શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી નવી ઉંચાઇએ પહોંચ્યા છે, તે પણ લોકસભા ચૂંટણી ૨૦૨૪ પરિણામ પહેલા. તેજીની ચાલમાં સેન્સેક્સ ફરી ૭૫૦૦૦ની સપાટી કુદાવી ૭૫૪૦૭ રેકોર્ડ લેવલે પહોંચ્યો છે અને નિફ્ટી ૨૨૯૫૯ ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ લેવલ બનાવ્યું છે. લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતની પ્રબળ આશા વચ્ચે સેન્સેક્સમાં ૧૨૦૦ પોઇન્ટથી વધુનો ઉછાળો આવ્યો છે. જાણો સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીના કારણ અને હવે માર્કેટ કઇ દિશામાં જશે
![]()
છેલ્લા ત્રણ ટ્રેડિંગ દિવસોથી શેરબજારમાં મંદી જોવા મળી હતી, પરંતુ ગુરુવારે ફરી એકવાર બજાર વધવા લાગ્યું. ધીમી શરૂઆત બાદ અચાનક બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં જોરદાર ઉછાળો આવ્યો છે. બીએસઈનો ૩૦ શેરનો સેન્સેક્સ બુધવારે ૭૪,૨૨૧ પર બંધ થયો હતો અને ગુરુવારે ૭૪,૨૫૩ પર ખુલ્યો હતો. પછી અચાનક આ ઇન્ડેક્સ વધવા લાગ્યો અને ૧૧: ૩૦ વાગ્યે તે ૪૪૪.૨૩ પોઈન્ટ ઉછળીને ૭૪,૬૬૫.૨૯ ના સ્તરે ટ્રેડ થવા લાગ્યો.
નિફ્ટીમાં જબરદસ્ત તેજી જોવા મળી છે અને પહેલીવાર ૨૨૯૦૦ બંધ રહેવામાં સફળ થયો છે. એનએસઇ નિફ્ટી ૩૭૦ પોઇન્ટ ઉછળી ૨૨૯૬૭ બંધ થયો છે, જે ઇતિહાસનો સૌથી ઉંચો બંધ ભાવ છે. શેરબજારના ટ્રેડિંગ સેશન દરમિયાન નિફ્ટી ૨૨૯૯૩ ઇન્ટ્રા-ડે હાઇ થયો હતો. હવે એનએસઇ નિફ્ટી ગમે ત્યારે ૨૩૦૦૦ની સપાટી કુદાવી શકે છે.
આજે નિફ્ટી ૫૦માં સૌથી વધુ ૫ ટકાનો ઉછાળો અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં છે. તે પછી એક્સિસ બેંક અને એલએન્ડટીના શેરમાં લગભગ ૩ ટકાનો ઉછાળો છે જ્યારે મિડકેપ સેગમેન્ટમાં, રેલ્વે શેરો ફરીથી સત્તામાં છે. RVNLના શેરમાં ૮ ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સાથે IRFCના શેરમાં ૭ ટકાની મજબૂત તેજી જોવા મળી રહી છે. ૧૦૦ નિફ્ટી શેર ૫૨ -સપ્તાહની ટોચે ટ્રેડ થઈ રહ્યા હતા . જ્યારે ૧,૨૪૨ શેરમાં ઘટાડો ચાલુ છે. જ્યારે ૧૧૦ શેર યથાવત છે. ૧૦૧ શેર ૫૨ સપ્તાહના ઉચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે ૧૭ શેર ૫૨ સપ્તાહના નીચલા સ્તરે હતા. ૭૯ શેરમાં અપર સર્કિટ જોવા મળી રહી છે જ્યારે ૫૬ શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો :-


સુરતની રિયા લાઠીયાના
નોંધનીય છે કે આ પહેલા પણ ઘણી વખત દિલ્હી સહિત દેશના અન્ય ભાગોમાં શાળાઓ, હોટલ અને સરકારી મંત્રાલયોની ઈમારતોમાં બોમ્બ રાખવાની ધમકી ઈમેઇલ દ્વારા આપવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી દિલ્હી, બેંગલુરુ,
કાળઝાળ ગરમી વચ્ચે સુરતમાં અચાનક બેભાન થયા બાદ ૨૪ કલાકમાં ૧૦ના મોત થયા છે. માહિતી અનુસાર, તમામ મૃતકોને ગભરામણ થઈ એ પછી બેભાન થયા હતા. જેમાંથી એકનું હીટસ્ટ્રોકના કારણે મોત થયું છે, જયારે અન્ય
મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ પણ કહી ચૂક્યા છે કે ત્યાં ૧૨૦૦ જેટલાં
સ્માર્ટ મીટરને લઇને હાલ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં સ્માર્ટ મીટરનો વિરોધ થઇ રહ્યો છે. ગોરવા વિસ્તારના ગ્રાહકનું રૂપિયા ૯,૨૪,૨૫૪નું બિલ આવ્યુ છે.સામાન્ય રીતે તેમનું બીલ દર મહિને ૨ હજારની આસપાસ આવે છે અને અને સ્માર્ટ મીટર લગાવતાની સાથેજ લાખોનું બિલ જોતા સમગ્ર મામલે ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. તમારા ઘરનું લાઇટ
કોમ્પ્યુટર ક્લાસીસ ચલાતા 