મૈ ભી ચોકીદાર પછી PMનું “મોદી કા પરિવાર” સૂત્ર, ભાજપ નેતાઓએ બાયો બદલ્યો

Share this story

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​તેલંગાણાના અદિલાબાદમાં જાહેર સભાને સંબોધિત કરતા RJD ચીફ લાલુ પ્રસાદ યાદવ પર વળતો પ્રહાર કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, મારા પરિવારના કારણે મને નિશાન બનાવવામાં આવ્યો. પરંતુ, હવે આખો દેશ કહી રહ્યો છે કે હું મોદીનો પરિવાર છું.” તેમણે વધુમાં કહ્યું કે, વંશવાદી પક્ષના ચહેરા અલગ-અલગ હોઈ શકે છે પરંતુ પાત્ર એક જ છે. તેના પાત્રમાં બે ચોક્કસ વસ્તુઓ છે, “એક જૂઠ અને બીજી લૂંટ.” આ સંબોધન બાદ X પર લહેર ઉઠી છે. ભાજપ નેતાઓ દ્વારા પોતાના બાયોમાં “મોદી કા પરિવાર” લખવામાં આવી રહ્યું છે. આ ભાજપ નેતાઓમાં અમિત શાહ, જે.પી. નડ્ડાનો સમાવેશ થાય છે.

બિહારની રાજધાની પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં રવિવારે આયોજિત ‘જન વિશ્વાસ મહારેલી’ દરમિયાન લાલુ પ્રસાદ યાદવે પરિવારની રાજનીતિ પરની તેમની તાજેતરની ટિપ્પણીઓને લઈને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. જે બાદ ભારતીય જનતા પાર્ટીએ વળતો પ્રહાર કર્યો છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આનો જવાબ આપ્યો. પીએમ મોદીના જવાબ બાદ ભાજપે આ અંગે એક નવું અભિયાન શરૂ કર્યું છે, પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓએ પોતાના નામની આગળ મોદી પરિવાર લખ્યુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ વધુમાં કહ્યું કે, “મારું જીવન એક ખુલ્લી કિતાબ છે. મેં બાળપણમાં એક સપનું લઈને ઘર છોડ્યું હતું કે હું મારા દેશવાસીઓ માટે જીવીશ. મારી દરેક ક્ષણ ફક્ત તમારા માટે જ હશે. મારું કોઈ અંગત સ્વપ્ન નહીં હોય. તમારું સ્વપ્ન મારો સંકલ્પ હશે.” તમારા સપના પૂરા કરવા માટે હું મારું જીવન વિતાવીશ. દેશના કરોડો લોકો મને પોતાનો માને છે. તેઓ મને તેમના પરિવારનો સભ્ય માને છે. ૧૪૦ કરોડ દેશવાસીઓ, આ મારો પરિવાર છે.”

લાલુ યાદવના નિવેદનનો જવાબ આપતા પીએમ મોદીએ સોમવારે તેલંગાણામાં કહ્યું કે આજે જે લોકો પોતાના પરિવાર માટે ભ્રષ્ટાચાર કરે છે તે લોકો મારા પરિવાર વિશે પૂછે છે.

પીએમ મોદીએ કહ્યું કે આજે દેશ કહી રહ્યો છે કે ‘હું મોદીનો પરિવાર છું‘. પીએમ મોદીએ કહ્યું કે દેશનો દરેક ગરીબ મારો પરિવાર છે. દેશમાં જેની પાસે કોઈ નથી તેની પાસે મોદી છે. “જ્યારે હું મોડી રાત સુધી કામ કરું છું અને સમાચાર બહાર આવે છે, ત્યારે લાખો લોકો મને પત્રો લખે છે. તેઓ કહે છે કે આટલું કામ ન કરો. થોડો આરામ પણ કરો.

આ પણ વાંચો :-