Home Blog Page 788

મલેશિયામાં નેવીના બે હેલિકોપ્ટર હવામાં અથડાયા, ૧૦ લોકોનાં મોત

મલેશિયાની રોયલ મલેશિયન નેવીના વાર્ષિક કાર્યક્રમના રિહર્સલ દરમિયાન નેવીના બે હેલિકોપ્ટર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં દસ લોકોના મોત થયા છે. બંને હેલિકોપ્ટર સેનાના હતા તેવી વિગતો સામે આવી છે. આ ઘટના મલેશિયાના લુમુતમાં બની હતી. દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ હેલિકોપ્ટરના ક્રૂ મેમ્બર હતા. આ ઘટના સ્થાનિક સમય અનુસાર મંગળવારે સવારે ૯.૩૨ વાગ્યે બની હતી.

મલેશિયામાં હવામાં બે હેલિકોપ્ટર અથડાયા - Two Helicopters Collide In Mid Air  In Malaysia - International News - Abtak Mediaપ્રશાસને આ ઘટનાની તપાસ માટે કમિશન બનાવવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાએ દેશમાં વારંવાર મિલિટરી હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાઓને લઈને ચિંતા વધારી દીધી છે. ગયા મહિને જ, મલેશિયન મેરીટાઇમ એન્ફોર્સમેન્ટ એજન્સી હેલિકોપ્ટર બચાવ કવાયત દરમિયાન પુલાઉ અંગસા, સેલાંગોર નજીક ક્રેશ થયું હતું. આ ઘટના ૫ માર્ચે બની હતી, જેમાં પાયલટ સહિત બે લોકોના મૃત્યુ થયા હતા.

મલેશિયન નૌકાદળે આ ઘટના પર એક નિવેદન જારી કરીને કહ્યું કે આ હેલિકોપ્ટર નેવીની ૯૦મી વર્ષગાંઠ પર ૩ થી ૫ મે વચ્ચે યોજાનારી સૈન્ય પરેડ માટે રિહર્સલ કરી રહ્યા હતા. આ સાથે અન્ય ત્રણ પીડિતોને લઈને જતી વખતે A Fane M૫૦૨-૬ નજીકના સ્વિમિંગ પૂલમાં અથડાઈ હતી. નેવીએ આ ઘટનામાં દસ લોકોના મોતની પુષ્ટિ કરી છે. અકસ્માતમાં માર્યા ગયેલા તમામ લોકો હેલિકોપ્ટરના ક્રૂ મેમ્બર હતા.

આ પણ વાંચો :-

લોકસભા ચૂંટણી દરમિયાન ઑનલાઇન પેમેન્ટ પર રહેશે RBIની નજર

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નૉન-બેન્કિંગ પેમેન્ટ સિસ્ટમ ઑપરેટર્સને લોકસભા ચૂંટણી ૨૦૨૪ને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. RBIએ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં નૉન-બેન્કિંગ પેમેન્ટ સિસ્ટમ ઑપરેટર્સને મોટી રકમના વ્યવહારો પર દેખરેખ કરવાનો આદેશ.

RBIનું કહેવું છે કે ભારતીય ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી દરમિયાન ડિજિટલ પેમેન્ટના ઉપયોગને લઈને ચિંતિત છે. ચૂંટણી પંચનું માનવું છે કે ઑનલાઈન પેમેન્ટનો ઉપયોગ ચૂંટણી દરમિયાન મતદારોને પ્રભાવિત કરવાના હેતુથી ફંડ ટ્રાન્સફર કરવા અથવા ચૂંટણી લડતા ઉમેદવારોને પૈસા આપવા માટે થઈ શકે છે. આ પહેલીવાર બન્યું છે કે, જ્યારે RBIએ ચૂંટણી દરમિયાન ડિજિટલ પેમેન્ટ પર દેખરેખ રાખવા માટે ખાસ માર્ગદર્શિકા જારી કરી છે. આ ઉપરાંત, કેન્દ્રીય બેન્કે એ પણ સ્પષ્ટ કર્યું છે કે RBIના નિર્દેશોનો હેતુ ચૂંટણીમાં ભાગ લેનારા ઉમેદવારોને ફંડ ટ્રાન્સફર રોકવાનો છે.

સેન્ટ્રલ બેંકે પોતાના આદેશમાં ભારતીય ચૂંટણી આયોગ દ્વારા વધારવામાં આવેલી ચિંતાઓનો હવાલો આપ્યો છે. તેમણે પેમેન્ટ કંપનીઓને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનને ટ્રેક કરવા અને સંબંધિત અધિકારીઓને રિપોર્ટ કરવા માટે પણ કહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઐતિહાસિક રીતે ચૂંટણી વખતે કેશનું ચલન વધી ગયું છે. આરબીઆઈએ સામાન્ય રીતે બેંકને કેશના ટ્રાન્ઝેક્શન પર નજર રાખવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો :-

૨૩ એપ્રિલ, ૨૦૨૪/ મંગળવારના દિવસે આ રાશિ માટે પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ અને ધંધામાં પ્રગતિ થાય, જુઓ તમારા રાશિ ભવિષ્ય કેવો રહશે ?

મેષ

મનોબળમાં વધારો થાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ, છતાં થોડું ગુસ્સાવાળું વાતાવરણ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.

વૃષભ

અણગમતા સંજોગોનો સામનો કરવો પડે. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમ જળવાય. મિત્રોથી સહકાર મળે.

મિથુન

મનનું સિધ્ધાંતવાદી વલણ રહે. આવક જળવાશે. પરિવારના સભ્યો સાથે આત્મીયતા વધે. જુના રોકાણોથી ફાયદો તથા નવા રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. સંતાનની પ્રગતિથી આનંદ વધે.

કર્ક

દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય. કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ થાય. આથી આવક વધે. ઠંડાપીણા, પાણી, આઇસક્રીમના ધંધામાં વિશેષ લાભ.

સિંહ

થોડું ગુસ્સાનું પ્રમાણ રહે. નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ આનંદદાયક સાબિત થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સાચવવું.

કન્યા

સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આર્થિક પાસુ મજબૂત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ટા‍ળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીયક્ષેત્રે સફળતા મળતી જણાય છે.

તુલા

સોંદર્ય, કલા અને રસીક તત્વના સંયોગથી આનંદની અનુભૂતિ થાય. હિંમત અને વિદ્વત્તામાં વધારો થાય. અણુઉર્જા,ઇલેકટ્રોનિક્સ, પુસ્તકાલય, કુરિયર જેવા ધંધામાં વિશેષ લાભ. લીવરની કાળજી રાખવી જરૂરી છે.

વૃશ્ચિક

સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. પત્નિ સાથે પ્રેમ જળવાય. પ્રિય પાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો નથી. આથી નોકરી, ધંધામાં શાંતિ રાખવી.

ધન

જીવનમાં અસંતોષ જણાય પણ માનસિક સ્થિરતા જળવાઇ રહે. ખોટા વિચાર મનનો કબજો ન લઇ લે એનું ધ્યાન રાખવું. મિત્ર વર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારૂં રહે. ધંધાકીયક્ષેત્રે આનંદમાં વધારો થાય.

મકર

નવી નોકરી અથવા ધંધાની શરૂઆત શક્ય બને. હાલના કાર્યક્ષેત્રમાં પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આર્થિક રોકાણોમાં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ઓટોમોબાઇલ ડીલર તથા ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ લાભ.

કુંભ

ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધશે પરંતુ ખોટો ખર્ચ અટકાવવો. શેર બજાર, સ્ત્રી શણગારના સાધનો ના ક્ષેત્રે વિશેષ લાભ. પ‌િત્નના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

મીન

મજબૂત આત્મબળને કારણે સાહસિક નિર્ણય લઇ શકો. પરિવારમાં આનંદ જ‍ળવાય. આવકનું પ્રમાણ સાધારણ રહે. માતાની તબિયતની કાળજી જરૂરી. માથાનો દુઃખાવો, પડવા-વાગવાથી સાચવવું. સંતાન સુખ સારૂં.

અરવિંદ કેજરીવાલને હાઇકોર્ટે તરફથી ફટકો, ૭૫ હજારનો દંડ ફટકાર્યો

0

દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલના જામીનની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. આ સાથે જ દિલ્હી હાઈકોર્ટે અરજી ફગાવતા અરજી કરનારને ૭૫ હજાર દંડ પણ ફટકાર્યો છે. દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને જામીનની માગ કરતી અરજીને ફગાવી દીધી હતી અને અરજદાર પર ૭૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જો કે, આ બાબતે સુનાવણી દરમિયાન, અરવિંદ કેજરીવાલ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રાહુલ મહેરાએ કહ્યું કે આ અરજી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આવી અરજી કરનાર આ વ્યક્તિ કોણ છે? આ એક પબ્લિસિટી માટેની અરજી છે, જે સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારી છે.

delhi-high-court-rejects-pil-for-interim-bail-for-cm-arvind-kejriwal-imposes-rs-75k-costs-318161દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે વચગાળાના જામીનની માગ કરતી PIL પર સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને જામીનની માગ કરતી અરજીને ફગાવી દીધી હતી અને અરજદાર પર ૭૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જો કે, આ બાબતે સુનાવણી દરમિયાન, અરવિંદ કેજરીવાલ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રાહુલ મહેરાએ કહ્યું કે આ અરજી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આવી અરજી કરનાર આ વ્યક્તિ કોણ છે? આ એક પબ્લિસિટી માટેની અરજી છે, જે સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારી છે.

કોર્ટે અરજદારને પૂછ્યું હતું કે, ‘તમને વીટો પાવર કેવી રીતે મળ્યો?’ શું તમે યુનાઈટેડ નેશન્સના સભ્ય છો? હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે કેજરીવાલ કોર્ટના આદેશના આધારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. અરજકર્તા પાસે કેજરીવાલ માટે આવા નિવેદનો કરવા અથવા વ્યક્તિગત બોન્ડ રાખવા માટે કોઈ પાવર ઑફ એટર્ની નથી, તેથી તેની અરજી પાયાવિહોણી છે

કેજરીવાલની પત્નીએ કહ્યું- કેન્દ્ર સરકાર જેલમાં જ કેજરીવાલને મારવા માંગે છે. રવિવાર ૨૧ એપ્રિલના રોજ રાંચીમાં INDI ગઠબંધનની રેલી યોજાઈ હતી. જેમાં અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા, પંજાબના સીએમ ભગવંત માન, ઝારખંડના સીએમ ચંપાઈ સોરેન, નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા, સપા પ્રમુખ અખિલેશ યાદવે ભાગ લીધો હતો. દિલ્હીના સીએમની પત્ની સુનીતા કેજરીવાલે કહ્યું- કેન્દ્ર સરકાર અરવિંદ કેજરીવાલને મારવા માંગે છે. જેલમાં તેમને યોગ્ય દવા આપવામાં આવી રહી નથી. અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. આ સરકારની તાનાશાહી દર્શાવે છે.

આ પણ વાંચો :-

લોકસભાની સુરત બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર

સુરતમાં શનિવારથી શરૂ થયેલા સત્તાના સંગ્રામના હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામાનો સોમવારે બપોરે બે વાગ્યે અંત આવ્યો છે. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જીત્યા છે. આ બેઠક પર ઉમેદવારી નોંધાવનાર મુકેશ દલાલ સિવાયના તમામ ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લીધું છે. જેથી ઈતિહાસમાં પ્રથમવાર સુરત લોકસભા બેઠક બિનહરિફ જાહેર થઈ છે. બાદમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ગાયબ થયા બાદ કલેક્ટર કચેરીએ પ્રગટ થયા હતા અને ઉમેદવારી પત્રક પાછું ખેંચી લેતા ચૂંટણીપંચે વિજેતા જાહેર કર્યા છે.

Imageસુરતમાં ભાજપે ઈતિહાસ રચ્યો છે. બસપા સહિતના તમામ ૮ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા સુરત લોકસભા બેઠક બિનહરીફ બની છે. લોકસભામાં ભાજપની પહેલી જીત થઈ છે. આ સાથે સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક બની છે. આમ, ભાજપે મોટું ઓપરેશન પાર પાડીને ઈતિહાસ રચ્યો છે. જ્યારબાદ ભાજપના નેતાઓ શુભેચ્છા પાઠવી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ, પૂનમબેન માડમ અને કિરીટ પરમારે શુભેચ્છા પાઠવી છે. તો કોંગ્રેસ નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ કહ્યું કે, ‘કોંગ્રેસની ભૂલનું આ પરિણામ છે.’ તો પરેશ ધાનાણીએ કહ્યું કે, સુરતની પહેલી ઘટના નથી અને છેલ્લી પણ નથી.

સુરતની બેઠક પરથી કુલ ૧૫ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. બાદમાં ફોર્મ ચકાસણી વખતે ૬ ઉમેદવારના ફોર્મ રદ થયા હતાં. હવે ચૂંટણી જંગમાં ૯ ઉમેદવારોમાંથી ભાજપના ઉમેદવારને બાદ કરતા ૮ ઉમેદવારો મેદાનમાં હતા. આ ૮માંથી બાકીના ૮ ઉમેદવારોએ તેમના નામ પાછા ખેંચી લીધા હતા. જેથી ન સર્જાયો હોય તેવો ઈતિહાસ સર્જાયો છે.

ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ ફોર્મ ચકાસણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ અંગે વાંધા અરજી કરી હતી અને જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવારની દરખાસ્ત કરનારા જેન્યુન નહીં હોવાની મારી પાસે માહિતી છે. જે અંગેની જાણ કોંગ્રેસના ઉમેદવારના ચૂંટણી એજન્ટ ભૌતિક કોલડીયના કરવામાં આવી હતી. ગઇકાલે સુનાવણી હાથ ધરાઈ હતી અને કોંગ્રેસના ઉમેદવારના ફોર્મમાં દરખાસ્ત તરીકે સહી કરનારા જગદીશ સાવલીયા, રમેશ પોલરા અને ધ્રુવિન ધામેલિયા ચૂંટણી અધિકારી સમક્ષ હાજર રહ્યાં હતા અને ફોર્મમાં પોતાની સહી નહી હોવાનું જણાવ્યું હતું અને એફિડેવિટ પણ કરી હતી.

આ પણ વાંચો :-

સલમાન ખાનના ઘર પર હુમલાનું સુરત કનેક્શન ?

બોલીવુડ અભિનેતા સલમાન ખાનના ઘર આગળ થોડા દિવસ પહેલા ફાયરિંગની ઘટના બની હતી. જેમની પુછપરછમાં અનેક ખુલાસા થયા છે. આ બંને આરોપી ભૂજમાંથી પકડાયા હતા, હવે આ કેસમાં આરોપીઓની પુછપરછના આધારે સુરતમાં પણ તપાસ શરુ કરવામાં આવી છે.

આજે સવારે ૪.૫૦ કલાકે ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરીને ૨ શખ્સ ફરાર થઇ ગયા હતા. ત્યારે બાદ પશ્ચિમ કચ્છ પોલીસે માતાના મઢ ખાતેથી ફાયરિંગ કરનારા વિકી સાહેબસાબ ગુપ્તા તથા સાગર શ્રીજોગેન્દ્ર પાલને ઝડપી લીધા હતા. ત્યારબાદ સલમાનખાનની સુરક્ષા વધારી દેવાઇ હતી. સમગ્ર મામલાની તપાસ મુંબઇ પોલીસ કરી રહી છે.

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સુરત શહેરમાં આવ્યા છે. સુરતમાં અલગ અલગ ટિમો દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. મુંબઈમાં એક્ટર સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે અજાણ્યા બાઈકસવારોએ ફાયરિંગ કર્યું હતું. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ગુજરાતના કચ્છથી ધરપકડ કરાઈ હતી. ત્યારે, સલમાનની સિક્યોરિટી વધારી દેવાઈ છે. હવે આ મામલે નવી અપડેટ આવી છે.

સલમાન ખાન ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાત પોલીસની મદદથી આરોપીઓને પકડી પાડ્યા હતા. જેમાં ૨૪ વર્ષના વિક્કી સાહબ ગુપ્તા અને ૨૧ વર્ષ સૂરજ જોગેન્દ્ર પાલનો સમાવેશ થાય છે. આરોપીઓએ સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરીને યુપીના બદલે પોલીસને મૂર્ખ બનાવવાનો પ્લાન કરીને ગુજરાત આવી ગયા હતા. ગુજરાતના કચ્છમાં પહોંચેલા આરોપીઓને લાગતું હતું કે અહીં તેઓ એકદમ સુરક્ષિત છે અને પોલીસ તેમના સુધી પહોંચી નહીં શકે. બન્ને આરોપીઓએ પોલીસથી બચવા માટે પોતાનો વેશ પણ બદલી નાખ્યો હતો. આરોપીઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગના હોવાની વિગતો પણ સામે આવી રહી છે.

આ પણ વાંચો :-

પ્રથમ તબક્કાના ઓછા મતદાનથી ચૂંટણી પંચ ચિંતિત, હવે બનાવ્યો આ પ્લાન

0

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદારોની ઓછી ભાગીદારીએ ચૂંટણી પંચની ચિંતા વધારી દીધી છે. વિવિધ પહેલ દ્વારા, પંચ વધુને વધુ મતદારોને મતદાન મથક સુધી લાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ પ્રથમ તબક્કામાં મતદાનની ટકાવારી ગયા વખત કરતાં ઓછી રહી છે. ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકો પર મતદાન થયું હતું. લોકસભા ચૂંટણી માટે હવે ૬ વધુ તબક્કા બાકી છે (૨૬ એપ્રિલ, ૭ મે, ૧૩ મે, ૨૦ મે, ૨૫ મે અને ૧ જૂન). ૪ જૂને મતગણતરી થશે. ૨૦૧૯ની સરખામણીએ આ વર્ષે ૧૦૨ લોકસભા સીટો પર મતદાન લગભગ ત્રણ ટકા ઓછું હતું. આવી સ્થિતિમાં, ચૂંટણી પંચ નવી વ્યૂહરચના ઘડવામાં વ્યસ્ત છે, જેથી મતદારોનો ઉત્સાહ વધુ રહે.

ચૂંટણી પંચ કારણોની વ્યાપક સમીક્ષા કરી રહ્યું છે જેથી આગામી તબક્કામાં તે દિશામાં વધુ પ્રયાસો કરી શકાય. આ સપ્તાહના અંતે ચૂંટણી પંચમાં ચર્ચા થઈ હતી અને આજથી નવી વ્યૂહરચના આગળ ધપાવવામાં આવશે. કમિશનનું માનવું છે કે ઓછા મતદાનનું સૌથી મોટું કારણ વધી રહેલી ગરમી હોઈ શકે છે કારણ કે છેલ્લી વખત કરતાં આઠ દિવસ મોડા મતદાન શરૂ થયું હતું. તહેવારોની સાથે સાથે લગ્નની પણ સિઝન છે.

એક ખાનગી મીડિયાના અહેવાલ અનુસાર ચૂંટણી પંચ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ઓછા મતદાનને લઈને ચિંતા વધી છે. મતદાન વધારવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ તેનું બહુ પરિણામ આવ્યું નથી. અધિકારીએ કહ્યું કે, ECએ લોકોને વોટ કરવા માટે પ્રેરિત કરવામાં જબરદસ્ત કામ કર્યું છે. આ અંગે અનેક યોજનાઓ બનાવવામાં આવી હતી. તેમજ વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ માટે જાણીતી હસ્તીઓ દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી. BCCIના સહયોગમાં IPLનો ઉપયોગ પ્લેટફોર્મ તરીકે પણ કરવામાં આવ્યો હતો. જોકે એવું લાગે છે કે આ પ્રયાસો અપૂરતા સાબિત થયા છે.

ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી રવિ કુમારે કહ્યું કે, સમગ્ર રાજ્યમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે મતદાન પછી તેમની સંસ્થાઓ સાથે સંકળાયેલા તમામ મતદાર જાગૃતિ મંચો મતદારોના પ્રતિસાદ વિશે પંચને જાણ કરશે. આ માટે બિનસરકારી સંસ્થાઓમાં મતદાર જાગૃતિ મંચની રચના કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

ગાઝીપુર લેન્ડફિલ સાઈટ પર ભીષણ આગ, કચરાના ડુંગરમાંથી નીકળી રહ્યો છે ઘાતક ગેસ

0

દિલ્હીના ગાઝીપુર લેન્ડફિલ સાઈટ પર લાગેલી ભીષણ આગને કારણે આસપાસમાં રહેતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે. આગની આ ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું છે. દિલ્હી ભાજપે કેજરીવાલ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

પૂર્વ દિલ્હીના ગાઝીપુર લેન્ડફિલ સાઈટ પર રવિવારે સાંજે ભીષણ આગ લાગી હતી. દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યું કે તેમને સાંજે ૫:૨૨ વાગ્યે આ ઘટનાની માહિતી મળી હતી. આ પછી, બે ફાયર એન્જિન તાત્કાલિક સ્થળ તરફ રવાના કરવામાં આવ્યા હતા. આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગની આ ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું છે. અગાઉ પણ અહીં આગની ઘટનાઓ બની ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના કચરાનો મોટો હિસ્સો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાઝીપુર લેન્ડફિલ સાઇટ પર ફેંકવામાં આવે છે.

જો કે અત્યાર સુધીમાં જાનહાનિ અંગે કોઈ માહિતી બહાર આવી નથી અને ફાયર બ્રિગેડ દ્વારા કૂલિંગનું કામ ચાલી રહ્યું છે. આ સ્થળે આગ લાગતાની સાથે જ પોલીસને જાણ કરવામાં આવી હતી અને આગ ઓલવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. MCD અધિકારીઓનું માનવું છે કે, સ્થળ પર ગેસની રચનાને કારણે અચાનક આગ લાગી હશે. ભાલ્સવા અને ઓખલા એ દિલ્હીમાં ત્રણ મુખ્ય લેન્ડફિલ સાઇટ્સ છે. આ કચરાના ઢગલામાં આગ લાગવી એ નવી વાત નથી. દર વર્ષે ઉનાળાની ઋતુમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતાની સાથે જ લેન્ડફિલ સાઇટ પર આગ લાગી જાય છે જેના કારણે આસપાસ રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો :-

નસીબ અને સમયનો ‘ખેલ’ઃ ભાજપના મુકેશ દલાલની જીતનો માર્ગ આસાન બનાવી દીધો

  • કોંગ્રેસના ‌નીલેશ કુંભાણીનું ઉમેદવારીપત્ર કઈ રીતે રદ્દ થયું? શા માટે રદ્દ કરાયું? તેના દેખીતાં કારણો ઉપરાંત ઘણાં કારણો હશે પરંતુ ઘણી વખત નજર સામે દેખાતા સત્યને પણ કાયદાની કોર્ટમાં પુરવાર કરી શકાતું નથી
  • ભાજપનો પાયો નાંખવામાં સિંહફાળો આપનાર સુરતના કાશીરામ રાણા, સી.આર. પાટીલ, પ્રવીણ નાયક, દર્શના જરદોશ, પ્રતાપ દેસાઈ, કિશોર વાંકાવાળા અને હવે મુકેશ દલાલ સહિત અનેક નસીબના બળિયા પુરવાર થતા આવ્યા છે
  • કોંગ્રેસ પ્રદેશપ્રમુખ શક્તિસિંહ ગોહીલ ભલે ફૂંફાડા મારતા હોય પરંતુ પોતાનો સિક્કો જ ‘બોદો’ હોય તો પરિણામ ક્યાંથી મળવાનું!
  • પોલીસદળમાં ફરજ બજાવતા સી.આર. પાટીલને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે તેઓ એક દિવસ ભાજપમાં સર્વોચ્ચ સ્થાને બેઠા હશે, સુરતના ડૉ.મુકુલ ચોક્સીના પિતા અને જ્યોતિષશાસ્ત્રમાં નિપુણ મનહરલાલ ચોક્સીએ સી.આર. પાટીલના રાજયોગ અંગે જ્યારે સી.આર. પાટીલ કંઈ જ નહોતા ત્યારે જ્યોતિષ ભાખ્યું હતું અને પાટીલ રાતોરાત સાંસદ બની ગયા હતા
સુરત બેઠકના ભાજપનાં ઉમેદવાર મુકેશ દલાલ ખરેખર નસીબના બળિયા છે. તેઓ જાહેરજીવનમાં આવ્યા તે દિવસથી આજપર્યન્ત પાછીપાની કરવી પડે એવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું નથી. સુરત પીપલ્સ બેંકનું ચેરમેનપદ અને સુરત મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિનું ચેરમેનપદ સંભાળી ચૂકેલા મુકેશ દલાલ હંમેશા ‘બેદાગ’ રહ્યાં છે. આમ તો સુરતના મોટાભાગનાં ભાજપના રાજકીય આગેવાનોની કારકિર્દી સફળતાથી ભરેલી રહી છે. કાશીરામ રાણા, નરોત્તમ પટેલ, પ્રવીણ નાયક, સી.આર. પાટીલ, દર્શના જરદોશ, પૂર્ણેશ મોદી અને હવે મુકેશ દલાલ આ એવા લોકો છે કે, જેઓ સતત લોકપ્રિય રહ્યાં છે. ચૂંટણી જીતવા માટે કોઈ કાવાદાવા કરવાની જરૂર પડી નથી. આ પૈકી સી.આર. પાટીલ તો સ્થાનિક ચૂંટણી લડ્યા વગર સીધા જ સાંસદ બની ગયા હતા અને ત્રણ  ટર્મથી સુરત સહિત દ.ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. સી.આર. પાટીલનું નસીબ એટલુ બળિયુ છે કે, ભલભલા વિવાદોમાંથી પણ તેઓ આરપાર નીકળી ગયા છે. ભાજપની ટોચની નેતાગીરીનાં ગજગ્રાહમાં પણ સી.આર. પાટીલનો વાળ વાંકો થયો નથી. બલ્કે પક્ષમાં તેમનું પ્રભુત્વ વધારે મજબૂત બનીને ઊભરી આવ્યું છે. સી.આર. પાટીલ પોલીસદળમાં નોકરી કરતાં હતાં ત્યારે કદાચ કોઈને ખ્યાલ પણ નહીં હોય કે તેઓ એક દિવસ કેન્દ્ર સરકારમાં રાષ્ટ્રીય નેતૃત્વ કરતાં હશે.
અલબત્ત જ્યારે પણ સી.આર. પાટીલની વાત આવે ત્યારે સુરતના જાણીતા તબીબ મુકુલ ચોક્સીનાં પિતા મનહરલાલ ચોક્સીને યાદ કરવા પડે. મનહરલાલ ચોક્સી વ્યાવસાયિક જ્યોતિષ નહોતા પરંતુ તેમનું જ્યોતિષ અંગેનું જ્ઞાન અદ્‍ભુત હતું.
સી.આર. પાટીલનાં ‘રાજયોગ’ અને રાજકીય નેતૃત્વ અંગે તેમણે ભવિષ્યવાણી કરી હતી તે આજે અક્ષરશઃ સાચી પડી રહી છે. સી.આર. પાટીલ સાથે સંકળાયેલા તેમના મિત્રોએ પણ કલ્પના કરી નહીં હોય કે સી.આર. પાટીલ રાજકીય જીવનમાં સર્વોચ્ચ સ્થાને બેઠા હશે. જ્યારે ભાજપનું વિપક્ષમાં પણ મહત્ત્વનું સ્થાન નહોતું એ સમયે સી.આર. પાટીલ ભાજપમાં જોડાયા હતા અને સ્થિતિ એવી હતી કે, સી.આર. પાટીલનું સ્થાન પાછલી હરોળમાં રહેતું હતું. સુરતમાં ભાજપનો પાયો મજબૂત કરવામાં કાશીરામ રાણા, ફકીર ચૌહાણ, પ્રવીણ નાયક, ચંપક સુખડિયા, અરવિંદ ગોદીવાળા, પ્રતાપ દેસાઈ, કિશોર વાંકાવાળા, ડૉક્ટર અશોક, નરેન્દ્ર ગાંધી, પૂર્ણેશ મોદી, નીતિન ભજીયાવાળા જેવા અનેક લોકોને યશ આપી શકાય, પરંતુ સી.આર. પાટીલની સક્રિયતા બાદ સુરત અને દ‌િક્ષણ ગુજરાતમાં ભાજપ વધુ મજબૂત બનીને ઊભરી આવ્યો છે. પક્ષમાં ઘણાં લોકોની નારાજગી અને રાજીપા વચ્ચે પણ સી.આર. પાટીલ સફળ સુકાની પુરવાર થઈ રહ્યા છે અને હવે ચોથી વખત સિનિયર સાંસદ સભ્ય તરીકે લોકસભામાં સ્થાન જમાવશે.
ખેર, મુકેશ દલાલ ખૂબ આંતરમુખી પ્રતિભા છે. નખશિખ સુરતી અને બળવાખોરી કે વિરોધ કે વિવાદથી હંમેશા દૂર રહેવામા માનતા મુકેશ દલાલ પણ ચોક્કસ નસીબનાં બળિયા કહી શકાય, અન્યથા કોઈપણ ભલામણ કે દોડધામ કર્યા વગર ઉમેદવાર તરીકે તેમની પસંદગી કરવામાં આવે એવું શક્ય બને નહીં, વળી લોકસભાની સુરત બેઠક ભાજપ માટે તેમની પસંદગી કરવાની ઘટના ખરેખર આશ્ચર્યજનક કહી શકાય. વળી કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થવાની ઘટના પણ ઘણાં લોકોને ઈર્ષા આવે એવી ઘટના કહી શકાય.
સુરત બેઠક માટે મુકેશ દલાલની જીત નક્કી હતી જ, પરંતુ નીલેશ કુંભાણીનાં ટેકેદારોએ મોરચો ખોલીને મુકેશ દલાલની જીતને સાવ સરળ અને આસાન બનાવી દીધી છે. બલ્કે કોઈ મજબૂત હરીફ મેદાનમાં રહ્યો નથી. એવું કહી શકાય કે, મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવવા જેવી સ્થિતિ સર્જાશે. ઘણાં લોકોએ તો મુકેશ દલાલને ભાજપનાં દેશનાં સૌપ્રથમ વિજેતા પણ જાહેર કરી દીધા હતા. આને નસીબ નહીં તો બીજુ શું કહી શકાય.
થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવ્યા ત્યારે એરપોર્ટ ઉપર મુકેશ દલાલ સાથે કેટલીક મિનિટ વાત કરવા સાથે મુકેશ દલાલે પહેરેલી ટોપી સીધી કરી આપી હતી. આ ઘટનાનું તે દિવસે વિશેષ મહત્ત્વ જણાયું નહોતુ પરંતુ જ્યારે સુરત બેઠકના ઉમેદવાર તરીકે મુકેશ દલાલને ‘ટોપી’ પહેરાવવામાં આવી ત્યારે સુરત એરપોર્ટ ઉપર બનેલી ઘટના તાજી થઈ આવી હતી. સાથે ૮૦ લાખની વસ્તી અને પરપ્રાંતીયોથી ઉભરાતા શહેરમાં ‘સુરતી’નું પ્રભુત્વ જાળવી રાખવાની ભાજપનાં નેતૃત્વએ કાળજી લીધી છે એવું ચોક્કસ કહી શકાય.
સુરત બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ઉમેદવારીપત્ર રદ્દ થવા પાછળનાં ઘણાં તર્કવિતર્ક દોડાવવામાં આવી રહ્યાં છે. નીલેશ કુંભાણીની કોંગ્રેસમાંથી ઉમેદવારીની ઘટના બાદ આમ આદમી પાર્ટીમાંથી અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાનાં રાજીનામાની ઘટના પણ સૂચક હતી. આમ તો સૌરાષ્ટ્રવાસીઓનાં રાજકારણનાં આટાપાટાને ઓળખવા મુશ્કેલ છે. ઘણી વખત સાથે બેઠેલી વ્યક્તિ પીઠ પાછળ કેવા ખેલ કરતી હોય તેની કલ્પના કરી શકાય નહીં. અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાનાં ‘આપ’માંથી નાટ્યાત્મક રાજીનામાની ઘટનાની સાથે જ કોઈક ‘રાજકીય ખેલ’ થવાની આશંકાઓ હતી જ અને નીલેશ કુંભાણીનાં ટેકેદારોએ રાતોરાત પોતે સહી નહીં કરી હોવાની એફિડેવિટ કરીને રાજકીય ચિત્ર બદલી નાંખવા સાથે ભાજપના મુકેશ દલાલનો માર્ગ સાવ સરળ બનાવી દીધો હતો.
કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીનાં હોંકારા પડકારા વચ્ચે સુરતમાં બનેલી ઘટના પાછળની ઘટનાઓનો કદાચ તેમને અંદાજ નહીં હોય. નીલેશ કુંભાણીનાં સગા બનેવી સહિત ત્રણ ટેકેદારોએ એફિડે‌િવટ કરીને પોતાની સહી કરી હોવાના ઈન્કાર પાછળ સ્વાભાવિક તર્કવિતર્ક થવાના જ. ચૂંટણી અધિકારીએ નીલેશ કુંભાણીની ઉમેદવારી રદ્દ કરવાનો આપેલો ચુકાદો કાયદાની કોર્ટમાં પડકારવામાં આવે તો જ કદાચ સત્ય બહાર આવી શકે, પરંતુ રાજકીય લડાઈમાં નજર સામે દેખાતા સત્યને ઘણીવાર પુરવાર કરી શકાતુ નથી. વળી નીલેશ કુંભાણી પોતાનું ફોર્મ રદ્દ કરવામાં આવે ત્યાર પહેલા જ કલેક્ટર કચેરી છોડીને નીકળી ગયા હતા. આ ઘટનાને પણ ઘણાં લોકો સૂચક માની રહ્યાં છે.
બીજી તરફ કોંગ્રેસનાં પ્રદેશપ્રમુખ શક્તિસિંહ ગોહિલ ભલે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાના તડાકા મારતા હોય, પરંતુ પોતાનો જ રૂપિયો ‘બોદો’ હોય ત્યારે માત્ર ફૂંફાડા મારવા સિવાય કંઈ જ હાથમાં આવશે નહીં.

૨૨ એપ્રિલ, ૨૦૨૪ / ઘરેલું જીવનમાં શાંતિ જણાશે, સોમવારના દિવસે આ રાશિના જાતકોએ વાહન ચલાવવામાં રાખવી સાવધાની, જુઓ આજનું રાશિભવિષ્ય

મેષઃ

શારિરીક અને માનસિક તકલીફ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. પરંતુ સાંજ પછી પરિસ્થિતિ સુધરતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ. માન સન્માનમાં વધારો થાય. શરદી, ખાંસીનો ઉપદ્રવ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.

વૃષભઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આર્થિક પાસુ મજબૂત થતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ રહે. ભાગ્ય બળવાન બને છે. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે. સાંજ પછી આરોગ્ય સાચવવું.

મિથુનઃ

કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. નોકરીમાં બઢતી સંભવે. ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઇ શકાય. સ્થાવર જંગમ મિલકત અંગેના પ્રશ્નો ઉકેલાતા જણાય. માતૃસુખ તરફથી લાભ. આરોગ્ય જળવાશે.

કર્કઃ

ઘરમાં શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. સુખ શાંતિ જળવાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી. સ્નાયુનો દુઃખાવો સતાવે. ધંધાકીયક્ષેત્રે વિશ્વાસઘાત ન થાય એની સાવધાની રાખવી.

સિંહઃ

સિધ્ધાંતવાદી વલણ રહે. બેંક બેલેન્સ વધતુ જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર જંગમ મિલકત અંગે લીધેલા નિર્ણયો ફળદાયી નીવડે. સંતાન સંબંધી ચિંતા રહે.

કન્યાઃ

મન ચંચળ રહે. વિચારો વધારે આવતા જણાય. આર્થિક મોરચે સફળતા. બાગ્યનો સાથ મળી રહ્યો છે. સ્ત્રી વર્ગથી લાભ. આરોગ્ય સાચવવું. ખેંચ-વાઇના દર્દી માટે વિશેષ કાળજી જરૂરી છે.

તુલાઃ

ખર્ચમાં વધારો અને આવકમાં ઘટાડો થતો અનુભવાય. કાર્યક્ષેત્રે સંઘર્ષ વધુ કરવો પડે. પરિવારના સભ્યો સાથે શાંતિથી કામ લેવું. અગત્યના આર્થિક નિર્ણયો મુલતવી રાખવા. સાંજ પછી પરિસ્થિતિમાં સુધારો થતો જણાય.

વૃ‌શ્ચિકઃ

લક્ષ્મીજીની કૃપા સમયસર મેળવી શકાશે. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. ભાગ્ય સારૂ છે. મિત્રોથી લાભ. સાંજ પછી તમામ બાબતો અંગે સાવચેતી રાખવી.

ધનઃ

કાર્યક્ષેત્રે સફળતા. યશ પ્રતિષ્‍ઠા વધે. નવી પ્રોપર્ટી કે વાહન ની ખરીદી શક્ય બને. આવક અંગે મધ્યમ દિવસ. પત્નિ સાથે ઉગ્રતા ટાળવી. નોકરી-ધંધામાં પ્રગિત અનુભવી શકાય. મિત્રોનો સાથ સહકાર મળે. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

મકરઃ

ભાગ્ય બળવાન છે. આથી ઓછી મહેનતે વધુ સફળતા મળે. ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન થાય. સંતાનની સફળતાથી હર્ષ. આરોગ્ય જળવાશે. દામ્પત્ય ક્ષેત્રે આનંદની અનુભૂતિ થાય. હાડકા, કમરના દુઃખાવાથી સાચવવું.

કુંભઃ

ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો. નાણાંની કિંમત સમજવી જરૂરી છે. શેરબજાર તથા પ્રોપર્ટીના કાર્યોમાં લાભ. સંતાન સાથે વાદ વિવાદ ટાળવા હિતાવહ. શરદી, ખાંસીનો ઉપદ્રવ રહે. નકારાત્મક વિચારો ટાળવા. સાંજ પછી સુધારો જણાય.

મીનઃ

મનોબળ વધવાને કારણે કાર્યમાં સફળતા મળે. નવી શક્તિનો સંચાર થાય. નાણાંની સરળતા વર્તાય. પત્નિ સાથે આનંદ. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. કોમ્પ્યુટર ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિને વિશેષ સફળતા. આરોગ્ય જળવાશે.