Home Blog Page 758

ઋષિકેશ AIIMSમાં દર્દીઓથી ભરેલાં ઈમરજન્સી વૉર્ડમાં પહોંચી પોલીસ વાન

0

ઋષિકેશ એઈમ્સનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પોલીસ દર્દીઓની વચ્ચે ગાડી લઈને ઈમરજન્સી વોર્ડમાં પ્રવેશી ગઈ હતી. ખરેખર અહીં મહિલા ડોક્ટરની છેડતીનો મામલો સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો હતો. ફરિયાદ મળતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. આરોપીને પકડવા માટે પોલીસ કાર લઈને હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ થઈ ગઇ હતી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

હકીકતમાં આ આખો મામલો ઋષિકેશ સ્થિત એઈમ્સનો છે, જ્યાં મહિલા ડોક્ટરની છેડતીના આરોપમાં નર્સિંગ ઓફિસરની ધરપકડ કરવા માટે પોલીસ વાહન લઈને હોસ્પિટલના ત્રીજા માળે પહોંચી હતી અને આ માટે પોલીસ અને સુરક્ષાકર્મીઓએ યોગ્ય રસ્તો બનાવ્યો હતો. . આ સમગ્ર ઘટના ગત મંગળવારે બની હતી, પરંતુ આ વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. આખો મામલો એ છે કે, AIIMSની એક મહિલા ડોક્ટરે સર્જરી વિભાગના ઓપરેશન થિયેટરમાં તૈનાત નર્સિંગ ઓફિસર સતીશ કુમાર પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. પોલીસે મંગળવારે કેસ નોંધ્યો હતો. પરંતુ કોઈ ધરપકડ થઈ ન હતી. પોલીસના આ વલણથી નારાજ તબીબોએ કામના બહિષ્કારની જાહેરાત કરી હતી અને આરોપીની ધરપકડ કરવા માટે આગ્રહ કર્યો હતો.

ડોક્ટરોના ગુસ્સાને ગંભીરતાથી લેતા પોલીસ એઈમ્સ ખાતે પહોંચી હતી. મામલાની તાકીદને સમજીને પોલીસ વાહન સાથે તે માળે પહોંચી જ્યાં આરોપી ફરજ બજાવતો હતો. ત્રીજા માળે પોલીસ વાહન જોઈ દર્દીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. લોકો અહીં-તહીં દોડવા લાગ્યા. જોકે, ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ પોલીસના વાહનને રસ્તો બનાવીને પહોંચાડ્યો હતો. આરોપીને પકડ્યા બાદ પોલીસ તેને કારમાં લઈ ગઈ અને ઈમરજન્સી મારફતે બહાર આવી.

આ પણ વાંચો :-

લોકસભા ચૂંટણી વચ્ચે શેરબજારે રચ્યો ઈતિહાસ, સેંસેક્સ-નિફ્ટી ઓલ ટાઇમ હાઇ પર

0

શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી નવી ઉંચાઇએ પહોંચ્યા છે, તે પણ લોકસભા ચૂંટણી ૨૦૨૪ પરિણામ પહેલા. તેજીની ચાલમાં સેન્સેક્સ ફરી ૭૫૦૦૦ની સપાટી કુદાવી ૭૫૪૦૭ રેકોર્ડ લેવલે પહોંચ્યો છે અને નિફ્ટી ૨૨૯૫૯ ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ લેવલ બનાવ્યું છે. લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતની પ્રબળ આશા વચ્ચે સેન્સેક્સમાં ૧૨૦૦ પોઇન્ટથી વધુનો ઉછાળો આવ્યો છે. જાણો સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીના કારણ અને હવે માર્કેટ કઇ દિશામાં જશે

શેરબજાર નજીવા ઉછાળા સાથે ખુલ્યું, સેન્સેક્સ 52 પોઈન્ટ ઉપર, નિફ્ટી 22,200ને પાર - STOCK MARKET UPDATE

છેલ્લા ત્રણ ટ્રેડિંગ દિવસોથી શેરબજારમાં મંદી જોવા મળી હતી, પરંતુ ગુરુવારે ફરી એકવાર બજાર વધવા લાગ્યું. ધીમી શરૂઆત બાદ અચાનક બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં જોરદાર ઉછાળો આવ્યો છે. બીએસઈનો ૩૦ શેરનો સેન્સેક્સ બુધવારે ૭૪,૨૨૧ પર બંધ થયો હતો અને ગુરુવારે ૭૪,૨૫૩ પર ખુલ્યો હતો. પછી અચાનક આ ઇન્ડેક્સ વધવા લાગ્યો અને ૧૧: ૩૦ વાગ્યે તે ૪૪૪.૨૩ પોઈન્ટ ઉછળીને ૭૪,૬૬૫.૨૯ ના સ્તરે ટ્રેડ થવા લાગ્યો.

નિફ્ટીમાં જબરદસ્ત તેજી જોવા મળી છે અને પહેલીવાર ૨૨૯૦૦ બંધ રહેવામાં સફળ થયો છે. એનએસઇ નિફ્ટી ૩૭૦ પોઇન્ટ ઉછળી ૨૨૯૬૭ બંધ થયો છે, જે ઇતિહાસનો સૌથી ઉંચો બંધ ભાવ છે. શેરબજારના ટ્રેડિંગ સેશન દરમિયાન નિફ્ટી ૨૨૯૯૩ ઇન્ટ્રા-ડે હાઇ થયો હતો. હવે એનએસઇ નિફ્ટી ગમે ત્યારે ૨૩૦૦૦ની સપાટી કુદાવી શકે છે.

આજે નિફ્ટી ૫૦માં સૌથી વધુ ૫ ટકાનો ઉછાળો અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં છે. તે પછી એક્સિસ બેંક અને એલએન્ડટીના શેરમાં લગભગ ૩ ટકાનો ઉછાળો છે જ્યારે મિડકેપ સેગમેન્ટમાં, રેલ્વે શેરો ફરીથી સત્તામાં છે. RVNLના શેરમાં ૮ ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સાથે IRFCના શેરમાં ૭ ટકાની મજબૂત તેજી જોવા મળી રહી છે. ૧૦૦ નિફ્ટી શેર ૫૨ -સપ્તાહની ટોચે ટ્રેડ થઈ રહ્યા હતા . જ્યારે ૧,૨૪૨ શેરમાં ઘટાડો ચાલુ છે. જ્યારે ૧૧૦ શેર યથાવત છે. ૧૦૧ શેર ૫૨ સપ્તાહના ઉચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે ૧૭ શેર ૫૨ સપ્તાહના નીચલા સ્તરે હતા. ૭૯ શેરમાં અપર સર્કિટ જોવા મળી રહી છે જ્યારે ૫૬ શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :-

પારુલ યુનિવર્સિટીમાં ધોરણ ૧૨ના GSEB પરિણામ બાદ યુજીમાં પ્રવેશ શરૂ

0

સાયન્સ પ્રગતિને પ્રોત્સાહન આપે છે, ઇનોવેશન ને આગળ ધપાવે છે અને વૈશ્વિક પડકારોનું સમાધાન કરે છે. આજ ક્રમમાં પારુલ યુનિવર્સિટી,જે શૈક્ષણિક તેજસ્વીતા પ્રત્યેના પોતાના અતૂટ સમર્પણ માટે પ્રતિષ્ઠિત છે. પોતાની પ્રતિષ્ઠિત સાયન્સ ફેકલ્ટી માટે એડમિશન સાયકલની શરૂઆતની ઘોષણા કરવા માટે ઉત્સાહિત છે. જેમ- જેમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ HSC ૨૦૨૪ ની પરીક્ષાઓનાં પરિણામો જાહેર થઈ રહ્યાં છે તેમ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને સતત બદલાતા ક્ષેત્રમાં સફળ થવા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યો પ્રદાન કરવા માટે સાવચેતીપૂર્વક રચાયેલ વિવિધ અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ ઓફર કરી રહી છે.

બોર્ડના પરિણામોને સંબોધતા અને પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની સંભાવનાઓ અંગે વાત કરતા પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. દેવાંશુ પટેલે જણાવ્યું હતું કે, “વિજ્ઞાન આપણા વિશ્વને સમજવાનો માર્ગ પ્રકાશિત કરે છે અને પારુલ યુનિવર્સિટીમાં અમે જુનુન અને ઉદ્દેશ સાથે આ જ્યોતને પોષીએ છીએ. આ સાથે વૈજ્ઞાનિક અભ્યાસોને પ્રોત્સાહન આપવાની અમારી પ્રતિબદ્ધતા દ્વારા અમે માઈન્ડને એક્સપ્લોર કરવા, નવીનતા લાવવા અને ઉજ્જવળ ભવિષ્યને આકાર આપવા માટે સશક્ત બનાવીએ છીએ.

પારુલ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી વિવિધ પ્રકારના વિશિષ્ટ અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ ઓફર કરે છે જેનો ઉદ્દેશ મુખ્ય વ્યવસાયિક ક્ષેત્રોમાં કુશળતાને પ્રોત્સાહન આપવાનો છે, જેમાં BCA વેબ અને મોબાઈલ કોમ્પ્યુટિંગ, વેબ ટેક્નોલોજીમાં BCA, BCA ફુલ સ્ટેક વેબ ડેવલપમેન્ટ, BCA ગેમિંગ ટેકનોલોજી, BCA સાયબર સિક્યુરિટી અને ફોરેન્સિક્સ, BCA ક્લાઉડ કોમ્પ્યુટીંગ, બીસીએ બ્લોકચેન ટેકનોલોજી, બીસીએ બીગ ડેટા એનાલીટીક્સ, એરોનોટિકલ એન્જીનીયરીંગ, એગ્રીકલ્ચરલ એન્જીનીયરીંગ, ઓટોમેશન અને રોબોટીક્સ, ઓટોમોબાઈલ એન્જીનીયરીંગ, બીએસસી (ઓનર્સ), ઈલેકટ્રીક વ્હીકલ ટેકનોલોજીમાં બીએસસી (ઓનર્સ), સેમીકન્ડકટર ટેકનોલોજીમાં બી.એસ.સી. એમ્બેડેડ કમ્પ્યુટિંગ અને ઓટોમોટિવ ઈલેક્ટ્રોનિક્સ, બી.ટેક. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ

શ્રેષ્ઠતા માટે પારુલ યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા તેના ઉત્કૃષ્ટ પ્લેસમેન્ટ રેકોર્ડ્સમાં પ્રતિબિંબિત થાય છે, જે INR ૩૭.૯૮ LPAના સર્વોચ્ચ પેકેજને ગૌરવ આપે છે. 1000 થી વધુ લેડીઝ નેશનલ અને ઇન્ટરનેશનલ કોર્પોરેશનો કેમ્પસ ડ્રાઇવમાં ભાગ લે છે, યુનિવર્સિટી ઇન્ડિગો, ડેલોઇટ અને TCS જેવી પ્રતિષ્ઠિત કંપનીઓમાં મહત્વપૂર્ણ પ્લેસમેન્ટ મેળવે છે. આ વર્ષે રૂ. ૧૦ LPA અને રૂ.૫ LPA કરતાં વધુની ઑફરો સાથે વૈશ્વિક પ્લેસમેન્ટ્સમાં નોંધપાત્ર ૧૦૦ % વધારો થયો છે. વધુમાં પારુલ યુનિવર્સિટી NAAC A++ માન્યતા ધરાવે છે અને પોતાના અસાધારણ પ્લેસમેન્ટ માટે પશ્ચિમ ભારતમાં શ્રેષ્ઠ ખાનગી યુનિવર્સિટી તરીકે ઓળખવામાં આવી છે.

આ પણ વાંચો :-

કિર્ગીઝસ્તાનમાં ફસાઇ સુરતી વિદ્યાર્થિનીએ સરકારની માંગી મદદ

કિર્ગિસ્તાનના પાટનગર બિશ્બેકમાં હિંસાથી ગુજરાતના વિદ્યાર્થીઓ ડરેલા છે. કિર્ગિસ્તાનમાં ગુજરાતના 100થી વધુ વિદ્યાર્થીઓ ફસાયેલા છે. તે ભારત સરકારને મદદ કરવાનું આહવાન કરી રહ્યાં છે. આ વચ્ચે સુરતની વિદ્યાર્થિની રિયા લાઠિયાએ કિર્ગિસ્તાનની આપવિતી જણાવી હતી અને સરકારને વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવાની અપીલ કરી હતી.

સુરતની રિયા લાઠીયાના પરિવારમાં ચિંતાનો માહોલ છે. સુરતની રિયા લાઠીયા યુનિવર્સિટી ઓફ કસમામાં ફસાઈ છે. રિયાના માતા શર્મિષ્ઠાબેનનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, કાલે સાંજે રિયા સાથે વાત થઈ હતી. રિયાએ કહ્યું પરિસ્થિતિ ખુબ ગંભીર છે. એરપોર્ટ સુધી પહોંચવું મુશ્કેલી છે. ખાવાનું નથી મળતું, લાઈટ પણ નથી. પરંતુ યુનિવર્સિટીના સર લોકો ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે. સરકારને વિનંતી છે કે મારી દિકરીને પરત લાવો.

વિદ્યાર્થિનીએ વધુમાં જણાવ્યું કે, “ત્રણ દિવસથી એરપોર્ટ પર બેઠા હતા અને પછી બહાનું આપવામાં આવ્યું કે તમે હોસ્ટેલમાં જતા રહો. અમારે અહી નથી રહેવું અમારે પેરેન્ટ્સ પાસે જવું છે. સરકાર કઇ કરતી નથી. અમારે અહીથી બહાર નીકળવું છે. અમે મેડિકલ માટે આવ્યા છીએ અને ફસાઇ ગયા છીએ. સરકાર અમારી વાત સાંભળે, અમારા પેરેન્ટ્સ ઘરે રાહ જોઇ રહ્યાં છે. અમને એરપોર્ટ પર જવા દેતા નથી અને ફ્લેટમાં પણ રહેવા દેતા નથી. સ્થાનિકો રૂમનો દરવાજો ખખડાવીને ધમકી આપે છે કે બહાર નીકળો. યુવતીઓના રેપ થઇ રહ્યાં છે અને લોકોને ગોળી મારવામાં આવી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી અહીંની પરિસ્થિતિ ખરાબ છે. તેલંગાણાના મંત્રીએ ભારતીય વિદ્યાર્થીઓ માટે મફત ફ્લાઇટની વ્યવસ્થા કરી છે, તમે પણ અમને બહાર કાઢવા માટે આવી કોઇ વ્યવસ્થા કરો. અમે અનસેફ ફિલ કરી રહ્યાં છીએ.

આ પણ વાંચો :-

પ્રજ્વલ રેવન્નાનો ડિપ્લોમેટિક પાસપોર્ટ રદ કરવા સિદ્ધારમૈયા સરકારની વિનંતી

0

કર્ણાટક સરકારે જનતા દળ (સેક્યુલર)ના વિદેશ ભાગી ગયેલા અને સેંકડો મહિલાઓનું જાતીય શોષણ તથા તેમના પર દુષ્કર્મ કરવાના આરોપી સાંસદ પ્રજ્વલ રેવન્નાનો ડિપ્લોમેટિક પાસપોર્ટ રદ કરવા માટે વિદેશ મંત્રાલય (MEA)ને સત્તાવાર રીતે વિનંતી કરી છે.

Deve Gowda's grandson accused of sexual abuse | દેવેગૌડાના પૌત્ર પર યૌન શોષણનો આરોપ: કર્ણાટક સરકારે SITની રચના કરી; જેડીએસ સાંસદ દેશ છોડીને જર્મની ભાગ્યા | Divya Bhaskar

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને JDS સાંસદ પ્રજ્વલ રેવન્નાના રાજદ્વારી પાસપોર્ટને રદ કરવાની માંગ કરી છે. આ સાથે તેઓને ભારત પરત લાવવા માટે તાત્કાલિક અસરથી નક્કર કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે. આ પછી વિદેશ મંત્રાલય એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. આ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રજ્વલ રેવન્ના કથિત બળાત્કાર અને યૌન ઉત્પીડનના આરોપોનો સામનો કરી રહ્યો છે તે સૂત્રોને ટાંકીને આ માહિતી બહાર આવી છે. તે દેશ છોડીને ભાગી ગયો છે. તેની ધરપકડના વોરંટ બાદ રેડ કોર્નર નોટિસ પણ જારી કરી શકાય છે.

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ પાસપોર્ટ રદ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે એક વિશેષ કોર્ટે SIT દ્વારા દાખલ એક અરજી પછી શનિવારે પ્રજ્વલની વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જારી કર્યું હતું. આ મહિનાના પ્રારંભમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે રેવન્નાએ ડિપ્લોમેટ પાસપોર્ટ પર જર્મનીની યાત્રા કરી હતી અને યાત્રા માટે મંજૂરી નહોતી માગી. રેવન્નાની જર્મની યાત્રા સંબંધમાં વિદેશ મંત્રાલયથી ના તો કોઈ રાજકીય મંજૂરી માગવામાં આવી હતી અને ના તો એ જારી કરવામાં આવી હતી, એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો :-

બેંગલુરુની ત્રણ હોટેલોની બોમ્બથી ઉડાડવાની ધમકી ભર્યો ઈ-મેલ આવ્યો

0

કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં બોમ્બથી ઉડાડવાની ધમકી ભર્યો ઈ-મેલ આવ્યો છે. આ ઈ-મેલ બેંગલુરુની મશહૂર ત્રણ હોટેલોને મળ્યો છે. ધ ઓટેરા સહિત ત્રણ હોટેલોમાં બોમ્બની ધમકી પછી પોલીસ વહીવટી તંત્ર સતર્ક થયું છે. આ બોમ્બની ધમકી બુધવારે બપોરે બે વાગ્યે ઈમેઇલ મારફતે આપવામાં આવી હતી પરંતુ હોટેલના સ્ટાફે ગુરુવારે સવારે ઈમેઇલ ચેક કર્યો, ત્યાર બાદ તેમણે આ ધમકીની જાણ પોલીસ અને બોમ્બ સ્ક્વોડને જાણ કરી હતી. બોમ્બ સ્કવોડ અને પોલીસ હાલમાં ઓટેરા અને અન્ય હોટલોમાં છે.

નોંધનીય છે કે આ પહેલા પણ ઘણી વખત દિલ્હી સહિત દેશના અન્ય ભાગોમાં શાળાઓ, હોટલ અને સરકારી મંત્રાલયોની ઈમારતોમાં બોમ્બ રાખવાની ધમકી ઈમેઇલ દ્વારા આપવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી દિલ્હી, બેંગલુરુ, અમદાવાદ, જયપુર અને લખનઉ જેવા શહેરોની શાળાઓ અને હોસ્પિટલોને ધમકીભર્યા ઈ-મેઇલ મળી રહ્યા હતા. ઉપરાંત, દિલ્હી, મુંબઈ, ગોવા, નાગપુર અને કોલકાતાના એરપોર્ટની વિવિધ સરકારી ઇમારતોને વિદેશીઓ તરફથી ધમકીભર્યા મેલ મોકલવામાં આવ્યા હતા.

અગાઉ અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી શાળાઓને ધમકી ભર્યો મેઇલ મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે રશિયન મેઇલ IDથી ધમકી આપવામાં આવી હતી. પોલીસ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળ્યાનો દાવો તપાસ એજન્સીનો છે. તપાસમાં ક્રાઈ મબ્રાન્ચ, SOG અને સાયબર ક્રાઈમની ટીમ જોડાઈ હતી. સાથે જ બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની ટીમો પણ તપાસમાં જોડાઇ હતી.

આ પણ વાંચો :-

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, સુરતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ લોકોના મોત

ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે. સુરતમાં વધેલા તાપમાનના કારણે હીટવેવના કેસોમાં વધારો થયો છે. પાંડેસરામાં હીટવેવમાં એક યુવક સહિત અચાનક બેભાન તેમજ ગભરામણ થવાથી ૧૦ લોકોના મોત નીપજ્યા હતા. મૃતકોમા નાના બાળકોથી લઈને મોટી ઉમરના ૧૦ લોકોના ૨૪ કલાકમાં મોત નીપજ્યાં છે.

45°C 280 heat related illnesses in a dayકાળઝાળ ગરમી વચ્ચે સુરતમાં અચાનક બેભાન થયા બાદ ૨૪ કલાકમાં ૧૦ના મોત થયા છે. માહિતી અનુસાર, તમામ મૃતકોને ગભરામણ થઈ એ પછી બેભાન થયા હતા. જેમાંથી એકનું હીટસ્ટ્રોકના કારણે મોત થયું છે, જયારે અન્ય મૃતકોના સેમ્પલ ફોરેન્સિકમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે. ત્યારે બીજી તરફ હીટવેવની અસરના કારણે સરકારી હોસ્પિટલોમાં ૧૨ વ્યક્તિને સારવાર આપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં ૮ દર્દીઓ હીટવેવની અસરના કારણે સારવાર લઈ રહ્યા છે અને સ્મીમેર હોસ્પિટલમાં ૪ દર્દીને સારવાર અપાઈ છે. વડોદરામાં ડિહાઇડ્રેશન, લૂ લાગવી, ગભરામણ, હ્રદયરોગના હુમલાથી ૩ લોકોના મોત થયા છે. ૭૭ વર્ષીય કિશનરાવ દીઘે, ૩૯ વર્ષીય જગદીશ પટેલ, ૬૨ વર્ષીય કરશનભાઈનું મોત થયું છે.

નવમા બનાવમાં પાંડેસરા અંબિકા નગર આશાપુરી ગોવાલક પાસેથી એક ૩૫ વર્ષીય અજાણ્યો બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેમને સારવાર માટે ૧૦૮માં સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. દસમાં બનવામાં વરાછા ટાંકલી ફળિયુંમાં રહેતો ૫૦ વર્ષીય એક અજાણ્યો પુરુષ ગતરોજ સાંજે બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેને સારવાર માટે ૧૦૮ માં સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.

નોંધનીય છે કે હજુ આગામી બે દિવસ સુધી લોકોને કાળઝાળ ગરમીથી રાહત નહીં મળે. હવામાન વિભાગે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ૨૫ મે સુધી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. ગત દિવસોમાં સુરતમાં તાપમાન ૪૨ ડિગ્રીની આસપાસ રહ્યું છે, જયારે આગામી દિવસોમાં સુરતમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

કિર્ગિસ્તાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓએ સરકારની માંગી મદદ

કિર્ગિસ્તાનમાં પાકિસ્તાની નાગરિકો સાથેની બબાલ બાદથી હિંસા અટકવાનું નામ લેતી નથી. આ સૌની વચ્ચે દેખાવને કારણે ભારતીય નાગરિકો અને ખાસ કરીને સ્ટુડન્ટ્સનો પણ ભોગ લેવાઈ રહ્યો છે. સેંકડો ભારતીય સ્ટુડન્ટ્સ ત્યાં ફસાયા છે અને ભારત સરકારને મદદ માટે અપીલ કરી રહ્યા છે.

મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ પણ કહી ચૂક્યા છે કે ત્યાં ૧૨૦૦ જેટલાં એમબીબીએસ સ્ટુડન્ટ્સ અમારા રાજ્યના છે. જોકે તેમણે આ બધા સુરક્ષિત હોવાનો દાવો કર્યો છે. તાજેતરમાં એક મધ્યપ્રદેશના વિદ્યાર્થીએ વીડિયો જાહેર કરીને ભારત સરકારને મદદ કરવા અપીલ કરી હતી. બડવાની જિલ્લાનો રહેવાશી ચેતન માલવીય કિર્ગિસ્તાનમાં એમબીબીએસ કરી રહ્યો છે. ચેતને તેના વીડિયોમાં જણાવી રહ્યો છે કે તે કેવી સ્થિતિમાં ત્યાં રહેવા મજબૂર છે. ૧૮ મેની રાતે તો સ્થાનિકો તેના હોસ્ટેલ સુધી પહોંચી ગયા હતા. ત્યાં હવે ભારત અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓ સાથે સાવકા જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે.

વીડિયોમાં ચેત કહે છે કે હું અહીં એમબીબીએસનો અભ્યાસ કરવા આવ્યો છું. અહીં ભારત અને પાકિસ્તાન બંને દેશના નાગરિકો અને વિદ્યાર્થીઓ સાથે સાવકા જેવું વર્તન થઈ રહ્યું છે. અમે એકલા પડી ગયા છીએ. હોસ્ટેલથી બહાર નથી જઈ શકતા. અમારે ઘરે પાછા આવવું છે. ૧૮મે વિશે તે કહે છે કે એ દિવસે રાતના સમયે અમારા હોસ્ટેલના ગેટ વારંવાર ખખડાવાયા હતા. ૪-૫ વખત આવું થયું. સદભાગ્યે અમે ગેટ ન ખોલ્યાં. બહાર મોટી સંખ્યામાં સ્થાનિકોની ભીડ હતી. ચેતને માલવીય કહે છે કે અમે લોકો અહીંથી નીકળવા માગીએ છીએ. અમે ટિકિટ પણ લઈ લીધી છે. બસ હોસ્ટેલથી નીકળતા ડર લાગે છે. સરકાર અમારા માટે એરપોર્ટ સુધી મૂકી જવાની વ્યવસ્થા કરી આપે. અમારી બસ આટલી જ માગ છે.

આ પણ વાંચો :-

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ધારાસભ્ય પીએન પાટીલનું નિધન, જાણો શું થયું હતું?

0

લોકસભા ચૂંટણી વચ્ચે મહારાષ્ટ્રથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અને કરવીર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પીએન પાટીલનું આજે નિધન થયું છે. પ્રાથમિક માહિતી મુજબ પીએન પાટીલનું આજે એટલે કે ૨૩ મેની વહેલી સવારે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પીએન પાટીલે ૭૧ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

શું થયું હતું?મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અને કરવીર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પીએન પાટીલ તેમના જીવનભર ગાંધી પરિવારના વિશ્વાસુ તરીકે જાણીતા હતા. પીએન પાટીલ ગયા રવિવારની સવારે બાથરૂમમાં લપસી જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. જે બાદમાં એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. જોકે ૪ દિવસની સારવારને અંતે આજે તેમનું નિધન થયું છે. જિલ્લા કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ધારાસભ્ય પીએન પાટીલના પાર્થિવ દેહને તેમના વતન ગામ સડોલી ખાલસા ખાતે સવારે ૧૧ વાગ્યે લઈ જવામાં આવશે. અંતિમ સંસ્કાર સડોલી ખાલસા ખાતે જ કરવામાં આવશે.

નોંધનિય છે કે, છત્રપતિ શાહુ મહારાજ કોલ્હાપુર લોકસભા માટે કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહ્યા હોઈ ધારાસભ્ય પી.એન. પાટીલે કરવીર મતવિસ્તારની સાથે જંજાવતી જિલ્લામાં પ્રચાર કર્યો હતો. છ વિધાનસભા મતવિસ્તારોમાંથી કોલ્હાપુર લોકસભામાં સૌથી વધુ ૮૦ ટકા મતદાન થયું હતું. પાટીલ કરવીર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. તેથી તેમણે એકલા હાથે આ વિસ્તારમાં પ્રચારનો હવાલો સંભાળ્યો હતો. પાટીલનું નામ લોકસભા ચૂંટણી માટે પણ ચર્ચામાં હતું. જોકે તેમની ઉંમર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમણે ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો હતો.

આ પણ વાંચો :-

વડોદરામાં સ્માર્ટ વીજ મીટરમાં ૩૦૦૦નું બિલ આવ્યું ૯ લાખનું

0

ગુજરાતમાં સ્માર્ટ વીજ મીટર લગાવાનું શરૂ થયું છે આ મીટરને લઇ શરૂઆતથી જ વિરોધ થઇ રહ્યો છે. સ્થાનિકોનો દાવો છે કે આ મીટરમાં વપરાશથી પણ વધુ બીલ આવે છે. વડોદરા અને સુરતમાં આ મીટર લગાવ્યા બાદ સ્થાનિકોએ તેનો સામુહિક વિરોધ કર્યાં છે. મોબાઇલમાં મેસજ આવતા ગ્રાહકના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમાં ૯,૨૪,૨૫૪નું બિલ આવતા MGVCLમાં ફરિયાદ કરી છે.

સ્માર્ટ મીટરને લઇને હાલ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં સ્માર્ટ મીટરનો વિરોધ થઇ રહ્યો છે. ગોરવા વિસ્તારના ગ્રાહકનું રૂપિયા ૯,૨૪,૨૫૪નું બિલ આવ્યુ છે.સામાન્ય રીતે તેમનું બીલ દર મહિને ૨ હજારની આસપાસ આવે છે અને અને સ્માર્ટ મીટર લગાવતાની સાથેજ લાખોનું બિલ જોતા સમગ્ર મામલે ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. તમારા ઘરનું લાઇટ બીલ૯,૨૪,૨૫૪ રૂપિયા બાકી છે, તેવો મેસેજ આવ્યો હતો. વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા મૃત્યુંજય સાથે આવું જ કંઇક બન્યું છે.

ત્યારે સ્માર્ટ મિટર મામલે રાજનીતિ પણ થવા લાગી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સરકાર પર વાર કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં ચૂંટણી પૂરી થઈ અને પ્રજા મોંઘવારી ઓછી થવાની રાહ જોઈ રહી હતી પરંતુ સરકારે રાહત આપવાને બદલે સ્માર્ટ મીટર લગવવની શરૂઆત કરી દીધી. રાજ્યમાં તમામ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે, તેમ છતાં ૧.૬૪ કરોડ મીટર ગુજરાત ની વિંજ કંપનીઓ લગાવવાની છે, આ મીટરમાં મીનીમમ ૩૦૦ રૂપિયાનું બેલેન્સ એડવાન્સ રાખવાનો નિયમ છે, ગુજરાત ની જનતા પાસેથી ૫૦૦ કરોડ રૂપિયા એડવાન્સ લઈ લુટવાનું કામ કરી રહી છે.

આ પણ વાંચો :-