વાવાઝોડા ‘રેમલ’થી પશ્ચિમ બંગાળમાં વેર્યો વિનાશ, હવે ગુજરાતમાં ચોમાસાનું શું થશે?

Share this story

બંગાળની ખાડીમાં ખતરનાક બનેલું વાવાઝોડું રીમાલ રવિવારની રાત્રે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ પર ત્રાટક્યું હતું અને હજી પણ તે જમીન પર આગળ વધી રહ્યું છે. હવે આ વાવાઝોડું આગળ વધ્યા બાદ નબળું પડી જશે, પરંતુ આ વાવાઝોડા કારણે અનેક વિસ્તારોને અસર થઈ છે અને હજી પણ ઘણા વિસ્તારો પર તેની અસર થવાની શક્યતા છે. વાવાઝોડાને કારણે નેતાજી સુભાષચંદ્ર બોસ એરપોર્ટથી કેટલીય ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. જળ ભરાવાને કારણે શહેરના રસ્તા પાણીમાં ડૂબ્યા છે. કોલકાતામાં દીવાલ પડવાથી એકનું મોત થયું છે. હવામાન વિભાગ અનુસાર ‘રેમલ’ હવે નબળું પડી ચૂક્યું છે.

રીમાલ વાવાઝોડું ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભીષણ ગરમી પડી રહી છે અને કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૬ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. પરંતુ હવે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગરમી ઘટી ગઈ છે. વાવાઝોડાના કારણે ગુજરાતમાં પવનની દિશા બદલાઈ ગઈ છે અને હવે પવનો અરબી સમુદ્ર પરથી આવી રહ્યા છે, આ પવનો ઠંડા હોવાના કારણે ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ગરમીથી થોડી રાહત મળી છે. કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો ૪ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે ગયો છે.

વાવાઝોડાને કારણે ગુજરાત, રાજસ્થાન થતા અન્ય વિસ્તારો પરના પવનો એ તરફ ખેંચાઈ રહ્યા છે જેના કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં પવનની ગતિ પણ વધી ગઈ છે અને હજી બે ત્રણ દિવસ સુધી રાજ્યમાં પવનની ગતિમાં આ વધારો જળવાઈ રહે તેવી સંભાવના છે.

રવિવારે મોડી રાતે બંગલાદેશ અને પશ્ચિમ બંગાળની વચ્ચે વાવાઝોડા ‘રેમલે’ ૧૩૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લેન્ડફોલ કર્યું હતું. ‘રેમલ’ને કારણે કેટલાંય ઘરો નષ્ટ કર્યાં છે. ‘રેમલ’ને કારણે કોલકાતામાં ૧૫ સેમી વરસાદ થયો છે. શહેરમાં વરસાદ જારી છે. કેટલાંય વિસ્તારોમાં વૃક્ષો ઊખડી ગયાં છે. કેટલાંય વાહનો ક્ષતિગ્રસ્ત થયાં છે. વાવાઝોડું આવતાં પહેલાં સુંદરબન અને સાગરદ્વીપ સહિત બંગાળના તટીય વિસ્તારોમાંથી એક લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યા હતા.બીજી બાજુ. ઉત્તર ભારતમાં લોકો ભીષણ ગરમીનો માર સહન કરી રહ્યા છે, ત્યારે વાવાઝોડા ‘રેમલ’થી ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-