સુરતમાં ભાજપના કોર્પોરેટર ગેમર દેસાઈનું હાર્ટ એટેકથી નિધન

Share this story

સુરત મહાનગરપાલિકાનાં ભાજપનાં કોર્પોરેટર ગેમર દેસાઈ કોર્પોરેશનમાં કામ અર્થે આવ્યા હતા. જે બાદ અચાનક તેઓને હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા. જે બાદ તેઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. હોસ્પિટલમાં ફરજ પરનાં તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. અચાનક જ કોર્પોરેટર ગેમરભાઈ દેસાઈનું મોત નિપજતા પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.

સુરત પાલિકાના કોર્પોરેટર તરીકે ભાજપમાંથી ત્રીજીવાર ચૂંટાયેલા વોર્ડ નંબર-૧૮ના કોર્પોરટર ગેમર દેસાઈનું આજે સવારે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. ભાજપના સિનિયર કોર્પોરેટર અને પશુપાલન સમાજના અગ્રણી એવા ગેમર દેસાઈ આજે સવારે તૈયાર થઈને બહાર જવા નીકળ્યા હતા ત્યારે ઘરે જ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો.

ભાજપના કોર્પોરેટરના નિધનની ખબર બાદ મેયર દક્ષેશ માવાણી અને સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા.પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિત અન્ય નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉલ્લેખનીય છે કે, આ ટર્મમાં થોડા મહિના પહેલા ભાજપના કોર્પોરેટર જયેશ જરીવાલાનું પણ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું.  ત્યારબાદ ભાજપના બીજા કોર્પોરેટરનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે.

જાણી લો કે કોઈને પણ હાર્ટ એટેક ત્યારે આવે છે, જ્યારે દિલમાં બ્લડનો પ્રવાહ ઓછો કે અવરોધિત થઈ જાય છે. ઘણી વાર કોરોનરી ધમનીઓમાં કેલેસ્ટ્રોલ અને ફેટ જમા થઈ જવાને કારણે પણ આમ બને છે. દિલને બ્લડ સપ્લાય કરનાર વાહિકાઓને કોરોનરી ધમનીઓ કહેવાય છે. જણાવી દઈએ કે જો તમને હાર્ટ એટેકનું કોઈપણ લક્ષણ જોવા મળે, તો તેને ઇગ્નોર ન કરશો અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરશો.

આ પણ વાંચો :-