જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ વિવાદિત નિવેદન આપ્યું. તેમણે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નિવેદન પર વળતો પ્રહાર કરતાં કહ્યું કે “પાકિસ્તાને બંગડીઓ પહેરીને રાખી નથી અને તેમની પાસે પણ અણુબોંબ છે જે આપણા પર છોડી શકે છે.” તેમણે વધુમાં કહ્યું, “જો રક્ષા મંત્રી આમ કહે છે તો તેમ કરો. અમે રોકવાવાળા કોણ છીએ?”

ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, ‘જો સંરક્ષણ મંત્રીએ બોલવું હોય તો ભલે બોલે. આપણે તેમને રોકીએ એવી ક્યાં લાયકાત છે? પરંતુ એ યાદ રાખવું જોઈએ કે પાકિસ્તાને પણ બંગડીઓ નથી પહેરી. તેની પાસે પણ પરમાણુ બોમ્બ છે અને કમનસીબે એ પરમાણુ બોમ્બ આપણી ઉપર જ આવીને પડશે.’
એક મુલાકાતમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, “ભારતમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે તે જોઈને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(PoK)ના લોકો ખુદ જ ભારતનો ભાગ બનવાનું કહેશે.” પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં એક રેલીને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું હતું કે, “ચિંતા કરશો નહીં. PoK ભારતનું હતું, છે અને રહેશે જ.” આ બેઠક પર ભાજપે વર્તમાન સાંસદ રાજુ બિસ્તાને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.
રાજનાથ સિંહે વધુમાં કહ્યું હતું કે, “ભારતની તાકાત વધી રહી છે. સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી રહી છે અને આપણી અર્થવ્યવસ્થા ઝડપથી દોડી રહી છે. હવે PoKમાં રહેતા આપણા ભાઈઓ અને બહેનો પોતે જ ભારતમાં જોડાવાની માંગ કરશે.” ત્યારે વિદેશ મંત્રી એસ. જયશંકરે રવિવારે કહ્યું હતું કેમ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતનો એક અભિન્ન અંગ છે અને ભારતીય સંસદનો એક ઠરાવ છે જે જણાવે છે કે, PoK ભારત દેશનો જ એક ભાગ છે.

હવે મારે મોટા થવું છે, મારે મત આપવા જવું…. એ ગીતમાં
ચૂંટણી પ્રચારના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે નરેન્દ્ર મોદી રવિવારે
EDની આ કાર્યવાહી સસ્પેન્ડેડ ચીફ એન્જિનિયર વીરેન્દ્ર રામ અને તેના નજીકના લોકોના સ્થળો પર કરવામાં આવી રહી છે તેમજ EDએ અનેક રાજનેતાઓના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે, EDએ ઝારખંડ સરકારના
કોંગ્રેસે આ ઘટના માટે ભાજપ પર આરોપ લગાવ્યો છે. યુપી કોંગ્રેસે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું, ‘ભાજપ હારના ડરથી ગભરાઈ ગઈ. અમેઠીમાં વહીવટીતંત્રની હાજરીમાં
દિલ્લી બાદ હવે
મેષઃ
મેષઃ
તાજેતરમાં લવલીએ દિલ્હી યુનિટના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. તેનું એક કારણ AAP સાથે ગઠબંધન છે. અરવિંદર સિંહ લવલીએ પદ છોડ્યા બાદ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે કોંગ્રેસની દિલ્હી એકમ ગઠબંધનની વિરુદ્ધ હતી અને પાર્ટી હાઈકમાન્ડે રાષ્ટ્રીય રાજધાનીના નેતાઓની વાત ન સાંભળી અને AAP સાથે ગઠબંધનને મંજૂરી આપી. કોંગ્રેસના
DPS સ્કૂલ પાસે આવેલ અગ્ર એક્સોટિકા ખાતે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતના વિવિધ ભાગોમાંથી 130થી વધુ ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રુપ ડીસ્ક્શન, પેનલ ડીસ્ક્શન વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનાં માધ્યમથી