કિર્ગીઝસ્તાનમાં ફસાઇ સુરતી વિદ્યાર્થિનીએ સરકારની માંગી મદદ

Share this story

કિર્ગિસ્તાનના પાટનગર બિશ્બેકમાં હિંસાથી ગુજરાતના વિદ્યાર્થીઓ ડરેલા છે. કિર્ગિસ્તાનમાં ગુજરાતના 100થી વધુ વિદ્યાર્થીઓ ફસાયેલા છે. તે ભારત સરકારને મદદ કરવાનું આહવાન કરી રહ્યાં છે. આ વચ્ચે સુરતની વિદ્યાર્થિની રિયા લાઠિયાએ કિર્ગિસ્તાનની આપવિતી જણાવી હતી અને સરકારને વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવાની અપીલ કરી હતી.

સુરતની રિયા લાઠીયાના પરિવારમાં ચિંતાનો માહોલ છે. સુરતની રિયા લાઠીયા યુનિવર્સિટી ઓફ કસમામાં ફસાઈ છે. રિયાના માતા શર્મિષ્ઠાબેનનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, કાલે સાંજે રિયા સાથે વાત થઈ હતી. રિયાએ કહ્યું પરિસ્થિતિ ખુબ ગંભીર છે. એરપોર્ટ સુધી પહોંચવું મુશ્કેલી છે. ખાવાનું નથી મળતું, લાઈટ પણ નથી. પરંતુ યુનિવર્સિટીના સર લોકો ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે. સરકારને વિનંતી છે કે મારી દિકરીને પરત લાવો.

વિદ્યાર્થિનીએ વધુમાં જણાવ્યું કે, “ત્રણ દિવસથી એરપોર્ટ પર બેઠા હતા અને પછી બહાનું આપવામાં આવ્યું કે તમે હોસ્ટેલમાં જતા રહો. અમારે અહી નથી રહેવું અમારે પેરેન્ટ્સ પાસે જવું છે. સરકાર કઇ કરતી નથી. અમારે અહીથી બહાર નીકળવું છે. અમે મેડિકલ માટે આવ્યા છીએ અને ફસાઇ ગયા છીએ. સરકાર અમારી વાત સાંભળે, અમારા પેરેન્ટ્સ ઘરે રાહ જોઇ રહ્યાં છે. અમને એરપોર્ટ પર જવા દેતા નથી અને ફ્લેટમાં પણ રહેવા દેતા નથી. સ્થાનિકો રૂમનો દરવાજો ખખડાવીને ધમકી આપે છે કે બહાર નીકળો. યુવતીઓના રેપ થઇ રહ્યાં છે અને લોકોને ગોળી મારવામાં આવી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી અહીંની પરિસ્થિતિ ખરાબ છે. તેલંગાણાના મંત્રીએ ભારતીય વિદ્યાર્થીઓ માટે મફત ફ્લાઇટની વ્યવસ્થા કરી છે, તમે પણ અમને બહાર કાઢવા માટે આવી કોઇ વ્યવસ્થા કરો. અમે અનસેફ ફિલ કરી રહ્યાં છીએ.

આ પણ વાંચો :-