ગૌતમ ગંભીર બાદ ભાજપના વધુ એક નેતાનો રાજકારણમાંથી સંન્યાસ!

Share this story

આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરવા માટે મનોમંથન કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં સતત બેઠકો થઈ રહી છે. આજે સવારે પૂર્વ દિલ્હીના ભાજપના સાંસદ અને પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે રાજનીતિથી સન્યાસ લેવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે હવે હજારીબાગના સાંસદે ચૂંટણી જવાબદારીઓમાંથી મુક્તિની માંગ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા રાજકીય ફરજોમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે.

ઝારખંડના હજારીબાગથી લોકસભા સાંસદ જયંત સિન્હાએ પોતે લોકસભા ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સિન્હાએ કહ્યું કે તેઓ હવે ભારતમાં વૈશ્વિક આબોહવા પરિવર્તન સામે લડવા માટે તેમના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

પહેલા સાંસદ ગૌતમ ગંભીરે પણ આવું જ ટ્વિટ કરીને જેપી નડ્ડાને ચૂંટણી ડ્યુટીમાંથી મુક્ત કરવાની માંગ કરી હતી. તેમની વિનંતીના થોડા કલાકો બાદ જયંત સિન્હાએ પણ ટ્વીટ કરીને આવી જ માંગ કરી છે. તેણે કહ્યું છે કે હાલ તે ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે અને રાજકીય જવાબદારીઓથી મુક્ત થવા માંગે છે. આ માટે તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે વાત કરી છે.

X પર પોસ્ટ કરતાં જયંત સિન્હાએ કહ્યું કે, મેં પાર્ટી અધ્યક્ષને ચૂંટણી લડવામાંથી મુક્ત કરવા કહ્યું છે. જેથી હું દેશભરમાં તેમજ વિશ્વમાં જળવાયુ પરિવર્તન જાગૃતિ અંગે ધ્યાન કેન્દ્રિત કરી શકું. હું આર્થિક અને શાસન સંબંધિત મુદ્દાઓ બાબતે પાર્ટી સાથે કામ કરવાનું ચાલુ રાખીશ. મને છેલ્લા દસ વર્ષથી હજારીબાગની જનતાની સેવા કરવાનો લહાવો મળ્યો છે. મને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી નેતૃત્વ દ્વારા મને જે તક મળી અને જે આશીર્વાદ પ્રાપ્ત થયા તે બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું.

આ પણ વાંચો :-