Home Blog Page 757

લોકસભા ચૂંટણી ૨૦૨૪ છઠ્ઠા તબક્કા માટે આવતી કાલે મતદાન

0

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં કુલ ૮૮૯ ઉમેદવારો મેદાનમાં છે. તેમાંથી સૌથી વધુ ૨૨૩ ઉમેદવારો હરિયાણાના છે, જ્યારે ઓછામાં ઓછા ૨૦ ઉમેદવારો જમ્મુ અને કાશ્મીરની અનંતનાગ-રાજૌરી લોકસભા બેઠક પરથી મેદાનમાં છે. ઉત્તર પ્રદેશની ૧૪ બેઠકો માટે કુલ ૧૬૨ ઉમેદવારો, બિહારની આઠ બેઠકો માટે ૮૬ ઉમેદવારો, દિલ્હીની સાત બેઠકો માટે ૧૬૨ ઉમેદવારો, પશ્ચિમ બંગાળની આઠ બેઠકો માટે ૭૯ ઉમેદવારો મેદાનમાં છે.

Lok sabha elections 2024- લોકસભા ચૂંટણી 2024 ક્યારે છે?: 16 એપ્રિલની સંભવિત તારીખને લઈને સસ્પેન્સ, દિલ્હીના સીઈઓએ જવાબ આપ્યો૨૫ મેના રોજ યોજાનાર ચૂંટણીમાં જે દિગ્ગજોનું ભાવિ નક્કી થવાનું છે તેમાં ભાજપના ધર્મેન્દ્ર પ્રધાન (સંબલપુર, ઓડિશા), ભાજપના મનોજ તિવારી અને કોંગ્રેસના કન્હૈયા કુમાર (ઉત્તર પૂર્વ દિલ્હી), ભાજપના મેનકા ગાંધી સુલતાનપુર (ઉત્તર પ્રદેશ), પીડીપીના મહેબૂબા મુફતી (અનંતનાગ-રાજોરી, જમ્મુ-કાશ્મીર), ભાજપના અભિજિત ગંગોપાધ્યાય (તમલુક, પશ્ચિમ બંગાળ), ભાજપના મનોહરલાલ ખટ્ટર (કરનાલ, હરિયાણા), નવીન જિંદાલ (કુરુક્ષેત્ર, હરિયાણા) અને રાવ ઇન્દ્રજિત સિંહ (ગુડગાવ)નો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, લોકસભા ચૂંટણીના પાંચ તબક્કામાં અત્યાર સુધીમાં સરેરાશ ૬૫.૯૬ ટકા મતદાન થયું છે. આમાં સૌથી ઓછું ૬૨.૨ ટકા મતદાન પાંચમા તબક્કામાં થયું હતું જ્યારે સૌથી વધુ ૬૯.૧૬ ટકા મતદાન ચોથા તબક્કામાં થયું હતું. જ્યારે પ્રથમ તબક્કામાં ૬૬.૧૪ ટકા, બીજા તબક્કામાં ૬૬.૭૧ ટકા અને ત્રીજા તબક્કામાં ૬૫.૬૮ ટકા મતદાન થયું હતું.

ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણી ૨૦૨૪ ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષો માટે ગેમ ચેન્જર છે. કરવામાં આવી રહેલા ૪૦૦ પ્લસના દાવા માટે ભાજપે યૂપીમાં કેસરિયો કરવો જ રહ્યો. આ માટે છઠ્ઠા તબક્કાની ૧૪ બેઠકો પર ભાજપે ક્લિન સ્વીપ કરવું જ રહ્યું. ગત ચૂંટણીમાં ભાજપને અહીં ૧૪ માંથી ૯ બેઠકો મળી હતી. માયાવતીની પાર્ટીને ૪ બેઠકો અને સમાજવાદી પાર્ટીને એક બેઠક મળ હી. સ્થાનિક રાજકારણની વાત કરીએ તો આ વખતે સ્થિતિમાં ફેરબદલ દેખાઇ રહ્યો છે અને સમાજવાદી પાર્ટી ફરી એકવાર ઉભી થતી દેખાઇ રહી છે. આ સંજોગોમાં ભાજપ માટે કાંટે કી ટક્કર જેવી સ્થિતિ થઇ શે છે.

આ પણ વાંચો :-

બાંગ્લાદેશી સાંસદની હત્યાના કેસમાં હનીટ્રેપમાં ફસાવવા બદલ આ મહિલાની ધરપકડ

0

બાંગ્લાદેશી સાંસદ અનવારુલ અઝીમ અનારની તાજેતરમાં કોલકાતામાં નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે કોલકાતાના ન્યુટાઉન વિસ્તારમાં અનવારુલને હનીટ્રેપમાં ફસાવવા બદલ એક મહિલાની બાંગ્લાદેશથી ધરપકડ કરી છે. આ હત્યાના મુખ્ય આરોપી અખ્તર રઝમાન શાહીને બાંગ્લાદેશી સાંસદને હનીટ્રેપની મદદથી ફસાવ્યા હતા. શાહિને શીલાંતી રહેમાન નામની મહિલાને સાંસદ અનારની ગર્લફ્રેન્ડ બનાવી હતી અને શીલાંતીએ એક મેસેજ દ્વારા બાંગ્લાદેશી સાંસદ અનવારુલ અઝીમ અનારને ન્યૂટાઉન બોલાવ્યા હતા.

ઘટનાના દિવસે યુવતીએ ખૂબ જ ચતુરાઈથી સાંસદને ન્યૂ ટાઉન સ્થિત તેના ફ્લેટમાં બોલાવ્યો અને પછી ત્યાં તેની હત્યા કરી દેવામાં આવી. પ્રાપ્ત માહિતી અનુસાર, સૌપ્રથમ સાંસદને બેડરૂમમાં લાવવામાં આવ્યા, ત્યાં થોડીવાર વાતચીત થઈ અને પછી અચાનક તેમના ચહેરા પર ઓશીકું મૂકી દેવામાં આવ્યું. સાંસદનું શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયા બાદ કસાઈએ પોતાનું કામ શરૂ કર્યું.

પોલીસનું માનવું છે કે, સાંસદ અનવારુલને એક મહિલા લલચાવીને ન્યુ ટાઉનના એક ફ્લેટમાં લઇ ગઈ હતી. પોલીસને શંકા છે કે, ભાડાના હત્યારાઓ દ્વારા સાંસદની હત્યા કરવામાં આવી હશે. અધિકારીએ જણાવ્યું કે, ધરપકડ કરવામાં આવેલો વ્યક્તિ હત્યાના મામલે મુખ્ય આરોપીઓમાંથી એકને મળ્યો હતો. તેમણે જણાવ્યું કે, આ વ્યક્તિ બાંગ્લાદેશ સાથે આંતરરાષ્ટ્રીય સીમા નજીક પશ્ચિમ બંગાળના એક વિસ્તારમાં રહે છે. જોકે, પોલીસે હજી સુધી આ આરોપીની ઓળખ છતી કરી નથી.

બાંગ્લાદેશી સાંસદની હત્યાના કેસમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બાંગ્લાદેશના ગૃહમંત્રીએ આ માહિતી આપી છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળ CIDએ એક વ્યક્તિની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ, આ વ્યક્તિ હત્યાના એક આરોપીને મળ્યો હતો. આ વ્યક્તિ આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે બંગાળના વિસ્તારનો રહેવાસી છે.

કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટના ટળી, પાયલટની સૂઝબૂઝથી સુરક્ષિત લેન્ડિંગ

0

કેદારનાથમાં એક ખાનગી કંપનીના હેલિકોપ્ટરને ટેક્નિકલ ખામીના કારણે હેલિપેડથી થોડા જ મીટર દૂર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી અને હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. હેલિકોપ્ટરમાં ૬ શ્રદ્ધાળુઓ સહિત કુલ ૭ લોકો સવાર હતા. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને બાબા કેદારનાથની કૃપા કહી રહ્યા છે.

કેદારનાથ ધામમાં હેલિકોપ્ટરનું ઈમર્જન્સી લેન્ડિંગ

હેલિકોપ્ટરમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. હાલમાં ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ૨૦૨૪ ચાલી રહી છે. કેદારનાથ ધામ માટે હવાઈ સેવા પણ ચાલી રહી છે. દરરોજ મોટી સંખ્યામાં હેલિકોપ્ટર શ્રદ્ધાળુઓને લઈને કેદારનાથ જઈ રહ્યા છે.

આજે સવારે પણ ક્રિસ્ટલ એવિએશનનું હેલિકોપ્ટર સવારીઓને લઇ જઈ રહ્યું છે. પરંતુ કેદારનાથ ધામથી ૧૦૦ મીટર પહેલા પહાડી પર ક્રિસ્ટલ એવિએશન હેલિકોપ્ટરનું ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. ડીસ્ટ્રીકટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર પાસેથી મળેલી જાણકારી અનુસાર, પાયલોટ સહિત ૭ યાત્રીઓને સિરસી હેલિપેડથી કેદારનાથ ધામ આવી રહેલા ક્રિસ્ટલ એવિએશન કંપનીના હેલીમાં કોઈ ટેક્નિકલ ખામીના કારણે લગભગ સવારે ૭ વાગ્યાને ૫ મિનિટ પર શ્રી કેદારનાથ ધામના હેલિપેડથી લગભગ ૧૦૦ મીટર પહેલા ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવી પડી. પાયલટના જણાવ્યા અનુસાર, બધા યાત્રીઓ સુરક્ષિત છે.

ચાર ધામ યાત્રા ૧૦મી મેથી શરૂ થઇ છે. જો કે, પ્રવાસ અંગે ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ છે. હાલમાં દરરોજ ૨૫ હજારથી વધુ ભક્તો યાત્રા ધામમાં પહોંચી રહ્યા છે. ભક્તોને ધામમાં લઈ જવા માટે ૯ હેલિકોપ્ટર કંપનીઓ સેવામાં તૈનાત છે. કેદારનાથમાં હેલિકોપ્ટર સેવા હંમેશા જોખમી રહી છે. છેલ્લા ૧૧ વર્ષમાં કેદારનાથમાં આવા અનેક અકસ્માતો થયા છે

આ પણ વાંચો :-

દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસની દિવાલો પર ‘ચૂંટણી બહિષ્કાર’નાં વિવાદાસ્પદ સૂત્રો

0

દિલ્હીમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ની વોટિંગ પહેલા દિલ્હી યુનિવર્સિટીના કોલેજની દિવાલો પર વિવાદિત સૂત્રો લખવામાં આવ્યા છે. દિવાલો પર ચૂંટણી બહિષ્કાર કરવાની વાત કહેવામાં આવી છે. આ મામલે દિલ્હી પોલીસે બે FIR નોંધી છે. પોલીસે આ વિશે જાણકારી આપી છે.

દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસની દિવાલો પર ઘણા સ્થળે લાલ રંગથી બોયકોટ ઈલેક્શનના સૂત્રો લખવામાં આવ્યા છે. શનિવારે ૨૫મે એ દિલ્હીની તમામ સાત લોકસભા બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થવાનું છે. આ દરમિયાન દિલ્હી યુનિવર્સિટીથી એફિલિએટેડ કોલેજોમાં અજાણ્યા નંબરથી કોલ કરવામાં આવ્યો અને કોલેજને બોમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી છે. માહિતી મળતા જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી અને આ કોલ નકલી છે તેવી જાણ થઈ. કેમ્પસમાં કોઈ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નથી.

દિલ્હી ફાયર સર્વિસ અનુસાર, દિલ્હી યુનિવર્સિટીની કેટલીક કોલેજોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. પરંતુ તપાસમાં કંઈ મળ્યું ન હતું. પોલીસે કહ્યું કે આ ફોન કોલ ફેક હતો અને ગભરાવાનું કોઈ જરૂર નથી. આ પહેલા દિલ્હી પોલીસને નોર્થ બ્લોક સાથે જોડાયેલા પોલીસ કંટ્રોલ રૂમને ઉડાવી દેવાની ધમકી મળી હતી. દિલ્હી યુનિવર્સિટીની દીવાલો પર નક્સલબારી ઝિંદાબાદ, ચૂંટણીનો બહિષ્કાર, માર્ક્સવાદ ઝિંદાબાદ, કોમરેડ ચારુ ઝિંદાબાદ સહિતના અનેક સૂત્રો લખવામાં આવ્યા છે. આ સાથે એવું પણ લખવામાં આવ્યું છે કે નવી લોકશાહી વ્યવસ્થામાં જોડાઓ.

દિલ્હી યુનિવર્સિટીની દિવાલો પર લખેલા આ સૂત્રોના સંદર્ભમાં ABVPએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે સમગ્ર દેશ અને યુવાનો લોકશાહીના આ મહાન પર્વમાં ભાગ લેવા માંગે છે. આવી સ્થિતિમાં આ અલોકતાંત્રિક સૂત્રો લખવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે આ કૃત્ય કરનારાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. અહીં રોડ પર લાગેલા તમામ સીસીટીવી કેમેરામાંથી ફૂટેજ ચેક કરવા જોઈએ.

આ પણ વાંચો :-

થાણેની કેમિકલ ફેક્ટ્રીમાં બ્લાસ્ટ, ૮ લોકોના મોત, ૫૬ ઘાયલ

0

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાના સમાચાર છે. ફેક્ટરીની અંદર બોઈલર ફાટવાને કારણે જોરદાર વિસ્ફોટ થયો, જેનો પડઘો આસપાસના વિસ્તારોમાં કેટલાય કિલોમીટર સુધી સંભળાયો. વિસ્ફોટ અને આગમાં અત્યાર સુધીમાં ૮ લોકોના મોત થયા છે જ્યારે ૫૬થી વધુ લોકો ઘાયલ થયા છે. ફેક્ટરીમાં હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.

thane-chemical-factory-blast-many-killed-the-noise-was-heard-up-to-5-kilometers-away-4-companies-were-burnt-down-334325

આ વિસ્ફોટ થાણેના MIDC વિસ્તારના ફેઝ ૨ સ્થિત ઓમેગા કેમિકલ ફેક્ટરીમાં થયો હતો. ફેક્ટરીની અંદર વિસ્ફોટ ત્યારે થયો જ્યારે ઘણા કર્મચારીઓ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા. બોઈલરમાં ટેકનિકલ ખામીના કારણે વિસ્ફોટ થયો હોવાનું કહેવાય છે. આટલા મોટા વિસ્ફોટ અને આગના સમાચાર તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને આપવામાં આવ્યા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

અમુદાન કેમિકલ ફેક્ટ્રીમાં વિસ્ફોટના કારણે લાગેલી આગ આજુબાજુની ત્રણ કંપનીઓ સુધી ફેલાઈ, જેના કારણે તેમણે પણ ઘણું નુકસાન થયું. એટલું જ નહી થોડાં જ અંતરે એક કાર ડીલરના શો રુમ સુધી આગ ફેલાઈ, જેમાં લગભગ ૧૨ ગાડીઓ બળીને ખાક થઈ ગઈ. આગ લાગ્યા બાદ કલ્યાણ-ડોબિવલી મહાનગર પાલિકા, થાણે, ઉલ્હાસનગર, નવી મુંબઈથી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી. એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી.

આ પણ વાંચો :-

ભારતના હવામાન વિભાગ દ્વારા આગાહી, ૧૦૨ કિમી ઝડપે પવન ફૂંકાશે

0

ભારતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી લો પ્રેસર સર્જાય રહ્યું છે. જેના કારણે આગામી ૨૪ કલાક ખુબ મહત્વના છે. ચક્રવાત ૨૩મી મેથી ૨૭મી મે વચ્ચે ઓડિશા ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાત સાથે ટક્કરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યું અનુસાર ૧૦૨ કિમી ઝડપે પવન ફૂંકાશે.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે અને ત્યારબાદ તે વધુ તીવ્ર બની જશે. જો આ દબાણ ચક્રવાતી તોફાનમાં ફેરવાય તો તેનું નામ ‘રેમલ’ રાખવામાં આવશે. આ ઉપરાંત દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને ૨૭ મે સુધી કિનારે પાછા ફરવા અને બંગાળની ખાડીમાં ન જવાની સૂચના પણ આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડી પરનું લો પ્રેશર વધુ તીવ્ર બને તેવી સંભાવના છે. જેના પગલે રવિવાર સાંજ સુધીમાં, તીવ્ર ચક્રવાતી તોફાન બાંગ્લાદેશ અને અડીને આવેલા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે. IMDના જણાવ્યાનુસાર ‘બંગાળની ખાડીમાં ચોમાસા પહેલા આ સિઝનનું આ પ્રથમ ચક્રવાત છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતની નામકરણ પદ્ધતિ અનુસાર, આ ચક્રવાતને રેમલ નામ આપવામાં આવશે. રવિવારે ચક્રવાતને કારણે ૧૦૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.’

બંગાળની ખાડી ઉપર બની રહેલા આ દબાણના પગલે હવામાન વિભાગે કોલકાતામાં આંધી તોફાન અને વીજળી પડવાના જોખમને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે. આખું અઠવાડિયું વરસાદ પડે તેવી શક્યતા છે. ૨૫મી મેના રોજ મિઝોરમ, ત્રિપુરા, અને દક્ષિણ મણિપુરના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તથા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬ લોકોના મોત

ગુજરાત રાજ્યમાં ગરમીથી લૂ લાગવા સહિતના કારણે કુલ ૧૬ વ્યક્તિના મૃત્યુ થયુ છે. જેમાં સુરતમાં ૯, વડોદરામાં ૪ અને મોરબી-જામનગર-રાજકોટમાં ૧-૧એ જીવ ગુમાવ્યો છે. એકલા વડોદરામાં જ અત્યાર સુધીમાં ગરમીથી ૨૩ લોકોનાં મોત થયા છે. તેમજ હૃદય રોગના હુમલા, બેભાન થઈ જવા, હીટસ્ટ્રોક લાગવો, વૉમિટિંગ, ચક્કર સહિતના કસ્સાઓમાં વધારો થયો છે.

કાળઝાળ ગરમી વચ્ચે સુરતમાં અચાનક બેભાન થયા બાદ ૨૪ કલાકમાં ૧૦ના મોત થયા છે. માહિતી અનુસાર, તમામ મૃતકોને ગભરામણ થઈ એ પછી બેભાન થયા હતા. જેમાંથી એકનું હીટસ્ટ્રોકના કારણે મોત થયું છે, જયારે અન્ય મૃતકોના સેમ્પલ ફોરેન્સિકમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે. ત્યારે બીજી તરફ હીટવેવની અસરના કારણે સરકારી હોસ્પિટલોમાં ૧૨ વ્યક્તિને સારવાર આપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં ૮ દર્દીઓ હીટવેવની અસરના કારણે સારવાર લઈ રહ્યા છે અને સ્મીમેર હોસ્પિટલમાં ૪ દર્દીને સારવાર અપાઈ છે. વડોદરામાં ડિહાઇડ્રેશન, લૂ લાગવી, ગભરામણ, હ્રદયરોગના હુમલાથી ૩ લોકોના મોત થયા છે. ૭૭ વર્ષીય કિશનરાવ દીઘે, ૩૯ વર્ષીય જગદીશ પટેલ, ૬૨ વર્ષીય કરશનભાઈનું મોત થયું છે.

વડોદરામાં જાંબુઆ બાયપાસ પાસે હાઉસિંગ મકાનમાં ૬૩ વર્ષીય શાંતાબેન જશુભાઈ મકવાણા રહેતા હતા. અતિશય ગરમીમાં છેલ્લાં એક અઠવાડિયાથી શાંતાબેનની તબિયત બગડી હતી અને બીમાર થઈ ગયા હતા. ત્યારે બુધવારે રાત્રે શાંતાબેન બેભાન થઈ જતાં તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

અટલાદરાના વસાવા મહોલ્લામાં ૩૫ વર્ષીય નવીનભાઈ મયૂરભાઈ વસાવા રહેતા હતા. તેઓ છુટક મજૂરી કરતા હતા. ૪ મહિના અગાઉ તેમને ખેંચ આવતા તેમને સારવાર કરાવી હતી. જેમાં તેમને સારૂ થઈ જતા તેઓએ દવા બંધ કરી દીધી હતી. ત્યારે બુધવારે બપોરે કાળઝાળ ગરમીમાં તેમને તાવ આવ્યો હતો અને ખેંચ આવતા સારવાર માટે ગોત્રી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો :-

ગુજરાત બોર્ડના ધોરણ ૧૨ના પરિણામો બાદ પારુલ યુનિવર્સિટીમાં યુજી પ્રવેશનો પ્રારંભ

0

શૈક્ષણિક શ્રેષ્ઠતામાં પોતાની પ્રતિબદ્ધતા સાથે પ્રસિદ્ધ પારુલ યુનિવર્સિટી ગર્વથી પોતાની કોમર્સ ફેકલ્ટી માટે એડમિશન સીઝનની શરૂઆતની જાહેરાત કરે છે. ગુજરાત બોર્ડ GSEB HSC-૨૦૨૪ પરિણામો આવ્યાની સાથે જ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને કોમર્સની ડાયનામિક દુનિયામાં સફળતા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યોથી સજ્જ કરવા માટે તૈયાર કરાયેલા અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સની રેન્જ ઓફર કરવાની તૈયારી કરી રહી છે.

આજના ઝડપથી વિકસિત થઇ રહેલા કોમર્શિયલમાં કોમર્સનું મહત્વનો ઓછું આંકી શકાતું નથી. બજારો અને અર્થતંત્રો પરિવર્તિત ફેરફારોમાંથી પસાર થઈ રહ્યા છે,જેમાં કુશળતા અને વ્યવહારુ કુશળતા બંનેથી સજ્જ વાણિજ્ય વ્યાવસાયિકોની જરૂર છે. આ પારુલ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી સાથે સંરેખિત થવું એ આ પેરાડાઈમ શિફ્ટમાં ટોપ પર છે જે એક વ્યાપક શૈક્ષણિક અનુભવ તેમજ વિદ્યાર્થીઓને ક્ષેત્રના મહત્વપૂર્ણ તત્વોની વ્યાપક સમજ પ્રદાન કરે છે.

કોમર્સ ફેકલ્ટી આધુનિક શિક્ષણ શાસ્ત્રની તકનીકો સાથે પરંપરાગત શૈક્ષણિક પદ્ધતિઓને સંયોજિત કરીને સંતુલિત અભિગમ દ્વારા પોતાને અલગ પાડે છે. આ સાથે એ સુનિશ્ચિત કરે છે કે સ્નાતકો માત્ર તેમના ક્ષેત્રોમાં જ સારી રીતે વાકેફ નથી પરંતુ સ્પર્ધાત્મક વ્યવસાયના લેન્ડસ્કેપમાં સફળ થવા માટે જરૂરી આંતરવ્યક્તિત્વ કૌશલ્યો અને નૈતિક ગ્રાઉન્ડિંગ પણ ધરાવે છે.

પારુલ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ગર્વથી વિવિધ પ્રકારના વિશિષ્ટ અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ ઓફર કરે છે, જેનો મુખ્ય ઉદ્દેશ વ્યવસાયિક ક્ષેત્રોમાં કુશળતાને પ્રોત્સાહન આપવાનો છે:

  • એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સમાં B.Com: આ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને ફાઇનાન્સ અને ઑડિટિંગમાં કારકિર્દી માટે આદર્શ નાણાકીય વ્યવસ્થાપન અને એકાઉન્ટિંગ કૌશલ્યોથી સજ્જ કરશે
  • બેંકિંગ અને ઇન્સ્યોરન્સમાં B.Com: વિદ્યાર્થીઓ બેંકિંગ અને ઇન્સ્યોરન્સના ઓપરેશનલ ધોરણોની સમજ મેળવે છે, તેમને ક્ષેત્રની ગતિશીલ ભૂમિકાઓ માટે તૈયાર કરે છે.
  • હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં B.Com: આ અભ્યાસક્રમ HR મેનેજમેન્ટમાં નિપુણતા વિકસાવે છે, જે ભરતી, તાલીમ અને કર્મચારી સંબંધો સંભાળવા માટે નિર્ણાયક છે.
  • માર્કેટિંગ મેનેજમેન્ટમાં B.Com: આ પ્રોગ્રામ માર્કેટિંગ અને બ્રાન્ડ મેનેજમેન્ટમાં માર્ગો ખોલતી માર્કેટિંગ વ્યૂહરચનાઓનું ઊંડું જ્ઞાન પ્રદાન કરે છે.
  • એકાઉન્ટિંગ અને ફાઇનાન્સમાં B.Com (ઓનર્સ): એડવાન્સ કોર્સવર્ક વિદ્યાર્થીઓને કોર્પોરેટ ફાઇનાન્સ ક્ષેત્રોમાં નેતૃત્વ માટે તૈયાર કરે છે.
  • બેંકિંગ અને ઇન્સ્યોરન્સમાં B.Com (ઓનર્સ): ભાવિ મેનેજર માટે તૈયાર કરવામાં આવેલ આ પ્રોગ્રામ બેંકિંગ અને વીમા પ્રેક્ટિસના વિશિષ્ટ જ્ઞાનનો અભ્યાસ કરે છે.
  • હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં B.Com (ઓનર્સ): સ્નાતકો કોર્પોરેટ અથવા કન્સલ્ટન્સી વાતાવરણમાં HR કામગીરીનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે.
  • માર્કેટિંગ મેનેજમેન્ટમાં B.Com (ઓનર્સ): આ અદ્યતન પ્રોગ્રામ માર્કેટિંગ વ્યૂહરચના અને ગ્રાહક વર્તણૂક વિશ્લેષણમાં નેતાઓને આકાર આપે છે.

શ્રેષ્ઠતા માટે પારુલ યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા તેના ઉત્કૃષ્ટ પ્લેસમેન્ટ રેકોર્ડ્સમાં પ્રતિબિંબિત થાય છે, જે રૂ. ૩૭.૯૮ LPAના સર્વોચ્ચ પેકેજનો સમાવેશ થાય છે. 1000થી વધુ લીડિંગ નેશનલ અને ઇન્ટરનેશનલ કોર્પોરેશનો યુનિવર્સિટીના કેમ્પસ ડ્રાઇવમાં ભાગ લે છે, જે ઇન્ડિગો, ડેલોઇટ, ટીસીએસ અને અન્ય ઘણી પ્રતિષ્ઠિત કંપનીઓમાં મહત્વપૂર્ણ પ્લેસમેન્ટ તરફ દોરી જાય છે. આ વર્ષે યુનિવર્સિટીએ રૂ. ૧૦ LPA અને રૂ. ૫ LPA કરતાં વધુની અસંખ્ય ઑફરો સાથે વૈશ્વિક પ્લેસમેન્ટમાં નોંધપાત્ર ૧૦૦ % વધારો જોયો છે.

NAAC A++ માન્યતા સાથે પારુલ યુનિવર્સિટીને પ્રૅક્સિસ મીડિયા દ્વારા પશ્ચિમ ભારતની શ્રેષ્ઠ ખાનગી યુનિવર્સિટી તરીકે સન્માનિત કરવામાં આવી છે અને એસોચેમ દ્વારા શ્રેષ્ઠ યુનિવર્સિટી પ્લેસમેન્ટ માટે માન્યતા પ્રાપ્ત થઈ છે. વધુમાં નવીનતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાએ ARIIAમાં ટોચનું ૫૦ રાષ્ટ્રીય રેન્કિંગ મેળવ્યું છે. એડમિશનની સીઝન ચાલુ થઈ રહી છે તેમ પારુલ યુનિવર્સિટી કોમર્સ પ્રોફેશનલ્સને પોતાની ફેકલ્ટી ઓફ કોમર્સમાં જોડાવા અને કોમર્સની દુનિયામાં ઉજ્જવળ અને સમૃદ્ધ કારકિર્દી તરફની સફર શરૂ કરવા માટે આમંત્રિત કરે છે.

આ પણ વાંચો :-

વૈષ્ણોદેવી જતી મિની બસ ટ્રક સાથે અથડાતાં ૭ લોકોના મોત, ૨૫થી વધું ઇજાગ્રસ્ત થયા

0

હરિયાણાના અંબાલામાં ગુરુવારે મોડી રાત્રે એક ટ્રક અને મિની બસ ની ટક્કર થતાં મોટો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ૭ જેટલા લોકોના મોત થયા હતા. આ સિવાય અકસ્માતમાં લગભગ ૨૫ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે. જણાવી દઈએ કે, આ ભયાનક માર્ગ અકસ્માત દિલ્હી-જમ્મુ નેશનલ હાઈવે પર થયો હતો.

haryana-news-7-killed-over-20-injured-in-major-bus-truck-collision-on-the-ambala-delhi-jammu-national-highway-334344

પોલીસના જણાવ્યા અનુસાર, ઉત્તરપ્રદેશના બુલંદશહરના ભક્તો માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે મિની બસ દ્વારા જઈ રહ્યા હતા. અન્ય લોકો કે જેઓ આ અકસ્માતમાંથી બચી ગયા હતા તેઓએ જણાવ્યું હતું કે, તેમની મિની બસની આગળ ચાલી રહેલી ટ્રકે અચાનક બ્રેક લગાવી દીધી હતી. જેના કારણે મિની બસ ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ ૭ લોકો એક જ પરિવારના હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનામાં ઘાયલ ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ચાર લોકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

અકસ્માતમાં ઘાયલ અને મૃત્યુ પામેલા લોકો એક જ પરિવારના હોવાનું કહેવાય છે. મૃતકોની ઓળખ સોનીપતના જખૌલી ગામના રહેવાસી ૫૨ વર્ષીય વિનોદ, ઉત્તર પ્રદેશના બુલંદશહેરના ગામ કકૌરનો રહેવાસી મનોજ (૪૨), ગુડ્ડી, ગામ હસનપુર રહેવાસી વૃદ્ધ મહેર ચંદ, ગામ કાકૌર રહેવાસી સતબીર (૪૬ વર્ષ) અને ૬ મહિનાની દીપ્તિના રૂપમાં થઇ છે. અન્ય એકની ઓળખ થઈ નથી. ઈજાગ્રસ્તોમાં બુલંદશહરના રહેવાસી રાજીન્દ્ર (૫૦ વર્ષ), કવિતા (૩૭ વર્ષ), વંશ (૧૫ વર્ષ), સુમિત (૨૦ વર્ષ), સોનીપતના જખૌલી ગામનો રહેવાસી સરોજ (૪૦ વર્ષ), દિલ્હીના મગુલપુરી રહેવાસી નવીન (૧૫ વર્ષ), લાલતા પ્રસાદ (૫૦ વર્ષ), મુગલપુરી રહેવાસી અનુરાધા (૪૨ વર્ષ), બુલંદશહરના ટકોર ગામના રહેવાસી શિવાની (૨૩ વર્ષ), આદર્શ (૪ વર્ષ) વહેરેનો સામેલ છે.

આ પણ વાંચો :-

૨૪ મે, ૨૦૨૪/ શુક્રવારના દિવસે આ રાશિ જાતકો માટે પરિવારમાં સ્નેહ વધે, નવા વાહનની ખરીદી શક્ય બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષ

બપોર સુધી પ્રસન્‍નતા જળવાય. પરિવારમાં આનંદ રહે. નવા રોકાણો સારી રીતે કરી શકાય. જુના રોકાણોમાંથી ફાયદો થતો જણાય. પત્નિ સાથે મનમેળ રહે. પરંતુ બપોર બાદ પરિસ્થિતિ ઉલટી થતાં સાવધાની રાખવી જરૂરી.

વૃષભ

બપોર સુધી ગુસ્સાવાળું વાતાવરણ રહે. ધારેલી આવક મળતી ન જણાય. શરદી-ખાંસીની કાળજી રાખવી. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. આવક વધે. જીવનસાથી સાથે આનંદ ઉત્સાહ રહે. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય.

મિથુન

આવકનો પ્રવાહ ઘટતો જણાય. નાના ભાઇ બહેનની ચિંતા રહે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર-જંગમ મિલકત સંબંધી લાભ અનુભવાય. આરોગ્ય સારૂ રહે. નોકરી-ધંધામાં મિશ્રફળ મળતુ જણાય.

કર્ક

આજનો દિવસ શુભત્વનો સંદેશ લાવ્યું છે. નાણાંની વૃધ્ધિ થતી જણાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભ ફળ પ્રાપ્‍ત થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યા પ્રાપ્તિ થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યા પ્રાપ્તિ માટે સારો દિવસ. પત્નિ સાથે આનંદ આરોગ્ય જળવાય.

સિંહ

થોડી માનસિક અશાંતિ રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેશે. નાણાંકીય ક્ષેત્રે ફાયદાકારક બનશે. નવા રોકાણો કરવાની વ્યવસ્થા સરળ બનશે. નવા વાહનની ખરીદી શક્ય બને. ધંધાકીયક્ષેત્રે સફળતા મળશે.

કન્યાઃ

નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં સુખ-શાંતિ અને સ્નેહ વધે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. નવા રોકાણો ટાળવા. માતાની તબિયતની કાળજી રાખવી. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

તુલા

મોજ શોખમાં ખર્ચ વધારે થાય. નવા કપડામાં ખર્ચ થાય. બપોર સુધી આવકમાં વૃધ્ધિ થતી જણાય. બપોર બાદ સાવધાનીથી કાર્ય કરવું. માતૃસુખમાં વૃધ્ધિ થતી જણાય. ભાગ્ય બળવાન બને છે.

વૃ‌શ્ચિક

આદ્યાત્મિકતા વધે. હોંશિયારી અને કાબેલીયતથી સફળતા મળે. અધિકારનો દુરૂપયોગ ન કરવો. પ્રપંચથી દૂર રહેવું. કરિયાણા, શાકભાજીના વેપારી, ધાતુનો ધંધો કરવાવાળા માટે લાભ. વિજાતિય પાત્રનું આકર્ષણ વધે. આરોગ્ય જળવાય.

ધન

માનસિક અશાંતિ રહે. વિચારવાયુનું પ્રમાણ વધે. પાણીથી દૂર રહેવાની સલાહ છે. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધા માટે બપોર સુધી સારૂ. આકસ્મિક ખર્ચની તૈયારી રાખવી. સ્વાસ્થ્ય જળવાશે.

મકર

મિત્રો તરફથી લાભ મળતો જણાય. નવી ઓળખાણ ફળદાયી નીવડે. આવકના નવા રસ્તા ખુલતા જણાય. પિતાની તબિયત સાચવવી. નાણાંનો બગાડ અટકાવવાની સલાહ છે. કોસ્મેટીક્સ, સ્ત્રી શણગારના ધંધાર્થીઓને લાભ.

કુંભ

નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ. નવી નોકરી ઇચ્છુકને સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસમાં વધારો થાય. યોગ્ય નિર્ણય લઇ શકાય. આવક જળવાય. કાર્યમાં સફળતા અનુભવાય. સંતાનો સાથે શાંતિથી કામ લેવું.

મીન

આર્થિક ક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે સંપ વધે. પિતાની તબિયતની કાળજી રાખવી જરૂરી. માનહાનિના યોગ બને છે. આથી લોકોને સલાહ આપવાનું ટાળવું. ભાગ્ય સાથ આપતું જણાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે.