વર્તમાન સમયમાં દેશના ઘણા વિસ્તારો ભઠ્ઠી જેમ તપી રહ્યા છે. દેશના ઘણા રાજ્યો આ દિવસોમાં તીવ્ર ગરમીની લપેટમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૮ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે.
સોમવારે જેસલમેરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર તૈનાત એક BSF જવાનનું લૂ લાગવાથી મોત થયું હતું. અજમેરના કેકરીમાં એક ૮૦ વર્ષના વૃદ્ધનું પણ મોત થયું હતું. રાજસ્થાનમાં ગરમીના કારણે ૪ દિવસમાં મૃત્યુઆંક ૨૭ પર પહોંચી ગયો છે. ભીષણ ગરમી હીટ વેવ લઈને અત્યાર સુધીમાં ૬૦ લોકોના મોત થયા છે. બિહારમાં પણ નાગાલેન્ડના એક સૈનિકનું હીટ સ્ટ્રોકથી મોત થયું છે.
રવિવારે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ૩૭ સ્થળોએ ૪૫ ડિગ્રી કે તેથી વધુ તાપમાન નોંધાયું હતું. એક દિવસ પહેલાં એટલે કે શનિવારે દેશમાં માત્ર ૧૭ જગ્યાએ તાપમાન ૪૫ ડિગ્રી કે તેથી વધુ હતું.
હવામાન વિભાગના અહેવાલ અનુસાર લૂને કારણે અમુક રાજ્યોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ પણ તાપમાનનો પારો વધી રહ્યો છે, ત્યારે વરિષ્ઠ નાગરિકોની સાથે બાળકોને બિનજરુરી બપોરના સમય બહાર નહીં નીકળવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. તાપમાનમાં થનારા વધારાની સાથે આરોગ્ય પર પણ ગંભીર અસર પડે છે, જ્યારે તેનાથી સાવધાન રહીને સમયસર પગલા ભરવાનું જરુરી બને છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.
ગરમીના વધારા સાથે આરોગ્ય જોખમાય છે તેમ જ મસ્તિષ્કની સમસ્યાઓથી લઈને કિડની-લીવર ફેઈલ્યોર સુધીના જોખમો ઊભા થઈ શકે છે. આ મુદ્દે જાણીતા ડોક્ટરે કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી ઓપીડી અને ઈમર્જન્સી વિભાગમાં ગરમી સંબંધિત કેસમાં વધારો થયો છે. તાપમાનમાં થનારા વધારાની સાથે કામકાજ કરવામાં નબળાઈ અને મોંઢા પર સોઝા સહિત અન્ય લક્ષણો પણ જોવા મળે છે. લૂના કારણે સમયસર સારવાર નહીં કરવામાં આવતા આરોગ્ય સંબંધિત મુશ્કેલી પડે છે, જેમાં ક્યારેક દાખવેલી બેદરકારી જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો :-