ગૂગલની સર્જિકલ સ્ટ્રાઈક! ૧૦ એપ્સ પ્લે સ્ટોર પરથી હટાવી દીધી

Share this story

ગૂગલે કેટલીક ભારતીય એપ્સ પર મોટી કાર્યવાહી કરી છે. ગૂગલે તેના એન્ડ્રોઈડ પ્લે સ્ટોર પરથી આ ૧૦ એપ્સ હટાવી દીધી છે. આ યાદીમાં ઘણા જાણીતા નામ છે. જેમાં Shaadi.com, Naukri.com, ૯૯ એકર જેવા નામ સામેલ છે. ગયા વર્ષે કંપનીએ કેટલાક એપ ડેવલપર્સને ચેતવણી પણ આપી હતી. ગૂગલની પંદરથી ત્રીસ ટકા ફી ચાર્જ કરતી અગાઉની સિસ્ટમને કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા-સીસીઆઇ દ્વારા રદ કરવામાં આવ્યા બાદ ગૂગલે ઇન એપ પેમેન્ટ પર અગિયાર ટકાથી ૨૬ ટકા સર્વિસ ફી લાદતાં વિવાદ શરૂ થયો હતો.Gift Card Promotions, Where to Buy, & Management - Google Play

ગૂગલ પ્લે સ્ટોર પરથી જે ૧૦ એપ્સને દૂર કરશે તેમાં Shaadi.com, Quack Quack, Stage, InfoEdge , Kuku FM, Bharat Matrimony, ૯૯ acres, Truly Madly, Quack Quack, Stage, ALTT (Alt Balaji)ની માલિકીની એપ્સ જેવી કે Naukri.com અને ૯૯ acres.com જેવા નામોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર્ટઅપ અને ગૂગલ વચ્ચે સર્વિસ ફીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સ્ટાર્ટઅપનું કહેવું છે કે ગૂગલની સર્વિસ ફી ઘણી વધારે છે.

આ મામલો સર્વિસ ફીની ચુકવણી ન કરવાનો છે. આ કારણોસર, ટેક જગતના અગ્રણી પ્લેટફોર્મે આ એપ્સને દૂર કરવાનો નિર્ણય લીધો છે. હકીકતમાં, ઘણા સ્ટાર્ટઅપ ઇચ્છતા હતા કે, Google ચાર્જ ન લગાવે અને પછી તેઓએ આ ચુકવણી કરી ન હતી. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. ગૂગલને આમાં લીલી ઝંડી મળી ગઈ છે અને તેણે એપ્સને કોઈ રાહત આપી નથી. આ પછી સ્ટાર્ટઅપને ફી ચૂકવવા માટે કહેવામાં આવ્યું, નહીં તો તેમની એપ્સ કાઢી નાખવામાં આવશે.

કુકુ FMના CEO લાલ ચંદ બિશુએ એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને ગૂગલની ટીકા કરી અને તેના નિર્ણયને ખોટો ગણાવ્યો. Naukri.com અને ૯૯acresના સ્થાપક સંજીવ બિખચંદાનીએ પણ પોસ્ટ કરીને ગૂગલ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, આ એપ્સ પ્લે સ્ટોર પર ક્યારે પરત આવશે? તેના વિશે હજુ સુધી કોઈ વિગતો બહાર આવી નથી.

આ પણ વાંચો :-