સેમ પિત્રોડાના ‘વિરાસત ટેક્સ’ના નિવેદનથી વિવાદ, ભાજપે કર્યો ઘેરાવ

Share this story

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના સરગુજામાં ચૂંટણી રેલીને સંબોધતા સૈમ પિત્રોડાના વારસાગત ટેક્સના નિવેદનને લઇને પ્રહાર કર્યા છે. PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસ પાસે એક જ મંત્ર છે. જિંદગી કે સાથ ભી, જિંંદગી કે બાદ ભી કોંગ્રેસ કી લૂંટ. કોંગ્રેસના ઈરાદા સારા નથી. હવે તેના ખતરનાક ઈરાદાઓ ખુલ્લેઆમ બધાની સામે આવી રહ્યા છે. તેથી હવે તેઓ વારસાગત કર વિશે વાત કરી રહ્યા છે. કોંગ્રેસ તમારી કમાણી, તમારાં ઘર, દુકાનો, ખેતરો પર નજર રાખી રહી છે. કોંગ્રેસના રાજકુમાર કહે છે કે તેઓ દેશના દરેક ઘર, દરેક કબાટ અને દરેક પરિવારની સંપત્તિનો એક્સ-રે કરશે.

જાણો કોણ છે સામ પિત્રોડા, પુલવામા પર જેમના નિવેદનથી ઊભો થયો વિવાદ – News18 ગુજરાતીવડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસની નજર તમારી કમાણી, તમારા મકાન, દુકાન, ખેતર પર છે. કોંગ્રેસના શહેજાદાનું કહેવું છે કે તે દેશના દરેક ઘર, દરેક કબાટ અને દરેક પરિવારની સંપત્તિનું એક્સ રે કરશે. અમારી માતા અને બહેનો પાસે જે થોડુ ઘણુ સ્ત્રી ધન છે, ઘરેણા અને જ્વેલરી છે. કોંગ્રેસ તેની પણ તપાસ કરાવશે. માતા અને બહેનોના મંગળસૂત્ર પણ છીનવી લેશે.

કોંગ્રેસ નેતા સામ પિત્રોડાના નિવેદન પર ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું કે, આજે પિત્રોડાના નિવેદનથી દેશ સમક્ષ કોંગ્રેસનો ઉદ્દેશ્ય સ્પષ્ટ થઈ ગયો છે. પહેલા તેમના મેનિફેસ્ટોમાં ‘સર્વેક્ષણ’નો ઉલ્લેખ, મનમોહન સિંહનું જૂનું નિવેદન કે જે કોંગ્રેસનો વારસો છે “દેશના સંસાધનો પર લઘુમતીઓનો પ્રથમ અધિકાર છે” અને હવે સંપત્તિની વહેંચણી પર અમેરિકાને ટાંકીને સામ પિત્રોડાની ટિપ્પણી પર ચર્ચા-વિચારણા થવી જોઈએ.

કોંગ્રેસ નેતા પિત્રોડાએ કહ્યું કે અમેરિકામાં વારસાગત ટેક્સ વસૂલાય છે. જો કોઈની પાસે ૧૦૦ મિલિયન ડૉલરની સંપત્તિ હોય અને તે મૃત્યુ પામી જાય તો તે ફક્ત ૪૫ ટકા જ તેના બાળકોને ટ્રાન્સફર કરી શકે છે. જોકે તેમના આ નિવેદન પર વિવાદ થતાં તેમણે કહ્યું કે મારી વાતને તોડી મરોડીને રજૂ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ૫૫ ટકા સંપત્તિ સરકાર દ્વારા લઈ લેવામાં આવે છે. આ એક રસપ્રદ કાયદો છે. કાયદો કહે છે કે તમે તમારા જીવન દરમિયાન સંપત્તિ કમાઇ અને હવે તમે જઇ રહ્યા છો, તમારે તમારી સંપત્તિથી અડધો હિસ્સો પ્રજા માટે છોડવો જોઈએ. આ નિષ્પક્ષ કાયદો મને સારો લાગે છે.

આ પણ વાંચો :-