Home Blog Page 756

બપોરે ૧ વાગ્યા સુધીમાં ૮ રાજ્યોમાં સરેરાશ ૩૯.૧૩% મતદાન

0

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને હરિયાણાની બેઠકો ઉપરાંત ઉત્તર પ્રદેશની ૧૪, પશ્ચિમ બંગાળમાં જંગલ મહલ પ્રદેશ અને બિહારની ૮-૮, ઓડિશાની છ, ઝારખંડની ચાર અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર મતદાન થશે. છઠ્ઠા તબક્કામાં ૫.૮૪ કરોડ પુરુષો અને ૫.૨૯  કરોડ મહિલાઓ સહિત કુલ ૧૧.૧૩ કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તેવી શક્યતા છે. ચૂંટણી પંચે કુલ ૧.૧૪ લાખ મતદાન મથકો પર ૧૧.૪ લાખ પોલિંગ અધિકારીઓ નિયુક્ત કર્યા છે.

ચૂંટણી પંચે ૧ વાગ્યા સુધીના મતદાનના આંકડા જાહેર કરી દીધા છે. ભારે ગરમી વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ ઊંચો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં સૌથી વધુ મતદાન પ.બંગાળમાં ૫૪.૮૦% નોંધાયું છે. જ્યારે ઓડિશામાં સૌથી ઓછું ૩૫.૬૯% નોંધાયું છે. સરેરાશ મતદાનની વાત કરીએ તો ૧ વાગ્યા સુધીમાં ૩૯.૧૩% મતદાન નોંધાઈ ચૂક્યું છે.

રાજ્ય મતદાનની ટકાવારી
બિહાર ૩૬.૪૮%
હરિયાણા ૩૬.૪૮%
જમ્મુ-કાશ્મીર ૩૫.૨૨%
ઝારખંડ ૪૨.૫૪%
દિલ્હી ૩૪.૩૭%
ઓડિશા ૩૫.૬૯%
યુપી ૩૭.૨૩%
પ.બંગાળ ૫૪.૮૦%

દિલ્હીના મંત્રી કૈલાશ ગેહલોતે પોતાનો મત આપ્યો અને કહ્યુ- ‘૪૦૦ પાર ક્યાંય દેખવા નથી મળી રહ્યુ. દરેક તબક્કાના મતદાન સાથે ભાજપની બેઠકો ઘટી રહી છે કારણ કે સમગ્ર ચૂંટણી પ્રચારમાં મોંઘવારી અને બેરોજગારીના મુદ્દા પર કોઈ ચર્ચા થઈ નથી. મને વિશ્વાસ છે કે લોકો પરિવર્તન માટે મત આપી રહ્યા છે.

લોકસભા ચૂંટણીમાં સવારે ૧૧ કલાક સુધીમાં સરેરાશ ૨૫.૭૬ ટકા મતદાન થયુ છે. સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં ૩૬.૮૮ ટકા મતદાન નોંધાયુ છે. દિલ્હીમાં ૨૧.૬૯ ટકા, ઉત્તર પ્રદેશમાં ૨૭.૦૬ ટકા, ઓડિશામાં ૨૧.૩૦ ટકા, ઝારખંડમાં ૨૭.૮૦ ટકા, જમ્મુ-કાશ્મીરમાં ૨૩.૧૧ ટકા, હરિયાણામાં ૨૨.૦૯ ટકા મતદાન નોંધાયુ છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દેશવાસીઓને વોટ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે. મારી વહાલી બહેનો, મારા ભાઈઓ, તમારો વોટ દેશનું ભવિષ્ય નક્કી કરે છે. તમારો દરેક મત દેશમાં થઈ રહેલા અન્યાયની વિરુદ્ધમાં આપવો જોઈએ. ખેડૂત હોય, યુવા હોય કે કુસ્તીબાજ હોય ​​- જેમની સાથે અન્યાય થયો છે તેમને ન્યાય અપાવવા માટે મત આપો. તમારો એક મત અન્યાયનો અંત અને ન્યાય સ્થાપિત કરશે.

આ પણ વાંચો :-

મતદાન વચ્ચે EVM ફરી ચર્ચામાં, અનેક બૂથમાં EVMમાં ખામી સર્જાઈ, જાણો કેજરીવાલ શું કહ્યું ?

0

સાત તબક્કાની લોકસભા ચૂંટણી ૨૦૨૪ના છઠ્ઠા તબક્કામાં, આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ ૫૮ બેઠકો માટે આજે ૨૫ મેના રોજ મતદાન થઈ રહ્યું છે. છઠ્ઠા તબક્કામાં ૮૮૯ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ તબક્કામાં બિહારની ૮, હરિયાણાની ૧૦, ઝારખંડની ૪, દિલ્હીની ૭, ઓડિશાની ૬, ઉત્તર પ્રદેશની ૧૪, પરિશ્ચમ બંગાળની ૮ અને જમ્મુ-કાશ્મીરની ૧ બેઠક પર મતદાન થઈ રહ્યું છે. મતદાનનો સમય સવારે ૭ થી સાંજના ૬ વાગ્યા સુધીનો છે.

Average voter turnout in Maharashtra was 59.40 percent, Highest percentage in Jalna and Pune had the lowest voter | મહારાષ્ટ્રમાં સરેરાશ મતદાન ૫૯.૪૦ ટકા

ઓડિશાના પુરી વિસ્તારના એક બૂથમાં EVMમાં ખામી સર્જાઈ છે. ભાજપના ઉમેદવાર સંબિત પાત્રાએ આ માહિતી આપી છે, તેમણે અપીલ કરી છે કે અહીં મતદાનનો સમય થોડો વધારવો જોઈએ જેથી દરેક મતદાર મતાધિકારનો ઉપયોગ કરી શકે.

ઉત્તર પ્રદેશના વર્તમાન સાંસદ અને સુલતાનપુરના ભાજપના ઉમેદવાર મેનકા ગાંધીએ કહ્યું, “૨-૩ જગ્યાએ EVMમાં સમસ્યા છે, ૨-૩ જગ્યાએ તો નાની-નાની સમસ્યાઓ છે, કેટલાક અધિકારીઓ પોતે પ્રશિક્ષિત નથી.

રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું કહેવું છે કે મતદાન ધીમી ગતિએ ચાલી રહ્યું છે. કેજરીવાલે કહ્યું કે ચૂંટણી પંચે સુનિશ્ચિત કરવું જોઈએ. આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ પણ કહ્યું કે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં મતદાન ધીમું છે. ચાંદની ચોકનો દિલ્હી ગેટ વિસ્તાર મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. અહીંના મતદાન મથક પર લાંબી લાઈનો જોવા મળી રહી છે અને EVM છેલ્લા ૨ કલાકથી બગડેલું છે. મુસ્લિમ મહિલા મતદારોનું કહેવું છે કે તેઓ મોંઘવારી, મહિલા સુરક્ષા અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર મતદાન કરી રહી છે. લોકો વર્તમાન સાંસદ અને સરકારથી નાખુશ છે. સાથે જ પુરુષ મુસ્લિમ મતદારોનું પણ કહેવું છે કે બેરોજગારી સૌથી મોટો મુદ્દો છે અને તેઓ મોંઘવારીથી ખૂબ જ ચિંતિત છે.

પશ્ચિમ બંગાળમાં સીએમ મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ ઈવીએમ સાથે છેડછાડ કરીને વોટિંગ સાથે ચેડાં કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પાર્ટીએ એમ પણ કહ્યું કે આજે બાંકુરાના રઘુનાથપુરમાં ૫ ઈવીએમ પર ભાજપનું ટેગ જોવા મળ્યું હતું. તેમણે ચૂંટણી પંચને કહ્યું કે તે તરત જ આની તપાસ કરે અને પગલાં લે.

આ પણ વાંચો :-

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં ભાજપ-કોંગ્રેસના આ દિગ્ગજોએ કર્યું મતદાન

0

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન આજે થઈ રહ્યું છે. આ તબક્કામાં દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો પર પણ મતદાન થઈ રહ્યું છે. કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકર પણ મતદાન કરવા માટે તુગલક લેનમાં આવેલી અટલ આદર્શ સ્કૂલ પર પહોંચ્યા હતા. જો કે ત્યાં લગભગ ૨૦ મિનિટ સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ તેમને ખબર પડી કે તેમનું નામ મતદાર યાદીમાં નથી. જેથી તેઓ મતદાન કર્યા વગર જ ઘરે પરત ફર્યા હતા.

દિલ્હીના જિલ્લા ચૂંટણી કાર્યાલય વતી એસ. જયશંકરને તે મતદાન મથક પર પ્રથમ પુરુષ મતદાર બનવાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. દિલ્હીના લોકસભા મતવિસ્તાર-૦૪ મતદાન મથક નંબર-૫૩ પર એસ. જયશંકર પ્રથમ પુરુષ મતદાતા હોવાથી તેમને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ પોતે સર્ટિફિકેટ સાથે પોતાનો ફોટો સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કર્યો છે.

છઠ્ઠા તબક્કાના હાઇ પ્રોફાઇલ ઉમેદવારોમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વિદેશ પ્રધાન એસ જયશંકર, મેનકા ગાંધી, મહેબૂબા મુફ્તી, ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ગૌતમ ગંભીર વગેરેનો સમાવેશ થાય છે. JKમાં મતદાન વચ્ચે મહેબૂબા મુફ્તી હડતાળ પર બેઠા હોવાની માહિતી મળી છે.

દિલ્હીમાં આમ આદમી પાર્ટી ઈન્ડિયા ગઠબંધન હેઠળ કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો નવી દિલ્હી, પૂર્વ દિલ્હી, દક્ષિણ દિલ્હી અને પશ્ચિમ દિલ્હી લોકસભા બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે નવી દિલ્હી લોકસભા સીટ AAPને આપી છે. આ બેઠક પર કોંગ્રેસના ટોચના નેતાઓ મતદારો છે. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રા અને અન્ય નેતાઓ સામેલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ મતદારોને છઠ્ઠા તબક્કાના મતદાન દરમિયાન ઉત્સાહભેર મતદાન કરવાની અપીલ કરી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે જે કોઈ પણ છઠ્ઠા તબક્કામાં મતદાન કરવા જઈ રહ્યું છે, હું તમને બધાને મોટી સંખ્યામાં બહાર આવવાની અપીલ કરું છું. દરેક મતની કિંમત હોય છે, તમારી કિંમત પણ સમજો. જ્યારે દેશની જનતા ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય હોય ત્યારે જ લોકશાહી પ્રગતિ કરી શકે છે. હું ખાસ કરીને મહિલાઓ અને યુવાનોને મતદાન કરવાની અપીલ કરું છું.

દેશની ૫૮ બેઠકો પર આજે છઠ્ઠા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે, તેમાં બિહાર અને બંગાળની ૮-૮, દિલ્હીની ૭, હરિયાણાની ૧૦, ઝારખંડની ૪, ઉત્તર પ્રદેશની ૧૪ અને જમ્મુ અને કાશ્મીરની અનંતનાગ-રાજૌરી સીટ એમ છેલ્લી બેઠકોનો સમાવેશ થાય છે. અંતિમ તબક્કાની ચૂંટણી ૧ જૂને યોજાશે અને ચૂંટણીના પરિણામો ૪ મેના રોજ જાહેર થશે.

આ પણ વાંચો :-

પશ્ચિમ બંગાળમાં બે પક્ષોના કાર્યકરો વચ્ચે ફરી અથડામણ, ૧ લોકોના મોત

0

પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા બે અલગ-અલગ ઘટનાઓએ ફરી એકવાર અહીંની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. છઠ્ઠા તબક્કાના મતદાનના થોડા કલાકો પહેલા પૂર્વ મિદનાપુરમાં TMC કાર્યકરની હત્યા કરવામાં આવી હતી અને અન્ય TMC કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયો હતો. પ્રથમ ઘટના પૂર્વ મિદનાપુરના મહિષદલની છે, જ્યાં રાજકીય દુશ્મનાવટના કારણે શુક્રવારે રાત્રે એસકે મોઇબુલ નામના ટીએમસી કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. મૃતક ટીએમવાયસીના ઉપપ્રમુખ હતા. TMCએ આરોપ લગાવ્યો છે કે મોઇબુલ ગઇકાલે રાત્રે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ભાજપના કેટલાક લોકોએ તેની હત્યા કરી હતી. આ સંદર્ભે પોલીસે ભાજપના 5 કાર્યકરોની ધરપકડ કરી છે.

મતદાન વચ્ચે આ રાજ્યમાં ફરી બબાલ, બે રાજકીય પક્ષોના કાર્યકરોની લડાઈમાં 1નું મોત, 5ની ધરપકડપ્રથમ ઘટના પૂર્વ મિદનાપુરના મહિષાદલની છે, જ્યાં ચૂંટણીની અદાવતને કારણે શુક્રવારે રાત્રે એસ.કે મોઇબુલ નામના TMC કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. મૃતક ટીએમવાયસીના ઉપપ્રમુખ હતા. TMCએ આરોપ લગાવ્યો છે કે મોઇબુલ ગઇકાલે રાત્રે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ભાજપના કેટલાક લોકોએ તેની હત્યા કરી હતી. આ સંદર્ભે મહિષાદલ પોલીસ દ્વારા ભાજપના ૫ કાર્યકરોની ધરપકડ કરી લેવામાં આવી હતી.

બીજો કેસ પણ પૂર્વ મિદનાપુરનો છે. શુક્રવારે રાત્રે અહીંના બચ્ચા વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. જેમાં અનંત બિજલી નામનો તૃણમૂલ કોંગ્રેસ કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયો છે. તૃણમૂલનો આરોપ છે કે પીડિતને લોખંડના સળિયા અને વાંસ વડે માર મારવામાં આવ્યો હતો. તેને મૈના આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યો હતો, ત્યાંથી તેને તામલુક જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

સાત તબક્કાની લોકસભા ચૂંટણી ૨૦૨૪ના છઠ્ઠા તબક્કામાં, આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ ૫૮ બેઠકો માટે આજે ૨૫ મેના રોજ મતદાન થઈ રહ્યું છે. છઠ્ઠા તબક્કામાં ૮૮૯ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ તબક્કામાં બિહારની ૮, હરિયાણાની ૧૦, ઝારખંડની ૪, દિલ્હીની ૭, ઓડિશાની ૬, ઉત્તર પ્રદેશની ૧૪, પરિશ્ચમ બંગાળની ૮ અને જમ્મુ-કાશ્મીરની ૧ બેઠક પર મતદાન થઈ રહ્યું છે. મતદાનનો સમય સવારે ૭ થી સાંજના ૬ વાગ્યા સુધીનો છે.

આ પણ વાંચો :-

છત્તીસગઢમાં ગનપાવડર ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં ૧૦-૧૨ લોકોનાં મોત

0

છત્તીસગઢના બેમેતરા જિલ્લામાં આવેલી ગનપાઉડરની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં ૧૦ થી ૧૨ લોકોનાં મોત અને ઘણા ઘાયલ થયાના અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે કાટમાળ નીચે ઘણા લોકો દટાયા હોવાની શક્યતા છે. આ ઘટના બરલા બ્લોકના બોરસી ગામમાં સ્થિત સ્પેશિયલ બ્લાસ્ટ લિમિટેડ ગનપાઉડર ફેક્ટરીમાં બની હતી. ફેક્ટરીમાં ૮૦૦ થી વધુ લોકો કામ કરે છે.

વિસ્ફોટમાં ૧૦-૧૨ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા લોકોના મૃતદેહ ટુકડાઓમાં વહેંચાયેલા હતા. કોઈના હાથ કપાઈ ગયા, કોઈના શરીરના ટુકડા થઈ ગયા. આસપાસમાં માનવ અંગો ફેલાયેલા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. માહિતી અનુસાર દારૂગોળાની ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ અનેક લોકો કાટમાળ નીચે પણ દટાઈ ગયેલા હોવાનું મનાય છે. આ ઘટના બેરલા બ્લોકના બોરસીમાં બની હોવાના અહેવાલ છે.

ગનપાઉડર ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં વિસ્તારમાં ભયનો માહોલ છે. જિલ્લા પ્રશાસનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ સાથે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. મળતી માહિતી મુજબ બ્લાસ્ટ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે સેંકડો ફૂટ ઉપર વીજળીના વાયરો તેનાથી પ્રભાવિત થયા હતા.

આ પણ વાંચો :-

છઠ્ઠા તબક્કામાં અત્યાર સુધીમાં ૮ રાજ્યોમાં સરેરાશ ૨૫.૭૬% મતદાન

0

સાત તબક્કાની લોકસભા ચૂંટણી ૨૦૨૪ના છઠ્ઠા તબક્કામાં, આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ ૫૮ બેઠકો માટે આજે ૨૫ મેના રોજ મતદાન થઈ રહ્યું છે. છઠ્ઠા તબક્કામાં ૮૮૯ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ તબક્કામાં બિહારની ૮, હરિયાણાની ૧૦, ઝારખંડની ૪, દિલ્હીની ૭, ઓડિશાની ૬, ઉત્તર પ્રદેશની ૧૪, પરિશ્ચમ બંગાળની ૮ અને જમ્મુ-કાશ્મીરની ૧ બેઠક પર મતદાન થઈ રહ્યું છે. મતદાનનો સમય સવારે ૭ થી સાંજના ૬ વાગ્યા સુધીનો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ મતદારોને છઠ્ઠા તબક્કાના મતદાન દરમિયાન ઉત્સાહભેર મતદાન કરવાની અપીલ કરી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે જે કોઈ પણ છઠ્ઠા તબક્કામાં મતદાન કરવા જઈ રહ્યું છે, હું તમને બધાને મોટી સંખ્યામાં બહાર આવવાની અપીલ કરું છું. દરેક મતની કિંમત હોય છે, તમારી કિંમત પણ સમજો. જ્યારે દેશની જનતા ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય હોય ત્યારે જ લોકશાહી પ્રગતિ કરી શકે છે. હું ખાસ કરીને મહિલાઓ અને યુવાનોને મતદાન કરવાની અપીલ કરું છું.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ મતદાન કર્યું હતું. તેમણે મતદાન કર્યા બાદ કહ્યું હતું કે અમે બંધારણ અને લોકશાહી માટે મતદાન કર્યું છે. રાહુલ ગાંધી દ્વારા આપ અને કેજરીવાલ દ્વારા કોંગ્રેસને વોટ આપવા અંગેના સવાલ પર તેમણે કહ્યું કે મને આ વાત પર ગર્વ છે.

રાજ્ય મતદાનની ટકાવારી
બિહાર ૨૩.૬૭%
હરિયાણા ૨૨.૦૯%
જમ્મુ-કાશ્મીર ૨૩.૧૧%
ઝારખંડ ૨૭.૮૦%
દિલ્હી ૨૧.૬૯%
ઓડિશા ૨૧.૩૦%
યુપી ૨૭.૦૬%
પ.બંગાળ ૩૬.૮૮%

Imageમુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેમણે કહ્યું કે, જ્યારે મેં પહેલીવાર મતદાન કર્યુ ત્યારે હું મારા પિતા સાથે ગયો હતો અને આજે તેઓ ૯૫ વર્ષના છે, તેમણે મારી સાથે મતદાન કર્યુ હતું. તે મારા અને દરેક માટે ગર્વની વાત છે. મતદારોએ મતદાન અવશ્ય કરવું જોઈએ. આખા દેશમાં ખૂબ સારું મતદાન થઈ રહ્યું છે, તમે જમ્મુ-કાશ્મીરમાં જુઓ, ત્યાં કેટલું સારુ મતદાન થઈ રહ્યું છે.

પાંચ તબક્કામાં ૨૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૫૪૩ લોકસભા બેઠકોમાંથી ૪૨૮ બેઠકો પર મતદાન યોજાયું છે. ૨૫ મેના રોજ છઠ્ઠા તબક્કાના મતદાન બાદ ૧ જૂને સાતમા અને છેલ્લા તબક્કામાં મતદાન થશે અને ૪ જૂને પરિણામ જાહેર થશે.

બેઠક BJP NDA Congress INDIA અને વિપક્ષ
કરનાલ મનોહર લાલ ખટ્ટર દિવ્યાંશુ બુધ્ધિરાજા
ડમુરિયાગંજ જગદંબિકા પાલ ભિષ્મ શંકર (સમાજવાદી પાર્ટી)
ગુડગાંવ રાવ ઇન્દ્રજીત રાજ બબ્બર (કોંગ્રેસ)
ફરીદાબાદ કૃષ્ણ પાલ સિંહ મહેન્દ્ર પ્રતાપ સિંહ (કોંગ્રેસ)
સંબલપુર ધર્મેન્દ્ર પ્રધાન પ્રણવ પ્રકાશ (બીજેડી)
પુરી સંબિત પાત્રા અરુણ મોહન (બીજેડી)
સુલ્તાનપુર મેનકા ગાંધી રામભુઆલ નિષાદ (સમાજવાદી પાર્ટી)
આઝમગઢ દિનેશ લાલ યાદવ ધર્મેન્દ્ર યાદવ (સમાજવાદી પાર્ટી)
કુરુક્ષેત્ર નવીન જિંદલ સુશીલ ગુપ્તા
રોહતક અરવિંદ શર્મા દીપેન્દ્ર હુડ્ડા
ઉત્તર પૂર્વ દિલ્હી મનોજ તિવારી કનૈયા કુમાર
નવી દિલ્હી બાસુરી સ્વરાજ સોમનાથ ભારતી
પૂર્વ ચંપારણ રાધા મોહન સિંહ રાજેશ કુમાર
સિવાન વિજયલક્ષ્મી દેવી (જેડીયૂ) અવધ ચૌધરી બિહારી
અનંતનાગ રાજૌરી મીયા અલતાફ અહમદ (નેશનલ કોન્ફેરન્સ) મહેબુબા મુફ્તી (જમ્મુ કાશ્મીર પીડીપી)

અત્યાર સુધી લોકસભાના પાંચ તબક્કા પૂર્ણ થયા છે. ચૂંટણીના પાંચ તબક્કામાં સરેરાશ ૬૫.૯૬ ટકા મતદાન થયું હતું. પાંચમા તબક્કામાં સૌથી ઓછું ૬૨.૨ ટકા મતદાન થયું હતું. ચોથા તબક્કામાં સૌથી વધુ ટકાવારી ૬૯.૧૬ ટકા હતી. તે જ સમયે, પ્રથમ તબક્કામાં ૬૬.૧૪ ટકા, બીજા તબક્કામાં ૬૬.૭૧ ટકા અને ત્રીજા તબક્કામાં ૬૫.૬૮ ટકા મતદાન થયું હતું. ૧ જૂનના રોજ છેલ્લા અને સાતમા તબક્કાનું મતદાન થશે.

આ પણ વાંચો :-

૨૫ મે, ૨૦૨૪/ હૃદમાં અસંતોષ રહે, નોકરી-ધંધામાં પ્રગ‌તિ ખર્ચનું પ્રમાણ ઓછું, આ જાતકોને શનિવાર થશે ધનપ્રાપ્તિ, જુઓ આજનું રાશિ ભવિસ્ય

મેષઃ

સ્વભાવમાં ગુસ્સાનો અનુભવ થાય. દિવસ દરમ્યાન આળસ રહે. આર્થિક પાસુ મજબૂત થાય. પરિવારમાં વાદવિવાદ થી દૂર રહેવું. શરદી-કફનો ઉપદ્રવ રહેતો જણાય. માતાની તબિયતની ચિંતા રહે. વાહન સાચવીને ચલાવવું.

વૃષભઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. સારા સમાચાર સાંભળવા મળે. નાણાંકીય બાબતોમાં લાભ મળતો જણાય. બપોર બાદ આવક ઘટતી જણાય. પ્રિયપાત્રનું મિલન શક્ય બને. દામ્પત્ય સુખમાં આનંદ.

મિથુનઃ

સ્વભાવમાં જીદનું પ્રમાણ વધે. ખોટા વિચારો મગજ ઉપર હાવી થાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. નોકરીયાત વર્ગને આનંદ. ધંધાવાળાએ સાચવવું. બ્લડપ્રેશરના દર્દીએ વિશેષ કાળજી રાખવી જરૂરી.

કર્કઃ

દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર બાદ મન અશાંત રહેતું જણાય. વિદ્યા-અભ્યાસમાં મન એકાગ્ર રહેતું જણાય. સંતાનની પ્રગતિથી આનંદ અનુભવાય. બપોર બાદ આરોગ્ય ક્ષેત્રે સાવધાની જરૂરી.

સિંહઃ

દિવસ દરમ્યાન આનંદ, ઉત્સાહ, તાજગીનો અનુભવ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. માતૃપક્ષ તરફથી સુખાકારી જળવાય, સારા સમાચાર મળે. સ્વાસ્થ્ય સારૂં રહે.

કન્યાઃ

પરોપકાર, દાન કરવાની ભાવના પ્રબળ બને. વાણીના પ્રભાવ થકી સફળતા મળતી જણાય. પરિવારમાં સ્નેહ વધે. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય જળવાશે.

તુલાઃ

દીલમાં અજંપો વર્તાય. આવક વધતી જણાય. પરિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી. સ્થાવર-જંગમ મિલકત અંગેના વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃશ્ચિકઃ

મન ચંચળ રહે. ખોટા વિચારો મનનો કાબુ લેતા જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. જીવનસાથી સાથે પ્રેમની અનુભુતિ થાય. પ્રિયપાત્ર સાથે વાત કરવાના સંયોગ ઉભા થતા જણાય.

ધનઃ

દિવસ દરમ્યાન મુંઝવણનો અનુભવ થાય. વિચારવાયુ વધારે રહે. ખોટા વિચાર આવે. આર્થિક ફાયદો થતો જણાય. શરીરમાં ઢીલાશ અનુભવાય. બહાર નીકળવાનું ટાળવું.

મકરઃ

આનંદ ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. નવું કામ કરવાની ઇચ્છા પ્રબળ બને. પરિવારમાં શાંતિ જળવાય. આવક પણ વધતી જણાય. મિત્રો તરફથી સારા સમાચાર અને સહકાર મળતો જણાય. સ્વાસ્થ્ય સારૂં રહે.

કુંભઃ

માનસિક ચિંતા રહે. ખર્ચનું પ્રમાણ વધતું જણાય. ધંધા સંબંધી ચિંતા રહે. નોકરીયાતને ઉપરી અધિકારીથી ઠપકો સાંભળવો પડે. માતા વૃધ્ધ હોય તો તબિયત સાચવવી. દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ

આવકનું પ્રમાણ વધવાથી દિવસ દરમ્યાન આનંદ વધે. નાના ભાઇ બહેન સાથે વાદવિવાદ ટાળવો. ભાગ્યનો સાથ મળે. મિત્રો તરફથી સહકાર મળતો જણાય. આંખ અને કમરના દુઃખાવાથી સાચવવું.

મલેશિયા માસ્ટર્સ ઓપનની સેમિફાઇનલમાં પહોંચી પીવી સિંધુ

0

ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ શાનદાર વાપસી કરી છે. આ ભારતીય દિગ્ગજ ખેલાડીએ મલેશિયા માસ્ટર્સ સુપર ૫૦૦ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ચીનના હાન યુને ૨૧-૧૩, ૧૪-૨૧ અને ૨૧-૧૨થી હરાવી હતી. આ જીત બાદ પીવી સિંધુ મલેશિયા માસ્ટર્સ સુપર ૫૦૦ બેડમિન્ટન ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. આ પહેલા પીવી સિંધુ ઉબેર કપ અને થાઈલેન્ડ ઓપનમાં રમી ન હતી. આ ખેલાડીએ છેલ્લે ૨૦૨૨ સિંગાપોર ઓપનમાં ટાઇટલ જીત્યું હતું. પીવી સિંધુને મલેશિયા માસ્ટર્સ સુપર ૫૦૦ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં પાંચમો ક્રમાંક આપવામાં આવ્યો છે.

લક્ષ્ય સેન પોતાની ટ્રેનીંગ માર્સેલના ધ હાલ દ પાર્સમો ખાતે ૮ જુલાઈથી ૨૧ જુલાઈ સુધી પોતાના કોચ તેમજ સપોર્ટ સ્ટાફ સાથે પ્રેક્ટીસ કરશે જેથી આવનારી ઓલિમ્પિક્સમાં ભારતને મેડલ જીતાડવા માટે તે પૂરતી તૈયારી કરી શકે.  ભારત સરકારે ઓલિમ્પિક્સ ગેમ્સમાં બે વખત ભારત માટે મેડલ જીતનાર મહિલા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુને પણ સરકારના ખર્ચ ઉપર ટ્રેનીંગ આપવાનો નિર્ણય લીધો છે. પીવી સિંધુ જર્મની ખાતે પોતાની ટ્રેનીંગ લેશે. સિંધુ જર્મનીના હરમાન-ન્યુબર્ગર સ્પોર્ટ્સશુલ ખાતે ટ્રેનીંગ લેશે. મંત્રાલયની હાલમાં જ આ બાબતે એક મિટિંગ બોલાવવામાં આવી હતી. આ મિટિંગમાં લેવાયેલા અન્ય નિર્ણયોમાં ભારતની ટેબલ ટેનીસ ખેલાડી શ્રીજા અકુલા અને તીરંદાજ તીશા પૂનિયાને તેમની રમતોના સાધનનોનો ખર્ચ આપવાની વિનંતીને પણ મંજૂરી આપી દીધી છે.

આટલું જ નહીં મંત્રાલય ગોલ્ફર અદિતિ અશોક અને સ્વિમર આર્યન નહેરાને પણ તેમની વિનંતીને મંજૂર કરતાં પેરીસમાં તેમનાં રોકાણ દરમ્યાન તેમના એરફેયર, રહેવાના ખર્ચ, સ્થાનિક ટ્રાન્સપોર્ટ ખર્ચ વગેરે પૂરા પાડશે. આ ઉપરાંત આર્યનને જે કોઇપણ સાધનની જરૂર હશે તો તેનો ખર્ચ પણ મંત્રાલય ઉઠાવશે અને અદિતિને તેના કેડ્ડીનો ખર્ચ પણ આપશે.

આ પણ વાંચો :-

પાપુઆ ન્યુ ગિનીમાં ભૂસ્ખલનના કારણે ૧૦૦થી વધુ લોકોના મોત

પાપુઆ ન્યુ ગિનીના એન્ગા પ્રાંતના કાઓકલામ ગામમાં એક વિશાળ ભૂસ્ખલન થયું છે. એબીસી ન્યૂઝે શુક્રવારે અહેવાલ આપ્યો હતો કે આ દુર્ઘટનામાં ૧૦૦ થી વધુ લોકોના મોતનો અંદાજ છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો માટી નીચે દટાયેલા છે. ગ્રામજનોએ ઘટના સ્થળેથી મોટી સંખ્યામાં મૃતદેહો બહાર કાઢ્યા છે. હાલમાં આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનો સત્તાવાર આંકડો આવ્યો નથી.

Over 100 people killed by landslide in Papua New Guinea Report Papua New Guinea: પાપુઆ ગિનીમાં ભારે તબાહી, ભૂસ્ખલનના કારણે 100થી વધુના મોત

ભૂસ્ખલનને કારણે ઘણા ગામડાઓમાં ઘણા ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. રાહત અને બચાવ કાર્યકર્તાઓ અહીંથી લોકોને બહાર કાઢવાનું કામ કરી રહ્યા છે. ઘણા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. ભૂસ્ખલન બાદ દટાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં સ્થાનિક લોકો રાહત અને બચાવ કાર્યકરોની મદદ કરી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટર એબીસીએ પણ સ્થાનિક લોકોને ટાંકીને આ ઘટનાની માહિતી શેર કરી છે. કાઓકલામના એક વ્યક્તિએ ચેનલને જણાવ્યું કે લોકો માટે રાહત કાર્ય ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. ઘણા ભારે પથ્થરો, વૃક્ષો અને છોડ પડી ગયા છે. જેના કારણે ઈમારતોને નુકસાન થયું હતું. જેના કારણે મૃતદેહો શોધવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. અન્ય એક મહિલા એલિઝાબેથ લારુમાએ જણાવ્યું હતું કે નજીકની ટેકરી પરથી કાદવ અને વૃક્ષો પડતાં કેટલાંય મકાનો ધરાશાયી થયાં હતાં. આખું ગામ ગાઢ નિંદ્રામાં હતું ત્યારે આ ઘટના બની હતી. તેમણે કહ્યું કે ગામના ૧૦૦થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા છે.

આ પણ વાંચો :-

દિલ્હીના અલીપુરમાં કાર્નિવલ રિસોર્ટમાં ભીષણ આગ લાગી

0

રાજધાની દિલ્હીના અલીપોર વિસ્તારમાં શુક્રવારે ભીષણ આગ લાગી હતી. અહીંના કાર્નિવલ રિસોર્ટમાં બપોરે ૨ વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. રિસોર્ટમાંથી ઉંચી જ્વાળાઓ અને કાળો ધુમાડો આકાશમાં ઉછળતો જોવા મળ્યો હતો. ફાયર વિભાગની અનેક ગાડીઓ આગ ઓલવવામાં વ્યસ્ત છે. હાલ કોઈ જાનહાનિની ​​માહિતી નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ એક રિસોર્ટની સાથે બેન્ક્વેટ હોલ પણ છે.

જણાવી દઇએ કે, આગ કેવી રીતે લાગી તે સ્પષ્ટ નથી. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. થોડી જ વારમાં આગએ સમગ્ર રિસોર્ટને લપેટમાં લીધું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાનું કામ શરૂ કરી દીધું હતું.

આ પણ વાંચો :-