Home Blog Page 755

વાવાઝોડા ‘રેમલ’થી પશ્ચિમ બંગાળમાં વેર્યો વિનાશ, હવે ગુજરાતમાં ચોમાસાનું શું થશે?

0

બંગાળની ખાડીમાં ખતરનાક બનેલું વાવાઝોડું રીમાલ રવિવારની રાત્રે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ પર ત્રાટક્યું હતું અને હજી પણ તે જમીન પર આગળ વધી રહ્યું છે. હવે આ વાવાઝોડું આગળ વધ્યા બાદ નબળું પડી જશે, પરંતુ આ વાવાઝોડા કારણે અનેક વિસ્તારોને અસર થઈ છે અને હજી પણ ઘણા વિસ્તારો પર તેની અસર થવાની શક્યતા છે. વાવાઝોડાને કારણે નેતાજી સુભાષચંદ્ર બોસ એરપોર્ટથી કેટલીય ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. જળ ભરાવાને કારણે શહેરના રસ્તા પાણીમાં ડૂબ્યા છે. કોલકાતામાં દીવાલ પડવાથી એકનું મોત થયું છે. હવામાન વિભાગ અનુસાર ‘રેમલ’ હવે નબળું પડી ચૂક્યું છે.

રીમાલ વાવાઝોડું ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભીષણ ગરમી પડી રહી છે અને કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૬ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. પરંતુ હવે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગરમી ઘટી ગઈ છે. વાવાઝોડાના કારણે ગુજરાતમાં પવનની દિશા બદલાઈ ગઈ છે અને હવે પવનો અરબી સમુદ્ર પરથી આવી રહ્યા છે, આ પવનો ઠંડા હોવાના કારણે ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ગરમીથી થોડી રાહત મળી છે. કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો ૪ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે ગયો છે.

વાવાઝોડાને કારણે ગુજરાત, રાજસ્થાન થતા અન્ય વિસ્તારો પરના પવનો એ તરફ ખેંચાઈ રહ્યા છે જેના કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં પવનની ગતિ પણ વધી ગઈ છે અને હજી બે ત્રણ દિવસ સુધી રાજ્યમાં પવનની ગતિમાં આ વધારો જળવાઈ રહે તેવી સંભાવના છે.

રવિવારે મોડી રાતે બંગલાદેશ અને પશ્ચિમ બંગાળની વચ્ચે વાવાઝોડા ‘રેમલે’ ૧૩૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લેન્ડફોલ કર્યું હતું. ‘રેમલ’ને કારણે કેટલાંય ઘરો નષ્ટ કર્યાં છે. ‘રેમલ’ને કારણે કોલકાતામાં ૧૫ સેમી વરસાદ થયો છે. શહેરમાં વરસાદ જારી છે. કેટલાંય વિસ્તારોમાં વૃક્ષો ઊખડી ગયાં છે. કેટલાંય વાહનો ક્ષતિગ્રસ્ત થયાં છે. વાવાઝોડું આવતાં પહેલાં સુંદરબન અને સાગરદ્વીપ સહિત બંગાળના તટીય વિસ્તારોમાંથી એક લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યા હતા.બીજી બાજુ. ઉત્તર ભારતમાં લોકો ભીષણ ગરમીનો માર સહન કરી રહ્યા છે, ત્યારે વાવાઝોડા ‘રેમલ’થી ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

સુરતમાં પણ સ્માર્ટ મીટર સામે વિરોધ પ્રદર્શન

ગુજરાતભરમાં સ્માર્ટ મીટરનો વિરોધ વધતો જઈ રહ્યો છે. વડોદરા, અમદાવાદથી લઈને સુરત સુધી સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગરમીમાં લગભગ બમણાથી પણ વધુ બિલ તથા જૂના બિલોની તુલનાએ સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવતું હોવાના દાવા સાથે લોકોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે જેના કારણે લોકો સ્માર્ટ મીટર કાઢી લઈને જૂના મીટરો ફરી સ્થાપિત કરી દેવા માગ કરી રહ્યા છે.

આ મુદ્દે પાયલ બેન સાકરિયાએ જણાવ્યુ હતું કે, જ્યારે રાજ્ય માં ઠેર ઠેર વિરોધ ની વચ્ચે પણ સ્માર્ટ મીટરો લગાવવા મા આવી રહ્યા છે ત્યારે અન્યાય અને તાનાશાહી સામેની લડાઈ માં અમે વિસ્તાર ની સોસાયટીઓ અને પ્રમુખશ્રીઓની સાથે છીએ અને સ્માર્ટ મીટર વિરુદ્ધ ની લડાઈ માં દરેક જગ્યા એ અમે સમર્થન કરીએ છીએ.અમે સોસાયટી સોસાયટીએ મિટિંગો કરી ને લોકો સાથે ચર્ચા કરીએ છીએ તમામ લોકો આ સ્માર્ટ મીટર ની વિરુદ્ધ માં છે અને આ લડાઈ ના સમર્થન આપી રહ્યા છે.

સ્માર્ટ મીટર નો રાજ્ય ભર માં વિરોધ થઈ રહ્યો છે છતાં હજુ સુધી સ્માર્ટ મીટર રદ કરવામાં નથી આવ્યા ત્યારે આ મુદ્દે અમે લોકો ને સાથે રાખીને લડત લડી રહ્યા છીએ અને અમારા વિસ્તાર માં સ્માર્ટ મીટર નહિ લગાવવા માટે આજે વાંધા અરજીઓ રજૂ કરી છે.આ પહેલા પણ આમ આદમી પાર્ટી દ્વારા રાજ્ય ભર માં આવેદન પત્રો આપીને આ સ્માર્ટ મીટરો રદ કરવાની માંગ અને દર મહિને ૩૦૦ યુનિટ વીજળી મફત આપવાની માંગ કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટી સામાન્ય જનતા ની સાથે છે અને આ સ્માર્ટ મીટર રદ ન થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે.સ્માર્ટ મીટરો ની જગ્યા સ્માર્ટ સિસ્ટમ ની રાજ્ય ને જરૂર છે થોડાક વરસાદ અને પવન માં વીજળી ગુલ થઈ જાય છે વીજળી ગુલ થયા પછી કસ્ટમર કેર નંબરો માં કોલ ઉપાડવામાં આવતા નથી ગામડાઓ માં અડધી રાતે પાવર આપવામાં આવે છે તેથી અડધી રાતે ખેડૂતો ને પાણી વાળવા જવું પડે છે રસ્તાઓ વચ્ચે TC મૂકી દેવાયા છે જે ટ્રાફિકો સર્જે છે તો આ બધી સિસ્ટમ ને સ્માર્ટ કરવાની જરૂર છે. સ્માર્ટ મીટર લાવીને જનતા ને લૂંટવાની કોઈ જરૂર નથી.

આ પણ વાંચો :-

રાજસ્થાન-પાક બોર્ડર પર ૫૫ ડિગ્રી તાપમાન, છતાં વીર જવાનો ખડેપગે

0

દિલ્હીના વિવિધ ભાગોમાં કાળઝાળ ગરમી અને લૂના કારણે લોકોની હાલત કફોડી બની છે. શહેરના મુંગેશપુરમાં સૌથી વધુ તાપમાન ૪૮.૩ ડિગ્રી નોંધાયું હતું. ભારત અને પાકિસ્તાનની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદ પર આ દિવસોમાં અત્યંત ગરમી છે. ગરમીનો અહેસાસ એવો થાય છે કે જાણે સૂર્ય આકાશમાંથી આગ વરસાવી રહ્યો હોય. રાજસ્થાનના જેસલમેર નજીક ભારત-પાક બોર્ડર પર તાપમાન ૫૫ ડિગ્રીને પાર કરી ગયું છે. આ કાળઝાળ ગરમીમાં સીમા સુરક્ષા દળના જવાનો અને મહિલા સૈનિકો દેશની સુરક્ષા માટે સરહદો પર દિવસ-રાત ફરજ પર તૈનાત છે.

રાજસ્થાન આ દિવસોમાં તીવ્ર ગરમી છે. આખા રાજ્યમાં અગન જવાળા વરસી રહી છે અને ગરમ લૂની ચપેટમાં લોકો આવી રહ્યા છે. ભારત અને પાકિસ્તાનની પશ્ચિમ સરહદ પર બાળી નાખતી ગરમી પડી રહી છે. રણ પ્રદેશ ગ્નીની નદી બની હોય તેવો માહોલ છે. સરહદ પરનું તાપમાન ૫૫ ડિગ્રી સેલ્સિયસને ઓળંગી ગયું છે અને બીએસએફ પુરુષ અને સ્ત્રી સૈનિકો આ સરહદ પર દેશને સુરક્ષિત રાખવા માટે ફરજ પર છે.

ભારે હીટવેવને કારણે આસામમાં શિક્ષણ વિભાગે પણ તમામ જિલ્લા પ્રશાસનોને શાળાઓના સમયમાં ફેરફાર કરવાના આદેશ આપ્યા છે. શાળાનો સમય સવારનો કરી દેવામાં આવ્યો છે અને બપોરે તેમને રજા આપવા કહેવામાં આવ્યું છે. રાજધાની દિલ્હીમાં પણ ભીષણ ગરમી પડી રહી છે. દિલ્હીમાં તાપમાન ૪૮ ડિગ્રીને પાર જતું રહ્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં ૪ દિવસ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હીના મુંગેશપુરમાં ૪૮.૩, નફઝગઢમાં ૪૮.૧, નરેલામાં ૪૭.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ભારતીય હવામાન વિભાગ એ દિલ્હી અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં હીટ વેવને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે અને કહ્યું છે કે આ રાજ્યોમાં હવામાન સામાન્ય રીતે સ્વચ્છ રહેશે. કેટલીક જગ્યાએ ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવના છે અને આ દરમિયાન પવનની ઝડપ ૨૦ થી ૩૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચો :-

અરવિંદ કેજરીવાલ જામીન વધુ ૭ દિવસ વધારવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

0

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત લિકર પોલિસી કેસમાં હાલમાં જ વચગાળાના જામીન પર છૂટયા છે. તેની જામીન મુદત પૂર્ણ થાય તે પહેલા જ પોતાની વચગાળાની જામીન દિવસમાં વધારવાની માંગ કરી છે. આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર, મુખ્યપ્રધાન કેજરીવાલે PET-CT સ્કેન સહિત જેવા બીજા અનેક ટેસ્ટ કરાવવાના હોવાથી, અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટ પાસે વધારાના ૭ દિવસનો સમય માંગ્યો છે.

મહત્ત્વપૂર્ણ છે કે દિલ્હી લીકર નીતિ કેસમાં કેજરીવાલને સુપ્રીમ કોર્ટે આ મહિનાની શરૂઆતમાં રાહત આપી હતી. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા સુપ્રીમ કોર્ટે ૧ જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા. કેજરીવાલની ૨૧ માર્ચે ED દ્વારા દિલ્હી એક્સાઇઝ પોલિસી ૨૦૨૧-૨૨માં કથિત ગેરરીતી સંબંધિત મની લૉન્ડરિંગ કેસ મામલે ધરપકડ કરવામાં આવી હતી.

દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં EDએ ૨૧ માર્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. અગાઉ, EDએ તેમને આ કેસમાં પૂછપરછ માટે ૯ સમન્સ જારી કર્યા હતા. જો કે કેજરીવાલ કોઈ સમન્સ પર હાજર થયા ન હતા. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીનો આરોપ છે કે, તે કૌભાંડના મુખ્ય ષડયંત્રકાર હતા અને દારૂના વેપારીઓ પાસેથી લાંચ માંગવામાં સીધા સંડોવાયેલા હતા. આ આરોપોને ફગાવી દેનાર AAP કહે છે કે, દિલ્હીમાં નેતૃત્વમાં કોઈ ફેરફાર થશે નહીં અને મુખ્યમંત્રી કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવશે.

આ પણ વાંચો :-

‘રેમલ’ વાવાઝોડું મચાવશે તબાહી, જુઓ કેટલું પ્રચંડ હતું આ તોફાન

0

દેશના પૂર્વ ભાગમાં રેમલ ચક્રવાતનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, ચક્રવાત રેમલ આજે મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટકશે. હાલમાં કોલકાતા શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યોછે. બંગાળના રાજ્યપાલે લોકોને ચક્રવાતને લઈને સાવચેત રહેવાની સલાહ આપી છે. લોકોને SOPનું પાલન કરવા પણ વિનંતી કરી છે.

ગવર્નર ડૉ સીવી આનંદ બોઝે જણાવ્યું હતું કે તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને તેનો સામનો કરવા માટે રાજ્ય અને કેન્દ્રીય નિષ્ણાતોના સતત સંપર્કમાં છે. દિલ્હીમાં પીએમ મોદીએ આ ચક્રવાતનો સામનો કરવાની તૈયારીઓને લઈને સમીક્ષા બેઠક પણ કરી હતી. બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ૮ લાખ લોકો સુરક્ષિત સ્થળોએ ખસેડાયા હતા, આથી વિચારી શકાય કે આ વાવાઝોડું કેટલું ભયાનક હશે. વાવાઝોડાને કારણે બાંગ્લાદેશના સતખીરા અને કોક્સ બજાર વિસ્તારના તટીય જિલ્લાઓમાં દરિયામાં ઊંચા મોજા જોવા મળ્યા હતા.

પશ્ચિમ બંગાળના કોલકાતા શહેરના ઘણા ભાગોમાં સતત વરસાદ ચાલુ છે. ચક્રવાત રેમલ વધુ થોડા સમય માટે લગભગ ઉત્તર તરફ અને પછી ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે. ચક્રવાતી તોફાન રેમલના ઉતરાણ બાદ કોલકાતામાં ભારે વરસાદ ચાલુ છે. વરસાદને કારણે કોલકાતાના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આટલું જ નહીં તોફાની પવનને કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. જેના કારણે અનેક રસ્તાઓ જામ થઈ ગયા છે. એનડીઆરએફ સહિત તમામ એજન્સીઓ તેમને હટાવવામાં વ્યસ્ત છે.

આ ઉપરાંત હવામાન વિભાગે આજ અને આવતી કાલે અસમ અને બીજા પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ચિરાંગ, ગોલપારા, બક્સા, દિમા હસાઓ, કછાર, હૈલાકાંડી અને કરીમગંજ જિલ્લાઓ માટે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ધુબરી, દક્ષિણ સલમારા, બોંગાઈગાંવ, બાજલી, તામુલપુર, બારપેટા, નલબારી માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ભૂસ્ખલનની આશંકા છે. હાલમાં ચક્રવાત કેન્દ્રની આસપાસ ૧૧૦-૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ઝડપ ૧૩૫ કિમી પ્રતિ કલાક સુધી વધી શકે છે. આસામ, મેઘાલય, ત્રિપુરા, મણિપુર અને મિઝોરમની સરકારોએ અલગ-અલગ એડવાઈઝરી જારી કરી છે અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય સંબંધિત વિભાગોને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે IMD એ આસામ તેમજ અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં ૨૭ અને ૨૮ મેના રોજ ભારે વરસાદની ચેતવણી આપી છે.

આ પણ વાંચો :-

રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગી ભીષણ આગ, ૩૨ લોકોના મોત, તપાસ માટે SITની રચના

0

રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગવાથી ૨૭ લોકોના કરુણ મોત થયા છે. માત્ર થોડીક જ સેકન્ડમાં સમગ્ર ગેમ ઝોન બળીને ખાક થઇ ગયુ. ગેમ ઝોનની અંદર રહેલા લોકોને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચવા કરવામાં આવી છે.

Article Content Imageગેમ

ઝોનની સફરે આવીને આગના કારણે મોતના મુખમાં ધકેલાઈ જનારા તમામ મૃતકો ગોંડલના હોવાનું કહેવાય છે. આ દરમિયાન કુલ ૨૬ મૃતદેહ રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. પ્રત્યક્ષદર્શીઓના મતે અનેક મૃતદેહો રાખમાં ફેરવાઈ ગયા હતા, જ્યારે કેટલાકની તો ઓળખ પણ થઈ શકે એમ ન હતી. પ્રાથમિક તપાસ પ્રમાણે, આ મૃતકોમાં મોટા ભાગના બાળકો હોવાનું કહેવાય છે. મૃતકોમાં 9થી વધુ બાળકોની ઉંમર 18થી ઓછી હોવાના અહેવાલ મળ્યા છે.

Article Content Imageઆ ઘટનાની જાણ થતા જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા હતા, જેમણે સમગ્ર ગેમ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો છે. મળતા અહેવાલો મુજબ આ ઘટનામાં પોલીસે ચાર લોકોની અટકાયત કરી છે. તેમજ ગેમ ઝોનનો 30-40નો સ્ટાફ ફરાર થયો હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે.

આ ઘટનાને લઈને CM ભુપેન્દ્ર પટેલે આ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, “રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને અગ્રતા આપવા પણ સૂચના આપી છે.”

રાજકોટ પોલીસ કમિશ્નરના જણાવ્યા અનુસાર, જગ્યાનો માલિકનું નામ યુવરાજસિંહ છે, જેણે જગ્યા ભાડે આપી હતી. હાલમાં પોલીસે યુવરાજસિંહ સોલંકી, ગેમ ઝોન ચલાવનાર પ્રકાશ જૈન, મેનેજર નિતીન જૈન, રાહુલ રાઠોડની અટકાયત કરી. અપડેટ માહિતી અનુસાર, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ૧૦ લોકોની અટકાયત કરી છે. જાણવા મળ્યું છે કે, ૩૦-૩૫ લોકોનો સ્ટાફ હતો, તેમની યાદી બનાવી તમામની અટકાયત કરી પુછપરછ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

૨૬ મે, ૨૦૨૪/ આજના રવિવારના દિવસે મેષ, તુલા અને કુંભ રાશિના જાતકોને મળશે અચાનક ધનલાભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

મનોબળ મજબૂત બનતું જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય.નિર્ણય શક્તિ મજબૂત બનતાં અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લેવાય આવકમાં વધારો થતો જણાય. ભાગ્ય પણ મજબૂત થતાં પ્રસન્નતા અનુભવાય.

વૃષભઃ

મનમાં પ્રસન્નતા અનુભવાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. નાના ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ થાય. જમણી આંખની કાળજી રાખવી. નવા રોકાણો મુલતવી રાખવા. નોકરી-ધંધા બાબતે મિશ્રફળ મળતું જણાય.

મિથુનઃ

નાણાંકીય ક્ષેત્રે ફાયદો થતો જણાય. પૈસાની છુટ વર્તાય. કાર્યમાં સફળતા. ભાગીદારીના ધંધામાં પ્રગતિ થાય. જમીન-મિલકત અંગેના વ્યવહારો આજે ટાળવા. દામ્પત્ય સુખમાં વૃિધ્ધ થતી જણાય.

કર્કઃ

દિવસ દરમ્યાન માનસિક ચિંતા રહે. આવકમાં વધારો થતો જણાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી. શરદી, કફથી સાચવવું. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાશે. મિત્રો તરફથી લાભ.

સિંહઃ

નાણાંની વખતસર હેરફેર થતી જણાય. મિત્રોને સાથ સહકાર મળતો જણાય. ધંધાકીય બાબતો અંગે લીધેલા નિર્ણયો સફળ બનતા જણાય. સંતાન સંબંધી ચિંતા રહે. ખોટા વિચારો કરવાથી દૂર રહેવું.

કન્યાઃ

નસીબ બળવાન બનતું હોવાને કારણે આવકમાં વૃિધ્ધ શક્ય બને. પરિવારમાં મતભેદ થવાના યોગ બને છે. માતૃસુખ ઉત્તમ. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરી, ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

તુલાઃ

નસીબનો સાથ ઓછો મળતાં આવક માટે વધુ મહેનત કરવી જરૂરી બનશે. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહેશે. કાર્યમાં સફળતા મળશે. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃશ્ચિકઃ

આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં સુખ શાંતિ બરકરાર રહેશે. સ્થાવર જંગમ મિલકત અંગે ફાયદો થતો જણાશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય સુખમાં આનંદની અનુભુતિ જણાય.

ધનઃ

માનસિક શાંતિ વધતી જણાય. ગઇકાલના પ્રમાણમાં વિચારોમાં હકારાત્મકતા જણાય. આરોગ્ય સુધરતું જણાય. કાર્યક્ષેત્રે પણ સફળતા મળતી જણાય. સાંસારિક જીવનમાં આનંદની લાગણી પેદા થાય. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય.

મકરઃ

આવક જાવકનું પાસું સરભર થતું જણાય. મનની ઉચ્ચકોટિની ભાવના પેદા થાય. નાણાંનો બગાડ અટકાવવો. જીવનસાથી સાથે વાદ વિવાદ ટાળવો. નોકરીમાં થોડો અસંતોષ રહે. ધંધાકીય બાબતમાં સફળતા મળતી જણાય. આરોગ્ય જળવાય.

કુંભઃ

મનોબળ મજબૂત બનતું જણાય. પોતાનું જ ધાર્યું કરવાની ઇચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાનની ચિંતા રહે. આરોગ્ય જળવાશે. મિત્ર વર્તુળમાં વધારો થાય તથા તેમની સહાય મળતી જણાય.

મીનઃ

નોકરીમાં ટારગેટ પૂરા થતા જણાય. નવો ધંધો શરૂ કરી શકાય અને હાલના ધંધામાંથી ફાયદો મેળવી શકાય. માતાનો સહકાર મળતો જણાય. યશ પ્રતિષ્ઠામાં વધારો થાય. હાડકાનો દુઃખાવો પરેશાન કરે. ખોટા ખર્ચ વધી ન જાય એનું ધ્યાન રાખવું.

ફવાદ ચૌધરીના સમર્થન પર કેજરીવાલે કહ્યું કે તમારા દેશની ચિંતા કરો, અમે અમારું જોઈ લઈશું

0

પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાન ચૌધરી ફવાદ હુસૈનએ ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સમર્થન આપ્યું હતું અને AAPનો વિજય થાય એવી આશા વ્યક્ત કરી હતી, જેના જવાબમાં અરવિંદ કેજરીવાલે તેમની ઝટકાની ઝાટકણી કાઢી હતી, કેજરીવાલે કહ્યું કે, ‘તમે પહેલા તમારા દેશની સ્થિતિ પર ધ્યાન આપો.

પાકિસ્તાનના પૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈનની પોસ્ટ બાદ અરવિંદ કેજરીવાલે જવાબ આપ્યો હતો. કેજરીવાલે કહ્યુ કે, ચૌધરી સાહેબ, હું અને મારા દેશના લોકો અમારા મુદ્દાઓને સંભાળવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છીએ. તમારા ટ્વીટની કોઈ જરૂર નથી. આ સમયે પાકિસ્તાનની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તમે તમારા દેશનું ધ્યાન રાખો. કેજરીવાલ અહીં જ ન અટક્યા. તેમણે X પર આગળ લખ્યું, ભારતમાં જે ચૂંટણી થઈ રહી છે તે અમારો આંતરિક મામલો છે. ભારત આતંકવાદના સૌથી મોટા પ્રાયોજકોની દખલગીરી સહન કરશે નહીં.

આજે દિલ્હીમાં મત આપ્યા બાદ કેજરીવાલે સોશિયલ પ્લેટફોર્મ X પર તેમની અને તેમના પરિવારની એક તસવીર શેર કરી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું કે “મેં મારા પિતા, પત્ની અને બાળકો સાથે મારો મત આપ્યો. મારી માતાની તબિયત સારી નથી, જેથી મતદાન કરી શકે એમ નથી. મેં સરમુખત્યારશાહી, બેરોજગારી અને મોંઘવારી સામે મત આપ્યો. દરેક વ્યક્તિએ પોતાનો મત આપવો જોઈએ.

નોંધનિય છે કે, ઈમરાન ખાન સરકારમાં મંત્રી રહી ચૂકેલા ફવાદ ચૌધરી ઘણીવાર ભારત વિરોધી ભાષણો આપી ચૂક્યા છે. જ્યારે ભારતના ચંદ્રયાન 3ને સફળતા મળી ત્યારે તેના વખાણ કરવાને બદલે ફવાદે તેની મજાક ઉડાવી. જ્યારે ઈમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન હતા ત્યારે ફવાદે PM નરેન્દ્ર મોદી વિશે ઘણી ટિપ્પણીઓ કરી હતી જેની ટીકા પણ થઈ હતી.

આ પણ વાંચો :-

ભારતના આ એકટ્રેસે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રચ્યો ઇતિહાસ

0

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ૭૭મી આવૃત્તિ ભારત માટે ઘણી યાદગાર રહી છે. ડાયરેક્ટ શ્યામ બેનેગલની ફિલ્મ મંથનને રિલીઝના લગભગ ૪૮ વર્ષ પછી ફેસ્ટિવલમાં સ્પેશિયલ સ્ક્રિનિંગ મળ્યું હતું અને રેડ કાર્પેટ પર અનેક સેલિબ્રિટી અને ઇન્ફ્યુએન્સર્સ જોવા મળ્યા. ભારતીય ફિલ્મો અને કલાકારોને ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણી કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યા હતા. હવે, એમાં એક ઈન્ડયન એક્ટ્રેસએ કાન્સ ૨૦૨૪માં મોટો વિજય મેળવ્યો છે.

Cannes Film Festival 2024 : કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એકટ્રેસે રચ્યો ઇતિહાસ, કાન્સમાં અનસૂયા સેનગુપ્તા બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય એકટ્રેસ બની

કોલકાતાની અનસૂયા સેનગુપ્તાને ધ શેમલેસમાં તેની એકટિંગ માટે બેસ્ટ એક્ટ્રેસનો અન સર્ટન રિગાર્ડ પ્રાઈઝ જીત્યો છે. બલ્ગેરિયન ફિલ્મ નિર્માતા કોન્સ્ટેન્ટિન બોજાનોવ દ્વારા દિગ્દર્શિત અને લખાયેલી આ ફિલ્મ છે, જેમાં અનસૂયા રેણુકાની એકટિંગમાં જોવા મળી છે, જે પોલીસ અધિકારીની હત્યા કર્યા પછી દિલ્હીના વેશ્યાગૃહ માંથી ભાગી જાય છે. આ ફિલ્મમાં ઓમારા શેટ્ટી પણ છે, જે રેણુકાની પ્રેમિકા છે.

ધ કોલકાતા સાથેના એક ઇન્ટરવ્યૂમાં, અનસૂયાએ યાદ કર્યું જ્યારે તેને જાણ કરવામાં આવી કે તેની ફિલ્મ કાન્સના અન સર્ટેન રીગાર્ડ માટે લિસ્ટેડ થઇ છે. તેણે કહ્યું કે, “મને ન્યુઝ મળ્યા જ્યારે કોન્સ્ટેન્ટિને મને કાન્સ ઓફિશ્યલ સિલેકશનની જાહેરાત કરતી પ્રેસ કોન્ફરન્સની લિંક મોકલી હતી. જ્યારે અમારી ફિલ્મના નામની ઘોષણા કરવામાં આવી હતી, ત્યારે મારી ખુશીનો પાર નહતો.

અનસૂયાની ફિલ્મ ઉપરાંત, આ કાન્સમાં બે ભારતીય ફિલ્મો સનફ્લાવર વેર ધ ફર્સ્ટ ઓન્સ ટુ નો અને બન્નીહૂડ આ વર્ષના માં લા સિનેફ સિલેક્શનમાં અનુક્રમે પ્રથમ અને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. જ્યારે સનફ્લાવર્સ વેર ધ ફર્સ્ટ ઓન્સ ટુ નો કન્નડ શોર્ટ ફિલ્મ છે, જેનું ડાયરેકશન ચિદાનંદ નાઈક દ્વારા કરવામાં આવ્યું છે, જે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાનો સ્ટુડન્ટ છે, બન્નીહૂડનું ડાયરેકશન માનસી મહેશ્વરીએ કર્યું છે. તે ઉત્તર પ્રદેશના મેરઠની વતની છે અને યુકેમાં અભ્યાસ કરી રહી છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ૭૭મી આવૃત્તિ ૨૫ મેના રોજ આજે સમાપ્ત થઈ રહી છે.

 

ભયંકર વાવાઝોડાને ‘રેમલ’ નામ કોણે આપ્યું, IMDએ રેડ એલર્ટ જાહેર કર્યું

0

બંગાળની ખાડીમાં ઉત્પન થયેલું  સાયક્લોન રેમલ બંગાળના દરિયાકાંઠાની નજીક પહોંચી ગયું છે.જે  ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. હવામાન વિભાગના તાજા  બુલેટિન મુજબ આ ડીપ ડિપ્રેશન દરિયા કિનારાથી ૩૮૦ કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે. તે ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ આજે બપોરે સાયક્લોનમાં પરિવર્તિત થશે. તેની બાદ તે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે અથડાશે અને ૨૬મી મેના રોજ  લેન્ડફોલ કરશે.

News18 Gujarati

ચક્રવાત રેમાલ રવિવારે મોડી રાત્રે બાંગ્લાદેશના ખેપુપારા અને પશ્ચિમ બંગાળના સાગરદ્વીપ વચ્ચે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. લેન્ડફોલ સમયે વાવાઝોડાની ઝડપ ૧૩૫ કિમી પ્રતિ કલાક હોઈ શકે છે. ચક્રવાત અને લો પ્રેશરની અસરને કારણે શનિવારે દક્ષિણ બંગાળના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. ઉત્તર અને દક્ષિણ ૨૪ પરગણા, પૂર્વ મેદિનીપુરમાં ભારે વરસાદની સંભાવના છે. રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ સિવાય કોલકાતા, હાવડા, હુગલી, પૂર્વ મેદિનીપુર, નાદિયામાં એર ઓફિસ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે તમામ સ્થળોએ ૮૦થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય રવિવારે પશ્ચિમ મિદનાપુર અને પૂર્વ બર્દવાનમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારે વરસાદની પણ સંભાવના છે.

આ ચક્રવાતને કારણે  આજથી કોલકાતા સહિત દક્ષિણ બંગાળના તમામ જિલ્લાઓમાં જોરદાર પવન ફૂંકાશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે કોલકાતા, હાવડા, હુગલી, ઉત્તર ૨૪ પરગણા, દક્ષિણ ૨૪ પરગણા, પૂર્વ મેદિનીપુર, પશ્ચિમ મેદિનીપુર, ઝારગ્રામ, પુરુલિયા,બાંકુરા, પૂર્વ બર્દવાન, પશ્ચિમ બર્દવાન, બીરભૂમ, મુર્શિદાબાદ અને નાદિયામાં વાવાઝોડાની શક્યતા છે. ઉત્તર અને દક્ષિણ ૨૪ પરગણા અને પૂર્વ મેદિનીપુરમાં આજે ભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો :-