ચૂંટણી પહેલા છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સુરક્ષા જવાનો સાથેના અલગ-અલગ એન્કાઉન્ટરમાં એક મહિલા સહિત કુલ ૧૩ નક્સલીઓનો મોત થયાં હતાં. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં મંગળવારે સુરક્ષા જવાનોએ એક મોટું ઓપરેશન હાથ ધરીને ૧૦ નક્સલવાદીને ઠાર કર્યા હતાં. મધ્યપ્રદેશના બીજા એક એન્કાઉન્ટરમાં પોલીસે બે નક્સલવાદીઓ ઠાર કર્યા હતા. મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં ઠાર થયેલા નક્સલીઓ માટે ઇનામ જાહેર કરાયેલું હતું.
અધિકારીએ કહ્યું હતું કે નક્સલવાદીઓની ઓળખ હજુ સુધી થઈ શકી નથી, પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે તેઓ માઓવાદીઓની પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી કંપની નંબર ૨ના સભ્યો હતાં. નક્સલવાદીઓ દર વર્ષે માર્ચ અને જૂન વચ્ચેના ઉનાળામાં ટેક્ટિકલ કાઉન્ટર ઓફેન્સિવ કેમ્પેઈન હાથ ધરતા હોય છે અને તેમની હિંસક પ્રવૃત્તિઓમાં વધારો કરતાં હોય છે. આ સમયગાળા દરમિયાન બસ્તર ક્ષેત્રમાં સુરક્ષા દળો પર અનેક હુમલા કરવામાં આવ્યા છે.
એન્કાઉન્ટરમાં ઘણા નક્સલવાદીઓ પણ ઘાયલ થયા છે. તેમને શોધવા માટે સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને વિસ્તારને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યો છે. માર્યા ગયેલા નક્સલવાદીઓ પાસેથી INSAS LMG જેવા ઓટોમેટિક હથિયારો પણ મળી આવ્યા છે. ડીઆરજી, સીઆરપીએફ, કોબ્રા બટાલિયન અને બસ્તર બટાલિયનના જવાનો નક્સલવાદીઓ સામેના આ એન્કાઉન્ટરમાં સામેલ થયા છે. આ એન્કાઉન્ટર કેટલાક કલાકો સુધી ચાલ્યું હતું. સર્ચ ઑપરેશન ચાલુ છે.
આ પણ વાંચો :-

સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, તેઓ છ મહિનાથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. આ અંગેની જાણકારી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી છે અને કહ્યું છે કે, તેઓ લોકસભા ચૂંટણીમાં પ્રચારમાં સામેલ નહીં થઈ શકે. મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, છેલ્લા છ મહિનાથી કેન્સરથી પીડાઈ રહ્યો છે. હવે લાગે છે કે લોકોને જાણ કરવાનો સમય આવી ગયો છે. લોકસભા ચૂંટણીમાં કશું કરી શકીશ નહીં.
તાઈવાનના હુઆલીનથી ભૂકંપની ઘણી તસવીરો અને વીડિયો બહાર આવ્યા છે, જેમાં ગગનચુંબી ઈમારતો વિનાસકરી ભૂકંપને કારણે નમી ગઈ અથવા ધરાશાયી થઈ ગઈ છે. ઘણા મકાનો અને ઇમારતો પત્તાની બાજીની જેમ વિખેરાઈ ગઈ છે. આ ભૂકંપની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં
ડૉ. મનમોહન સિંહ અર્થતંત્ર સંબંધિત ઘણા મોટા નિર્ણયો લેવા માટે જાણીતા છે. તેઓ ૧૯૯૧માં પ્રથમ વખત રાજ્યસભા પહોંચ્યા અને
મેષઃ
અજય નિષાદે પહેલા જ પાર્ટી છોડવાના સંકેતો આપી દીધા હતા. તેણે એક્સ હેન્ડલ પરથી પોતાના નામ બાદ ‘
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત શ્રી સપ્તશ્રી પ્રકાશ દ્વારા ‘
બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં ચાર નક્સલવાદીઓના મૃતદેહ અને એક એલએમજી, બીજીએલ લોન્ચર અને હથિયારો મળી આવ્યા છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. ફાયરિંગમાં કોઈ સુરક્ષાકર્મી ઘાયલ થયાના અહેવાલ નથી. અધિકારીઓએ જણાવ્યું કે
આ બેઠકમાં રૂપાલાના વિવાદને લઈને સી.આર. પાટીલે હાથ જોડીને ક્ષત્રિય સમાજને માફી આપવા વિનંતી કરી હતી. સી.આર. પાટીલે કહ્યું કે, ‘રૂપાલાએ માફી માગી છતા રોષ યથાવત છે. હું પણ વિનંતી કરું છું કે ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને રૂપાલાને માફી આપે. 