Home Blog Page 816

લખનૌમાં શોર્ટ સર્કિટના કારણે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, પાંચ લોકોનાં મોત, ૯ ઘાયલ

0

લખનઉના કાકોરીમાં મોડી રાત્રે લગભગ 11 વાગ્યે જરદૌસીના કારગીરના ઘરમાં બીજા માળે એકસાથે બે સિલિન્ડરમાં વિસ્ફોટ થતાં પરિવારના પાંચ સભ્યો જીવતાં ભૂંજાઈ ગયા હતા. જેમાં ત્રણ યુવતીઓ અને એક મહિલા સહિત પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, કાકોરીના હાતા હઝરત સાહેબ વિસ્તારમાં મંગળવારે રાત્રે એક બે માળની ઈમારતમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે જ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં પાંચ લોકોનાં મોત, , ૯ ઘાયલ થયા હતા

પોલીસ તેમજ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. કાકોરી શહેરના હાતા હઝરત સાહેબનો રહેવાસી મુશીર અલી જરદોઝીમાં કામ કરે છે. મંગળવારે રાત્રે લગભગ ૧૦:૩૦ વાગ્યે તેમના ઘરના બીજા માળે આગ લાગી હતી. આગ લાગ્યાની થોડીવાર બાદ ગેસ સિલિન્ડર માં જોરદાર વિસ્ફોટ થયો હતો.

મૃતકોના નામ :-  

  • મુશીર પુત્ર પુટ્ટુ
  • હુસ્ન બાનો પત્ની મુશીર
  • રૈયા પુત્રી બબલુ
  • ઉમા પુત્રી અજમદ
  • હિના પુત્રી અજમદ

આ બધાં લિકો આગમાં પરિવારના નવ સભ્યો દાઝી ગયા હતા. અધિકારીના જણાવ્યા અનુસાર, ઘાયલોને હોસ્પિટલ સારવારઅર્થે લઈ જવાતા ડોક્ટરએ મૃત જાહેર કર્યા હતા.  તેમણે કહ્યું કે અન્ય ચાર ઘાયલ લોકોને ટ્રોમા સેન્ટરમાં સારવાર આપવામાં આવી રહી છે જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. જેમાં ઈશા, લકબ, અમજદ અને અનમ નો સમાવેશ થાય છે. સ્થાનિક પોલીસ ફોર્સ અને ફાયર એન્જિનની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. આગોતરા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-

કિંજલ દવેની ‘ચાર બંગડીવાળી ગાડી’ને ફરી લાગી બ્રેક, હાઈકોર્ટે ગીત ગાવા પર પુન: સ્ટે લગાવ્યો

0

ગુજરાતીઓનું પ્રિય ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીતના કોપીરાઇટનો મામલો હાઇકોર્ટમાં છે. નીચલી કોર્ટના ચુકાદા સામે રેડ રીબને હાઇકોર્ટમાં અપીલ કરી હતી. કિંજલ દવે ૨૬ માર્ચ સુધી ચાર-ચાર બંડગી ગીત ગાઈ શકશે નહી. રેડ રિબોન એન્ટરટેનમેન્ટ દ્વારા સેશન્સ કોર્ટનાં ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અગાઉ સેશન્સ કોર્ટે કોપીરાઈટનો દાવો કરતી અરજી ફગાવી હતી. હાઈકોર્ટમાં અપીલ બાદ કોર્ટે કિંજલ દવેને જાહેરમાં ગીત ગાવા પર રોક લગાવી હતી. ૨૬ માર્ચે આ અંગે વિગતવાર સુનાવણી હાથ ધરાશે.

ગુજરાત હાઇકોર્ટે કિંજલ દવેને ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીત ગાવા પર સ્ટે ૨૬ માર્ચ સુધી લંબાવ્યો છે. સમગ્ર મામલે વિગતવાર વાત કરીએ તો લોકગાયિકા કિંજલ દવે ગાયેલું “ચાર ચાર બંગડી વાળી ગાડી” ગીત ૨૦ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ RDC ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયું હતું. જે ખૂબ જ લોકપ્રિય બની ગયું હતું. જે બાદ વર્ષ ૨૦૧૭થી આ ગીતને લઈને વિવાદ ચાલી રહ્યો છે. રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર ૨૦૧૫માં કરી હતી. તેઓએ કાઠિયાવાડી કિંગ્સ નામની યુટ્યુબ ચેનલ પર ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ આ ગીતને અપલોડ કર્યું હતું. એટલે કે કાર્તિક પટેલનું ગીત કિંજલ દવેએ પોતાના શબ્દોમાં ગાયું હતું.

તાજેતરમાં જ કિંજલ દવેને આ ગીત ગાતા રોકવા માટે રેડ રીબોન એન્ટરટેઈનમેન્ટ કંપનીએ અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાંની કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઇટનો કેસ ફાઇલ કર્યો હતો, પરંતુ સિવિલ કોર્ટમાં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ આ ગીત પર કૉપીરાઇટ ક્લેમ સાબિત કરી શક્યું નહીં. જેથી કોર્ટે ગીત પર લગાવવામાં આવેલી તમામ રોક હટાવી દીધી હતી અને કિંજલ દવેને આ ગીત ગાવાની છૂટ આપી હતી. જે બાદ સિવિલ કોર્ટના ચુકાદાને રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ કંપનીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો અને ત્યાં અરજી કરાતા કિંજલ દવે પર ચાર બંગડી ગીત ગાવા પર ૨૬ માર્ચ સુધી સ્ટે લંબાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

૦૬ માર્ચ, ૨૦૨૪/ ખર્ચનું પ્રમાણ અતિશય વધશે, પારિવારિક સંઘર્ષના સંકેત, આ રાશિના જાતકોનો બુધવાર જશે કષ્ટદાયક, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

મનોબળ મજબૂત બનતું જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય નિર્ણય શક્તિ મજબૂત બનતાં અગત્યનાં નિર્ણયો યોગ્ય રીતે લેવાય. આવકમાં વધારો થતો જણાય. ભાગ્ય પણ મજબૂત થતાં પ્રસન્‍નતા અનુભવાય.

વૃષભઃ

મનમાં પ્રસન્‍નતા અનુભવાય. ાવકનું પાસુ મજબૂત બનતું જણાય. નાના ભાઈ-બહેનોની પ્રગતિથી આનંદ થાય. જમણી આંખની કાળજી રાખવી. નવા રોકાણો મુલતવી રાખવા. નોકરી-ધંધા બાબતે મિશ્ર ફળ મળતું જણાય.

મિથુનઃ

નાણાંકીય ક્ષેત્રે ફાયદો થતો જણાય. પૈસાની છૂટ વર્તાય. કાર્યમાં સફળતા. ભાગીદારીના ધંધામાં પ્રગતિ થાય. જમીન-મિલકત અંગેના વ્યવહારો આજે ટાળવા. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થતી જણાય.

કર્કઃ

દિવસ દરમ્યાન માનસિક ચિંતા રહે. આવકમાં વધારો થતો જણાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી. શરદી, કફથી સાચવવું. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાશે. મિત્રો તરફથી લાભ.

સિંહઃ

નાણાંની વખતસર હેરફેર થતી જણાય. મિત્રોનો સાથ-સહકાર મળતો જણાય. ધંધાકીય બાબતો અંગે લીધેલા નિર્ણયો સફળ બનતા જણાય. સંતાન સંબંધી ચિંતા રહે. ખોટા વિચારો કરવાથી દૂર રહેવું.

કન્યાઃ

નસીબ બળવાન બનતું હોવાને કારણે આવકમાં વૃદ્ધિ શક્ય બને. પરિવારમાં મતભેદ થવાના યોગ બને છે. માતૃસુખ ઉત્તમ. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરી તથા ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

તુલાઃ

નસીબનો સાથ ઓછો મળતાં આવક માટે વધુ મહેનત કરવી જરૂરી બનશે. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહેશે. કાર્યમાં સફળતા મળશે. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃશ્ચિકઃ

આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં સુખ-શાંતિ બરકરાર રહેશે. સ્થાવર જંગમ મિલકત અંગે ફાયદો થતો જણાશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂતિ જણાય.

ધનઃ

માનસિક શાંતિ વધતી જણાય. ગઈકાલનાં પ્રમાણમાં વિચારોમાં હકારાત્મકતા જણાય. આરોગ્ય સુધરતું જણાય. કાર્યક્ષેત્રે પણ સફળતા મળતી જણાય. સાંસારિક જીવનમાં આનંદની લાગણી પેદા થાય. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય.

મકરઃ

આવક-જાવકનું પાસું સરભર થતું જણાય. મનની ઉચ્ચકોટિની ભાવના પેદા થાય. નાણાંનો બગાડ અટકાવવો. જીવનસાથી સાથે વાદ-વિવાદ ટાળવો. નોકરીમાં થોડો અસંતોષ રહે. ધંધાકીય બાબતમાં સફળતા મળતી જણાય. આરોગ્ય જળવાય.

કુંભઃ

મનોબળ મજબૂત બનતું જણાય. પોતાનું જ ધાર્યું કરવાની ઈચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાનની ચિંતા રહે. આરોગ્ય જળવાશે. મિત્ર વર્તુળમાં વધારો થાય તથા તેમની સહાય મળતી જણાય.

મીનઃ

નોકરીમાં ટારગેટ પુરા થતા જણાય. નવો ધંધો શરૂ કરી શકાય અને હાલના ધંધામાંથી ફાયદો મેળવી શકાય. માતાનો સહકાર મળતો જણાય. યશ, પ્રતિષ્‍ઠામાં વધારો થાય. હાડકાનો દુઃખાવો પરેશાન કરે. ખોટા ખર્ચ વધી ન જાય એનું ધ્યાન રાખવું.

નાના પાટેકર રાજકારણમાં કરશે એન્ટ્રી !

0

ભારતમાં કિસાન આંદોલન ચાલી રહ્યું છે, જેમાં બોલિવૂડ અભિનેતા નાના પાટેકર પણ ઉતર્યા છે. અભિનેતાએ ખેડૂતોને સમર્થન આપ્યું છે. નાનાએ ખેડૂતોને પોતાનો નિર્ણય લેવા અને સરકારને ચૂંટવા કહ્યું છે. નાના કહે છે કે હવે સમય આવી ગયો છે કે ખેડૂતોએ કંઈ ન માંગવું જોઈએ પણ નક્કી કરવું જોઈએ કે તેઓ દેશમાં કોની સરકાર લાવવા માંગે છે. આ સાથે જ તેણે પોતાના રાજકારણમાં પ્રવેશને લઈને પણ જવાબ આપ્યો છે.

Nana Patekar 'Slap' viral video : Actor breaks silence, apologies | 'લાફા' એપિસોડ પર નાના પાટેકરે કર્યો નવો ખુલાસોઆ વખતે ખેડૂતોનો પક્ષ લેતા તેમણે કહ્યું કે, દેશમાં પહેલા ૮૦-૯૦ ટકા ખેડૂતો હતા, હવે માત્ર ૫૦ ટકા ખેડૂત છે. સરકાર પાસે હવે કંઈ માંગશો નહીં, સરકાર કોની લાવવી છે તે નક્કી કરો. હું રાજકારણમાં ના આવી શકું, કારણ કે, જે મારા મનમાં છે, તે જ મારા મોઢા પર આવશે. તેઓ મને પાર્ટીમાંથી કાઢી નાખશે. પાર્ટી બદલતા બદલતા એક મહિનામાં બધી જ પાર્ટી ખતમ થઈ જશે. અહીંયા આપણે ખેડૂતભાઈઓ સાથે આપણાં મનની વાત કરી શકીએ છીએ. જે લોકો આપણું દરરોજ પેટ ભરે છે, તેમની કોઈને પડી જ નથી.

ખેડૂતો સાથેની વાતચીતમાં નાના પાટેકરે જણાવ્યું કે, ‘જો હું આપઘાત કરું તો પણ ખેડૂત તરીકે જ જન્મ લઈશ. ખેડૂત ક્યારેય પણ એવું નહીં કહે કે, હું ખેડૂત તરીકે જન્મ લેવા નથી માંગતો. અમે જાનવરોની ભાષા સમજીએ છીએ, આપણે પ્રાણીઓની ભાષા જાણીએ છીએ, શું તમને ખેડૂતોની ભાષા બોલતા નથી આવડતી?’

ઉલ્લેખનીય છે કે નાના પટેકર હંમેશાં ખેડૂતોના સપોર્ટમાં બોલતા આવ્યા છે. તેઓ પોતાને ખેડૂતોના મોટા હિતેચ્છુ બતાવે છે. નયને અગાઉ પણ ખેડૂતો દ્વારા સતત કરવામાં આવી રહેલી આત્મહત્યા પર અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે એક સંસ્થા બનાવી હતી, જે ખેડૂતોના પક્ષમાં કામ કરે છે. તેમણે કહ્યું હતું કે, ખેડૂતભાઈ આત્મહત્યા ન કરે, પરંતુ તેમને ફોન કરે. નાના મુજબ, તેમણે આર્થિક સ્થિતિમાં આત્મહત્યા કરનારા ખેડૂતની ૧૮૦ વિધવાઓને ૧૫-૧૫ હજાર રૂપિયાની મદદ પણ કરી હતી.

આ પણ વાંચો :-

મહિલા શાસનમાં જ મહિલાઓ અસુરક્ષિત, ABVPએ મમતા બેનર્જીના વિરોધમાં પૂતળાં દહન કર્યું

સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મેઈન ગેટ પર વિધાર્થીઓની મોટી સંખ્યા સાથે વિરોધ કર્યો હતો. લોકસભાની ચૂંટણી આવી રહી છે, તે પહેલા પશ્ચિમ બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા મમતા બેનર્જીની સરકારને સંદેશખાલીના મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મમતા બેનર્જીના નેતા દ્વારા મહિલાઓ સાથે યોન શોષણ કરવાના ગંભીર આરોપો લાગ્યા છે. આ બાબતે કોર્ટ દ્વારા પણ મમતા સરકારની ઝાટકણી કાઢવામાં આવી હતી. વિપક્ષ દ્વારા મમતા બેનર્જી સરકારને ઘેરવા માટે વિરોધ પ્રદેશનો શરૂ કરવામાં આવ્યા છે. માત્ર પશ્ચિમ બંગાળમાં જ નહીં, પરંતુ દેશના અલગ-અલગ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી તેમજ તેમની વિદ્યાર્થી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટીના ગેટ સામે જ મમતા બેનર્જીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

પશ્ચિમ બંગાળમાં આવેલા સંદેશખલીમાં માં તૃણમૃલ કોંગ્રેસના આગેવાન અને નેતા શાહબાઝ ખાન દ્વારા મહિલાઓ પર અત્યાચાર અને અઘટિત આરોપ મૂકવામાં આવ્યા હતા. તૃણ મુલ કોંગ્રેસના નેતા દ્વારા કરાયેલા આ ગંભીર આરોપો ના પગલે દેશભરમાં વિરોધ નો સુર ઉઠ્યો છે. મમતા સરકારને ઘેરવા માટે વિપક્ષને પણ એક મુદ્દો મળી ગયો છે. પશ્ચિમ બંગાળમાં એક મુખ્યમંત્રી મહિલા હોવા છતાં મહિલાઓનું સન્માન ન જાળવાતા મહિલાઓમાં પણ ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. જેના પગલે આજ રોજ સુરત ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મમતા સરકાર અને તૃણમૃલ કોંગ્રેસના નેતા સામે દેખાવ અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે મમતા સરકારનું પૂતળા દહન કરવામાં આવ્યું છે.”મહિલાઓ કે સન્માન મેં એબીવીપી કે માન મેં”ના સૂત્રોચ્ચાર અને નારેબાજી કરી ભારે વિરોધ નોંધવામાં આવ્યો છે.

યુનિવર્સિટીના મુખ્ય ગેટ બહાર જ વિદ્યાર્થી પરિષદ દ્વારા રામધૂન અને પ્રાર્થના કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ કરવામાં આવી હતી કે મમતા સરકાર આ મામલે તાત્કાલિક ધોરણે મહિલાઓ પર તૃણમૃલ કોંગ્રેસના નેતા દ્વારા મૂકવામાં આવેલા અઘટિત આરોપો અને અત્યાચાર ને લઈ કાર્યવાહી કરવામાં આવે. નેતા અને આગેવાન દ્વારા જે પ્રકારના આરોપ મૂકવામાં આવ્યા છે તેને લઈ મહિલાઓ પાસે જાહેરમાં માફી માંગવામાં આવે. પોતે મહિલા મુખ્યમંત્રી હોવા છતાં તેમની સરકારના શાસનમાં મહિલાઓનું સન્માન જળવાયું નથી. સંદેશખલીમાની મહિલાઓ પોતાની જાતને અસુરક્ષિત અનુભવી રહી છે. જેથી તૃણમૃલ કોંગ્રેસના નેતા સાહબાજ ખાન સામે કડક થી કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

કલકત્તા હાઈકોર્ટના જજે આપ્યું રાજીનામું, હવે લોકસભાની ચૂંટણી લડશે !

0

જસ્ટિસ અભિજિત ગાંગુલીએ મંગળવારે કલકત્તા હાઈકોર્ટના જજના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે, જજ અભિજિત ગાંગુલી ગયા વર્ષે એપ્રિલમાં લાઇમલાઇટમાં આવ્યા હતા જ્યારે તેઓ લાંચના કેસની સુનાવણી કરી રહ્યા હતા અને તેમણે આ કેસને લઈને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. એવી અટકળો ચાલી રહી છે કે, અભિજીત ગાંગુલી આગામી લોકસભા ચૂંટણી બંગાળના તામલુક બેઠક પરથી ભાજપની ટિકિટ પર લડી શકે છે.

Calcutta High Court Judge To Resign Soon - Newsxજસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયે કહ્યું, હું કલકત્તા હાઈકોર્ટના જજ પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યો છું. છેલ્લા બે કે તેથી વધુ વર્ષોથી હું કેટલીક બાબતો સાથે કામ કરી રહ્યો છું, ખાસ કરીને શિક્ષણને લગતી બાબતો, જેમાં મોટો ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે. આ સરકારના શિક્ષણ ક્ષેત્રે મોટી સંખ્યામાં મહત્વની વ્યક્તિઓ જેલમાં છે અને તેમના પર સુનાવણી ચાલી રહી છે. આ શ્રમ કાયદાના કેસો સાથે કામ કરતી વખતે, મને લાગ્યું કે ન્યાયાધીશ તરીકે મારું કામ પૂરું થઈ ગયું છે.

અભિજીત ગંગોપાધ્યાયે ભાજપમાં જોડાવાનો પણ નિર્ણય કર્યો છે અને ભાજપ તેમને પશ્ચિમ બંગાળની તમલુક બેઠક પરથી લોકસભા લડાવે તેવી પણ ચર્ચાં છે. તમલુક બેઠક તાજેતરની ચૂંટણીઓમાં રાજ્યની શાસક તૃણમૂલ કોંગ્રેસનો ગઢ રહી છે. ટીએમસી ૨૦૦૯થી સતત આ બેઠક જીતી રહી છે. બંગાળમાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ ૨૦૦૯ અને ૨૦૧૪ની લોકસભા ચૂંટણી અહીંથી જીતી હતી. અધિકારી તે સમયે ટીએમસીના નેતા હતા. ૨૦૧૬ની પેટા ચૂંટણીમાં ટીએમસીના ઉમેદવારે આ બેઠક જીતી હતી. ૨૦૦૯થી ૨૦૧૬ ની વચ્ચે સુવેન્દુ અધિકારીને મુખ્યમંત્રી મમતા બેનર્જીના જમણા હાથ કહેવાતા હતા.

ન્યાયમૂર્તિ ગાંગુલીએ સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલને સવારે સર્વોચ્ચ અદાલત સમક્ષ મુકવામાં આવેલા વિવાદાસ્પદ મીડિયા ઇન્ટરવ્યુનું અનુવાદ પ્રદાન કરવા માટે સુઓમોટો આદેશ પસાર કર્યો હતો. પછીના દિવસે, સાંજે ૮ વાગ્યાની વિશેષ બેઠકમાં આ આદેશ પર સ્ટે મૂકતી વખતે, સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે હાલની સ્થિતિનો આદેશ ન્યાયિક શિસ્તને ધ્યાનમાં રાખીને, ન્યાયિક કાર્યવાહીમાં પસાર થવો જોઈએ નહીં.

આ પણ વાંચો :-

બેંગલુરૂ સહિત સાત રાજ્યોમાં NIAની મોટી કાર્યવાહી, કાફે બ્લાસ્ટની તપાસમાં એક્શન

0

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી બેંગલુરુ જેળના સંબંધમાં સેટ રાજ્યોમાં ૧૭ સ્થળો પર તપસ કરી રહી છે. NIA એક પછી આ કેસની તપાસ કરી રહી છે. લશ્કરના આતંકી ટી નસીર પર આરોપ છે કે બેંગલુરુ સેંટરલ જેલની અંદર કેદીઓને આતંકવાદી બનાવવામાં રોકાયેલ છે. આ ઉપરાંત બેંગલુરુ કાફે બ્લાસ્ટ કેસમાં પણ NIAએ તપસ કરી રહી છે. જાણકારી મુજબ બેંગલુરુમાં ઘણી જગ્યાએ NIAના દરોડા પાડવામાં આવ્યા હતા. હજુ પણ ૧૭ સ્થળો સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ તાર પણ આ રેડિક્લાઈઝેશન સાથે જોડાયેલા હોય શકે છે.

NIA Raids: NIA conducts searches in 8 states in gangster network cases | India News - Times of IndiaNIA દ્વારા આતંકવાદીઓ સાથે સંકળાયેલા હોવાની આશંકા ધરાવતા સ્થળોની તપાસ કરવામાં આવી હતી. ગયા વર્ષે ૯ ડિસેમ્બરે મહારાષ્ટ્ર અને કર્ણાટકના અલગ-અલગ વિસ્તારોમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના ૧૫ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ બાદ NIAની ટીમે મહારાષ્ટ્રના પુણે, મીરા રોડ, થાણે અને કર્ણાટકના બેંગલુરુ સહિત ૪૪ અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન NIAની ટીમે મોટા પ્રમાણમાં રોકડ, ધારદાર હથિયાર, ઘણા દસ્તાવેજો, સ્માર્ટફોન અને બીજી ઘણી વસ્તુઓ જપ્ત કરી હતી.

અત્યારે NIA બેંગ્લોરમાં આતંકવાદી ષડયંત્રના સંબંધમાં સાત રાજ્યોમાં સર્ચ ચલાવી રહી છે. જાણીતું છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં કેટલાક અજાણ્યા બદમાશોએ બેંગ્લોરમાં રાજભવનને ઉડાવી દેવાની ધમકી આપી હતી. જો કે પોલીસે તપાસ બાદ તેને અફવા ગણાવી હતી. આ પછી NIAએ બેંગ્લોરના અડધા ડઝનથી વધુ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા.

આ પણ વાંચો :-

 

પીએમ મોદી અને યોગીને મારી નાખવાની ધમકી આપી, વીડિયો પણ બનાવ્યો

0

કર્ણાટક રાજ્યમાંથી પીએમ મોદીને જાનથી મારી નાખવાની ઘમકીનો ચોંકનારો કિસ્સો સામે આવ્યો છે.  યાદગીરી જિલ્લાના રંગમપેટનો રહેવાસી મોહમ્મદ રસૂલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે જેમાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. હવે આ કેશમાં આરોપી વ્યક્તિ વિરુદ્ધ યાદગીરી સુરપુર પોલિસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ કેશ નોધવામાં આવ્યો છે.

વાસ્તવમાં મોહમ્મદ રસુલ ક્દ્દરે નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એક વિડિયો શેયર કર્યો છે. જેમાં તે હાથમાં તલવાર લઈને પીએમ મોદી અને યોગી આદિત્યનાથને ધમકી આપી રહે છે. જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે તે પીએમ મોદીને મારી નાખવાની ધમકી આપી હતી. આ પછીસ્થાનિક ભાજપ નેતાઓની ફરિયાદ પર, રસુલ વિરુદ્ધ IPCની કલમ ૫૦૫(૧)(b), ૨૫(૧)(b) અને આર્મ્સ એક્ટ હેઠળ FIR નોંધી છે.

અધિકારીઓએ કહ્યુ કે તેમણે હૈદરાબાદ સહિત જુદા-જુદા સ્થળો પર આરોપીની તપાસ શરૂ કરી દીધી છે. રસૂલ પહેલા હૈદરાબાદમાં મજૂર તરીકે કામ કરતો હતો અને ત્યાં જ સ્થાયી થયો હતો. સુરપુર પોલીસ સ્ટેશનમાં સ્થાનિક ભાજપના નેતાઓ દ્વારા તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ પ્રકારનો વીડિયો બનાવીને જાનથી મારી નાખવાની ધમકી આપતી પોસ્ટ પહેલીવાર સામે આવી છે. આ વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં આરોપી તલવાર લઈને ઊભો જોવા મળે છે. જો કે, ઘણી વખત કેટલાક લોકો લાઈમલાઈટમાં આવવા માટે આવી હરકતો કરતા હોય છે. પીએમ માટે આવી પોસ્ટ મૂકતા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા પોલીસ એક્શનમાં આવી છે.

આ પણ વાંચો :-

 

પેપર લીક કેસમાં ભરતી બોર્ડના અધ્યક્ષને રૂખસદ

0

ઉત્તર પ્રદેશમાં પોલીસ ભરતી પેપર લીક મામલે યોગી સરકારે મોટી કાર્યવાહી કરી છે. સરકારે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ રેણુકા મિશ્રાને હટાવી દીધા હતા. ડીજી વિજિલન્સ રાજીવ કૃષ્ણને નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા. સાથે તેમની પાસે વિજિલન્સનો હવાલો પણ રહેશે. ઉત્તર પ્રદેશમાં ૬૦,૦૦૦થી વધુ કોન્સ્ટેબલ ભરતીની જગ્યાઓ માટે ૪૮ લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. પેપર લીક થયા બાદ યોગી સરકારે તાત્કાલિક કાર્યવાહી કરતા પરીક્ષા રદ કરી હતી. એ સાથે સરકાર આગામી ૬ મહિનામાં ફરીથી પરીક્ષા લેશે એવી જાહેરાત પણ કરી હતી.

પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં, ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી પેપર લીક કેસમાં, SOG સર્વેલન્સ સેલ, STF યુનિટ ગોરખપુર અને ઇટાવા પોલીસે ૪ આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ઉમેદવારોની માર્કશીટ, એડમિટ કાર્ડ, બ્લેન્ક ચેક, મોબાઈલ ફોન અને લેપટોપ મળી આવ્યા હતા. આ પહેલા પેપર લીકના આરોપી નીરજ યાદવની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તે બલિયાનો રહેવાસી છે અને અગાઉ મર્ચન્ટ નેવીમાં કામ કરતો હતો. જોકે બાદમાં તેણે નોકરી છોડી દીધી હતી. મથુરાના એક વ્યક્તિએ તેમને આન્સર કી મોકલી હતી. એસટીએફ આ મામલે તપાસ કરી રહી છે.

સીએમ યોગી આદિત્યનાથેકહ્યું હતું કે, તેઓ ઉમેદવારોની જિંદગી સાથે રમત થવા દેશે નહીં. અધિકારીઓને આગામી ૬ મહિનામાં ફરીથી પોલીસ કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે પહેલા દિવસથી જ સંકલ્પ લીધો હતો કે જો નિમણૂક પ્રક્રિયા પ્રામાણિકપણે આગળ નહીં વધે તો તે યુવાનો સાથે રમત થઈ કહેવાશે.

તેને રાષ્ટ્રીય પાપ ગણાવતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, જો યુવાનો સાથે અન્યાય થાય છે તો તે રાષ્ટ્રીય પાપ છે. અમે પહેલા દિવસથી જ નક્કી કર્યું છે કે અમે પણ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીશું અને યુવાનોના જીવન અને ભવિષ્ય સાથે રમત કરનારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું. સરકાર ફરી એકવાર આવા લોકો સામે કાર્યવાહી કરવા જઈ રહી છે, જેની શરૂઆત તેણે કરી હતી. કારણ કે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, તે તત્વો પણ આપણી જેમ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

૦૫ માર્ચ, ૨૦૨૪/ મંગળવારના દિવસે વૃશ્ચિક, તુલા અને મીન રાશિના જાતકોના ભાગ્યનો તારો ચમકવાનો છે, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

‌િદવસની શરૂઆતનો અજંપો પાછળથી દુર થાય. આર્થિક લાભ મળતો જણાય. પરિવારમાં મનમેળ, સુખ-શાંતિ રહે. સ્વાસ્થ્ય સારૂં રહે. ધંધામાં પ્રગતિ થતી જણાય. માન-સન્માન વધે. સ્નાયુના દુઃખાવાથી સાચવવું.

વૃષભઃ

બપોર પછી આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. ભાગ્યનો સાથ મળતાં આવકમાં વૃધ્ધિ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. ધાર્મિક બાબતોમાં ખર્ચ થાય. આરોગ્ય સારૂં રહે. કુટુંબમાં પરસ્પર સ્નેહનું પ્રમાણ વધે.

મિથુનઃ

બપોર સુધી આનંદમાં વધારો થાય. બપોર બાદ બેચેનીનો અનુભવ થાય. પરિવારમાં શાંતિ રહે. પૈસાની આવક રહેતા હળવાશનો અનુભવ થાય. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. બ્લડપ્રેશરના દર્દીઓએ વિશેષ સાવધાની રાખવી.

કર્કઃ

આજે નાણાંકીય બાબતોમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ, ઉપરી અધિકારીથી પ્રસંસા મળતી જણાય. માન-સન્માનમાં વૃધ્ધિ થતી જણાય. દામ્પત્ય સુખમાં આનંદનો અનુભવ થાય. આરોગ્ય સારૂ રહે. થોડી એલર્જીની તકલીફ રહે.

સિંહઃ

સાંજ સુધી દિવસ સારો છે. પ્રસન્‍નતા અનુભવાય. પરિવારમાં શાંતિ-સંપ વધે. નાણાંની પ્રાપ્તિ સહજ બને. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. સંતાનની પ્રગતિ નીહાળવાની તક મળે. શરદી-ખાંસી કફનો પ્રકોપ રહે.

કન્યાઃ

આનંદિત દિવસ પસાર થાય. આવક વધતી જણાય. સ્ત્રીવર્ગથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકત તથા નવા રોકાણો કરવાની વ્યવસ્થા સરળ બને. માથાનો દુઃખાવો માઇગ્રેઇનની સમસ્યા સતાવે.

તુલાઃ

કાર્ય સફળતા આપના કદમ ચૂમતી જણાય. પરિવારમાં આનંદ ઉત્સવ ભર્યું વાતાવરણ સર્જાય. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કરાયેલા રોકાણો ફાયદાકારક પુરવાર થતા જણાય. પેટ સંબંધી સમસ્યાઓથી સાવચેતી જરૂરી.

વૃશ્ચિકઃ

થોડી ઉગ્રતા વર્તાય. આવકના નવા નવા રસ્તાઓ ખુલતા જણાય. નાના ભાઇ બહેનો સાથે આત્મીયતાનો અનુભવ થાય. ભાગ્ય બળવાન બનતું જણાય. ધંધાકીયક્ષેત્રે સફળતાથી આવક વધતી જણાય. સ્થાસ્થ્ય સારૂં રહેશે.

ધનઃ

માનસિક શાંતિ જળવાશે. આરોગ્ય પણ સારૂં રહેશે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. વૈવાહિક જીવનમાં આનંદ ઉત્સાહ વધે. ભાગ્યની વૃધ્ધિ થતી અનુભવાય. આરોગ્ય સારૂં રહે. પરંતુ બહેનોએ સ્ત્રી રોગોની કાળજી રાખવી જરૂરી છે.

મકરઃ

આવક ઘટતી જણાય. છતાં માનસિક શાંતિ જળવાય. ખોટા ખર્ચન થાય એનું ધ્યાન રાખવું. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીયક્ષેત્રે સફળતા અનુભવાય. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. મિત્રો તરફથી સારા સમાચાર મળે.

કુંભઃ

આત્મબળમાં વૃધ્ધિ થાય. પરિવારમાં વાદ-વિવાદની સ્થિતિ પેદા થાય. શેરબજાર, તથા અન્ય રોકાણથી ફાયદો થતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર થાય. મિત્રવર્તુળમાં વધારો થતો જણાય. બપોર બાદ ખર્ચનું પ્રમાણ વધે.

મીનઃ

કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. આજે અગત્યના નવા આર્થિક રોકાણો ટાળવા. સંતાનની પ્રગતિ આપને હર્ષ આપનારી નીવડે. નોકરી-ધંધા માટે દિવસ શુભ છે. નોકરીમાં પ્રમોશન અને ધંધામાં સફળતા મળવાના યોગ છે. મિત્રો તરફથી લાભ.