Home Blog Page 803

યુનેસ્કોએ ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું પ્રમાણપત્ર અર્પણ કર્યું

0

ગુજરાતના દર વર્ષ નવરાત્રિના સમયે ૯ દિવસના ગરબાનું આયોજન થાય છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો એક સાથે માં અંબેની આરાધનાના પર્વને સેલિબ્રેટ કરે છે. ગુજરાતની સંસ્કૃતિ અને માં અંબાની આરાધનાથી જોડાયેલા ગરબા આયોજન રાજ્યની સંસ્કૃતિને અભિવ્યક્ત કરે છે. ગુજરાતના ગરબાને યુનેસ્કોએ વૈશ્વિક ઓળખ આપતા અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરાઈ હતી. ત્યારે હવે યુનેસ્કો દ્વારા હાલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ રાજ્યની સાંસ્કૃતિક વિરાસતોને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેમના માર્ગદર્શનમાં નવીન ઉપક્રમ તરીકે રાજ્યમાં શરૂ કરાયેલા વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ દ્વારા ગરબાને વિશ્વભરમાં વ્યાપક પ્રસિદ્ધિ મળી છે અને નવરાત્રિ ઉત્સવ વિશ્વમાં સૌથી લાંબો ચાલનારો લોકોત્સવ તરીકે ખ્યાતિ પામ્યો છે. ગરબાને વૈશ્વિક સ્તરે યુનેસ્કો દ્વારા સન્માન મળ્યું એ વડાપ્રધાન મોદીના “વિકાસ ભી, વિરાસત ભી”ના ધ્યેયને સાકાર કરતી ગૌરવરૂપ ઘટના છે.આ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ બાદ પેરિસ ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ “એક શામ ગરબા કે નામ”ની એક ઝલક છે.

તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતના ગરબાના સમાવેશ સાથે હવે દેશના ઉત્સવો, મેળાઓ, પરંપરાઓ, પ્રાદેશિક નૃત્યો મળીને કુલ ૧૫ સાંસ્કૃતિક વિરાસત યુનેસ્કોની ‘અમૂર્ત ધરોહર‘ ની યાદીમાં સમાવિષ્ટ થઈ ચૂકી છે. આદ્યશક્તિના પ્રખર ઉપાસક અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ રાજ્યની સાંસ્કૃતિક વિરાસતોને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેમના માર્ગદર્શનમાં નવીન ઉપક્રમ તરીકે રાજ્યમાં શરૂ કરાયેલ વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ દ્વારા ગરબાને વિશ્વભરમાં વ્યાપક પ્રસિદ્ધિ મળી છે અને નવરાત્રિ ઉત્સવ વિશ્વમાં સૌથી લાંબો ચાલનારો લોકોત્સવ તરીકે ખ્યાતિ પામ્યો છે. ગરબાને વૈશ્વિક સ્તરે યુનેસ્કો દ્વારા સન્માન મળ્યું એ વડાપ્રધાનના “વિકાસ ભી, વિરાસત ભી” ના ધ્યેયને સાકાર કરતી ગૌરવરૂપ ઘટના છે.

આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડીયા ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે,  ગુજરાતના ગરબાના સમાવેશ સાથે હવે દેશના ઉત્સવો, મેળાઓ, પરંપરાઓ, પ્રાદેશિક નૃત્યો મળીને કુલ ૧૫ સાંસ્કૃતિક વિરાસત યુનેસ્કોની ‘અમૂર્ત ધરોહર‘ ની યાદીમાં સમાવિષ્ટ થઈ ચૂકી છે. તેમજ આદ્યશક્તિનાં પ્રખર ઉપાસક અને દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા. ત્યારથી જ રાજ્યની સાંસ્કૃતિઓ વિરાસતનોને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવારો જાહેર

0

લોકસભાની સાથે સાથે ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણી પણ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ભાજપ દ્વારા પેટાચૂંટણી માટે પાંચ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં ગુજરાતમાં વિધાનસભાની ૬ બેઠકો ખાલી છે. જોકે, ચૂંટણી પંચે માત્ર ૫ બેઠકોની પેટાચૂંટણીની તારીખો જાહેરાત કરી હતી. વિસાવદર બેઠકથી પેટા ચૂંટણીમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એવામાં ભાજપે પાંચ બેઠકો પર પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામ પર મહોર લગાવી છે.

જણાવી દઈએ કે, આ તમામ નેતાઓએ હાલમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં કેસરિયા કર્યા હતા. જે બાદ આ તમામ લોકોને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત, વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી માટે અત્યાર સુધી ચૂંટણી પંચ દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ તમામ બેઠકોની ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે જ યોજવામાં આવશે.

ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે ૧૮મી લોકસભાની ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન યોજાશે. દેશમાં ૧૯ એપ્રિલે પહેલા તબક્કા સાથે મતદાનની શરુઆત થશે. સાતમા તબક્કાની ચૂંટણી ૧ જૂનના રોજ યોજાશે. લોકસભાની ૫૪૩ બેઠકોની ચૂંટણી યોજાશે. તમામ બેઠકનું પરિણામ ચોથી જૂનના રોજ આવશે. લોકસભાની સાથે સાથે સિક્કિમ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને આંધ્રપ્રદેશ એમ ચાર રાજ્યોમાં વિધાસભાની ચૂંટણી પણ યોજાશે. આ સિવાય દેશમાં વિવિધ વિધાનસભાની બાકી રહેલી પેટાચૂંટણીઓ પણ લોકસભાની ચૂંટણી સાથે જ યોજાશે.

આ પણ વાંચો :-

દિલ્હીમાં આપનું વિરોધ પ્રદર્શન, પીએમ આવાસ બહાર ચુસ્ત બંદોબસ્ત

0

દિલ્હી લિકર પોલિસી નીતિ સાથે જોડાયેલા મની લૉન્ડ્રિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઇને આમ આદમી પાર્ટી ભાજપ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહી છે.પીએમ આવાસનો ઘેરાવ કરવા જતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. પંજાબ સરકારમાં મંત્રી અને આપના નેતા હરજોત સિંહ બૈસની દિલ્હી પોલીસે પટેલ ચોક મેટ્રો સ્ટેશન બહાર અટકાયત કરી છે.

દિલ્હી ટ્રાફિક પોલીસની એડવાઈઝરી અનુસાર કાયદો અને વ્યવસ્થાના કારણે નવી દિલ્હી વિસ્તારમાં ટ્રાફિક પ્રભાવિત થશે. પોલીસે જણાવ્યું હતું કે, ‘નવી દિલ્હી વિસ્તારમાં સરળ ટ્રાફિક વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા માટે તુગલક રોડ, સફદરજંગ રોડ અને કમલ અતાતુર્ક માર્ગ પર કોઈપણ વાહનને ક્યાંય રોકવા અથવા પાર્ક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સામાન્ય લોકોને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. ઉપરોક્ત માર્ગો પર પાર્ક કરાયેલા વાહનોને દૂર કરવામાં આવશે અને અયોગ્ય પાર્કિંગ અને કાયદાકીય સૂચનાનો અનાદર કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

EDએ ગયા અઠવાડિયે કેજરીવાલની એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. તે ૨૮ માર્ચ સુધી એજન્સીની કસ્ટડીમાં છે. કેન્દ્રીય એજન્સીએ કહ્યું છે કે દિલ્હીમાં દારૂ નીતિ ભ્રષ્ટાચારનો માસ્ટરમાઈન્ડ બીજું કોઈ નહીં પણ અરવિંદ કેજરીવાલ છે અને તેમણે આ ભ્રષ્ટાચારને છુપાવવા માટે મુખ્યમંત્રી પદનો ઉપયોગ કર્યો હતો.

આમ આદમી પાર્ટી તરફથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસનો ઘેરાવ કરવાનું આહવાન બાદ પોલીસે સાત, લોક કલ્યાણ માર્ગની સુરક્ષા વધારી દીધી છે. એક અધિકારીએ આ જાણકારી આપી છે. AAPના પ્રદર્શનને કારણે પોલીસે દિલ્હીના કેટલાક અન્ય વિસ્તારમાં પણ સુરક્ષા વધારી દીધી છે. એડવાઇઝરી અનુસાર, નવી દિલ્હી વિસ્તારમાં મંગળવારે વિશેષ કાયદો વ્યવસ્થાને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત રહેશે.

આ પણ વાંચો :-

પંજાબમાં ભાજપ એકલા હાથે ચૂંટણી લડશે, અકાલી દળ સાથે ગઠબંધન નહીં

0

લોકસભા ચૂંટણી પહેલા પંજાબથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણીમાં પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ભાજપ પંજાબમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે. મળતી માહિતી મુજબ રાજ્યમાં અકાલી અને ભાજપ વચ્ચે કોઈ ગઠબંધન થશે નહીં.

SAD એ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના ભાગ રૂપે ભાજપ સાથે પંજાબમાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લડી હતી. પરંતુ બંને પક્ષો વધુ નોંધપાત્ર પરિણામો પ્રાપ્ત કરી શક્યા ન હતા. કોંગ્રેસે ૧૩માંથી ૮ બેઠકો જીતી હતી. ગુરુદાસપુર અને હોશિયારપુર સીટ ભાજપને ગઈ. અકાલી દળે ફિરોઝપુર અને ભટિંડા બેઠકો જીતી હતી. સંગરુર બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા જે પણ પાક પર MSP જાહેર કરવામાં આવી છે તે તમામ પાક MSP પર ખરીદવામાં આવી રહ્યા છે અને થોડા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, કરતારપુર કોરિડોર જેના માટે લોકો દાયકાઓથી વિનંતી કરી રહ્યા હતા તે વાહેગુરુના આશીર્વાદથી PM મોદીના કારણે જ શક્ય બન્યું. કરતારપુર કોરિડોર ભારતીય શીખોને પાકિસ્તાનમાં સરહદ પાર સ્થિત કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં વિઝા-મુક્ત ‘દર્શન’ પ્રદાન કરે છે.

સુનીલ જાખડે કહ્યું, લોકો અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા બાદ ભાજપે રાજ્યમાં એકલા જ લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે, તેમણે કહ્યું કે સરહદી પંજાબની શાંતિ જ ભારતની મજબૂત વિકાસનો રસ્તો છે અને રાજ્યના તમામ વર્ગોના કામ માટે ભાજપે એકલા જ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.” આ જાહેરાત બાદ ભાજપ પંજાબની ૧૩ બેઠક પર એકલા જ ચૂંટણી લડશે.

પંજાબમાં લોકસભાની કુલ ૧૩ બેઠકો છે અને અહીં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. પંજાબમાં ૧ જૂને લોકસભા ચૂંટણીના છેલ્લા એટલે કે ૭મા તબક્કામાં મતદાન થશે. આ સાથે અહીં ૪ જૂને જ મતગણતરી થશે. દેશના વિવિધ ભાગોમાં પ્રથમ તબક્કાનું મતદાન ૧૯મી એપ્રિલે, બીજા તબક્કાનું મતદાન ૨૬મી એપ્રિલે, ત્રીજા તબક્કાનું મતદાન ૦૭મી મે, ચોથા તબક્કાનું મતદાન ૧૩મી મે, પાંચમા તબક્કાનું મતદાન ૨૦મી મે, છઠ્ઠા તબક્કાનું મતદાન ૨૬મી મે અને સાતમા તબક્કાનું મતદાન ૧ જૂને થશે. આ સાથે દેશભરમાં મતગણતરી ૪ જૂને પૂર્ણ થશે.

આ પણ વાંચો :-

જેલમાં બંધ મુખ્તાર અંસારીની તબિયત બગડતા ICUમાં દાખલ

0
ઉત્તરપ્રદેશની બાંદા જેલથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીની તબિયત બગડી છ. મુખ્તાર અંસારીને અત્યંત નાજુક સ્થિતિમાં બાંદાની રાની દુર્ગાવતી મેડિકલ કોલેજના ICUમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ પોલીસ પ્રશાસને મેડિકલ કોલેજના ICU ઝોનને સંપૂર્ણ રીતે છાવણીમાં ફેરવી દીધું છે. ઉલ્લેખનીય છે કે, મુખ્તાર અંસારી ઘણા અપરાધિક મામલામાં દોષિત છે અને હાલમાં તે બાંદા જેલમાં સજા કાપી રહ્યો છે. માફિયા મુખ્તાર અંસારીએ કોર્ટમાં જેલ પ્રશાસન પર સ્લો પોઈઝન આપવાનો આરોપ લગાવ્યો હતો.
આ પહેલા મુખ્તાર અંસારીએ આરોપ લગાવ્યો હતો કે, તેમને જેલમાં સ્લો પોઈઝન આપવામાં આવ્યું હતું. ૨૧ માર્ચે જ્યારે મુખ્તાર અંસારી બારાબંકીની સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં પ્રખ્યાત એમ્બ્યુલન્સ કેસમાં હાજર થઈ રહ્યા હતા ત્યારે તેમના વકીલે કોર્ટમાં અરજી આપી હતી કે, ૧૯ માર્ચની રાત્રે મને મારા ભોજનમાં ઝેરી પદાર્થ આપવામાં આવ્યો હતો. જેના કારણે મારી તબિયત લથડી હતી. મને લાગે છે કે, મને ગૂંગળામણમાં થઈ રહી છે. કૃપા કરીને ડોકટરોની એક ટીમ બનાવો અને મારી યોગ્ય સારવાર કરાવો. ૪૦ દિવસ પહેલા પણ મને ઝેરી દવા આપવામાં આવી હતી.
ડૉક્ટરોએ જેલ પ્રશાસનને કહ્યું કે ઉપવાસના કારણે આવું થઈ રહ્યું છે. ભૂખ્યા પછી, મુખ્તારને અચાનક વધુ પડતું ખોરાક લેવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે. જેલ પ્રશાસન દ્વારા મુખ્તાર અંસારીના મેડિકલ રિપોર્ટને કોર્ટમાં મોકલવામાં આવ્યો હતો.

થોડા દિવસો પહેલા યુપી સરકારે મુખ્તાર અંસારીની સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારીને લઈને કાર્યવાહી કરી હતી. આ કેસમાં એક જેલર અને બે ડેપ્યુટી જેલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા માફિયા મુખ્તાર અંસારીએ પોતાના વર્ચ્યુઅલ દેખાવમાં જેલ પ્રશાસન પર કોર્ટમાં સ્લો પોઈઝન આપવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો :-

૨૬ માર્ચ, ૨૦૨૪/ આજ મંગળવારના દિવસે આ રાશિમાં સંતાન તરફથી ચિંતા રહે, ધાર્મિક કાર્યોનું આયોજન બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

શારિરીક અને માનસિક તકલીફ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. પરંતુ સાંજ પછી પરિસ્થિતિ સુધરતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ. માન સન્માનમાં વધારો થાય. શરદી,ખાંસી નો ઉપદ્રવ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.

વૃષભઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આર્થિક પાસુ મજબૂત થતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ રહે. ભાગ્ય બળવાન બને છે. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે. સાંજ પછી આરોગ્ય સાચવવું.

મિથુનઃ

કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. નોકરીમાં બઢતી સંભવે. ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઇ શકાય. સ્થાવર જંગમ મિલકત અંગેના પ્રશ્નો ઉકેલાતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આરોગ્ય જળવાશે.

કર્કઃ

ઘરમાં શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. સુખ શાંતિ જળવાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી. સ્નાયુનો દુઃખાવો સતાવે. ધંધાકીયક્ષેત્રે વિશ્વાસઘાતના થાય એની સાવધાની રાખવી.

સિંહઃ

સિધ્ધાંતવાદી વલણ રહે. બેંક બેલેન્સ વધતુ જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર જંગમ મિલકત અંગે લીધેલા નિર્ણયો ફળદાયી નીવડે. સંતાન સંબંધી ચિંતા રહે.

કન્યાઃ

મન ચંચળ રહે. વિચારો વધારે આવતા જણાય. આર્થિક મોરચે સફળતા. ભાગ્યનો સાથ મળી રહ્યો છે. સ્ત્રીવર્ગથી લાભ. આરોગ્ય સાચવવું. ખેંચ-વાઇના દર્દી માટે વિશેષ કાળજી જરૂરી છે.

તુલાઃ

ખર્ચમાં વધારો અને આવકમાં ઘટાડો થતો અનુભવાય. કાર્યક્ષેત્રે સંઘર્ષ વધુ કરવો પડે. પરિવારના સભ્યો સાથે શાંતિથી કામ લેવું. અગત્યના આર્થિક નિર્ણયો મુલતવી રાખવા. સાંજ પછી પરિસ્થિતિમાં સુધારો થતો જણાય.

વૃશ્ચિકઃ

લક્ષ્મીજીની કૃપા સમયસર મેળવી શકાશે. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. ભાગ્ય સારૂ છે. મિત્રોથી લાભ. સાંજ પછી તમામ બાબતો અંગે સાવચેતી રાખવી.

ધનઃ

કાર્યક્ષેત્રે સફળતા. યશ-પ્રતિષ્‍ઠા વધે. નવી પ્રોપર્ટી કે વાહનની ખરીદી શક્ય બને. આવક અંગે મધ્યમ દિવસ.પત્નિ સાથે ઉગ્રતા ટાળવી. નોકરી-ધંધામાં પ્રગતિ અનુભવી શકાય. મિત્રોનો સાથ સહકાર મળે. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

મકરઃ

ભાગ્ય બળવાન છે આથી ઓછી મહેનતે વધુ સફળતા મળે. ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન થાય. સંતાનની સફળતાથી હર્ષ. આરોગ્ય જળવાશે. દામ્પત્ય ક્ષેત્રે આનંદની અનુભૂતિ થાય. હાડકા, કમરના દુઃખાવાથી સાચવવું.

કુંભઃ

ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો. નાણાંની કિંમત સમજવી જરૂરી છે. શેરબજાર તથા પ્રોપર્ટીના કાર્યોમાં લાભ. સંતાન સાથે વાદ-વિવાદ ટાળવા હિતાવહ. શરદી, ખાંસીનો ઉપદ્રવ રહે. નકારાત્મક વિચારો ટાળવા. સાંજ પછી સુધારો જણાય.

મીનઃ

મનોબળ વધવાને કારણે કાર્યમાં સફળતા મળે. નવી શક્તિનો સંચાર થાય. નાણાંની સરળતા વર્તાય. પત્નિ સાથે આનંદ. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. કોમ્પ્યુટર ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિને વિશેષ સફળતા. આરોગ્ય જળવાશે.

૨૪ માર્ચ, ૨૦૨૪/ શત્રુપક્ષથી રાખવી સાવધાન, ખોટા ખર્ચા ઉપર રાખવો કાબૂ, આ જાતકોને રવિવારે થશે ધનપ્રાપ્તિ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

નાણાંકીય આવક વધતી જણાય. પરિવારના તમામ સભ્યો સાથે પ્રેમભર્યું વાતાવરણ રહે. નવા રોકાણોનું ફાયદા કરાક આયોજન કરી શકાય. ધંધાકીય ક્ષેત્રે અનુકુળતા વધે. માતૃપક્ષ તરફથી લાભ. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભઃ

વાયુ-કફની પ્રકૃતિ રહે. મોસાળ પક્ષ તરફથી લાભ. આવક જળવાય. મનમાં આનંદનો અનુભવ થાય. બેકરી, લોજી‍ંગ જેવા તથા સરકારી કામ કરનારને લાભ. દામ્પત્ય જીવનમાં મનમેળ રહે. પ્રિયપાત્રનું મિલન શક્ય બને.

મિથુનઃ

મનોબળ ઘટતું જણાય. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. પત્નિની તબિયતની કાળજી જરૂરી. નોકરી ધંધામાં સફળતા. વ્યસનથી દૂર રહેવું. પ્રેમ સંબંધમાં ફસાઇ ન જવાય એનું ધ્યાન રાખવું.

કર્કઃ

દિવસ દરમ્યાન આનંદ વર્તાય. આવકમાં વધારો થતો જણાય. કુટુંબમાં સ્નેહનું વાતાવરણ વધે. માતૃપક્ષ તરફથી લાભ. ગળાના તથા જ્ઞાનતંતુઓના રોગોથી સાવધાની જરૂરી. જીવનસાથી સાથે સ્નેહ વધે. નોકરીમાં ઉપરી અધિકારી સાથે વાદવિવાદ ટાળવો.

સિંહઃ

વિચારો ઉપર કાબુ રાખવો ખૂબ જરૂરી. આવક વધતી જણાય. ‌પરિવારમાં સુખ-શાંતિ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નોકરી-ધંધામાં ઉત્સાહ જળવાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

કન્યાઃ

વાણી દ્વારા વ્યવહારમાં સફળતા મળે. આર્થિક ઉપાર્જન શક્ય બને. ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. મિત્રોથી લાભ. જાણીતી વ્યક્તિ દ્વારા દગા-ફટકાનો ભોગ બનવાથી સાવધ રહેવું.

તુલાઃ

પરિવારમાં મતભેદ ન થાય એનું ધ્યાન રાખવું. કાર્યક્ષેત્રે સફળતા અવરોધાતી જણાય. અસંતોષનું પ્રમાણ વધે. અગત્યના કાર્યો ટાળવા. આરોગ્ય જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય. શાંતિથી દિવસ પસાર કરવો.

વૃશ્ચિકઃ

વાણી વિલાસ સાચવીને કરવો. કડવું બોલવાથી સંબંધો બગડતા જણાય. અભિમાન છોડવું. પેટ્રોલ, રંગ, ટાયર-ટ્યુબના ધંધાર્થીઓને લાભ. દામ્પત્ય સુખમાં આનંદ. પ્રેમ પ્રસંગોનું નિર્માણ થાય. ચર્મરોગોથી સાચવવું.

ધનઃ

મનમાં ચિંતાનું વાતાવરણ રહે. નકારાત્મક વિચારો વધે. આવક અંગે સામાન્ય દિવસ. આરોગ્ય સાચવવું. મગજના રોગોથી સાવચેતી જરૂરી. પત્નિ સાથે મતભેદ થવાની શક્યતા માન-સન્માન વધે.

મકરઃ

માનસિક સ્વસ્થતા જળવાય. આત્મવિશ્વાસ વધે. નાણાંની આવક વધે સાથે સાથે ખોટો ખર્ચ ટાળવાની સલાહ છે. સંતાનોની પ્રગતિથી હર્ષ થાય. પતિ-પત્નિના સંબંધોમાં મધુરતા વધે. પડવા-વાગવાથી સાચવવું.

કુંભઃ

આવક જળવાશે. પરિવારમાં આનંદ-ઉત્સાહમાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. નવા રોકાણો સારી રીતે કરી શકાય. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. આરોગ્ય જળવાય.

મીનઃ

જુસ્સામાં શક્તિમાં વધારો થાય. આત્મવિશ્વાસ બુલંદ બને. આર્થિક પાસુ મજબુત થાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. કાર્યક્ષેત્રે સફળતા. નવા કાર્યની શરૂઆત શક્ય બને. સાંધાના દુઃખાવા, વાયુની તકલીફોથી સાચવવું.

યુટ્યુબર મેક્સટર્ન મારપીટ કેસમાં એલ્વિશ યાદવને ગુરૂગ્રામ કોર્ટમાંથી મળ્યા જામીન

0

યુટ્યુબર એલ્વિશ યાદવને મોટી રાહત મળી છે. ગુરુગ્રામની કોર્ટે યુટ્યુબર મેક્સટર્ન ઉર્ફે સાગર પર હુમલાના કેસમાં તેને જામીન આપી દીધા છે. એલ્વિશ યાદવને ૫૦ હજારના બૉન્ડ પર જામીન મળ્યા છે. યુટ્યુબર સાગર ઠાકુર વિરુદ્ધ ગુરુગ્રામમાં મારપીટનો કેસ નોંધવામાં આવ્યો હતો. ૨ નવેમ્બર ૨૦૨૩ના રોજ, કોતવાલી સેક્ટર ૪૯માં પીપલ્સ ઇન્સ્ટિટ્યૂટ ફૉર એનિમલ્સના અધિકારી ગૌરવ ગુપ્તા દ્વારા બિગ બોસ વિજેતા એલ્વિશ યાદવ સહિત ૬ લોકો સામે સાપનું ઝેર સપ્લાય કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો.

ગુરુગ્રામ પોલીસે યુટ્યુબર સાગર ઠાકુર પર હુમલાના કેસમાં એલ્વિશ યાદવનું નિવેદન લીધું હતું. સાગર ઠાકુરની ફરિયાદ પર એલ્વિશ યાદવ વિરુદ્ધ ગુરુગ્રામમાં કેસ નોંધવામાં આવ્યો હતો. હુમલાના આ કેસમાં તેનું નિવેદન લીધા બાદ ગુરુગ્રામ પોલીસે એલ્વિશને ફરીથી કોર્ટમાં રજૂ કર્યો હતો. ફરી એકવાર તેને ગુરુગ્રામ ડ્યુટી મેજિસ્ટ્રેટ અક્ષય કુમારની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટમાં હાજર થયા બાદ અને પોલીસ સમક્ષ તેનું નિવેદન નોંધ્યા બાદ એલ્વિશ યાદવને તેના પરિવાર સાથે ઘરે મોકલી દેવામાં આવ્યો હતો.

એલ્વિશ ૮ માર્ચે એક વીડિયોમાં સાગર ઠાકુર પર હુમલો કરતો જોવા મળ્યો હતો. જેમાં એલ્વિશ સાગરને જમીન પર પછાડતો અને પછી થપ્પડ મારતો જોવા મળ્યો હતો. આ ઘટના બાદ ઠાકુરે પોલીસનો સંપર્ક કર્યો અને સેક્ટર-૫૩ પોલીસ સ્ટેશનમાં એલ્વિશ અને અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. જો કે, બંનેએ પરસ્પર રીતે વિવાદ ઉકેલી નાખ્યો છે અને બંને એકસાથી ઇન્સ્ટાગ્રામ પર પણ લાઈવ આવ્યા હતા અને કહ્યું હતું કે, હવે તેમની વચ્ચે બધુ સ્પષ્ટ થઈ ગયું છે.

આ પછી સોશિયલ મીડિયા પર સાગર અને એલ્વિશ યાદવ વચ્ચે શો-ઓફની ચર્ચા શરૂ થઈ ગઈ. ત્યારબાદ વોટ્સએપ પર જોરદાર અદલાબદલી થઈ અને બંને વચ્ચે મીટિંગ નક્કી થઈ. બંને ગુરુગ્રામના મોલમાં મળ્યા હતા, જ્યાં સાગરને એલ્વિશ યાદવ અને તેના સહયોગીઓએ માર માર્યો હતો. આ પછી સાગર ઠાકુરે એલ્વિશ વિરુદ્ધ ગુરુગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી. તેમનો આરોપ હતો કે એલ્વિશ ૮-૧૦ ગુંડાઓ સાથે સ્ટોર પર આવ્યો હતો. બધા નશામાં હતા. અહીં બધાએ સાગર ઠાકુરની હત્યા કરી. એલ્વિશે તેની કરોડરજ્જુ તોડવાનો પ્રયાસ કર્યો હતો અને જતી વખતે તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ પણ વાંચો :-

કેજરીવાલની ધરપકડ મામલે જર્મનીના નિવેદન સામે ભારત અકળાયું

0

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈ દેશભરમાં રાજકારણ ગરમાયું છે. આ બધાની વચ્ચે કેજરીવાલની ધરપકડને લઈ જર્મનીના વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી સામે ભારતે સખત વાંધો વ્યક્ત કર્યો છે. ભારતની આંતરિક બાબતો પર તેમની ટિપ્પણીઓને ટાંકીને કેન્દ્ર સરકારે શનિવારે જર્મન એમ્બેસીના ડેપ્યુટી હેડ જ્યોર્જ એન્ઝવેઈલરને સમન્સ પાઠવ્યું હતું.

વિદેશ મંત્રાલયે કહ્યુ હતુ કે, આરોપોનો સામનો કરી રહેલા કોઈ પણ વ્યક્તિની જેમ કેજરીવાલ પણ નિષ્પક્ષ અને તટસ્થ સુનાવણી માટેનો અધિકાર ધરાવે છે અને કોઈ પણ જાતના પ્રતિબંધ વગર તમામ પ્રકારના કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કરવા માટે સ્વતંત્ર છે.

જર્મનીના વિદેશ મંત્રાલયનુ નિવેદન આશ્ચર્ય પમાડે તેવુ છે. કારણકે કેજરીવાલની ધરપકડ ભારતનો આંતરિક મામલો છે. જોકે જર્મનીએ ભારતના આંતરિક મામલા અંગે પોતાની પ્રતિક્રિયા પહેલી વખત આપી હોય તેવુ નથી.આ પહેલા રાહુલ ગાંધીને સંસદ સભ્ય તરીકે હટાવાયા હતા ત્યારે પણ જર્મનીએ કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી સામેની કાર્યવાહીમાં પણ લોકશાહીના સિધ્ધાંતો સમાન રીતે લાગુ થશે અને ન્યાય પાલિકાને સ્વતંત્ર રહીને કાર્યવાહી કરવાની છૂટ મળશે તેવી અમને આશા છે.

રાઉઝ એવન્યુ કોર્ટે CM અરવિંદ કેજરીવાલને ૨૮ માર્ચ સુધી ED રિમાન્ડ પર મોકલી દીધા છે. EDએ કેજરીવાલને કોર્ટમાં રજૂ કરીને દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે તપાસ એજન્સીને છ દિવસના રિમાન્ડ આપ્યા છે. હવે તેને ૨૮ માર્ચે બપોરે ૨ વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટમાંથી ૬ દિવસના ED રિમાન્ડ મળ્યા બાદ CM અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું રાજીનામું નહીં આપું, હું સ્વસ્થ છું અને જેલમાંથી જ સરકાર ચલાવીશ.

જર્મની માનવાધિકારોના સંરક્ષણની દુહાઈ કાયમ આપતું રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધમાં પણ યુક્રેનને લડવા માટે સૌથી પહેલા હથિયારો આપનારા દેશમાં જર્મની સામેલ હતું. આમ બીજાના મામલામાં દખલગીરી કરવી એ જર્મની સરકાર માટે નવી વાત નથી.

આ પણ વાંચો :-

સુરતમાં ભાજપના કોર્પોરેટર ગેમર દેસાઈનું હાર્ટ એટેકથી નિધન

સુરત મહાનગરપાલિકાનાં ભાજપનાં કોર્પોરેટર ગેમર દેસાઈ કોર્પોરેશનમાં કામ અર્થે આવ્યા હતા. જે બાદ અચાનક તેઓને હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા. જે બાદ તેઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. હોસ્પિટલમાં ફરજ પરનાં તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. અચાનક જ કોર્પોરેટર ગેમરભાઈ દેસાઈનું મોત નિપજતા પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.

સુરત પાલિકાના કોર્પોરેટર તરીકે ભાજપમાંથી ત્રીજીવાર ચૂંટાયેલા વોર્ડ નંબર-૧૮ના કોર્પોરટર ગેમર દેસાઈનું આજે સવારે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. ભાજપના સિનિયર કોર્પોરેટર અને પશુપાલન સમાજના અગ્રણી એવા ગેમર દેસાઈ આજે સવારે તૈયાર થઈને બહાર જવા નીકળ્યા હતા ત્યારે ઘરે જ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો.

ભાજપના કોર્પોરેટરના નિધનની ખબર બાદ મેયર દક્ષેશ માવાણી અને સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા.પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિત અન્ય નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉલ્લેખનીય છે કે, આ ટર્મમાં થોડા મહિના પહેલા ભાજપના કોર્પોરેટર જયેશ જરીવાલાનું પણ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું.  ત્યારબાદ ભાજપના બીજા કોર્પોરેટરનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે.

જાણી લો કે કોઈને પણ હાર્ટ એટેક ત્યારે આવે છે, જ્યારે દિલમાં બ્લડનો પ્રવાહ ઓછો કે અવરોધિત થઈ જાય છે. ઘણી વાર કોરોનરી ધમનીઓમાં કેલેસ્ટ્રોલ અને ફેટ જમા થઈ જવાને કારણે પણ આમ બને છે. દિલને બ્લડ સપ્લાય કરનાર વાહિકાઓને કોરોનરી ધમનીઓ કહેવાય છે. જણાવી દઈએ કે જો તમને હાર્ટ એટેકનું કોઈપણ લક્ષણ જોવા મળે, તો તેને ઇગ્નોર ન કરશો અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરશો.

આ પણ વાંચો :-