેલા છે. આ સિવાય ૪ વધુ કિંમતી ઘડિયાળો મળી આવી છે જે યુકેની છે.

દરોડામાં લગભગ ૪.૩૦ કરોડ રૂપિયાની રોકડ રકમ અને ૨.૫-૩ કરોડ રૂપિયાની કિંમતની જ્વેલરી સહિત નોંધપાત્ર જપ્તી કરવામાં આવી છે. ભવ્ય અસ્કયામતો હસ્તગત કરવા માટે વપરાતા ભંડોળના મૂળ, તેમજ પાન મસાલા જૂથ સાથેના વ્યવહારોની પ્રકૃતિ, કર સત્તાવાળાઓ દ્વારા સઘન તપાસ હેઠળ રહે છે. ગુજરાતના ઉંઝામાં બંસીધર ટોબેકો ગ્રૂપની ફેક્ટરી લોકેશન અને ગુંટુરમાં તેમની પ્રાપ્તિ સ્થળ પર એક સાથે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :-

ગૂગલની સર્જિકલ સ્ટ્રાઈક! ૧૦ એપ્સ પ્લે સ્ટોર પરથી હટાવી દીધી

0

ગૂગલે કેટલીક ભારતીય એપ્સ પર મોટી કાર્યવાહી કરી છે. ગૂગલે તેના એન્ડ્રોઈડ પ્લે સ્ટોર પરથી આ ૧૦ એપ્સ હટાવી દીધી છે. આ યાદીમાં ઘણા જાણીતા નામ છે. જેમાં Shaadi.com, Naukri.com, ૯૯ એકર જેવા નામ સામેલ છે. ગયા વર્ષે કંપનીએ કેટલાક એપ ડેવલપર્સને ચેતવણી પણ આપી હતી. ગૂગલની પંદરથી ત્રીસ ટકા ફી ચાર્જ કરતી અગાઉની સિસ્ટમને કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા-સીસીઆઇ દ્વારા રદ કરવામાં આવ્યા બાદ ગૂગલે ઇન એપ પેમેન્ટ પર અગિયાર ટકાથી ૨૬ ટકા સર્વિસ ફી લાદતાં વિવાદ શરૂ થયો હતો.Gift Card Promotions, Where to Buy, & Management - Google Play

ગૂગલ પ્લે સ્ટોર પરથી જે ૧૦ એપ્સને દૂર કરશે તેમાં Shaadi.com, Quack Quack, Stage, InfoEdge , Kuku FM, Bharat Matrimony, ૯૯ acres, Truly Madly, Quack Quack, Stage, ALTT (Alt Balaji)ની માલિકીની એપ્સ જેવી કે Naukri.com અને ૯૯ acres.com જેવા નામોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર્ટઅપ અને ગૂગલ વચ્ચે સર્વિસ ફીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સ્ટાર્ટઅપનું કહેવું છે કે ગૂગલની સર્વિસ ફી ઘણી વધારે છે.

આ મામલો સર્વિસ ફીની ચુકવણી ન કરવાનો છે. આ કારણોસર, ટેક જગતના અગ્રણી પ્લેટફોર્મે આ એપ્સને દૂર કરવાનો નિર્ણય લીધો છે. હકીકતમાં, ઘણા સ્ટાર્ટઅપ ઇચ્છતા હતા કે, Google ચાર્જ ન લગાવે અને પછી તેઓએ આ ચુકવણી કરી ન હતી. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. ગૂગલને આમાં લીલી ઝંડી મળી ગઈ છે અને તેણે એપ્સને કોઈ રાહત આપી નથી. આ પછી સ્ટાર્ટઅપને ફી ચૂકવવા માટે કહેવામાં આવ્યું, નહીં તો તેમની એપ્સ કાઢી નાખવામાં આવશે.

કુકુ FMના CEO લાલ ચંદ બિશુએ એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને ગૂગલની ટીકા કરી અને તેના નિર્ણયને ખોટો ગણાવ્યો. Naukri.com અને ૯૯acresના સ્થાપક સંજીવ બિખચંદાનીએ પણ પોસ્ટ કરીને ગૂગલ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, આ એપ્સ પ્લે સ્ટોર પર ક્યારે પરત આવશે? તેના વિશે હજુ સુધી કોઈ વિગતો બહાર આવી નથી.

આ પણ વાંચો :-