ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, સુરતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ લોકોના મોત

Share this story

ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે. સુરતમાં વધેલા તાપમાનના કારણે હીટવેવના કેસોમાં વધારો થયો છે. પાંડેસરામાં હીટવેવમાં એક યુવક સહિત અચાનક બેભાન તેમજ ગભરામણ થવાથી ૧૦ લોકોના મોત નીપજ્યા હતા. મૃતકોમા નાના બાળકોથી લઈને મોટી ઉમરના ૧૦ લોકોના ૨૪ કલાકમાં મોત નીપજ્યાં છે.

45°C 280 heat related illnesses in a dayકાળઝાળ ગરમી વચ્ચે સુરતમાં અચાનક બેભાન થયા બાદ ૨૪ કલાકમાં ૧૦ના મોત થયા છે. માહિતી અનુસાર, તમામ મૃતકોને ગભરામણ થઈ એ પછી બેભાન થયા હતા. જેમાંથી એકનું હીટસ્ટ્રોકના કારણે મોત થયું છે, જયારે અન્ય મૃતકોના સેમ્પલ ફોરેન્સિકમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે. ત્યારે બીજી તરફ હીટવેવની અસરના કારણે સરકારી હોસ્પિટલોમાં ૧૨ વ્યક્તિને સારવાર આપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં ૮ દર્દીઓ હીટવેવની અસરના કારણે સારવાર લઈ રહ્યા છે અને સ્મીમેર હોસ્પિટલમાં ૪ દર્દીને સારવાર અપાઈ છે. વડોદરામાં ડિહાઇડ્રેશન, લૂ લાગવી, ગભરામણ, હ્રદયરોગના હુમલાથી ૩ લોકોના મોત થયા છે. ૭૭ વર્ષીય કિશનરાવ દીઘે, ૩૯ વર્ષીય જગદીશ પટેલ, ૬૨ વર્ષીય કરશનભાઈનું મોત થયું છે.

નવમા બનાવમાં પાંડેસરા અંબિકા નગર આશાપુરી ગોવાલક પાસેથી એક ૩૫ વર્ષીય અજાણ્યો બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેમને સારવાર માટે ૧૦૮માં સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. દસમાં બનવામાં વરાછા ટાંકલી ફળિયુંમાં રહેતો ૫૦ વર્ષીય એક અજાણ્યો પુરુષ ગતરોજ સાંજે બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેને સારવાર માટે ૧૦૮ માં સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.

નોંધનીય છે કે હજુ આગામી બે દિવસ સુધી લોકોને કાળઝાળ ગરમીથી રાહત નહીં મળે. હવામાન વિભાગે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ૨૫ મે સુધી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. ગત દિવસોમાં સુરતમાં તાપમાન ૪૨ ડિગ્રીની આસપાસ રહ્યું છે, જયારે આગામી દિવસોમાં સુરતમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-