AAPને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે ૧૫ જૂન સુધીમાં પાર્ટી ઓફિસ ખાલી કરવાનો આદેશ

Share this story

સુપ્રીમ કોર્ટે આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટ જૂન ૨૦૨૪ સુધીમાં રાઈઝ એવન્યુ કોર્ટ સંકુલમાં સ્થિતિ પાર્ટી ઓફિસને હટાવવાનો આદેશ આપ્યો છે. જો કે, કોર્ટે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ૧૫ જૂન સુધીનો સમયગાળો આપ્યો હતો. આમ આદમી પાર્ટી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી કે તેમની ઓફિસ રાઉઝ એવન્યુ કોર્ટને ફાળવવામાં આવેલી જમીન પર બનાવવામાં આવી હતી.

આ મામલે હાઈકોર્ટે પણ સખત નારાજગી વ્યક્ત કરતા કાર્યાલય ખાલી કરવા માટે કહ્યું હતું. આ નિર્ણય વિરુદ્ધ AAPએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીને કાર્યાલય ખાલી કરવા કહ્યું છે. કોર્ટે એમ પણ કહ્યું કે AAP નવા કાર્યાલય માટે સરકારને અરજી કરી શકે છે.

કોર્ટે એમ પણ કહ્યું કે સંબંધિત વિભાગે AAPની અરજી પર ૪ અઠવાડિયામાં નિર્ણય લેવો જોઈએ. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ જમીન કોર્ટને પહેલાથી જ ફાળવવામાં આવી છે. તે જમીન પર હાઈકોર્ટના કર્મચારીઓ માટે આવાસીય પરિસર બનાવવાના છે. ત્યાં પાર્ટી કાર્યાલય ન ચલાવી શકાય. ફરિયાદ છે કે AAP ઓફિસ દિલ્હી હાઈકોર્ટને ફાળવવામાં આવેલા રાઉઝ એવન્યુના પ્લોટ પર ચાલી રહી છે. અહીં પહેલા દિલ્હીના ટ્રાન્સપોર્ટ મંત્રીનું નિવાસસ્થાન હતું પરંતુ બાદમાં AAPએ અહીં પોતાનું કાર્યાલય બનાવી લીધુ હતું.

આ મામલે આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે, અમે SC સમક્ષ માન્ય દસ્તાવેજો રજૂ કરીશું. કેન્દ્ર સરકાર આ મામલે સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરી રહી છે. દિલ્હી સરકારે આ જમીન AAPને ફાળવી છે. તેના પર કોઈ અતિક્રમણ ન હતું.

આ પણ વાંચો :-