Home Blog Page 759

સુરતમાં મૌલાના સાથે સંપર્કમાં રહેલા અશોક સુથારને ધર્મ પરિવર્તન કરાવ્યું

0

સુરતમાં મૌલાના કેસમાં વધુ એક ખુલાસો થયો છે. જેમાં પાકિસ્તાનની યુવતીઓએ યુવાનનું ધર્મપરિવર્તન કરાવ્યું હતુ. ત્યારે મૌલવી સાથે સંપર્કમાં રહેલા બિકાનેરનાં અશોક સુથાર ઉર્ફે અબુબકરને લઈ ખુલાસો થવા પામ્યો છે. જેમાં અબુબકર પાકિસ્તાની યુવતીઓ સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં હતો. જેમાં પાકિસ્તાનની યુવતીઓએ અશોકનું બ્રેઈનવોશ કર્યું હતું. તેમાં આરોપી અશોક કામરેજના મૌલાના સુહેલના સંપર્કમાં હતો. તેમજ પાકિસ્તાની યુવતીઓનાં સંપર્કમાં આવ્યા બાદ ધર્મ પરિવર્તન કર્યું હતું.

કોમ્પ્યુટર ક્લાસીસ ચલાતા અસોક સુથાર ઉર્ફે અબુબકર છેલ્લા ઘણા મહિનાથી પાકિસ્તાનની યુવતીઓનાં સંપર્કમાં હતો. તેમજ પાકિસ્તાનની યુવતીઓ સાથે પહેલા નોકરી માટે અને બાદમાં ધર્મ માટે ચેટ કરતો હતો. જેમાં પાકિસ્તાનની યુવતીઓએ તેનું બ્રેઈન વોશ કરી દીધું હતું. જેથી અશોક સુથારે ધર્મ પરિવર્તન કર્યું હતું. દિલ્હીની મસ્જિદમાં ધર્મ પરિવર્તન કરી અબુબકર બન્યો હતો. અબુબકર બન્યા બાદ જેહાદમાં જોડાયો હતો.

અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે, અત્યાર સુધીની તપાસમાં મૌલવી સહિત ૩ આરોપીની ધરપકડ કરાઈ છે. મૌલવી સોહેલ પાસેથી ૨ કાર્ડ અને જન્મના પ્રમાણપત્ર મળી આવ્યા છે. ૧૭ જેટલા વર્ચ્યુઅલ કાર્ડનો ઉપયોગ કરી હિન્દુવાદી નેતાઓને ધમકી આપતા હતા. ૪૨ ઇ-મેઈલ આઇડી પરથી શેહનાઝ ધમકીઓ આપતો હતો. સોહેલ પાસેથી બે ઇલેક્શન કાર્ડ મળ્યા છે. હવાલાના માધ્યમથી મની ટ્રાન્સફર કરતા હતા. આરોપીઓના પાકિસ્તાન સાથે સંપર્ક હોવાના પુરાવા પણ મળ્યા છે.

આરોપીઓને પાકિસ્તાનથી નાણા પૂરા પાડવામાં આવ્યા હોવાના પુરાવા મળ્યા છે. આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ-અલગ વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા. સુરેશ રાજપૂત, ઉપદેશ રાણા, નિશાંત શર્માને ગૃપ કોલથી ધમકી આપી હતી. મહત્વપૂર્ણ છે કે, આ કેસમાં અત્યાર સુધી મૌલવી મોહમ્મદ સોહેલ અબુ બકર ટીમોલ, મહારાષ્ટ્રના નાંદેડથી શકીલ સત્તાર શેખ ઉર્ફ રઝા અને બિહારના મુઝફ્ફરપુરથી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ શાબિરની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

હરિદ્વાર અને ઋષિકેશમાં ‘ઓફલાઈન’ રજીસ્ટ્રેશન બંધ

0

ચારધામ યાત્રા પર ભેગી થતી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડના સારા વ્યવસ્થાપન માટે અને સલામત યાત્રા માટે, ઉત્તરાખંડ સરકારે બુધવારે ફરજિયાત નોંધણી લાગુ કરી હતી, જ્યારે નકલી નોંધણી દ્વારા કેદારનાથ યાત્રા પર જવાના ૯ કેસ નોંધવામાં આવ્યા હતા. ૧૦ મેના રોજ યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં પ્રથમ ૧૩ દિવસમાં ૮,૫૨,૦૧૮ યાત્રાળુઓએ ચારધામોની મુલાકાત લીધી છે. અધિકારીઓએ જણાવ્યું કે હરિદ્વાર અને ઋષિકેશમાં ‘ઓફલાઈન’ રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે.

Chardham Yatra 2024: Important warning for pilgrims going to Chardham, rule to bring mobile | Sandesh

તેમણે કહ્યું કે, ચારધામ યાત્રામાં દેશ-વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓની વ્યવસ્થિત, સરળ, સલામત અને સુવિધાજનક યાત્રા માટે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ખૂબ જ ગંભીર છે. મુખ્યમંત્રીના નિર્દેશ પર મુખ્ય સચિવ રાધા રતુરીએ શ્રદ્ધાળુઓ માટે એડવાઈઝરી જારી કરી છે, જેમાં તેમને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ જ યાત્રા પર આવવા વિનંતી કરવામાં આવી છે. એડવાઈઝરી જણાવે છે કે જો તેઓ નોંધણી વગર આવે છે, તો તેમને ‘બેરિયર’ અથવા ‘ચેક પોઈન્ટ’ પર રોકવામાં આવી શકે છે અને આનાથી તેમને ભારે અસુવિધા થશે.

ચારધામ યાત્રા માર્ગ પર રજિસ્ટ્રેશનની તપાસ દરમિયાન કેટલાક કેસ ધ્યાનમાં આવ્યા છે. જેમાં તીર્થયાત્રીઓના ગુ્પ સાથે ઓનલાઇન રજીસ્ટ્રેશનની છેતરપિંડી થઇ હતી. દહેરાદૂન પોલીસને તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું કે ઓનલાઇન રજીસ્ટ્રેશન જ નકલી હતું. ઝારખંડના યાત્રાળુઓના એક ગુ્પે રજીસ્ટ્રેશન નોયેડામાં આવેલી એક ટ્રાવેલ એજન્સી પાસેથી કરાવ્યું હતું. એજન્સીએ રજીસ્ટ્રેશનના ૬૫૦૦૦ રુપિયા લીધા હતા.

આ પણ વાંચો :-

૨૩ મે, ૨૦૨૪/ ગુરૂવારના દિવસે આ રાશિ માટે પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ અને ધંધામાં પ્રગતિ થાય, જુઓ તમારા રાશિ ભવિષ્ય કેવો રહશે ?

મેષઃ

ધારેલી આવક અટકતી જણાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવા. ભાગ્ય સારૂ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

‌વૃષભઃ

આવક જળવાય. ધંધામાં ભાગીદારો સાથે આનંદ વર્તાય. જીવનસાથી સાથે પ્રેમ વધે પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. રોમાંસનો અનુભવ થાય. અપચન, પેટની તકલીફો રહે. મિત્રોનો સાથ મળતો જણાય.

‌મિથુનઃ

આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઇ-બહેનોથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. દામ્પત્યક્ષેત્રે આનંદ.

કર્કઃ

આર્થિક પાસુ મજબુત બનતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. જુના રોકાણો ફળદાયી નીવડે તથા નવા રોકાણો ફાયદાકારક સાબિત થતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ. સ્નાયુના દુઃખાવા, જ્ઞાનતંતુની સમસ્યાથી સાચવવું.

‌સિંહઃ

વિચારોમાં નકારાત્મકતા ટાળવી. આવક જળવાય. નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. નવા રોકાણો ફાયદાકારક નીવડતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

કન્યાઃ

આવક વધતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા દૂર થતી જણાય. પરિવારમાં સ્નેહનું વાતાવરણ પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. અગત્યના કાર્યની શરૂઆત કરી શકો. આરોગ્ય જળવાય. ધંધામાં વિવાદ ટાળવો.

તુલાઃ

માન સન્માનમાં વધારો થતો જણાય. સ્ત્રી શણગાર તથા આઇસક્રીમ, ઠંડાપીણાના વ્યાપારમાં વિશેષ લાભ. આવકનું પ્રમાણ વધે. પરિવારના સભ્યોની પ્રગતિ શક્ય બને. કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

વૃ‌શ્ચિકઃ

સંગીત પ્રત્યેનો પ્રેમ તથા વિજાતિય વ્યક્તિ તરફનું આકર્ષણ વધે. ઉન, વાળ, ધાતુને લગતા ધંધા અને શિક્ષક, જ્યોતિષિ, મેનેજર જેવા વ્યવસાયમાં વિશેષ લાભ. પેટના રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

ધનઃ

સેવાકીય પ્રવૃત્તિને કારણે યશ-પ્રતિષ્‍ઠા વધતી જણાય. આવક મર્યાદીત રહે. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. ભાગ્યનો સાથ મળે છે. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. માનસિક રોગોની કાળજી રાખવી.

મકરઃ

મિત્રોથી લાભ. જુના મિત્રોની મુલાકાત થાય. નવી મિત્રતા શુભ ફળદાયી નીવડે લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વૃધ્ધિ થાય. વિદ્યાર્થીમિત્રો માટે શુભ. હાડકાના રોગોથી સાચવવું.

કુંભઃ

નકારાત્મક વિચારો ત્યાગવા. નાણાંકીય બાબતો અંગે મધ્યમ દિવસ. નવી નોકરી કે ધંધાની શરૂઆત શક્ય બને. હાલના નોકરી-ધંધામાં આનંદ વર્તાય. માતા-પિતાનું આરોગ્ય જળવાય. પત્નિ સાથે વાદ‌-વિવાદ ટાળવો.

મીનઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યના બળે ઓછી મહેનતે વધુ કામ કરી શકાય. આવક જળવાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પ્રિન્ટીંગ, સ્ટેશનરી, એક્ષપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં લાભ. આંખની કાળજી રાખવી.

નેપાળના પર્વતારોહક કામી રીટા શેરપાએ ૩૦મી વખત એવરેસ્ટ ચઢીને ઈતિહાસ રચ્યો

નેપાળના પર્વતારોહક કામી રીટા શેરપાએ ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. કામી રીટા શેરપાએ આજે ​​સવારે ૩૦મી વખત માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે. આ સાથે ફરી એકવાર તેણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. ઉલ્લેખનીય છે કે શેરપાએ પ્રથમ વખત ૧૯૯૪માં ૨૪ વર્ષની ઉંમરે આ શિખર સર કર્યું હતું.

માઉન્ટ એવરેસ્ટ પર આરોહણ ની સીઝન હમણાં જ શરૂ થઈ છે, જેના કારણે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સેંકડો પર્વતારોહકો આવનારા અઠવાડિયામાં વિશ્વના સૌથી ઊંચા શિખરને સર કરવાની તૈયારી કરી રહ્યા છે. માઉન્ટ એવરેસ્ટ પર ચડવું એ કોઈપણ પર્વતારોહકનું સ્વપ્ન છે. કામી રીતા વિશ્વના પ્રથમ પર્વતારોહક છે જેણે આ શિખર પર સૌથી વધુ વખત ચઢાણ કર્યું છે. તેમણે સૌપ્રથમ ૧૯૯૪માં વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવ્યો હતો. તે પછી તે લગભગ દર વર્ષે સફળતાપૂર્વક આરોહણ કરી રહ્યો છે.

૫૪ વર્ષીય શેરપાએ ગયા વસંતઋતુમાં એક સપ્તાહમાં બે વાર ૮,૮૪૮.૮૬-મીટર શિખર પર ચઢ્યા હતા. જે તેઓ ૨૮મી વખત એવરેસ્ટ ચઢ્યા હતા. કામી રીટા એ પર્વતારોહક છે જેણે સાગરમાથાના સૌથી ઊંચા શિખરના ૭૧ વર્ષના લાંબા ઈતિહાસમાં વિશ્વના સૌથી ઊંચા શિખર પર સૌથી વધુ વખત ચઢવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે સૌપ્રથમ ૧૯૯૪માં વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ચઢ્યો હતો. તે પછી એવરેસ્ટ મેનને દર વર્ષે સફળતા મળી છે.

આ પણ વાંચો :-

બાંગ્લાદેશના સાંસદ અનવારુલ અજીમ અનારની કોલકાતા હત્યા

0

બાંગ્લાદેશના સાંસદ અનવારુલ અજીમ અનારની હત્યા કરવામાં આવી છે, જેઓ ૧૮મી મેથી ગુમ હતા. કોલકાતા પોલીસે શહેરમાંથી ગઈકાલે એક ફ્લેટમાંથી મૃતદેહ આવ્યો હોવાના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે. તેઓ ભારતમાં સારવાર્થે આવ્યા પછી હવે નવા જ અહેવાલથી બંને દેશનું તંત્ર સાબદું બન્યું છે.

Imageબાંગ્લાદેશના ગૃહમંત્રીએ કહ્યું કે, બાંગ્લાદેશ પોલીસે આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં અમને એટલી માહિતી મળી છે કે, તેમાં સામેલ તમામ હત્યારા બાંગ્લાદેશી છે. આ એક આયોજનબદ્ધ હત્યા હતી. બીજી તરફ જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં મૃતદેહના ઠેકાણા અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, અમને હજુ સુધી આ અંગે જાણ નથી થઈ. તેમણે કહ્યું કે, અમે ટૂંક સમયમાં તમને હત્યાનું કારણ જણાવીશું. ભારતીય પોલીસ અમને સહકાર આપી રહી છે.

અજીમ બાંગ્લાદેશી અવામી લીગના સભ્ય હતા. તેઓ ત્રણ વખતના સાંસદ છે. અજીમ ખુલના ડિવિઝનના મધુગંજના રહેવાસી હતી. તેઓ એક બિઝનેસમેન અને ખેડૂત પણ હતા. તેઓ ઝેનાઈદાહના સાંસદ હતા. અનવારુલ અજીમ પશ્ચિમ બંગાળમાં સારવાર કરવા માટે આવ્યા હતા. કોલકાતા પોલીસના જણાવ્યાનુસાર આ એક ષડયંત્ર છે. કોલકાતા પોલીસને અજીમના મૃતદેહના ટુકડા મળ્યા છે. કોલકાતાના ન્યૂ ટાઉનમાં સંજીવ ગાર્ડનના એક ફ્લેટમાંથી મળ્યા છે.

આ પણ વાંચો :-

કલકત્તા હાઈકોર્ટનો મોટો નિર્ણય, ૨૦૧૦ પછી જારી કરાયેલા ૫ લાખ OBC પ્રમાણપત્રો રદ

0

લોકસભા ચૂંટણી ૨૦૨૪ વચ્ચે કલકત્તા હાઈકોર્ટે એક મોટો ચુકાદો આપ્યો છે. માહિતી અનુસાર ૨૦૧૦ પછી ઈશ્યૂ કરવામાં આવેલા તમામ OBC સર્ટિફિકેટને રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે, ૨૦૧૦ પહેલા જાહેર કરાયેલ OBC કેટેગરીના લોકોના પ્રમાણપત્રો માન્ય છે. પશ્ચિમ બંગાળ પછાત વર્ગ કલ્યાણ આયોગ અધિનિયમ, ૧૯૯૩ મુજબ, ઓબીસીની નવી યાદી તૈયાર કરવાની છે. સૂચિને અંતિમ મંજૂરી માટે વિધાનસભામાં રજૂ કરવી આવશ્યક છે. ૨૦૧૦ પહેલા OBC જાહેર કરાયેલા જૂથો માન્ય રહેશે. કોલકાતા હાઈકોર્ટના જસ્ટિસ તપબ્રત ચક્રવર્તી અને જસ્ટિસ રાજશેખર મંથાએ બુધવારે આ આદેશ આપ્યો હતો.

BREAKING: पश्चिम बंगाल में 2010 के बाद जारी सभी OBC सर्टिफिकेट रद्द, हाईकोर्ट का बड़ा फैसला

કોર્ટના નિર્દેશો પર પશ્ચિમ બંગાળ પછાત વર્ગ કલ્યાણ આયોગ ઓબીસીની નવી યાદી તૈયાર કરવા જઈ રહ્યું છે. તે વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ તેને દૂર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૦ પહેલા ઓબીસી જાહેર કરાયેલા જૂથો યથાવત રહેશે.

આ પણ વાંચો :-

એલિમિનેટર મેચ પહેલા વિરાટ કોહલીને મળી ધમકી! RCBએ પ્રેક્ટિસ રદ કરી

0

અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાવાની છે. આ પહેલા વિરાટ કોહલીને જીવથી મારી નાખવાની ધમકી મળી છે. વિરાટ કોહલીને ધમકી મળ્યા બાદ RCBએ પ્રેક્ટિસ સેશન અને પ્રી-મેચ કોન્ફરન્સ રદ કરી નાખી છે.

IPL 2024: Security Threat to Virat Kohli, RCB Cancel Practice Session and Press Conference in Ahmedabad; 4 Arrested on Terror Suspicion | Latest cricket News at www.lokmattimes.com

બુધવારે સાંજે રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે મેચ રમાવાની છે. આ મેચ પહેલા RCBએ પ્રેક્ટિસ સેશન રદ્દ કરી દીધું હતું. આ સાથે બંને ટીમોએ પ્રેસ કોન્ફરન્સ પણ રદ્દ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુજરાત પોલીસે ૪ લોકોની ધરપકડ કરી છે. પોલીસને તેઓ આતંકવાદી હોવાની શંકા છે. કોહલી પર ખતરાની છાયા છવાઈ રહી છે. કોહલીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ રદ કરવામાં આવી હતી.

મહત્વ પૂર્ણ છે કે IPLની એલિમિનેટર મેચ આજે ૨૨ મેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. પ્લે ઓફની આ મહત્વ પૂર્ણ મેચ પહેલા RCBએ મેદાનમાં પ્રેક્ટિસ કરવાની હતી પરંતુ આ ધમકી મળ્યા બાદ ટીમે કોઇ કારણ વગર સ્ટેડિયમમાં પોતાના પ્રેક્ટિસ સેશનને રદ કરી નાખ્યો છે. આ ઉપરાંત વિરાટને મળલી ધમકીને લઈ પોલીસે પણ તપાસ હાથ ધરી છે.જોકે, મેદાન પર રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓએ પોતાની પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. આ સિવાય આ ધમકી બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ મેચ પહેલા આયોજિત પ્રી-મેચ કોન્ફરન્સને પણ રદ કરી નાખી છે.

જો આ સિઝનમાં આરસીબીના પ્રદર્શન પર નજર કરીએ તો, ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે. આરસીબીએ ૧૪ મેચ રમી અને ૭માં જીત મેળવી. તેણે છેલ્લી લીગ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું. RCBને બે મેચ રમ્યા બાદ સતત છ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ પછી તેણે શાનદાર વાપસી કરી હતી. રાજસ્થાનની વાત કરીએ તો તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે છે. તેણે ૧૪ મેચ રમી અને 8માં જીત મેળવી. રાજસ્થાનને ૫ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે તે એલિમિનેટરમાં RCB સામે મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચો :-

રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં NIAએ બે માસ્ટરમાઇન્ડની કરી ધરપકડ

0

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ આંધ્રપ્રદેશમાંથી સોફ્ટવેર એન્જિનિયર સોહેલની ધરપકડ કરીને રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં તેની ચાલી રહેલી તપાસમાં એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. તપાસ દરમિયાન, સોહેલની નાણાકીય પ્રવૃત્તિઓ, ખાસ કરીને તેની બેંક થાપણોની સંપૂર્ણ તપાસ કર્યા પછી તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે, સોહેલના પિતા અબ્દુલ ગફૂર, જે એક નિવૃત્ત હેડમાસ્ટર છે, તેમની પણ આ કેસના સંબંધમાં પૂછપરછ કરવામાં આવી હતી.

રાયદુરગામ શહેરમાં નિવૃત્ત પ્રિન્સિપાલનું રહેઠાણ NIAની તપાસનું કેન્દ્ર બન્યું હતું. કલાકોની શોધખોળ બાદ આચાર્યનો નાનો પુત્ર સોહેલ કે જે બેંગલુરુમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે તેને આ કેસમાં પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવ્યા મુજબ, સોહેલના બેંક ખાતામાંથી મોટી રકમ મળી આવી છે, જેનાથી તેના આતંકવાદી સંગઠનો સાથેના સંભવિત સંબંધો અંગે વધુ તપાસ શરૂ થઈ છે.

તાજેતરની ધરપકડમાં આંધ્રપ્રદેશના એક ટેકનિકલ નિષ્ણાત અને તેલંગાણામાં ટ્રાન્ઝિટમાં ભૂતપૂર્વ દોષિતનો સમાવેશ થાય છે. ૧ એપ્રિલના રોજ, કુંડલાહલ્લીમાં રામેશ્વરમ કાફેમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે આગ લાગી હતી. જેમાં NIAએ માસ્ટરમાઇન્ડ મુસાવીર હુસૈન શાજીબ અને અબ્દુલ મતીન તાહાની ધરપકડ કરી હતી. અહેવાલો સૂચવે છે કે તેઓ આસામ અને પશ્ચિમ બંગાળમાં છુપાયેલા હતા. આ ધરપકડો તપાસના વિસ્તૃત અવકાશને રેખાંકિત કરે છે, કારણ કે કાયદા અમલીકરણ એજન્સીઓ બેંગલુરુના કુંડલાહલ્લીમાં પ્રખ્યાત કાફેમાં થયેલા દુ:ખદ વિસ્ફોટ બાદ ન્યાય અને જવાબદારીની શોધમાં કોઈ કસર છોડી રહી નથી.

વિસ્ફોટો પાછળના માસ્ટરમાઇન્ડ તરીકે ઓળખાયેલા મુસાવીર હુસૈન શાજીબ અને અબ્દુલ મતીન તાહાની પૂછપરછ દરમિયાન એકત્રિત કરવામાં આવેલી માહિતીના આધારે ૧૧ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા સાથે NIA ઓપરેશનનો વ્યાપ સમગ્ર દેશમાં વિસ્તર્યો. આ દરોડા દરમિયાન, મોબાઇલ ફોન અને સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે NIA દ્વારા પુરાવા એકત્ર કરવા અને રામેશ્વરમ કાફે વિસ્ફોટ પાછળના જટિલ નેટવર્કને ઉજાગર કરવાના સાવચેતીભર્યા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :-

સુપ્રીમ કોર્ટે પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની જામીન અરજી ફગાવી

0

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવાના સુપ્રીમ કોર્ટના આદેશને ટાંક્યો હતો. તેમણે પોતાના માટે પણ આવી જ રાહતની વિનંતી કરી હતી. સોરેન સામેની તપાસ રાંચીમાં૮.૮૬ એકર જમીનને લગતી છે જે તેણે ગેરકાયદેસર રીતે હસ્તગત કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. અગાઉ મંગળવારે પણ તેમની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની વેકેશન બેન્ચે કેસની વધુ સુનાવણી માટે બુધવારની તારીખ નક્કી કરી હતી.

Hemant Soren Withdraws Bail Petition After Supreme Court Rap

હેમંત સોરેન તરફથી હાજર રહેલા કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું, ‘આ મારી અંગત ભૂલ છે, મારા ક્લાઈન્ટની નથી. તેઓ જેલમાં છે અને હું વકીલ છું જે તેમના માટે કામ કરી રહ્યો છું. મારો હેતુ કોર્ટને ગેરમાર્ગે દોરવાનો નથી એમ કહી સિબ્બલે એવો પણ દાવો કર્યો કે મેં આવું ક્યારેય કર્યું નથી.

સુપ્રીમ કોર્ટે મંગળવારે સોરેનને પૂછ્યું હતું કેમ ટ્રાયલ કોર્ટે કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની સામે EDની ફરિયાદને ધ્યાનમાં લીધા પછી બંધારણીય અદાલત તેમની ધરપકડની કાયદેસરતાની તપાસ કરી શકે છે. ખંડપીઠે સોરેનના વકીલને પહેલા સમજાવવા કહ્યું કે, તેમની નિયમિત જામીન માટેની અરજી ફગાવી દેવામાં આવ્યા પછી તેમને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે વચગાળાના જામીન કેવી રીતે આપી શકાય ? સોરેનના વકીલોએ કોર્ટના સવાલોના જવાબ આપવા માટે બુધવાર સુધીનો સમય માંગ્યો હતો.

સુપ્રીમ કોર્ટે હેમંત સોરેનની જામીન અરજી પર ટિપ્પણી કરતા કહ્યું કે કોર્ટમાં એક સાથે બે માગણીઓ કરવામાં આવી છે. પ્રથમ માગ વચગાળાના જામીનની છે અને બીજી માગમાં ધરપકડને પડકારવામાં આવી છે. આ દરમિયાન EDએ કોર્ટમાં પોતાની દલીલ રજૂ કરતા કહ્યું કે જો હેમંત સોરેનને ચૂંટણી પ્રચાર માટે જામીન મળશે તો જેલમાં બંધ તમામ નેતાઓ જામીનની માગ કરશે.

આ પણ વાંચો :-

અમેરિકાના જ્યોર્જિયામાં કાર પલટી જતાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓનાં મોત

0

યુનાઈટેડ સ્ટેટ્સના જ્યોર્જિયા રાજ્યમાં એક ભયાનક કાર અકસ્માતમાં ત્રણ ભારતીય-અમેરિકન વિદ્યાર્થીઓના મોત થયા છે, જયારે બે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. જ્યોર્જિયાના આલ્ફારેટ્ટા શહેરમાં પુરપાટ વેગે દોડતી કાર પલટી ગઈ હતી. એક અહેવાલ મુજબ કારમાં સવાર તમામ વિદ્યાર્થીઓની ઉંમર ૧૮ વર્ષની આસપાસ હતી.

અમેરિકાથી આવ્યા ફરી દુ:ખદ સમાચાર, કાર અકસ્માતમાં 3 ભારતીય મૂળના વિદ્યાર્થીનાં મોતમૃતક ભારતીય વિદ્યાર્થીઓની ઓળખ અલ્ફારેટા હાઈસ્કૂલના વિદ્યાર્થી આર્યન જોશી, જ્યોર્જિયા યુનિવર્સિટીની વિદ્યાર્થીની શ્રિયા અવસરલા અને અન્વી શર્મા તરીકે થઈ છે. આર્યન જોશી અને શ્રિયા અવસરલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાકીના ત્રણ વિદ્યાર્થીઓને સારવાર માટે નોર્થ ફુલટન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં અન્વી શર્માનું પણ મોત થયું હતું. અકસ્માતની આ ઘટના ૧૪મી મેએ બની હતી.

અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના અલ્ફારેટ શહેરમાં ભીષણ માર્ગ અકસ્માતની ઘટના બની હતી. અલ્ફારેટા પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઘટનાસ્થળ પરના પુરાવાના આધારે, એવી શંકા છે કે કારના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી નિયત્રણ ગુમાવતા કાર એક ઝાડ સાથે અથડાઈ હતી અને પછી પલટી મારી ગઈ હતી. અકસ્માતની ઘટના એટલી ભીષણ હતી કે કારનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો. આ જીવલેણ કાર અક્સમાતમાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.

આ પણ વાંચો :-