બિહારની રાજધાની પટનામાં જેસીબી અને ઓટો વચ્ચેની અથડામણમાં સાત લોકોના મોત થયા છે. ઓટોમાં કુલ આઠ લોકો સવાર હતા. એક ઘાયલની હાલત ગંભીર છે, જેને સારવાર માટે પટનાની PMCH હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અકસ્માત મંગળવારે સવારે ૪ વાગ્યાની આસપાસ થયો હતો. અકસ્માત બાદ મેટ્રોની બેદરકારી સામે આવી છે. રાત્રે ક્રેન પોતાનું કામ કરી રહી હતી, પરંતુ સ્થળ પર કોઈ ગાર્ડ હાજર ન હતો. અકસ્માત બાદ કારચાલક ક્રેન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. મૃતકોમાં એક નેપાળી નાગરિક પણ સામેલ છે.
કાંકરબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવા બાયપાસ પર રામલખન પથ વળાંક પાસે એક ક્રેન એક ઓટો સાથે અથડાઈ હતી. ઘટના બની તે સમયે ઓટોમાં આઠ લોકો સવાર હતા. જેમાંથી ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જતી વખતે મૃત્યુ થયા હતા. ઇજાગ્રસ્તની હાલમાં સારવાર ચાલી રહી છે.
અકસ્માત એટલો ભયાનક હતો કે ૭ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતની તપાસ હાથ ધરી છે. પટનામાં માર્ગ અકસ્માત બાદ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
આ અકસ્માત મંગળવારે સવારે ૪ વાગ્યાની આસપાસ થયો હતો. અકસ્માત બાદ મેટ્રોની બેદરકારી સામે આવી છે. રાત્રે ક્રેન પોતાનું કામ કરી રહી હતી, પરંતુ સ્થળ પર કોઈ ગાર્ડ હાજર ન હતો. અકસ્માત બાદ ડ્રાયવર ક્રેન લઈને ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તેમજ મૃતકોમાં એક નેપાળી નાગરિક પણ સામેલ છે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થયા બાદ બાબા રામદેવના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું- અમે બિનશરતી માફી માગીએ છીએ.’ આના પર જસ્ટિસ હિમા કોહલીએ
રૂપાલાએ રામ રામ સાથે જણાવ્યું હતું કે, નેતાઓની સાથે ઉદ્યોગપતિઓ તેમજ શાળા સંચાલકો સહિતનાઓનો આભાર વ્યક્ત કરુ છું. ક્ષત્રિય સમાજના સાથ સહકારની જરૂર છે. ભાજપ જે વાયદાઓ કરે છે તે પુરા કરે છે, મોરબીના ગઈકાલના કાર્યક્રમથી ખૂબ જ ખુશ છું. જે આવ્યાં છે તે તો મત આપશે જ, પણ આખા મલકને કહેજો કે ભાજપને મત આપે.
મુંબઇ પોલીસની તપાસમાં આ વાત સામે આવી કે સલમાન ખાનના ઘર પર ફાયરિંગનું ષડયંત્ર પહેલાથી રચવામાં આવ્યું હતું. સુત્રો અનુસાર બન્ને હુમલાખોર એક મહિનાથી પનવેલમાં રહેતા હતા.
મેષ

સુપ્રીમકોર્ટમાં કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવી અને ED વતી સોલિસિટર જનરલે દલીલો રજૂ કરી હતી. સિંઘવીએ કોર્ટને કહ્યું કે હું તમારી સમક્ષ કેટલાક ચોંકાવનારા તથ્યો રજૂ કરવા માંગુ છું. તેના પર કોર્ટે કહ્યું કે અમને નોટિસ જારી કરવા
મેષઃ
કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ હેમા માલિની પર કરી ટિપ્પણી કરવા બદલ ચૂંટણી પંચે મૂક્યો પ્રતિબંધ
કોંગ્રેસના (Congress) નેતા રણદીપ સુરજેવાલા હેમા માલિની પર ટિપ્પણી કરવા બદલ ભારે પરિણામોનો સામનો કરવો પડ્યો, ચૂંટણી પંચે તેમના પ્રચાર પર પ્રતિબંધ મૂક્યો.
યુપીની મથુરા લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર હેમા માલિની પર ટિપ્પણી કરવી કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાને મોંઘી પડી છે. ચૂંટણી પંચે આના પર કડક કાર્યવાહી કરી છે અને કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાને ૪૮ કલાક માટે પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
વાસ્તવમાં જ્યારે રણદીપ સુરજેવાલા હરિયાણાના કૈથલમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમણે બીજેપી નેતા અને મથુરાના સાંસદ હેમા માલિની પર અભદ્ર ટિપ્પણી કરી હતી. જોકે, બાદમાં સુરજેવાલાએ પણ આ મામલે પોતાનો ખુલાસો રજૂ કર્યો અને કહ્યું કે તેમનો ઈરાદો હેમા માલિનીને અપમાન કરવાનો નહોતો.
સુરજેવાલાએ એમ પણ કહ્યું હતું કે તેમના નિવેદનને વિકૃત કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચે આ મામલે ૯ એપ્રિલે સુરજેવાલાને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. સુરજેવાલાને જવાબ આપવા માટે ૧૧ એપ્રિલ સુધીનો સમય હતો. આ નોટિસ પર સુરજેવાલાએ કહ્યું હતું કે આ વીડિયો સાથે છેડછાડ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. મારો ઈરાદો કોઈ અભિનેત્રીનું અપમાન કરવાનો નહોતો.
સુરજેવાલાના નિવેદન પર હેમા માલિનીએ કહ્યું હતું કે, જનતા મારી સાથે છે. તે (સુરજેવાલા) જે પણ ટિપ્પણી કરે છે, તેને કરવા દો. જ્યારે તેઓ ટિપ્પણી કરે છે ત્યારે શું થાય છે? મને કોઈ વાંધો નથી. હું માત્ર મારું કામ કરી રહ્યો છું.