બાંગ્લાદેશી સાંસદ અનવારુલ અઝીમ અનારની તાજેતરમાં કોલકાતામાં નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે કોલકાતાના ન્યુટાઉન વિસ્તારમાં અનવારુલને હનીટ્રેપમાં ફસાવવા બદલ એક મહિલાની બાંગ્લાદેશથી ધરપકડ કરી છે. આ હત્યાના મુખ્ય આરોપી અખ્તર રઝમાન શાહીને બાંગ્લાદેશી સાંસદને હનીટ્રેપની મદદથી ફસાવ્યા હતા. શાહિને શીલાંતી રહેમાન નામની મહિલાને સાંસદ અનારની ગર્લફ્રેન્ડ બનાવી હતી અને શીલાંતીએ એક મેસેજ દ્વારા બાંગ્લાદેશી સાંસદ અનવારુલ અઝીમ અનારને ન્યૂટાઉન બોલાવ્યા હતા.
ઘટનાના દિવસે યુવતીએ ખૂબ જ ચતુરાઈથી સાંસદને ન્યૂ ટાઉન સ્થિત તેના ફ્લેટમાં બોલાવ્યો અને પછી ત્યાં તેની હત્યા કરી દેવામાં આવી. પ્રાપ્ત માહિતી અનુસાર, સૌપ્રથમ સાંસદને બેડરૂમમાં લાવવામાં આવ્યા, ત્યાં થોડીવાર વાતચીત થઈ અને પછી અચાનક તેમના ચહેરા પર ઓશીકું મૂકી દેવામાં આવ્યું. સાંસદનું શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયા બાદ કસાઈએ પોતાનું કામ શરૂ કર્યું.
પોલીસનું માનવું છે કે, સાંસદ અનવારુલને એક મહિલા લલચાવીને ન્યુ ટાઉનના એક ફ્લેટમાં લઇ ગઈ હતી. પોલીસને શંકા છે કે, ભાડાના હત્યારાઓ દ્વારા સાંસદની હત્યા કરવામાં આવી હશે. અધિકારીએ જણાવ્યું કે, ધરપકડ કરવામાં આવેલો વ્યક્તિ હત્યાના મામલે મુખ્ય આરોપીઓમાંથી એકને મળ્યો હતો. તેમણે જણાવ્યું કે, આ વ્યક્તિ બાંગ્લાદેશ સાથે આંતરરાષ્ટ્રીય સીમા નજીક પશ્ચિમ બંગાળના એક વિસ્તારમાં રહે છે. જોકે, પોલીસે હજી સુધી આ આરોપીની ઓળખ છતી કરી નથી.

દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસની દિવાલો પર ઘણા સ્થળે 
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે અને ત્યારબાદ તે વધુ તીવ્ર બની જશે. જો આ
કાળઝાળ ગરમી વચ્ચે સુરતમાં અચાનક બેભાન થયા બાદ ૨૪ કલાકમાં ૧૦ના મોત થયા છે. માહિતી અનુસાર, તમામ મૃતકોને ગભરામણ થઈ એ પછી બેભાન થયા હતા. જેમાંથી એકનું હીટસ્ટ્રોકના કારણે મોત થયું છે, જયારે અન્ય
આજના ઝડપથી વિકસિત થઇ રહેલા કોમર્શિયલમાં કોમર્સનું મહત્વનો ઓછું આંકી શકાતું નથી. બજારો અને અર્થતંત્રો પરિવર્તિત ફેરફારોમાંથી પસાર થઈ રહ્યા છે,જેમાં કુશળતા અને વ્યવહારુ કુશળતા બંનેથી સજ્જ વાણિજ્ય વ્યાવસાયિકોની જરૂર છે. આ 
મેષ
હકીકતમાં આ આખો મામલો ઋષિકેશ સ્થિત એઈમ્સનો છે, જ્યાં મહિલા ડોક્ટરની છેડતીના આરોપમાં નર્સિંગ ઓફિસરની ધરપકડ કરવા માટે પોલીસ વાહન લઈને હોસ્પિટલના ત્રીજા માળે પહોંચી હતી અને આ માટે પોલીસ અને સુરક્ષાકર્મીઓએ યોગ્ય રસ્તો બનાવ્યો હતો. . આ સમગ્ર ઘટના ગત મંગળવારે બની હતી, પરંતુ આ વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. આખો મામલો એ છે કે, 