ફવાદ ચૌધરીના સમર્થન પર કેજરીવાલે કહ્યું કે તમારા દેશની ચિંતા કરો, અમે અમારું જોઈ લઈશું

Share this story

પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાન ચૌધરી ફવાદ હુસૈનએ ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સમર્થન આપ્યું હતું અને AAPનો વિજય થાય એવી આશા વ્યક્ત કરી હતી, જેના જવાબમાં અરવિંદ કેજરીવાલે તેમની ઝટકાની ઝાટકણી કાઢી હતી, કેજરીવાલે કહ્યું કે, ‘તમે પહેલા તમારા દેશની સ્થિતિ પર ધ્યાન આપો.

પાકિસ્તાનના પૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈનની પોસ્ટ બાદ અરવિંદ કેજરીવાલે જવાબ આપ્યો હતો. કેજરીવાલે કહ્યુ કે, ચૌધરી સાહેબ, હું અને મારા દેશના લોકો અમારા મુદ્દાઓને સંભાળવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છીએ. તમારા ટ્વીટની કોઈ જરૂર નથી. આ સમયે પાકિસ્તાનની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તમે તમારા દેશનું ધ્યાન રાખો. કેજરીવાલ અહીં જ ન અટક્યા. તેમણે X પર આગળ લખ્યું, ભારતમાં જે ચૂંટણી થઈ રહી છે તે અમારો આંતરિક મામલો છે. ભારત આતંકવાદના સૌથી મોટા પ્રાયોજકોની દખલગીરી સહન કરશે નહીં.

આજે દિલ્હીમાં મત આપ્યા બાદ કેજરીવાલે સોશિયલ પ્લેટફોર્મ X પર તેમની અને તેમના પરિવારની એક તસવીર શેર કરી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું કે “મેં મારા પિતા, પત્ની અને બાળકો સાથે મારો મત આપ્યો. મારી માતાની તબિયત સારી નથી, જેથી મતદાન કરી શકે એમ નથી. મેં સરમુખત્યારશાહી, બેરોજગારી અને મોંઘવારી સામે મત આપ્યો. દરેક વ્યક્તિએ પોતાનો મત આપવો જોઈએ.

નોંધનિય છે કે, ઈમરાન ખાન સરકારમાં મંત્રી રહી ચૂકેલા ફવાદ ચૌધરી ઘણીવાર ભારત વિરોધી ભાષણો આપી ચૂક્યા છે. જ્યારે ભારતના ચંદ્રયાન 3ને સફળતા મળી ત્યારે તેના વખાણ કરવાને બદલે ફવાદે તેની મજાક ઉડાવી. જ્યારે ઈમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન હતા ત્યારે ફવાદે PM નરેન્દ્ર મોદી વિશે ઘણી ટિપ્પણીઓ કરી હતી જેની ટીકા પણ થઈ હતી.

આ પણ વાંચો :-