Home Blog Page 754

કેજરીવાલને વચગાળાના જામીન અરજીની તાત્કાલિક સુનાવણી કરવાનો SCનો ઇનકાર

0

દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં મની લોન્ડરિંગના આરોપી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે મંગળવારે સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે સીએમ કેજરીવાલના સ્વાસ્થ્ય તપાસ માટે વચગાળાના જામીનને ૭ દિવસ સુધી લંબાવવાની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે સીએમ કેજરીવાલ તરફથી હાજર રહેલા વકીલ અભિષેક સિંઘવીને પૂછ્યું કે, ગયા અઠવાડિયે જ્યારે ચીફ જસ્ટિસ દત્તા બેઠા હતા ત્યારે કેજરીવાલની અરજીનો ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો ન હતો.

હાલમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાંથી મળેલ વચગાળાના જામીન પર બહાર છે. તેની મુદત આગામી ૧ જૂનના રોજ પૂર્ણ થવાની છે. તે પહેલા તેમણે સ્વાસ્થ્ય તપાસ માટે જામીનની મુદતમાં વધારો કરવાની અરજી કરી હતી. આ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની અરજીને કોર્ટે ફગાવી દીધી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં ડોક્ટરની સલાહને જોડીને અરજી કરી હતી કે તેમની ધરપકડ બાદ ૬-૭ કિલો જેટલું વજન ઘટ્યું છે. આમ આદમી પાર્ટી તરફથી કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલનું વજન ૭ કિલો ઘટી ગયું છે અને કીટોનનું સ્તર ઘણું વધી ગયું છે. તેમને કિડનીની ગંભીર સમસ્યા અથવા તો કેન્સરનું લક્ષણ ગણાવતા, આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે ડોક્ટરોએ તેમને PET-CT સ્કેન સહિત અનેક ટેસ્ટ કરાવવા કહ્યું છે અને આ માટે તેમને સમયની જરૂર છે.

કેજરીવાલે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે, તબીબી પરીક્ષણોને ધ્યાનમાં રાખીને તેમના વચગાળાના જામીન એક સપ્તાહ સુધી લંબાવવામાં આવે અને તેમને ૨ જૂનને બદલે ૯ જૂને આત્મસમર્પણ કરવાની મંજૂરી આપવામાં આવે.

આ પણ વાંચો :-

રાજકોટ અગ્નિકાંડ બાદ રૂપાલાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી

0

રાજકોટ અગ્નિકાંડ બાદ પરશોત્તમ રૂપાલાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. જ્યાં પરશોત્તમ રૂપાલા અને સાંસદ રામ મોકરિયા પીડિતો સાથે મુલાકાત કરી સાથે જ તેઓને પડતી મુશ્કેલીઓ પણ સાંભળી. જેમાં રૂપાલાએ નિવેદન આપતા કહ્યું કે સમગ્ર દુર્ઘટનામાં દાખલારૂપ કાર્યવાહી થશે અને અધિકારીઓનું સસ્પેનશન માત્ર કાર્યવાહીનો એક ભાગ છે. SITના રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી થશે તેવો પણ દાવો રૂપાલાએ કર્યો હતો.

ચૂંટણી સમયે હું રાજકોટમાં જ તમારા વચ્ચે રહીને સેવા કરીશ તેવા દાવા કરનારા રાજકોટમાં ભાજપના લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા અગ્નિકાંડ સમયે લોકોને એકલા મુકીને ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બની ગયા હતા. લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉધડો લેતા રૂપાલાએ ફરી રાજકોટ પરત આવવું પડ્યું હતું. રૂપાલા ગેમઝોન અગ્નિકાંડના ૭૨ કલાક પછી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

રાજકોટના નવા પોલીસ કમિશનરે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. ચાર્જ સાંભળતાની સાથે જ CPએ સિવિલમાં બેઠક કરી. બેઠકમાં રાજકોટ શહેર કલેક્ટર પ્રભવ જોશી પણ હાજર રહ્યા હતા. સાંસદ રામ મોકરિયા અને પરશોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા.

વિરોધ થયા બાદ ભાજપના નેતા રૂપાલાએ બચાવ કરતા કહ્યું કે, ‘જે દિવસે ઘટના બની તેના બીજા દિવસે સવારે હું આઠ વાગ્યાથી અહીં જ હતો. માત્ર ઘટનાસ્થળે નહતો. તંત્ર સાથે સતત સંપર્કમાં હતો અને તમામ બાબતમાં સંકળાયેલો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા ત્યારે સૌથી પહેલા હું જ તેમને મળ્યો હતો.

આ પણ વાંચો :-

ગુરમીત રામ રહીમને રણજીત સિંહ હત્યાકાંડમાં નિર્દોષ જાહેર

0

ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ડેરા મેનેજર રણજીત સિંહ હત્યાના કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. હાઈકોર્ટે અન્ય ચાર આરોપીઓને પણ નિર્દોષ જાહેર કર્યા છે. હાઇકોર્ટે સીબીઆઇ કોર્ટની સજા બદલી નાખી છે. ૨૦૨૧માં પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટે રામ રહીમ અને અન્ય ચારને આજીવન કેદની સજા સંભળાવી હતી. ૧૦ જુલાઈ ૨૦૦૨ના રોજ કુરુક્ષેત્રના ખાનપુર કોલિયામાં રણજીત સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

૧૮ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટે ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ અને અન્ય ચારને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ કેસમાં અન્ય આરોપીઓ અવતાર સિંહ, કૃષ્ણ લાલ, જસબીર સિંહ અને સબદિલ સિંહ હતા. કેસની સુનાવણી દરમિયાન એક આરોપીનું મોત થયું હતું. સીબીઆઈ જજે રામ રહીમ પર 31 લાખ રૂપિયા, સબદીલ પર ૧.૫૦લાખ રૂપિયા અને જસબીર અને કૃષ્ણા પર ૧.૨૫-૧.૨૫ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે ચુકાદામાં CBI કોર્ટના નિર્ણયને રદ કર્યો હતો.તેમના વકીલે કહ્યું હતું કે આ ચુકાદાનું અમે સ્વાગત કરે છીએ. જોકે સામે પક્ષે કોર્ટે પૂરો આદેશ જારી નથી કર્યો.જોકે રામ રહીમ પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા અને બળાત્કારના કેસમાં દોષી છે. આ સિવાય તેની સામે ઘણા કેસ પેન્ડિંગ છે. રામ રહીમે બળાત્કાર અને છત્રપતિ હત્યા કેસ પર નીચલી કોર્ટના નિર્ણયને પણ હાઈકોર્ટમાં પડકાર્યો છે અને આ મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં તે જેલમાંથી બહાર નહીં આવી શકે તે સ્પષ્ટ છે. રામ રહીમ હાલ રોહતકની સુનારિયા જેલમાં બંધ છે.

આ પણ વાંચો :-

મિઝોરમમાં ભારે વરસાદના કારણે પથ્થરની ખાણ ધસી પડતા ૧૦ લોકોના મોત

0

મિઝોરમની રાજધાની આઈઝોલમાં એક મોટી દુર્ઘટના બની છે. અહીં ભારે વરસાદને કારણે એક પથ્થરની ખાણ ધસી ગઈ છે. આ ગંભીર દુર્ઘટનામાં ૧૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અનેક લોકો દટાયાની આશંકા લગાવાઈ રહી છે. હાલ પોલીસકર્મીઓ બચાવ કાર્યમાં લાગેલા છે. ભારે વરસાદને કારણે નદીઓના સ્તરમાં પણ વધારો થયો છે. નદી કિનારે રહેતા લોકોને ઘર છોડીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

Imageમિઝોરમના આઈઝોલ જિલ્લામાં ભારે વરસાદના પગલે એક પથ્થરની ખાણનો કાટમાળ ધસી ગયો છે. જેના નીચે દટાઈ જવાથી ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે. આ આંકડો પણ વધી શકે છે. મળતી માહિતી મુજબ હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. હાલ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જો કે ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે રાહત કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

તીવ્ર ચક્રવાતી તોફાન રેમાલ રવિવારે રાત્રે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. ચક્રવાત રેમાલેને કારણે મકાનોને નુકસાન પહોંચ્યું છે અને ઘણા વૃક્ષો તેમજ થાંભલા ઉખડી ગયા. ચક્રવાત આવે તે પહેલા પશ્ચિમ બંગાળના સંવેદનશીલ વિસ્તારોમાંથી એક લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હવામાન કચેરીએ આગામી થોડા દિવસોમાં આસામ અને અન્ય ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

આ પણ વાંચો :-

દિલ્હીથી વારાણસી જતી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બના સમાચાર, મુસાફરોમાં ગભરાટ

0

દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી છે. મીડિયા રિપોર્ટ્સને ટાંકીને એરપોર્ટના એક અધિકારીએ કહ્યું, “દિલ્હીથી વારાણસી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. વિમાનને તપાસ માટે આઈસોલેશન ખાડીમાં લઈ જવામાં આવ્યું છે. એવિએશન સિક્યોરિટી અને બોમ્બ ડિસ્પોઝલ ટીમો હાલમાં સ્થળ પર હાજર છે.

Delhi Varanasi Flight Bomb Threat : દિલ્હીથી વારાણસી જતી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બના સમાચાર, મુસાફરો ઈમર્જન્સી એક્સિટમાંથી કૂદ્યાઇન્ડિગો ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતા જ એવિએશન સિક્યુરિટી અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. આ સિવાય CISFની ૫ ટીમ પણ સ્થળ પર હાજર છે. દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું કે આજે સવારે ૫.૩૫ વાગ્યે દિલ્હીથી વારાણસી જઈ રહેલી ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી મળી. તમામ મુસાફરોને ઇમરજન્સી ગેટમાંથી બહાર કાઢવામાં આવ્યા. તમામ મુસાફરો સુરક્ષિત છે. ફ્લાઇટની તપાસ કરવામાં આવી રહી છે.

દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટને રનવે પર જ રોકી દેવામાં આવી હતી અને ફ્લાઈટમાં સવાર લોકોને ઈમરજન્સી એક્ઝિટ આપવામાં આવી હતી. સુરક્ષાકર્મીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ ચાલી રહી છે. બોમ્બના સમાચાર મળતાં જ વિમાનને ખાલી કરાવવામાં આવ્યું હતું.

એરપોર્ટ અધિકારીઓનું કહેવું છે કે પ્લેનને તપાસ માટે આઈસોલેશન બેમાં લઈ જવામાં આવ્યું છે. એવિએશન સિક્યુરિટી અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ હાલ ઘટનાસ્થળે છે. દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યાનુસાર દિલ્હીથી વારાણસી જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી સવારે ૫.૩૫ વાગ્યે મળી હતા. ક્યુઆરટી ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ મુસાફરોને ઈમરજન્સી ગેટમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

૨૮ મે, ૨૦૨૪/ મંગળવારના દિવસે વૃશ્ચિક, તુલા અને મીન રાશિના જાતકોના ભાગ્યનો તારો ચમકવાનો છે, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આત્મવિશ્વાસમાં વધારો થતાં યોગ્ય નિર્ણયો લઇ શકાય. સ્વગૃહી શુક્રને કારણે આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં પરસ્પર મનદુઃખ ન થાય એનું ધ્યાન રાખવું. ધંધામાં પ્રગતિ થતી જણાય. મિત્રોનો સાથ મળતાં આનંદ વધે.

વૃષભઃ

ભાગ્યનો સાથ મળતા કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિણામે માનસિક આનંદનો અનુભવ થાય. ધાર્મિક કાર્યનું આયોજન શક્ય બને. નવા રોકાણો કરી શકાય. માતા-પિતા સાથે મતભેદ સંભવે. સ્વાસ્થ્ય સારૂં રહેતું અનુભવાય.

મિથુનઃ

દિવસ દરમ્યાન ગુસ્સો વધે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના-ભાઇ બહેનની તબિયત સાચવવી. વાણી ઉપર કાબુ રાખવો જરૂરી છે. અગત્યના કાર્યો ટાળવા. ફેફસાના રોગોથી કાળજી રાખવી. ભાગ્યનો સાથ મ‍ળતો જણાય છે.

કર્કઃ

નિરાશાવાદી વિચારધારા તથા ડરપોક સ્વભાવ છોડી મન સ્થિર કરવું. આંખની તકલીફોની કાળજી રાખવી. ખનીજ, કોલસો, રસાયણ, જેવા ધંધાર્થી માટે શુભ ફળ મળે. સાંસારિક જીવનમાં મધુરતાનો અનુભવ થાય.

સિંહઃ

દિવસ દરમ્યાન નકારાત્મક વિચારો સતાવે. ધારેલી આવક મેળવવામાં અવરોધ ઉભા થાય. પરિવારમાં લાગણીશીલતા વધે. કાપડના તથા સ્ત્રીઓને લગતી વસ્તુઓના ધંધામાં ફાયદો થતો જણાય. તબિયતનું ધ્યાન રાખવું હિતાવહ છે.

કન્યાઃ

પુત્ર-પૌત્રાદી તરફથી સ્નેહ વધતો જણાય. લક્ષ્મીની યોગ્ય હેરફેર શક્ય બને. મિત્રો તરફથી લાભ મળવાની તકો ઉજળી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. વધારે કામ કરવાને કારણે થાકનો અનુભવ થાય.

તુલાઃ

આનંદ ઉત્સાહમાં વૃધ્ધિ થાય. કરેલા રોકાણો નફાકારક સાબિત થાય. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ ના યોગ બને છે. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાન સાથે મતભેદ ટાળવા. માન-સન્માનમાં વૃ‌િધ્ધ થાય.

વૃશ્ચિકઃ

મોજ શોખમાં ખર્ચ વધે. બચત ઓછી થતી જણાય. નાના ભાઇ બહેનોની તબિયતની કાળજી જરૂરી. ગળાના રોગોથી સાચવવું. કુટુંબ શાંતિ અને સંપનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

ધનઃ

આવક વધતા માનસિક ચિંતા ઓછી થતી જણાય. છતાં અકારણ અજંપો રહે. પરિવારના તમામ સભ્યોનો સાથ સહકાર મળતો જણાય. પિતા તરફથી આર્થિક લાભ મળવાના યોગ છે. સંતાન સંબંધી ચિંતા સતાવે. ભાગ્યનો સાથ મળતો અનુભવાય.

મકરઃ

ગુરૂ ચન્દ્રને કારણે આનંદમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્ય સફળતા મળતી જણાય. પાન, સોપારી, દૂધ,ખેડુત, માછામારી જેવા ધંધામાં વધુ પ્રગતિ થતી જણાય.

કુંભઃ

મન અશાંત રહે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આવક અંગે અસંતોષ વધતો જણાય. નાણાં ઉછીના લેવા કે આપવા નહીં, અન્યથા નાણાં ફસાઇ જવાના યોગ બને છે. જમણી આંખની તથા મગજના રોગોથી સાવચેત રહેવું.

મીનઃ

મિત્રો થકી આવકનો લાભ મળતો જણાય છે. જુની ઉઘરાણી છુટી થાય. પરિવારમાં તથા કાર્યક્ષેત્રે સ્ત્રીવર્ગ તરફથી સહકાર મળતો જણાય. જમીન મકાન, દલાલીના ધંધામાં વિશેષ લાભ. સંતાનની પ્રગતિ અનુભવાય. આરોગ્યનું ધ્યાન રાખવું.

હીટ સ્ટ્રોકના કારણે ૬૦ લોકોના મોત, ગુજરાત સહિત ૬ રાજ્યોમાં હીટવેવનું રેડ એલર્ટ

0

વર્તમાન સમયમાં દેશના ઘણા વિસ્તારો ભઠ્ઠી જેમ તપી રહ્યા છે. દેશના ઘણા રાજ્યો આ દિવસોમાં તીવ્ર ગરમીની લપેટમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૮ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે.

Heat Stroke Forecast: 54 degree temperature has already reached this part of the country, danger of death due to heat stroke | દેશના આ ભાગમાં માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 54 ડિગ્રીએસોમવારે જેસલમેરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર તૈનાત એક BSF જવાનનું લૂ લાગવાથી મોત થયું હતું. અજમેરના કેકરીમાં એક ૮૦ વર્ષના વૃદ્ધનું પણ મોત થયું હતું. રાજસ્થાનમાં ગરમીના કારણે ૪ દિવસમાં મૃત્યુઆંક ૨૭ પર પહોંચી ગયો છે. ભીષણ ગરમી હીટ વેવ લઈને અત્યાર સુધીમાં ૬૦ લોકોના મોત થયા છે. બિહારમાં પણ નાગાલેન્ડના એક સૈનિકનું હીટ સ્ટ્રોકથી મોત થયું છે.

રવિવારે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ૩૭ સ્થળોએ ૪૫ ડિગ્રી કે તેથી વધુ તાપમાન નોંધાયું હતું. એક દિવસ પહેલાં એટલે કે શનિવારે દેશમાં માત્ર ૧૭ જગ્યાએ તાપમાન ૪૫ ડિગ્રી કે તેથી વધુ હતું.

હવામાન વિભાગના અહેવાલ અનુસાર લૂને કારણે અમુક રાજ્યોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ પણ તાપમાનનો પારો વધી રહ્યો છે, ત્યારે વરિષ્ઠ નાગરિકોની સાથે બાળકોને બિનજરુરી બપોરના સમય બહાર નહીં નીકળવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. તાપમાનમાં થનારા વધારાની સાથે આરોગ્ય પર પણ ગંભીર અસર પડે છે, જ્યારે તેનાથી સાવધાન રહીને સમયસર પગલા ભરવાનું જરુરી બને છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.

ગરમીના વધારા સાથે આરોગ્ય જોખમાય છે તેમ જ મસ્તિષ્કની સમસ્યાઓથી લઈને કિડની-લીવર ફેઈલ્યોર સુધીના જોખમો ઊભા થઈ શકે છે. આ મુદ્દે જાણીતા ડોક્ટરે કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી ઓપીડી અને ઈમર્જન્સી વિભાગમાં ગરમી સંબંધિત કેસમાં વધારો થયો છે. તાપમાનમાં થનારા વધારાની સાથે કામકાજ કરવામાં નબળાઈ અને મોંઢા પર સોઝા સહિત અન્ય લક્ષણો પણ જોવા મળે છે. લૂના કારણે સમયસર સારવાર નહીં કરવામાં આવતા આરોગ્ય સંબંધિત મુશ્કેલી પડે છે, જેમાં ક્યારેક દાખવેલી બેદરકારી જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો :-

અગ્નિવીરો માટે આવકવેરા વિભાગે ITR ફોર્મ-૧માં મહત્ત્વના ફેરફાર

0

આવકવેરા વિભાગે ITR ફોર્મ-૧માં મહત્ત્વના ફેરફારો કર્યા છે, જેની સીધો લાભ અગ્નિવીરોને મળશે. ફોર્મમાં એક નવો વિભાગ સેક્શન CCH સામેલ કરવામાં આવ્યો છે, જે દ્વારા અગ્નિવીર તેના સર્વિસ નિધિ કોષ પર કર કપાતનો લાભ લઈ શકે છે. વિભાગના જણાવ્યા પ્રમાણે, આ કલમ અગ્નિપથ યોજનામાં નોંધણી કરાવનાર અને ૧ નવેમ્બર, ૨૦૨૨ના રોજ અથવા તે પછી અગ્નિવીર ફંડમાં રકમ જમા કરાવનાર વ્યક્તિઓને કર કપાતનો લાભ લેવાની મંજૂરી આપે છે. આ ફેરફારને સમાવવા માટે ITR ફોર્મ ૧ અપડેટ કરવામાં આવ્યું છે, જેથી કરીને કરદાતાને કલમ ૮૦CCH હેઠળ કપાત માટે પાત્ર રકમ વિશે વિવરણ પુરુ પાડવાની મંજૂરી મળી શકે.

અગ્નિવીર ભરતી પ્રક્રિયા બદલાઈ ગઈ, હવે ઉમેદવારોએ પહેલા આપવી પડશે આ પરીક્ષા – Gujaratmitra Daily Newspaperઉલ્લેખનીય છે કે, ૧૪ જૂન, ૨૦૨૨ના રોજ સેનાની ત્રણેય શાખાઓ આર્મી, નેવી અને એરફોર્સની મોટી સંખ્યામાં યુવાનોની ભરતી માટે કેન્દ્ર સરકારે અગ્નિપથ ભરતી યોજના શરૂ કરી હતી. આ અંતર્ગત યુવાનોએ ચાર વર્ષ સુધી સેવા આપવાની હોય છે. અગ્નિવીરને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે, અગ્નિવીર કોર્પસ ફંડ બનાવવામાં આવ્યું છે, અને તેનું સંચાલન સંરક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. આમાં અગ્નિવીરો તેમની માસિક આવકની ૩૦ ટકા રકમ આ ફંડમાં જમા કરાવવી ફરજિયાત છે.

કલમ ૮૦CCH હેઠળ કપાતને નવી અને જૂની બંને કર વ્યવસ્થાઓમાં મંજૂરી આપવામાં આવશે. આ પરવાનગી કલમ ૧૧૫ BAC હેઠળ હશે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪અને તે પછીના નાણાકીય વર્ષો માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરતી વખતે કલમ ૮૦CCH હેઠળ કર કપાતનો લાભ લઈ શકે છે.

આ પણ વાંચો :-

આજે ફરી સોનાના ભાવમાં આવ્યો ઘટાડો, જાણો ગુજરાતમાં શું છે ભાવ

0

સોનાના ભાવ દિવસને દિવસે વધી રહ્યા છે.અત્યારે સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે. પરંતુ રેકોર્ડ બ્રેક તેજી બાદ અત્યારે સોનાના ભાવમાં સામાન્ય એવો ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યારે ૭૧ હજારની પાર પહોંચી ગયું છે.ત્યારે આવો જાણીએ રાજકોટ અને અમદાવાદમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યાં છે.

Gold touched Rs 71,841 per 10 grams | સોનું 71,841 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું: ચાંદી 80,576 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી, કેરેટના હિસાબે જુઓ સોનાની કિંમત | Divya ...બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વિશ્વ બજારમાં સત્રના આરંભે ચાંદીના ભાવમાં ૧.૫૦ ટકા જેટલો ઉછાળો આવ્યો હોવાના નિર્દેશો સાથે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની ખપપૂરતી માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૮૨૮ વધીને ફરી રૂ. ૯૦,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૯૦,૫૯૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વિશ્વ બજાર પાછળ મધ્યસત્ર દરમિયાન હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૩ વધીને રૂ. ૭૧,૮૭૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૩૪ વધીને રૂ. ૭૨,૧૬૨ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તેમ જ રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું બજારનં સાધનોએ જણાવ્યું હતું.

ISO દ્વારા સોનાની શુદ્ધતા જાણવા માટે હોલ માર્ક આપવામાં આવે છે. ૨૪ કેરેટ સોનાના આભૂષણ પર ૯૯૯, ૨૩ કેરેટ પર ૯૫૮, ૨૨ કેરેટ પર ૯૧૬, ૨૧ કેરેટ પર ૮૭૫ અને ૧૮ કેરેટ પર ૭૫૦ લખેલું હોય છે. મોટાભાગે સોનું ૨૨ કેરેટમાં વેચાય છે, તો બીજી તરફ લોકો ૧૮ કેરેટનો ઉપયોગ પણ કરે છે. કેરેટ ૨૪ થી વધુ હોતા નથી, અને જેટલા વધુ કેરેટ હશે, સોનું એટલું જ શુદ્ધ કહેવાય છે.

રૉઈટર્સનાં ટેક્નિકલ એનાલિસ્ટ વૉંગ તાઓના મતાનુસાર હાલના તબક્કે હાજર સોનામાં ઔંસદીઠ ૨૩૫૨ ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થશે અને જો આ ભાવસપાટી તૂટે તો ભાવ વધીને ૨૩૬૩ ડૉલર સુધી પહોંચી શકે છે. વધુમાં હાલ સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી નવેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી ૬૨ ટકા શક્યતા વ્યક્ત થઈ રહી છે.

આ પણ વાંચો :-

પૃથ્વી અને શુક્રની વચ્ચે મનુષ્ય માટે રહેવા યોગ્ય ગ્રહ શોધી કાઢ્યો, જાણો પૃથ્વીથી કેટલો દૂર છે?

0

અમેરિકાન સ્પેસ એજન્સી નાસાના વૈજ્ઞાનિકોએ પૃથ્વી અને શુક્રની વચ્ચે વધુ એક ગ્રહની શોધ કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે. નાસાના TESS ટેલીસ્કોપથી ખગોળ શાસ્ત્રીઓની બે ટીમોએ અન્ય કેટલીક સુવિધાઓના અવલોકનોનો અભ્યાસ કરી પૃથ્વી અને શુક્રની વચ્ચે ૪૦ પ્રકાશ વર્ષ દૂર એક નવો ગ્રહ શોધી કાઢ્યો છે.

વિજ્ઞાનીઓએ તેને શુક્ર અને પૃથ્વી વચ્ચેની ખૂબ જ રસપ્રદ નવી દુનિયા ગણાવી છે. એ જાણવું વધુ રસપ્રદ રહેશે કે શું પૃથ્વીની જેમ આ નવી દુનિયામાં મનુષ્ય અને અન્ય જીવો રહે છે ? શું વૈજ્ઞાનિકો જલ્દી આ નવી દુનિયાનું રહસ્ય ખોલવા જઈ રહ્યા છે ?..નવી દુનિયાની શોધ થતા જ લોકોના મનમાં આવા સવાલો આવવા લાગ્યા છે. પૃથ્વી અને શુક્ર વચ્ચે શોધાયેલ આ નવી દુનિયામાં ઘણા પરિબળો જોવા મળ્યા છે, જે નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપનો ઉપયોગ કરીને વધુ અભ્યાસ માટે વૈજ્ઞાનિકોનું કહેવું છે. તમને જણાવી દઈએ કે TESS એક મહિનામાં એક જ સમયે આકાશના મોટા ભાગને નજીકથી જોઈ શકે છે.

આ ઉપરાંત, તે માત્ર ૨૦ સેકન્ડથી ૩૦ મિનિટના અંતરાલમાં હજારો તારાઓની તેજસ્વીતામાં થતા ફેરફારોને પણ ટ્રેક કરી શકે છે. પરિભ્રમણ કરતા ગ્રહોની દુનિયામાં તારાઓના સંક્રમણને કેપ્ચર કરવું, તેમના સંક્ષિપ્ત અને નિયમિત ડિમિંગના કારણો શોધવા, તેના પ્રાથમિક ધ્યેયો પૈકી એક છે. એસ્ટ્રોબાયોલોજી સેન્ટરમાં સંશોધન ટીમના પ્રોજેક્ટ સહાયક અને ટોક્યો યુનિવર્સિટીના પ્રોફેસર, જેઓ સહ- નેતૃત્વ કરી રહ્યા છે, તેમણે કહ્યું, “આ આપણે આજ સુધી જોયેલી સૌથી નજીકની, સંક્રમણકારી, સમશીતોષ્ણ, પૃથ્વીના કદની દુનિયા છે.” ટોક્યોમાં અકિહિકો ફુકુઇ સાથેનો પ્રોજેક્ટ જાણવા મળ્યો છે.

લાલ દ્વાર્ફ તારાઓની ઓછી તેજનો અર્થ થાય છે તેમના વસવાટયોગ્ય ક્ષેત્ર – ભ્રમણકક્ષાની અંતરની શ્રેણી જ્યાં ગ્રહની સપાટી પર પ્રવાહી પાણી હોઈ શકે છે – તેમની નજીક સ્થિત છે. આનાથી વધુ ઉર્જા ઉત્સર્જિત કરતા તારાઓ કરતાં લાલ દ્વાર્ફની આસપાસ વસવાટયોગ્ય ઝોનમાં સંક્રમણ કરતા ગ્રહોને શોધવાનું સરળ બને છે. Gliese ૧૨ અને આ નવા ગ્રહ ને અલગ કરતું અંતર પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરના માત્ર ૭% છે. જેમ પૃથ્વી સૂર્યમાંથી ઊર્જા મેળવે છે,

આ ગ્રહ તેના તારામાંથી પૃથ્વી અને શુક્ર કરતાં 1.6 ગણી વધુ ઊર્જા મેળવે છે. ઑસ્ટ્રેલિયાની સધર્ન ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીના સેન્ટર ફોર એસ્ટ્રોફિઝિક્સમાં ડોક્ટરલ વિધાર્થી શિશિર ધોળકિયાએ જણાવ્યું હતું કે, “Gliese ૧૨b એ અભ્યાસ માટેના શ્રેષ્ઠ લક્ષ્યોમાંનું એક છે કે જે પૃથ્વીના કદના ગ્રહો ઠંડા તારાઓની પરિક્રમા કરે છે કે કેમ તે તેમના વાતાવરણને જાળવી શકે છે.” આપણી આકાશગંગામાં ગ્રહોની વસવાટક્ષમતા અંગેની આપણી સમજણમાં એક મહત્વપૂર્ણ પગલું. તેમણે યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ અને યુનિવર્સિટી કોલેજ લંડનમાં ડોક્ટરલ વિધાર્થી લારિસા પેલેથોર્પ સાથે એક અલગ સંશોધન ટીમનું સહ-નેતૃત્વ કર્યું છે. બંને ટીમો સૂચવે છે કે Gliese ૧૨b નો અભ્યાસ આપણા પોતાના સૂર્યમંડળના ઉત્ક્રાંતિના કેટલાક પાસાઓને અનલોક કરવામાં મદદ કરી શકે છે.

આ પણ વાંચો :-