મેષઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. આર્થિક બાબતો માટે સામાન્ય દિવસ. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતાની તબિયત જળવાય. માતૃસુખ વધે. નવા રોકાણો ટાળવા. વાહન ચલાવતી વખતે કાળજી જરૂરી. આરોગ્ય સાચવવું. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.
વૃષભઃ
નાણાંકીય બાબતો અંગે શુભ. પરિવારના સભ્યોથી આનંદ. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ચિંતા રહે. સ્વાસ્થ્ય અંગે સાવધાની જરૂરી. દામ્પત્ય સુખમાં મિશ્રફળ. ભાગ્ય બળવાન. ધંધાકીય ક્ષેત્રે રાહત. લક્ષ્મીનો વખતસર લાભ મળે.
મિથુનઃ
સ્વભાવમાં સરળતા, નિખાલસતા વર્તાય. આવકનું પાસુ મજબૂત બને. ધંધામાં પ્રગતિ થતા આવકનું પ્રમાણ વધે. પરિવારમાં થોડી ઉગ્રતા વર્તાય. લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. સાંસારિક બાબતોમાં અસંતોષ. આકસ્મિક ધનલાભ શક્ય.
કર્કઃ
નસીબ બળવાન બને છે. ભાગ્યના જોરે કાર્યમાં વધુ સફળતા મળતી જણાય. આદ્યાત્મિકતામાં વધારો થાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. માતૃપક્ષથી લાભ.ધંધાકીયક્ષેત્રે સફળતા. આરોગ્ય બાબતે આનંદ. દામ્પત્યક્ષેત્રે મધ્યમ.
સિંહઃ
માનસિક ઉચાટ રહે. આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં શાંતિ રહે. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવી. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન સંબંધીચિંતા રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.
કન્યાઃ
બુધ્ધિથી કાર્યસફળતા મળતી જણાય. એડવોકેટ, વિમા સંબંધી ક્ષેત્રોથી વધુ લાભની શક્યતા. પરિવારના તમામ સભ્યો સાથે સ્નેહનું વાતાવરણ રહે. હૃદયમાં અકારણ અજંપો રહે. આરોગ્ય સારૂ રહે.
તુલાઃ
અણગમતા પ્રસંગો બને. આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષનું વાતાવરણ રહે. માતૃસુખ સારૂં. નવા રોકાણો ટાળવા. પિતાની તબિયત સાચવવી. ભાગ્ય જળવાય. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. પેટના રોગોથી સાચવવું.
વૃશ્ચિકઃ
આવક જળવાય. ઉત્સાહ વધે. પરિવારમાં શાંતિ રહે. નવા રોકાણો યોગ્ય રીતે થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. સંતાન સુખ ઉત્તમ સંતાનની પ્રગતિથી આનંદ. વિદ્યાર્થીવર્ગને સફળતા. આરોગ્ય સારૂ.
ધનઃ
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થશે. આવકનો સ્ત્રોત જળવાશે. પરિવારમાં થોડો વાદ-વિવાદ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આર્થિક રોકાણો ફાયદાકારક નીવડશે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. શરદી-ખાંસી રહે.
મકરઃ
માનસિક રીતે આનંદ ઉમંગ જળવાય. ઉદાર દીલ તથા પરોપકારની ભાવના પ્રબળ બને. ખોટા ખર્ચા ટાળવા. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. જીવનસાથી સાથે પ્રેમભાવમાં વધારો થાય.
કુંભઃ
આત્મવિશ્વમાં વધારો થાય. પોતાની વાત જ સાચી બીજા બધાખોટા એવું વર્તન થતું જણાય. આર્થિક પાસુ મજબુત બને. નવી આવકના રસ્તા ખુલે. સ્થાવર જંગમ મિલકતથી લાભ. ભાગ્ય બળવાન બને છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.
મીનઃ
અંતર્મુખી, થોડો સ્વાર્થી અને થોડો અભિમાની સ્વભાવ રહે. અનાજ, ઓઇલ, પેટ્રોલ, ન્યાયક્ષેત્રને સંબંધિત કાર્યોમાં વિશેષ લાભ. દામ્પત્યજીવનમાં આનંદમાં વધારો. પિતાની કાળજી રાખવી જરૂરી. સંતાન સુખ સારૂ. આરોગ્ય મધ્યમ.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે એક સૈનિકને ગંભીર ઈજાઓ થઈ છે અને તેને મહારાષ્ટ્રના નાગપુર રિફર કરવામાં આવ્યો છે. આ અકસ્માત જિલ્લા મુખ્યાલયથી લગભગ ૫૦ કિમી દૂર સિવની-મંડલા રાજ્ય ધોરીમાર્ગ પર ધનગઢ ગામ નજીક સવારે ૧ વાગ્યે થયો હતો.
કાશી વિશ્વનાથ પ્રશાસને એક પ્રેસ સિલીઝ બહાર પાડીને કહ્યું હતું કે કેટલાક તોફાની તત્વોએ શ્રી કાશી વિશ્વનાથ મંદિરનું ફેસબુક એકાઉન્ટ હેક કરી લીધું હતું. મંદિર પ્રશાસન તરફથી
રાજસ્થાનના જયપુરમાં એક રેલીને સંબોધતા કોંગ્રેસના નેતા
જપ્ત કરવામાં આવેલા હેરોઈનની કિંમત
મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટે તેમને ૬ એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. અગાઉ ૨ એપ્રિલે તેમની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. જામીન અરજી પર સુનાવણી દરમિયાન
આ ઘટના એવા સમયે બની છે જ્યારે અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે. માર્ચની શરૂઆતમાં, ૨૫ વર્ષીય
કોંગ્રેસ દ્વારા આજે વધુ છ નામોની જાહેરાત કરાવામાં આવી છે. આ જાહેર કરાયેલા નવા નામોની યાદીમાં, પાર્ટીએ ઉત્તર ગોવાથી રમાકાંત ખલાપ અને દક્ષિણ ગોવાથી કેપ્ટન વિરિયાતો ફર્નાન્ડિસને ટિકિટ આપી છે. આ ઉપરાંત મધ્યપ્રદેશની ત્રણ બેઠકો અને દાદરા અને નગર હવેલી બેઠક માટે
પીએમ મોદીએ આગળ લખ્યું, આપણા બધા માટે ગર્વની વાત છે કે ભાજપ હંમેશા તેના વિકાસલક્ષી વિઝન, સુશાસન અને રાષ્ટ્રવાદી મૂલ્યોને સમર્પિત છે. ભાજપની સૌથી મોટી તાકાત તેના કાર્યકરો છે, જેઓ
વર્ષ ૨૦૨૨માં થયેલા બ્લાસ્ટના કેસની તપાસ કરવા જઈ રહેલી NIAની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. પ્રારંભિક માહિતી મુજબ NIA ટીમની કાર પર ઇંટો ફેંકવામાં આવી હતી, જેને કારણે 