Home Blog Page 783

પટનાની પ્રખ્યાત હોટલમાં ભીષણ આગ લાગતાં ૬ લોકોના મોત, ૧૫ લોકો ઘાયલ

0

પટના જંકશન પાસે આવેલી બે મોટી ઈમારતોમાં ભીષણ આગ લાગવાની દુર્ઘટના બની. ૫૧ ફાયર ટેન્ડરની મદદથી બે કલાકની મહેનતથી આગ પર કાબુ મેળવ્યો હતો. હોટલ અને નજીકની ઇમારતમાંથી ૪૫ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આગને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જેમના મોત થયા છે, તેમની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. જ્યારે ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગની ઝપેટમાં આવ્યા બાદ અત્યાર સુધીમાં ૬ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ચાર મહિલાઓની હાલત ગંભીર છે.

ઘટના સ્થળ પર એકસાથે ૨૦ જેટલી અગ્નિશામક દળની ગાડીઓ આવી પહોંચી હતી. ગેસ સિલિન્ડરમાંથી લાગેલી આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી. હોટેલિયર્સે અગ્નિશામકોની મદદથી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી. આ આગ ને કાબૂ કરવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત ઘટના સ્થળ પરથી ૨૫થી ૩૦ લોકોને સુરક્ષિત રીતે બચાવ કરવામાં આવ્યો છે. તો ઘણા લોકો આગની ચપેટમાં પણ આવ્યા હતા. હાલમાં ૪ મહિલાઓની હાલત ગંભીર હોય તેવું ડૉક્ટરોએ કહ્યું છે. એક અહેવાલ અનુસાર કુલ ૧૮  દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી ૬ નું સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે. તે ઉપરાંત કુલ ૧૨ દર્દીઓને ICU માં દાખલ કરવામાં આવ્યા છે.

ફાયર બ્રિગેડ વિભાગના ડીઆઈજી મૃત્યુંજય ચૌધરીએ કહ્યું કે, હોટલમાં આગ ગેસ સિલિન્ડરથી લાગી હતી. ચાઉમિંગ અને અન્ય ફાસ્ટ ફૂડ બનાવવા માટે બાટલો બદલવામાં આવ્યો હતો જે લીક થતો હતો ત્યારે તેમાં પહેલાથી સળગી રહેલા ગેસમાં પણ આગ લાગી હતી. તે પછી સ્ટાફે ત્રણ કાર્બન ડાયોક્સાઇડ સિલિન્ડરનો ઉપયોગ કર્યો હતો તેમ છતાં પણ આગ ઓલવાઈ નહોતી. ત્યાર બાદ ત્યાં હાજર લોકો જોરજોરથી અવાજ કરતા દોડી આવ્યા હતા.

આ પણ વાંચો :-

બિહારનો યુટ્યુબર મનીષ કશ્યપ ભાજપમાં જોડાશે

0

બિહારના પ્રખ્યાત અને સ્ટાર યુટ્યુબર મનીષ કશ્યપ જલ્દી જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. જેણે લોકસભા ચૂંટણી ૨૦૨૪માં પશ્ચિમ ચંપારણ લોકસભા બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, તે ભાજપમાં જોડાઈ રહ્યો છે. તે ભાજપના સાંસદ મનોજ તિવારી સાથે દિલ્હી ગયો છે, કોઈપણ પક્ષ તરફથી કોઈ ઑફર ન મળ્યા પછી, મનીષ કશ્યપ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ ચંપારણમાંથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે પ્રચાર કરી રહ્યો હતો. સંજય જયસ્વાલને ટક્કર આપવા માટે કશ્યપ દિવસ-રાત પ્રચારમાં વ્યસ્ત હતા. એવી ચર્ચા છે કે મનીષ કશ્યપને મનાવવા માટે ભાજપે મનોજ તિવારીને મોકલ્યા હતા. દિલ્હીમાં મનીષ કશ્યપ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.

ભાજપના ઉમેદવાર ડૉ. સંજય જયસ્વાલ પશ્ચિમ ચંપારણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા, તો બીજી તરફ કોંગ્રેસે મદન મોહન તિવારીને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. આ બંને વચ્ચે એક મનીષ કશ્યપ ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યો હતો. તે લોકો સાથે જનસંપર્કમાં હતો. જેના કારણે ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીઓ વધી ગઈ હતી. હવે ભાજપે તેને પાર્ટીમાં જોડાવા માટે દિલ્હી બોલાવ્યો છે, તે આજે ભાજપમાં જોડાશે.

યૂટ્યુબર મનીષ કશ્યપે ભાજપમાં સામેલ થવા પર મનોજ તિવારીએ કહ્યું કે મનીષ કશ્યપ જેવો વ્યક્તિ જે જનતાના સવાલ ઉઠાવે છે તે ભાજપ સાથે છે. હું મનીષને જાણું છું, તે ગરીબો માટે કામ કરે છે, તે પીએમ મોદી સાથે જોડાયો છે.  ભાજપમાં સામેલ થયા બાદ મનીષ કશ્યપે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી.

આ પણ વાંચો :-

૨૫ એપ્રિલ, ૨૦૨૪/ પ્રેમસંબંધોમાં તકલીફ, જૂની વસ્તુ વેચી નવું લેવાના યોગ, ગુરૂવારનાં દિવસે આ રાશિના જાતકો પડશે સહકારની જરૂર, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ

આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા તથા કરેલા રોકાણોથી લાભ મળતો જણાય. દામ્પત્ય સુખમાં વૃધ્ધિ થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા. બપોર બાદ આવકનું પ્રમાણ ઘટે. અગત્યના કાર્યો બપોર સુધી પુરા કરવા. આરોગ્ય સાચવવું.

વૃષભ

બપોર સુધી પ્રતિકુળતા રહે. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે આનંદ વર્તાય. જીવનસાથી સાથે આનંદ. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો જણાય. મિત્રોનો સહકાર મળે.

મિથુન

આવકનું પ્રમાણ જળવાય. હોટલ, વીમો, એકાઉન્ટીંગ ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિઓને વિશેષ લાભ. સંતાનની પ્રગતિથી આનંદ. સંતાન તરફની ચિંતા હળવી બને. બપોર બાદ તમામ કાર્યોમાં પ્રતિકુળતા વર્તાય. આથી ધીરજ ધરવી.

કર્ક

શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. નાણાંકીય ક્ષેત્રે પ્રગતિ જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. વાહન સુખ મળવાના યોગ બને છે. સંતાન સંબંધી ચિંતા હળવી બને. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય.

સિંહ

કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધે. નવા રચનાત્મક કાર્યોની શરૂઆત શક્ય બને. જમીન, મકાનથી લાભ. સ્થાવર જંગમ મિલકતની ખરીદી. વેચાણ શક્ય બને. આરોગ્યની કાળજી જરૂરી.

કન્યા

પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ જળવાય. તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા, યશ વધે. માતા-પિતાનું આરોગ્ય જ‍ળવાય. ટેક્ષ કન્સલટન્ટ, ઇમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધામાં વિશેષ લાભ. હાડકાના દુઃખાવાથી સાચવવું.

તુલા

વિનયી, વિવેકી, માનવતાવાદી વલણને કારણે યશ-પ્રતિષ્‍ઠા વધે. સાચુ, ખોટુ પારખવાની કુદરતી શક્તિને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પ્લાસ્ટીક, જાહેર ખબર, ટ્રાન્સપોર્ટના ક્ષેત્રમાં લાભ. છાતી, પેટના રોગોથી સાવધાની જરૂરી.

વૃશ્ચિક

બપોર સુધી સ્વભાવમાં ઉગ્રતા જણાય. નાણાંકીય આવક સામાન્ય રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેતો જણાય. બપોર બાદ પરિસ્થિતિ સુધરે,આવક વધતાં આનંદ જળવાય. સ્વાસ્થ્યમાં સુધારો જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે.

ધન

બપોર સુધી આનંદ વધે. આર્થિક પાસુ મજબુત બનતું જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થતું જણાય. ધંધાકીયક્ષેત્રે પ્રગતિ થતી જણાય. બપોર બાદ આવકમાં ઘટાડો થાય. ખર્ચનું પ્રમાણ વધે. વિચારો ઉપર કાબુ રાખવો.

મકર

ધંધાકીયક્ષેત્રે ચિંતા વધતી જણાય. અગત્યના નિર્ણયો મોકુફ રાખવા. પિતાની તબિયતની કાળજી જરૂરી. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફ‍ળતા મળતી જણાય. આત્મવિશ્વાસ ઘટતો જણાય. બપોર બાદ પરિસ્થિતિમાં સુધારો જણાય.

કુંભ

દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતો હોવાને કારણે કાર્યમાં સફળતા અનુભવાય. નોકરીમાં આનંદ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. આવક જળવાશે. છતાં ધંધામાં નાણાં ઉછીના આપવા નહીં, અન્યથા ફસાઇ જવાના યોગ છે.

મીન

બપોર સુધી સંતાન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે. શરદી-ખાંસી-માથાના દુઃખાવાની સમસ્યા રહે. બપોર બાદ પરિસ્થિતિ સુધરે. ભાગ્યમાં વૃધ્ધિ જણાય. કાર્યમાં સફળતા મળે તથા આવકમાં પણ વધારો થાય.

ભાષણ દરમિયાન નીતિન ગડકરીને ચક્કર આપતા સમયે સ્ટેજ પર પડી ગયા

0

મહારાષ્ટ્રના યવતમાલમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અચાનક મંચ પર ઢળી પડ્યા હતા. સ્ટેજ પર હાજર લોકોએ તેને તરત જ ઉભા કર્યા અને સારવાર માટે લઈ ગયા. ગડકરી ચૂંટણી સભાને સંબોધવા માટે યવતમાલના પુસદ પહોંચ્યા હતા. જ્યારે તે સ્ટેજ પર બોલી રહ્યા હતા ત્યારે તે અચાનક બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ આસપાસના લોકોએ તેની મદદ કરી અને તેને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી નાગપુર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. નાગપુર સીટ પર પહેલા તબક્કામાં મતદાન થયું છે. અહીં ગડકરીનો મુકાબલો કોંગ્રેસના વિકાસ ઠાકરે સાથે છે. નીતિન ગડકરી અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે.

Nitin Gadkari health deteriorated in an election meeting in Yavatmal Maharashtra Maharashtra: યવતમાલમાં ચૂંટણી સભામાં ભાષણ આપતા સમયે સ્ટેજ પર પડી ગયા નીતિન ગડકરી, જાણા વિગતેમહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં જ્યાં મતદાન ચાલી રહ્યું છે તે પાંચ બેઠકોમાં નાગપુર બેઠકનો પણ સમાવેશ થાય છે. અહીં ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી છે. તેઓ કોંગ્રેસના વિકાસ ઠાકરે સામે ચૂંટણી લડી રહ્યા છે. તેઓ અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે.

આ પહેલીવાર નથી જ્યારે ગડકરીની તબિયત અચાનક બગડી હોય. 2018માં પણ મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન તે સ્ટેજ પર અચાનક બેહોશ થઈ ગયા હતા. આ દરમિયાન મહારાષ્ટ્રના તત્કાલીન રાજ્યપાલ વિદ્યાસાગર રાવ તેમની સાથે હાજર હતા. રાજ્યપાલે પોતે તેમને સ્ટેજ પર સંભાળ્યા હતા. ત્યારબાદ જણાવવામાં આવ્યું કે ગડકરીને સુગર લેવલ ઓછું થવાને કારણે ચક્કર આવ્યા હતા. તેને તરત જ પાણી આપવામાં આવ્યું અને પેડા ખવડાવવામાં આવ્યા. આ પહેલા પણ એક રેલી દરમિયાન તેમની તબિયત ખરાબ હોવાના સમાચાર આવ્યા હતા. તમને જણાવી દઈએ કે નિતિન ગડકરીએ વજન ઘટાડવા માટે તેમનું ઓપરેશન કરાવ્યું છે.

આ પણ વાંચો :-

બુધવારના રોજ સોના અને ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો

0

સોના-ચાંદીની ખરીદી કરવા માંગતા લોકો માટે સારા સમચાર છે. ૨૪ એપ્રિલના રોજ સોના-ચાંદીના કિંમતમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે. આવામાં લગ્નમાં સિઝનમાં જો તમે સોનુ-ચાંદી ખરીદવાનો વિચાર કરી રહ્યા છો, તો તમારી પાસે આજે સસ્તામાં સોનુ ખરીવાની તક છે.

નવા વર્ષની શરૂઆતમાં જ વધ્યા સોના-ચાંદીના ભાવ, જાણો આજે કેટલું મોંઘુ થયું સોનું અને ચાંદી - Gujarati News | Gold silver prices increased beginning of new year 2024 know how much goldબુધવારના રોજ સોનાના ભાવ બે સપ્તાહ કરતાં વધુ સમયની સૌથી નીચી સપાટીએ આવી ગયા હતા. સોનાએ વિક્રમી સપાટી બનાવ્યા બાદ અપેક્ષા મુજબ જ કરેકશન આવતા આંતરરાષ્ટ્રીય બજારમાં પાછળા ત્રણ-ચાર દિવસોમા આશરે ૧૩૦ ડૉલર જેટલું ઘટયું છે. તેના પગલે ભારતમાં પણ સોનું વિતેલા બે-ત્રણ દિવસોથી ઘટી રહ્યું છે. અમદાવાદમાં ૨૪ કેરેટ સોનું રૂપિયા ૧૨૦૦ ઘટીને રૂપિયા ૭૪,૦૦૦ પ્રતિ ૧૦ ગામના સ્તરે પહોંચ્યું છે.

૨૨ કેરેટ સોનું મગળવારે ૧૦ ગ્રામ દીઠ રૂપિયા ૧૨૦૦ ઘટીને ૭૩,૮૦૦ થયું હતું. ૨૫૦૦ તૂટીને રૂપિયા ૮૦,૫૦૦ પ્રતિ કિલો થયા હતા. બે દિવસોમાં અમદાવાદ ચાંદીમાં 3000 નો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારમાં જોઈએ તો કોમેક્સ ગોલ્ડ જે ગત સપ્તાહે ૨૪૪૦ ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું તે અત્યારે ૨૩૦૫ ડૉલર પ્રતિ રૂપિયા ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. અમદાવાદમાં ૨૦ એપ્રિલે સોનું રૂ. ૭૬,૩૦૦ અને યાદી રૂપિયા ૮૩,૫૦૦ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. વડોદરામાં ૨૪ કેરેટ સોનાના તોલાના ૭૨૭૦૦ રૂપિયા છે. જ્યારે રાજકોટ અને સુરતમાં પણ તોલાતા અને ૭૨૭૦૦ છે.

આ પણ વાંચો :-

સેમ પિત્રોડાના ‘વિરાસત ટેક્સ’ના નિવેદનથી વિવાદ, ભાજપે કર્યો ઘેરાવ

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના સરગુજામાં ચૂંટણી રેલીને સંબોધતા સૈમ પિત્રોડાના વારસાગત ટેક્સના નિવેદનને લઇને પ્રહાર કર્યા છે. PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસ પાસે એક જ મંત્ર છે. જિંદગી કે સાથ ભી, જિંંદગી કે બાદ ભી કોંગ્રેસ કી લૂંટ. કોંગ્રેસના ઈરાદા સારા નથી. હવે તેના ખતરનાક ઈરાદાઓ ખુલ્લેઆમ બધાની સામે આવી રહ્યા છે. તેથી હવે તેઓ વારસાગત કર વિશે વાત કરી રહ્યા છે. કોંગ્રેસ તમારી કમાણી, તમારાં ઘર, દુકાનો, ખેતરો પર નજર રાખી રહી છે. કોંગ્રેસના રાજકુમાર કહે છે કે તેઓ દેશના દરેક ઘર, દરેક કબાટ અને દરેક પરિવારની સંપત્તિનો એક્સ-રે કરશે.

જાણો કોણ છે સામ પિત્રોડા, પુલવામા પર જેમના નિવેદનથી ઊભો થયો વિવાદ – News18 ગુજરાતીવડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસની નજર તમારી કમાણી, તમારા મકાન, દુકાન, ખેતર પર છે. કોંગ્રેસના શહેજાદાનું કહેવું છે કે તે દેશના દરેક ઘર, દરેક કબાટ અને દરેક પરિવારની સંપત્તિનું એક્સ રે કરશે. અમારી માતા અને બહેનો પાસે જે થોડુ ઘણુ સ્ત્રી ધન છે, ઘરેણા અને જ્વેલરી છે. કોંગ્રેસ તેની પણ તપાસ કરાવશે. માતા અને બહેનોના મંગળસૂત્ર પણ છીનવી લેશે.

કોંગ્રેસ નેતા સામ પિત્રોડાના નિવેદન પર ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું કે, આજે પિત્રોડાના નિવેદનથી દેશ સમક્ષ કોંગ્રેસનો ઉદ્દેશ્ય સ્પષ્ટ થઈ ગયો છે. પહેલા તેમના મેનિફેસ્ટોમાં ‘સર્વેક્ષણ’નો ઉલ્લેખ, મનમોહન સિંહનું જૂનું નિવેદન કે જે કોંગ્રેસનો વારસો છે “દેશના સંસાધનો પર લઘુમતીઓનો પ્રથમ અધિકાર છે” અને હવે સંપત્તિની વહેંચણી પર અમેરિકાને ટાંકીને સામ પિત્રોડાની ટિપ્પણી પર ચર્ચા-વિચારણા થવી જોઈએ.

કોંગ્રેસ નેતા પિત્રોડાએ કહ્યું કે અમેરિકામાં વારસાગત ટેક્સ વસૂલાય છે. જો કોઈની પાસે ૧૦૦ મિલિયન ડૉલરની સંપત્તિ હોય અને તે મૃત્યુ પામી જાય તો તે ફક્ત ૪૫ ટકા જ તેના બાળકોને ટ્રાન્સફર કરી શકે છે. જોકે તેમના આ નિવેદન પર વિવાદ થતાં તેમણે કહ્યું કે મારી વાતને તોડી મરોડીને રજૂ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ૫૫ ટકા સંપત્તિ સરકાર દ્વારા લઈ લેવામાં આવે છે. આ એક રસપ્રદ કાયદો છે. કાયદો કહે છે કે તમે તમારા જીવન દરમિયાન સંપત્તિ કમાઇ અને હવે તમે જઇ રહ્યા છો, તમારે તમારી સંપત્તિથી અડધો હિસ્સો પ્રજા માટે છોડવો જોઈએ. આ નિષ્પક્ષ કાયદો મને સારો લાગે છે.

આ પણ વાંચો :-

મનીષ સિસોદિયાને ન્યાયિક કસ્ટડી ૭ મે સુધી લંબાવી

0

દિલ્હી લિકર પોલિસી સંબંધિત CBI કેસમાં પૂર્વ ડેપ્યુટી સીએમ અને AAP નેતા મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધે એવા સમાચાર આવ્યા છે. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી લંબાવવામાં આવી છે. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી લિકર પોલિસી સંબંધિત સીબીઆઈ કેસમાં આરોપો ઘડવાની માંગણી કરતી અરજી પર કેન્દ્રીય તપાસ એજન્સી પાસેથી જવાબ માંગ્યો છે અને સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ૭ મે સુધી લંબાવી છે. કોર્ટ રૂમમાં દલીલ પૂરી થતાં જ મનીષ સિસોદીયાના વકીલ બહાર નીકળી ગયા હતા. તેમના આવા રવૈયા સામે કોર્ટે લાલ આંખ કરી હતી.

સંજય સિંહ બાદ મનીષ સિસોદિયા પણ આવી શકે છે જેલમાંથી બહાર, જાણો કોર્ટમાં શું થયુ? | After Sanjay Singh, Manish Sisodia can also come out of jail, know what happened in the court? - Gujarati Oneindiaઆરોપીના વકીલે સુનાવણી દરમિયાન ન્યાયાધીશને કહ્યું કે, અમારે કોર્ટ રૂમમાંથી બહાર જવું જોઈતું ન હતું. આ માટે અમે માફી પણ માંગીએ છીએ. નારાજગી વ્યક્ત કરતા ન્યાયાધીશે કહ્યું કે અમે આ પ્રકારનું વર્તન પહેલીવાર જોયું છે. તમારી દલીલો પૂરી થતાં જ તમે કોર્ટમાંથી બહાર નીકળી ગયા.આ દરમિયાન અરજદારે દલીલ કરી હતી કે હજુ તપાસ ચાલુ છે. જ્યારે સીબીઆઈએ આ દલીલનો વિરોધ કર્યો હતો.

અરજદારના વકીલે કોર્ટને કહ્યું કે કેસની સુનાવણી દરમિયાન IOએ કહ્યું હતું કે ત્રણ-ચાર મહિનામાં તપાસ પૂરી થઈ જશે, પરંતુ હજુ સુધી કેસની તપાસ ચાલી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોર્ટના આદેશ બાદ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને ૧૬૪નું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં, કેસમાં આરોપો ઘડવાની સુનાવણી હવે શરૂ થવી જોઈએ નહીં. કોર્ટે કહ્યું કે, આ કેસની આગામી સુનાવણી ૭ મેના રોજ થશે. હકીકતમાં, આમ આદમી પાર્ટી નેતા મનીષ સિસોદિયાને ૨૪ એપ્રિલ સુધી તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

EVM અને VVPATની કાર્યદક્ષતા સમજાવવા SCનો ચૂંટણી પંચને નિર્દેશ

0

ચૂંટણીમાં વોટિંગ માટે ઉપયોગમાં લેવાતા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને વોટિંગ કન્ફર્મ કરવા માટે મેળવેલી VVPAT સ્લિપને લઈને સુપ્રીમ કોર્ટ આજે મહત્વનો નિર્ણય આપી શકે છે. કોર્ટે આજે બપોરે ૨ વાગ્યે ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીને સમન્સ પાઠવ્યા છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટની બેન્ચ EVM અને VVPATને લગતા કેટલાક પ્રશ્નો પૂછશે. ખાસ કરીને ઈવીએમમાં ​​લગાવવામાં આવેલા માઈક્રો કંટ્રોલરની કાર્ય પ્રક્રિયા વિશે ન્યાયાધીશ સમજશે. આ સિવાય જજ EVM અને VVPATની સુરક્ષા સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નો પણ પૂછી શકે છે.

બેલટ પેપર્સના જમાનામાં ચૂંટણીઓમાં શું થતું હતું તે અમને યાદ છેઃ સુપ્રીમ કોર્ટની આકરી ટકોરએક મહત્વપૂર્ણ પ્રશ્ન જે ન્યાયાધીશ પણ પૂછવા જઈ રહ્યા છે તે એ છે કે ઈવીએમ મશીનો કેટલા સમય સુધી રાખી શકાય. બેન્ચમાં સામેલ જસ્ટિસ સંજીવ ખન્નાએ સવાલ પૂછ્યો છે કે, ‘માઈક્રો કંટ્રોલર કન્ટ્રોલ યુનિટમાં લગાવવામાં આવ્યા છે કે VVPATમાં. અમે ફક્ત એટલું જ જાણીએ છીએ કે તે કંટ્રોલ યુનિટમાં જ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે, પરંતુ ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલા FAQ મુજબ, તે VVPATમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આ સિવાય બેંચ તરફથી એક સવાલ એ છે કે શું આ માઈક્રો કંટ્રોલર્સને માત્ર એક જ વાર પ્રોગ્રામ કરવામાં આવે છે કે પછી તેમાં ફેરફાર કરી શકાય છે.

કોર્ટે ચૂંટણી પંચને પૂછ્યું કે માઇક્રોકન્ટ્રોલર કન્ટ્રોલિંગ યુનિટમાં ઇન્સ્ટોલ કરેલું છે કે VVPAT માં? શું માઇક્રોકન્ટ્રોલર વન ટાઇમ પ્રોગ્રામેબલ છે? ચૂંટણી ચિહ્નો માટે આયોગ પાસે કેટલા યુનિટ્સ ઉપલબ્ધ છે? તમે કહ્યું કે ચૂંટણી પિટિશન ફાઇલ કરવાની મર્યાદા અવધિ ૩૦ દિવસ છે અને આ રીતે સ્ટોરેજ અને રેકોર્ડ ૪૫ દિવસ સુધી જાળવવામાં આવે છે. પરંતુ લિમિટેશન ડે ૪૫ જ છે, તમારે તેને ઠીક કરવું પડશે.

આ પણ વાંચો :-

૨૪ એપ્રિલ, ૨૦૨૪/ શત્રુપક્ષથી રાખવી સાવધાન, ખોટા ખર્ચા ઉપર રાખવો કાબૂ, આ જાતકોને બુધવારે થશે ધનપ્રાપ્તિ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આજે દિવસ દરમ્યાન માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સુધરતી જણાશે. પરિવારમાં પણ આત્મીયતા વધે. કાર્ય સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રહેશે. ધંધામાં પ્રગતિ થતી જણાય.

‌વૃષભઃ

આજનો દિવસ સંતોષથી પસાર કરવો. આવકમાં ઘટાડો થતો જણાય. આરોગ્ય કથળતું જણાય. પાણીથી થતા રોગોથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય સફળતા મળતી જણાય. જુના મિત્રોની મુલાકાત શક્ય બને.

‌મિથુનઃ

આજે પણ આર્થિક ઉપાર્જન વધતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે. રોકાણોનું વળતર મળતું જણાય. સંતાનની પ્રગતિ થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્યનો સાથ મળે. સ્વાસ્થ્ય જળવાય.

કર્કઃ

આર્થિક દ્રષ્ટિએ દિવસ સારો છે. લક્ષ્મીની કૃપા અનુભવાય. પરિવારના સભ્યો સાથે આનંદ. ઉત્સાહ રહે. નવા રોકાણો ફાયદાકારક પુરવાર થાય. જુના રોકાણોથી લાભ મળતો જણાય. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

‌સિંહઃ

સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક લાભ મળતો જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. કાર્ય સફળતા અનુભવાય. તબિયત સંબંધી થોડી ચિંતા રહે.

કન્યાઃ

આવકમાં વધારો થતાં મન પ્રફુલ્લીત રહે. નાના ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણ ટાળવા. સરકારી લખાણપત્ર કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય જળવાશે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

તુલાઃ

પરોપકાર, હિંમત, ગૂઢ માનસ તથા છટાદાર વાણી રહે. અણુ-ઉર્જા સંશોધન, ઇલેકટ્રોનિક્સ, બુકસેલરના ધંધામાં વધારે પ્રગતિ થાય. માતા તથા પત્નિ સાથે મતભેદ થવાની શક્યતા છે. આજે ભાગ્યનો સાથ મળતો નથી આથી મહેનત વધારે કરવી પડશે.

વૃ‌શ્ચિકઃ

આવકમાં ઘટાડો થતો જણાય. અગત્યના રોકાણો ટાળવા. સંઘર્ષ બાદ થોડી સફળતા મળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. સ્નાયુનો દુઃખાવો રહે. જીવનસાથી સાથે ઉગ્રતા-વાદ-વિવાદ ટાળવાની સલાહ છે.

ધનઃ

ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધો શરૂ કરી શકાય. આર્થિક રીતે આવક વધતાં માનસિક અશાંતિ ઓછી થતી જણાય. મિત્રો તરફથી લાભ મળે. આરોગ્ય સાચવવું. શરદી-કફનો ઉપદ્રવ રહે. જુની ઓળખાણ તાજી થતી જણાય.

મકરઃ

આર્થિક પાસુ મજબુત થતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થતું જણાય. નવા રોકાણો ફળદાયી નીવડવાની શક્યતાઓ છે. માતૃપક્ષ તરફથી આનંદના સમાચાર મળે. ધંધાકીયક્ષેત્રે પ્રગતિનો અનુભવ થાય.

કુંભઃ

ભાગ્ય બળવાન બને છે. ભાગ્યના જોરે આવક મેળવી શકાય. પરિણામે દિવસ દરમ્યાન પ્રસન્નતા રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં પ્રેમ જળવાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય.

મીનઃ

આજે આવક ઘટતી જણાય. માનસિક પરિતાપ ચિંતા સતાવે. પરિવારના સભ્યો વચ્ચે ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. નોકરીમાં ચિંતા તથા ધંધામાં પણ ચિંતાનું વાતાવરણ રહે. આરોગ્ય જાળવવું. માથાનો દુઃખાવો રહે. આંખની કાળજી રાખવી.

તાઈવાનમાં ૮૦થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા! તીવ્રતા ૬.૩ નોંધાઇ

ભૂકંપથી તાઈવાનની ધરતી હચમચી ગઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. જણાવી દઇએ કે, તાઈવાનના હુઆલીન શહેર નજીક ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. સોમવારે માત્ર ૯ મિનિટની અંદર પૂર્વી તાઈવાનના શૌફેંગ ટાઉનશીપ, હુઆલીન કાઉન્ટીમાં પાંચ વખત તીવ્ર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. વળી એવા પણ અહેવાલ છે કે, અહીં રાત્રિ દરમિયાન ૮૦ થી વધુ ભૂકંપના આંચકા આવ્યા હતા જેના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા.

Taiwan Hit Dozens Of Earthquakes, Strongest Reaching 6.3 Magnitudeતાઈવાનના હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર હુઆલિનની પૂર્વીય કાઉન્ટીમાં જમીનથી ૫.૫ કિલોમીટર નીચે હતું. ભૂકંપ ૬.૩ની તીવ્રતાનો સૌથી શક્તિશાળી હતો અને રાજધાની તાઈપેઈની કેટલીક ઈમારતોને હચમચાવી નાખ્યો હતો.

તાઇવાન બે ટેકનોટિક પ્લેટોના જંક્શન પર વસેલો દેશ છે, જે ભૂકંપના હિસાબથી સેન્સેટિવ માનવામાં આવી છે. ૨૦૧૬માં દક્ષિણ તાઇવાનમાં આવેલા ભૂકંપથી ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. આ પહેલા ૧૯૯૯માં ૭.૩ની તીવ્રતાના ભૂકંપમાં ૨ હજારથી વધુ લોકો માર્યા ગયા હતા.

બે અઠવાડિયા પહેલા તાઈવાનના પૂર્વી દરિયાકાંઠે રિક્ટર સ્કેલ પર ૭.૪ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા અને ૭૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. “ભૂકંપની પ્રાથમિક માહિતી M (૬.૫) હુઆલીન સિટી, તાઇવાનથી ૧૧ કિમી ઉત્તરપૂર્વમાં ત્રાટક્યું,” US જીઓલોજિકલ સર્વેએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ૩ એપ્રિલે હુઆલીન સિટીમાં ભૂકંપ આવ્યો હતો જેમાં ચાર લોકોના મૃત્યુ અને ૭૦૦ થી વધુ ઘાયલ થયા, ૧૩૨ લોકો એપીસેન્ટરની નજીક હુઆલીન કાઉન્ટીમાં ઘાયલ થયા હતા.

આ પણ વાંચો :-