Home Blog Page 753

મુંબઈ-સુરત રૂટ પર માલગાડી પાટા પરથી ઉતરી, જાણો કેટલાં ટ્રેનો રદ

0

મહારાષ્ટ્રના પાલઘર યાર્ડમાં ટ્રેનના છ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.આ ટ્રેન પાટા ઉપરથી ઉતરી જવાના કારણે મુંબઈ – સુરત સેક્શનની યુપી લાઇનને અસર થઈ છે. ટ્રેનોના ટ્રાફિક તેમજ અહીંના સ્થાનિક રેલ નેટવર્કમાં વિક્ષેપ પડ્યો હતો.પ્રાપ્ત અહેવાલો અનુસાર આ ઘટના લગભગ સાંજે ૫.૧૦ વાગ્યે બની હતી.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે આ ઘટના લગભગ સાંજે ૫.૧૦ વાગ્યે બની હતી અને પાલઘર ટ્રેન અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. રિસ્ટોરેશન કાર્ય પ્રગતિમાં છે અને નંદુરબાર, ઉધના, બાંદ્રા ટર્મિનસ અને વલસાડથી અકસ્માત રાહત ટ્રેન બોલાવવામાં આવી છે.

અકસ્માતને કારણે મુંબઈ-સુરત સેક્શન પર પેસેન્જર લાઇનને અસર થઈ છે જ્યારે ૧૨૯૩૬ સુરત-મુંબઈ ઈન્ટરસિટી ટ્રેન સેવા વાપી ખાતે જ સમાપ્ત કરી દેવામાં આવી છે. તેવી જ રીતે, ૧૬૫૦૫ ગાંધીધામ-એસબીસી એક્સપ્રેસ, ૧૨૪૩૨ નિઝામુદ્દીન-ત્રિવેન્દ્રમ રાજધાની એક્સપ્રેસ અને ૧૯૨૬૦ ભાવનગર-કોચુવેલી એક્સપ્રેસને સુરત-ઉધના-જલગાંવ-કલ્યાણ થઈને ડાયવર્ટ કરવામાં આવી છે, એમ અધિકારીએ ઉમેર્યું હતું.

અકસ્માતને પગલે ૨૯.૦૫.૨૦૨૪ ના રોજ દહાણુ રોડ જતી અને આવતી નીચેની લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે.

  • ૦૯૧૫૯ બાંદ્રા ટર્મિનસ – ૨૯/૦૫ની વાપી પેસેન્જર બાંદ્રા ટર્મિનસ – ઉમ્બરગામ રોડ સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને તે ઉમ્બરગામ રોડ અને વાપી સ્ટેશનો વચ્ચે દોડશે.
  • ૦૯૦૫૫ બાંદ્રા ટર્મિનસ – ૨૯/૦૫ની ઉધના સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસ અને ભીલાડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને ભીલાડ અને ઉધના સ્ટેશનો વચ્ચે દોડશે.
  • ૧૨૯૩૫ બાંદ્રા ટર્મિનસ – ૨૯/૦૫ના સુરત ઇન્ટરસિટી એક્સ્પને બાંદ્રા ટર્મિનસ – વાપી સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને તે વાપી અને સુરત સ્ટેશનો વચ્ચે ચાલશે.
  • ૧૯૪૧૭ બોરીવલી – ૨૯/૦૫ના અમદાવાદ એક્સ્પને આંશિક રીતે બોરીવલી અને વલસાડ વચ્ચે રદ કરવામાં આવશે અને વલસાડ અને અમદાવાદ સ્ટેશનો વચ્ચે ચાલશે.
  • ૧૯૧૦૧ વિરાર – ૨૯/૦૫ની ભરૂચ એક્સપ્રેસ વિરાર અને ઉધના સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ કરશે અને ઉધના અને ભરૂચ સ્ટેશનો વચ્ચે દોડશે.

આ પણ વાંચો :-

બૃજભૂષણ સિંહના પુત્રના કાર કાફલાએ સર્જ્યો અકસ્માત, બે લોકોના મોત

0

ઉત્તર પ્રદેશના ગોંડામાં ભાજપના નેતાના કાફલાની બેકાબૂ ફોર્ચ્યુનરે બાઇકને ટક્કર મારી દીધી. આ અકસ્માતમાં બાઇક સવાર બે યુવકોના મોત થઈ ગયા, જ્યારે અન્ય બે રાહદારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. જે ફોર્ચ્યુનર કારથી અકસ્માત થયો તે કૈસરગંજ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર કરણ ભૂષણ સિંહના કાફલામાં સામેલ હતી. કાર પર પોલીસ એસ્કોર્ટ લખેલું છે.

આ અકસ્માત ઉત્તર પ્રદેશના ગોંડામાં કૈસરગંજ લોકસભા સીટના બીજેપી ઉમેદવાર અને વર્તમાન ભાજપ સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહના કાફલામાં સામેલ પોલીસ એસ્કોર્ટ લખેલી ફોર્ચ્યુનર ગાડી અનિયંત્રિત થઈ ગઈ. મોટી સંખ્યામાં પોલીસ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને યુવકોના મૃતદેહોને કબજે લેવામાં આવ્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કરણ ભૂષણના કાફલાની કાર સાથે અકસ્માત થયો હતો. તે સમયે કરણ કાફલામાં હાજર હતો કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. કરણ ભૂષણનું નામ ફરિયાદમાં નથી. ફરિયાદના આધારે કર્નલગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ફોર્ચ્યુનર કાર અને તેના ચાલકની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ફોર્સ સ્થળ પર હાજર છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય છે. અકસ્માત બાદ કારમાં સવાર તમામ લોકો ભાગી ગયા હતા. આ ઘટનાથી લોકોમાં રોષ ફેલાયો. રોષે ભરાયેલા લોકો સામુહિક આરોગ્ય કેન્દ્ર પર પહોંચી ગયા. ઘટનાસ્થળે ભારે પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો :-

મધ્યપ્રદેશમાં પરિવારના ૮ સભ્યોને કુહાડીથી કાપી નાખ્યા, પછી લગાવી ફાંસી

0

મધ્યપ્રદેશના છિંદવાડામાં એક વ્યક્તિએ પોતાના જ પરિવારના ૮ લોકોની કુહાડી વડે હત્યા કરી નાખી હોવાનું સામે આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, ઘરના વડાએ પરિવારના ૮ સભ્યોની હત્યા કરી હતી, જેમા એક બાળક ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ આરોપીએ પોતાને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

આMP ટ્રેનમાં પ્રેમિકાની હત્યા કરી આરોપીએ જેલમાં કર્યુ સુસાઈડ, 2 જેલ અધિકારી સસ્પેંડ હત્યાકાંડ અંગે છિંદવાડાના SP મનીષ ખત્રીએ કહ્યું કે, હત્યારો પરિવારનો સભ્ય હતો અને માનસિક રીતે બીમાર હતો. ગઈકાલે મંગળવારે રાત્રે તેણે ભાઈ, ભાભી, પત્ની અને નાના બાળક સહિત પરિવારના ૮ લોકોની હત્યા કરી હતી. જે બાદ તેણે ગામથી ૧૦૦ મીટર દૂર નાળા પાસે ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં એક બાળક ઘાયલ થયો છે.

આ હ્રદયદ્રાવક ઘટના માહુલઝીર પોલીસ સ્ટેશન હેઠળના બોદલ કચર ગામમાં બની હતી. આ ઘટના એક આદિવાસી પરિવારમાં બની છે. આ ઘટના રાત્રે ૩ વાગ્યાની આસપાસ ઘટી હતી. હાલ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ હાજર છે. આખા ગામને સીલ કરી દેવામાં આવ્યું છે. ઘટના અંગે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે રવાના થઈ ગયા છે.

ઘટનાને પગલે ગામમાં ભયનો માહોલ છે. હત્યા કરનાર યુવકની માનસિક સ્થિતિ સારી ન હોવાની પણ ગ્રામજનોમાં ચર્ચા છે. તે અતરંગી પ્રકારનો હતો. જો કે હજુ સુધી પોલીસ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. આટલો મોટો ગુનો કર્યા બાદ આરોપીએ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. જેથી હવે પોલીસ આ મામલે તમામ પાસાઓની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-

જનસંઘ- ભાજપની જુની પેઢીના કનુભાઇ જોષીની અલવિદા પરંતુ ભાજપની છાવણીમાં ઊંહકાર પણ સંભળાયો નહીં

  • ગલીએ ગલીએ ફરીને ભાજપનો  પ્રચાર, પ્રસાર કરવામાં આખું જીવન ખર્ચી નાંખનાર અને આજીવન શિક્ષક કનુભાઇ જોષીની અંતિમ દિવસોમાં કેવી હાલત હતી એ કહેવાની જરૂર નથી
  • ભાજપને સત્તાના સિંહાસને પહોંચાડવામાં કનુભાઇ જોષી જેવા અનેક લોકોએ આયખુ ખપાવી દીધું હતું. પરંતુ સત્તા ઉપર ચઢી બેઠેલા લોકો પાયાના પથ્થરની સરાહના કરવામાં ધરાર નિષ્ફળ નિવડ્યા
  • કનુભાઇ જોષીના અંતિમ દિવસોમાં ગણ્યાગાંઠ્યા લોકો ખબરઅંતર પૂછતા બાકીનાઓને સિંહાસન ઉપરથી નીચે ઉતરવાનો સમય નહોતો
  • નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જુની પેઢીના લોકોને યાદ કરી કરીને મળતા હતા. વાર, તહેવારે કંઇકને કંઇક મોકલતા રહેતા હતા પરંતુ દિલ્હીમાં પગ મૂક્યો અને બધું ભુલાઇ ગયું. 
જનસંઘ બાદ ભાજપના ઉદયકાળના પાયાના પત્થર ગણાતા વધુ એક નખશીખ સજ્જન અને આજીવન શિક્ષક કનુભાઇ જોષીને સુરત મહાનગરે ગુમાવ્યા છે. ગત તા.૨૪મી મે ૨૦૨૪ના રોજ કનુભાઇ જોષીએ આ ફાની દુનિયાને અલવિદા કરી અનંતની વાટ પકડી લીધી પરંતુ ખભે ઝોલો(થેલો) નાંખીને ફરતા કનુભાઇ જોષીનો પડછાયો લાંબા સમય સુધી આ શહેરમાં દેખાયા કરશે. સ્વભાવે શાંત પરંતુ ચુસ્ત વચનબધ્ધ કનુભાઇ જોષી પહેલાં જનસંઘમાં અને ત્યારબાદ ભાજપના એક અવિભાજ્ય અંગ જેવા હતા. છતાં તેમણે ક્યારેય પણ હોદ્દો કે પદની માંગણી કરી નહોતી. સુરત માંડ સાડા ત્રણ ચાર લાખની વસ્તી ધરાવતું હશે એ જમાનામાં કનુભાઇ જોષી અને તેમના સહયોગી કે.સી.દેસાઇ વગેરેએ ઘરેઘરે ફરીને જનસંઘની આહલેક જગાવી હતી. કનુભાઇ જોષી અને કે.સી. દેસાઇ બન્ને સુરતની જાણિતી સ્કુલ ટી એન્ડ ટીવીમાં શિક્ષક હોવાના નાતે  સુરત શહેરના લગભગ પ્રત્યેક પરિવાર સાથે નાતો ધરાવતા હતા. કેન્દ્રમાં અને રાજ્યોમાં દેશભરમાં કોંગ્રેસનો દબદબો હતો એ દિવસોમાં કનુભાઇ જોષી પોતે જનસંઘી હોવાની છાતી ઠોકીને ઓળખ આપતા હતા અને પદ, હોદ્દાની લાલસા રાખ્યા વગર કનુભાઇ જોષી જેવા અનેક લોકો ભાજપને સત્તા સુધી લઇ જવામાં પાયામાં ધરબાઇ ગયા હતા અને ભાજપને વટવૃક્ષ બનાવવા માટે પોતાની જાત ખર્ચી નાંખી હતી.
જનસંઘ મટીને ભાજપ એટલે ભારતીય જનતા પાર્ટી બનેલા પક્ષના આગેવાનોને સત્તાનું સિંહાસન મળી ગયા પછી કનુભાઇ જોષી જેવા અનેક સજ્જનોની ક્યારેય પરવા કરી નથી. આજે પણ કનુભાઇ જોષી જેવા અનેક લોકો વખારમાં પડેલા ભંગારની માફક સડી રહ્યા છે અને તૈયાર સિંહાસન ઉપર ચઢી બેઠેલા લોકો નૈતિકતાને નેવે મૂકીને સત્તાના નશામાં જોહુકમી ચલાવી રહ્યા છે.
જનસંઘ-ભાજપના પ્રચાર, પ્રસાર માટે ખભે ઝોલો નાંખીને ફરતા અને લોહી, પસીનાનું યોગદાન આપનારા પાયાના પથ્થરોને કદાચ ભાજપની નવી પેઢી ઓળખતી પણ નહીં હોય. કારણ કે ભાજપના સત્તાસિંહાસન ઉપર બેઠેલા લોકોએ ભાજપ માટે પોતાની જાત ખર્ચી નાંખનારા લોકોની નવી પેઢીને ઓળખ કરાવી નથી.
ભાજપ પણ આરએસએસની અનેક શાખાઓ પૈકીની એક શાખા છે પરંતુ વર્તમાન હાલત એવી છે કે ભાજપને આરએસએસના સમર્થનની જરૂર હોય એવું લાગતું નથી. મતલબ ભાજપને જન્મ આપનારા લોકોએ હવે ભૂલી જવું પડશે કે તેઓ તેમના માઇ-બાપ હતા.
કનુભાઇ જોષીને આ વાતની ચોક્કસ બળતરા હતા ક્યારેક અચાનક શેરીમા મળી જતા કનુભાઇ જોષી પોતાની વેદના વ્યક્ત કરતા હતા, પરંતુ સાથે એક લાંબો નિસાસો નાંખીને આખી વાતને ભૂલી જવાનો પ્રયાસ કરતા હતા. આ સમયે તેમના ચહેરા ઉપર ટપકતી વેદના અને લાચારી ચોક્કસ ચાડી ખાતા હતા. કનુભાઇ જોષી, કાશીરામ રાણા, ફકીરભાઇ ચૌહાણ, ચંપકભાઇ સુખડીયા, અરવિંદ ગોદીવાળા, પ્રતાપ દેસાઇ, કિશોર વાંકાવાળા, કે.સી.દેસાઇ, નિતીન ભજીયાવાળા કનુભાઇ માવાણી, વસંત માળી, વસંત મામા, રમણભાઇ જાની, સુબોધ દેસાઇ, સુમન દેસાઇ, નટુ સોમા પટેલ, ચંપક ચૌહાણ, અશોક ઠક્કર, દિનકર પાઠક, મહેશ દેસાઇ, હર્ષદ દેસાઇ, નટુભાઇ નાતાલી, ગાવર્ધનેશ જોષી રમણીક મિસ્ત્રી, રમેશ ચૌહાણ, હસમુખ જોગાણી, વાલજી કેસરી, મહાદેવ દેસાઇ, નરેન્દ્ર ગાંધી, જેવા અનેક લોકોએ ભાજપના પ્રચાર, પ્રસાર માટે ગાંઠના ખર્ચીને યોગદાન આપ્યું હતું.
ખેર, કનુભાઇ જોષી જેવા અનેક બુઝુર્ગોનાં ભાજપ નેતાગીરીએ યાદ કરી કરીને ખબર અંતર પૂછવા જોઇએ પરંતુ આવી નૈતિકતા ક્યાંથી લાવવી?
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા ત્યાં સુધી જ્યારે જ્યારે પણ અવકાશ મળતો ત્યારે પક્ષના સિનિયર અગ્રણીઓની ફોન કરીને ખબર અંતર પૂછતા હતા અને જે તે શહેરની મુલાકાત સમયે યાદ કરીને સામે ચાલીને મળવા પણ જતા હતા. આ ઉપરાંત વાર તહેવારે ચીજવસ્તુઓ મોકલીને વડીલોને યાદ કરી લેતા હતા પરંતુ બદલાતા સમય સાથે ક્રમશઃ આ વહેવાર પણ બદલાઇ ગયો.
નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યાના થોડા દિવસો પછી ઘણા વડીલો સાથે અવારનવાર ટે‌િલફોનીક વાત કરીને પક્ષના વડીલોનો ઉત્સાહ વધારતા હતા. વડાપ્રધાન મોદીએ કરેલી પૂછપરછ દિવસો સુધી ચર્ચાનો વિષય બનતી હતો અને લોકો વચ્ચે બેસીને નરેન્દ્ર મોદીના ગુણગાન ગાતા હતા. પરંતુ પાછલા કેટલાક વર્ષોથી આ બધું પણ ભૂલાઇ ગયું છે જાણે પક્ષનો પાયો નાંખનારા લોકો વિસરાઇ ગયા છે. દિવાળી, નૂતનવર્ષના દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોકલાવેલી ગીફટના બોક્ષ, ટોપલી હજુ ઘણા લોકોએ યાદગીરી રૂપે સંઘરી રાખ્યા હશે.
પૂર્ણેશ મોદી, નીતિન ભજીયાવાલા અને પક્ષના કાર્યકરો ઘરના આંગણામાં દેખાય એટલે ચોક્કસ નરેન્દ્ર મોદીએ મોકલાવેલી ગીફટનો અહેસાસ થવા માંડે. નરેન્દ્ર મોદી નજીકના ભૂતકાળમાં દર વર્ષની દિવાળી, નૂતનવર્ષે પોતાની પસંદગીના લોકોને મીઠાઇના બોક્સ સાથે ખાદીના કાપડની ભેટ અવશ્ય મોકલતા હતા. વળી લોકો પણ ખાદીના કાપડમાંથી કફની, સુરવાળ વગેરે બનાવીને આ કપડા નરેન્દ્ર મોદીએ મોકલાવ્યા હોવાનો ઢંઢેરો પીટતા હતા.
પરંતુ સમયની સાથે વ્યક્તિમાં બદલાવ આવતો ગયો. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી મટીને વડાપ્રધાન બન્યા અને જાણે પાછળનો ‘કારવાં’ ભુલાતો ગયો. દેશના વડાપ્રધાન હોવાના નાતે સમગ્ર દેશના લોકો સાથે સંવાદ કરવાનો હોય, કામકાજમાં સમય મળતો ન હોય તે માની શકાય પરંતુ પક્ષના પાયાના પથ્થરની કઇ રીતે અવગણા થઇ શકે? કનુભાઇ જોષીની વાત એક ઉદાહરણરૂપ છે પરંતુ ભાજપમાં આવા તો અનેક કનુભાઇ જોષીની મનની વાતને સાંભળનારું કે સંભાળ લેનારું કોઇ નથી.
ઘણા લોકો તો આર્થિક રીતે પાયમાલ થઇ ચૂક્યા છે. પડોશીઓના ભરોસે દિવસો પસાર કરી રહ્યા છે, આવા સમયે પોતીકા પક્ષના લોકોની પાસે અપેક્ષા હોય એ સ્વભાવિક છે. કનુભાઇ જોષી આજીવન શિક્ષક હતા તેમની આર્થિક સ્થિતિની વાત
કરવા જેવી નથી પરંતુ કેટલાક સ્વજનો તેમનો સધિયારો બનીને ઊભા રહી જતા હતા અને એટલે જ કનુભાઇ જોષી બંધ મુઠ્ઠીમાં જીવન જીવી ગયા. તેમના પાછલા દિવસોમાં નીતિન ભજીયાવાળા, ખુમાનસિંહ વાંસિયા, ભૂપેન્દ્ર ચુડાસમા જેવા વરિષ્‍ઠ લોકો અવારનવાર ખબર અંતર પૂછતા રહેતા હતા. કનુભાઇ જોષીના મૃત્યુ સમયે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાની હાજરીનો લોકોએ સુખદ અનુભવ કર્યો હતો. અંતમાં એક વાત ઉલ્લેખનિય છે કે કનુભાઇ જોષીને આર્થિક રીતે મદદરૂપ થવા પક્ષના જ કેટલાક મિત્રોએ ૧૧ લાખની થેલી અર્પણ કરવાનો નિર્ણય કર્યો હતો. આ વાતની જાણ એ વખતના ભાજપના પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુને થતાં તેમણે આખો કાર્યક્રમ ભાજપના નામે કરવા અને કનુભાઇ જોષીને ૧૧ નહીં ૨૫ લાખની થેલી અર્પણ કરવાનો નિર્ણય કર્યો હતો એ વખતે સુરત શહેર ભાજપના પ્રમુખ તરીકે પૂર્ણેશ મોદી હતા અને પૂર્ણેશ મોદીને પ્રદેશ પ્રમુખ આર.સી.ફળદુએ સુચના આપીને કનુભાઇ જોષીનું યથોચિત સન્માન કરવામાં આવ્યું હતું.

૨૯ મે, ૨૦૨૪ / આ રાશિ જાતકો માટે ઘરેલું જીવનમાં શાંતિ જણાશે, આ રાશિના જાતકોએ વાહન ચલાવવામાં રાખવી સાવધાની, જુઓ સોમવારનું રાશિભવિષ્ય

મેષઃ

આર્થિક ક્ષેત્રે શુભ ફળ પ્રાપ્‍ત થતું જણાય છે. નોકરીમાં શાંતિ. હયાત ધંધામાંથી લાભ મેળવી શકાય તથા નવા ધંધાની શરૂઆતના યોગ બને છે. માતૃ સુખ, પિતૃસુખ તથા વાહન સુખમાં વધારો થાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

‌વૃષભઃ

દિવસની શરૂઆત સુંદર રીતે થાય. આવક જળવાય. કરેલા કાર્યમાં સફળતા પ્રાપ્‍ત થાય. ભાગ્ય બળવાન બને છે. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. ધાર્મિક ભાવના વધતી જણાય. જમણા હાથની કાળજી રાખવી જરૂરી.

‌મિથુનઃ

જીવનસાથી સાથે પ્રેમ જળવાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. આવક બાબતમાં સામાન્ય સ્થિતિ બની રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. પિતાની તબિયત સાચવવી.

કર્કઃ

માનસિક આનંદ જળવાય. નાણાંકીય પાસુ મજબૂત બને. પરિવારમાં આનંદ જળવાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાય. મિત્રોનો સાથ સહકાર મળે. આરોગ્ય જળવાય.

‌સિંહઃ

સંતાનની પ્રગતિથી હર્ષ. વિદ્યાર્થી વર્ગને સફળતા. આદ્યાત્મિક બાબતોમાં રૂચિ વધે. સેવાકાર્યમાં સમય વ્યતીત થાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. શરદી, ખાંસી, કફની સમસ્યાનો સામનો કરવો પડે.

કન્યાઃ

જીવનસાથી સાથે વાદવિવાદ ટાળવો. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. એકાઉન્ટીંગ, બેંક, વીમા, એડવોકેટ જેવા વ્યવસાયમાં લાભ. માથાના દુઃખાવાથી પરેશાની રહે.

તુલાઃ

કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા રોકાણોનું યોગ્ય રીતે આયોજન કરી શકાય. પરિવારમાં પરસ્પર પ્રેમનું વાતાવરણ જળવાય. માતૃસુખ, વાહનસુખમાં વધારો થાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

વૃશ્ચિકઃ

બેંક બેલેન્સ વધતું જણાય. પરિવારમાં મિશ્ર ફળ અનુભવાય. સંતાન અંગેની ચિંતા સતાવે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય. ચામડીના રોગોની કાળજી રાખવી.

ધનઃ

આવક બાબતમાં થોડો અસંતોષ રહે. સામાજીક કાર્યોમાં ખર્ચ થાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે. આરોગ્ય જ‍ળવાય.

મકરઃ

વિચારશીલતા તથા નવું શીખવાની ભાવના વધતી જણાય. જ્યોતિષનો શોખ રહે. ડોકટર, શિક્ષણ, બાંધકામ તથા સરકારી ખાતામાં કામ કરતા વ્યક્તિઓને વિશેષ લાભ. પિતા કે વડીલ સાથે મતભેદ ટાળવા.

કુંભઃ

ધંધામાં મોટું નાણાંકીય જોખમ લેવાથી દૂર રહેવું. નાણાં ઉછીના આપવા કે લેવા નહીં. અન્યથા નાણાં ફસાઇ જવાની શક્યતા છે. આવક જળવાય. મિત્રોથી લાભ. સંતાન સુખમાં વધારો થાય. શરદી, ખાંસીનો ઉપદ્રવ રહે.

મીનઃ

સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે.આવક જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં આનંદ વર્તાય. રોકાણોમાંથી યોગ્ય આવક મળતી જણાય. મિત્રોથી લાભ. યશ-પ્રતિષ્‍ઠા વધે. આરોગ્ય જળવાય.

ખડગેએ ૧ જૂને વિપક્ષી I.N.D.I.A. ગઠબંધનના નેતાઓની બેઠક બોલાવી, જાણો કેમ?

0

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન બાકી છે અને કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષી ઈન્ડી ગઠબંધનના નેતાઓની બેઠક બોલાવી છે. ખડગેએ ૧ જૂને ઈન્ડી ગઠબંધનના નેતાઓની બેઠક બોલાવી છે. લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન ૧ જૂને જ થવાનું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં લોકસભા ચૂંટણી પર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે.

આજે ઇન્ડિયા ગઠબંધન સંસદના શિયાળુ સત્રનો બહિષ્કાર કરશે |Today the India Alliance will boycott the winter session of Parliament

મલ્લિકાર્જુન ખડગેએ ઈન્ડિયા ગઠબંધનની બેઠક માટે ૧ જૂન નક્કી કરવામાં આવી છે, ત્યારે તેની પાછળ કેજરીવાલ ફેક્ટર પણ મહત્ત્વનું હોવાનું કહેવાય છે. હકીકતમાં આ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચેના સંબંધો ક્યારેક નજીક તો ક્યારેક દૂરના રહ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી, ચંદીગઢ, હરિયાણા, ગોવા અને ગુજરાતમાં બંને પક્ષો નજીક છે, તો પંજાબમાં દૂર છે. પાંચ રાજ્યોમાં ગઠબંધન કરીને ચૂંટણી લડી રહેલા ઈન્ડિયા ગઠબંધનના આ બંને મહત્ત્વપૂર્ણ ઘટકો પંજાબમાં મુખ્ય હરીફ છે. દારૂ કૌભાંડમાં ધરપકડ બાદ આમ આદમી પાર્ટીના સૌથી મોટા નેતા અરવિંદ કેજરીવાલ ચૂંટણી પ્રચાર માટે જામીન પર બહાર છે, અને તેમનો સમયગાળો પણ ૧ જૂને પૂરો થઈ રહ્યો છે.

આવી સ્થિતિમાં 1 જૂને ઈન્ડી ગઠબંધનની બેઠક બોલાવવા પાછળ કેજરીવાલ ફેક્ટર પણ હોઈ શકે છે. આ પરિબળની ચર્ચા એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે જો આપણે સીટ વહેંચણી અંગે વિવિધ પક્ષોના નેતાઓની બેઠકોને બાકાત રાખીએ તો ઘટક પક્ષોના ટોચના નેતાઓ ઈન્ડી ગઠબંધનની બેઠકોમાં ભાગ લેતા રહ્યા છે. કેજરીવાલે વચગાળાના જામીનનો સમયગાળો વધુ એક સપ્તાહ વધારવાની અપીલ કરતી અરજી કોર્ટમાં દાખલ કરી છે, પરંતુ જો જામીનનો સમયગાળો વધારવામાં નહીં આવે તો ઈન્ડી ગઠબંધનની ઝડપી ચાલની ગતિ ધીમી પડી શકે છે.

કેરળમાં ડાબેરી પક્ષોએ અલગ સૂર દેખાયો હતો, તો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસે એકલા ચલોનો નારા લગાવ્યો. પંજાબમાં આમ આદમી પાર્ટી અને જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી પણ એકલા હાથે ચૂંટણી લડી હતી. તો ડાબેરીઓએ તમિલનાડુથી કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને બંગાળ સુધી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી પણ પાંચ રાજ્યોમાં ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી સાથે ગઠબંધનમાં છે. ટીએમસી પણ ઈન્ડિયા બ્લોકના બેનર હેઠળ યુપીની ભદોહી સીટ પરથી ચૂંટણી લડી રહી છે. 1 જૂને બેઠક બોલાવવા પાછળનું કારણ ચૂંટણી પ્રચાર દરમિયાનના તણાવને દૂર કરીને પરિણામો પહેલા અલગ- અલગ રાજ્યોમાં વિખરાયેલા ગૃપોને એક કરવાની વ્યૂહનીતિ પણ હોઈ શકે છે.

આ પણ વાંચો :-

રાજકોટ દુર્ઘટના બાદ સુરત મહાનગર પાલિકાની કડક કાર્યવાહી

રાજકોટમાં બનેલા ગોઝારા અગ્નિકાંડ બાદ ફરી એક વાર સુરત મહાનગર પાલિકા સફાળું જાગ્યું છે. સુરત મહાનગર પાલિકાએ ગેમ ઝોન સામે કાર્યવાહી કર્યા બાદ ગઈકાલે મોડી રાત્રીથી આજે સવાર સુધીમાં સ્ટેશન વિસ્તારમાં લાંબા સમયથી ફાયર સેફ્ટી અને અન્ય નિયમોનો ભંગ કરીને ચાલતી સંસ્થા સામે કાર્યવાહી કરી છે. અત્યાર સુધીમાં કેટલાક વિસ્તારમાં ટેક્સટાઈલ માર્કેટ, હોટલ અને હોસ્પિટલ સહિતની અનેક સંસ્થાઓમાં સીલીંગની કામગીરી હાથ ધરી છે.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે, કલેક્ટર કચેરીએ તાકીદે મળેલી બેઠકમાં એક ટીમની રચના કરવામાં આવી છે. જેમાં લોકો એકઠા થાય છે. ત્યાં લોકોની સલામતી માટે લોકો એકઠાં થાય છે. ત્યાં કામગીરી હાથ ધરવામાં આવી છે. તમામ વિભાગોમાં પોલીસ, જીઆઈડીસી, એજ્યુકેશન, ડીજીવીસીએલ સહિતનાની ટીમ એકમેકના સંપર્કમાં રહીને કામ કરી રહી છે. જે હોસ્પિટલ, માર્કેટ પ્લેસ, ગેમિંગ ઝોન સહિતની જગ્યાએ પગલાં લઈને ચેકીંગ કરી રહી છે.

સુરત ફાયર અને ઈમરજન્સી સર્વીસ દ્વારા સુરત મહાનગર પાલિકાના વિવિધ ઝોન વિસ્તારોમાં આવેલી માર્કેટ, હોસ્પિટલ, હોટલ, ક્લિનિક, ટ્યુશન ક્લાસ, રેસ્ટોરન્ટ, કોમર્શિયલ ઈમારત વિગેરેમાં ફાયર સેફ્ટીની અનેક ખામીઓના કારણે સીલ કરવામાં આવી છે. લિંબાયત ઝોનમાં ઋતુરાજ માર્કેટ, મિલેનિયમ માર્કેટની સામે કુલ ૨૦ દુકાન, સાકાર માર્કેટ, જે.જે માર્કેટની બાજુમાં કુલ ૮ સાડીના ગોડાઉન તથા ટેસ્ટ ઓફ ભગવતી હોટલને સીલ કરવામાં આવી છે.

પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું કે, કલેક્ટર કચેરીએ તમામ વિભાગના અધિકારીઓ એકઠા થયા હતાં. આ મિટીંગમાં સરકારની સૂચના પ્રમાણે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં બધા વિભાગો મળીને જેટલી પણ એનઓસી હોય છે. તે પ્રમાણે ચકાસણી આ ટીમ સાથે રહીને કરશે. સ્ટ્રીકલી તમામ કામગીરી કરવામાં આવશે. પબ્લિક સેફ્ટીને લઈને તમામ કામગીરી કરવામાં આવશે.

આ પણ વાંચો :-

ભીષણ ગરમીમાં રામલલ્લા માટે કરાઈ ખાસ વ્યવસ્થા, હવે ACની હવા લેશે ભગવાન

0

ઉત્તર પ્રદેશ સહિત દેશભરમા લોકો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે. હાલ ઉત્તર ભારતમાં નૌતપાના કારણે તાપમાન ૪૦ ડિગ્રીની ઉપર પહોંચી ગયું છે. અયોધ્યામાં પણ ભીષણ ગરમીને જોતા રામલલ્લાની દિનચર્ચામાં પણ બદલાવ કરી દેવામા આવ્યો છે. રામલલ્લાને ગરમીમાં રાહત આપતું ભોજન અને રાહત આપવામાં વસ્ત્રો પહેરાવવામાં આવી રહ્યા છે.

હવે આ નામથી ઓળખાશે રામ મંદિૃરના રામલલ્લા:પૂજારી – Jai Hindહાલમાં રામલલ્લાની શીતળ આરતી થઈ રહી છે. તેમને સુતરાઉ વસ્ત્ર પહેરાવવામાં આવી રહ્યા છે. આ સાથે જ રામલલ્લાને ભોગમાં દહીં અને ફળોનું જ્યૂસ આપવામાં આવી રહ્યો છે. અયોધ્યા સ્થિત રામ મંદિરમાં રામ લલ્લા ૫ વર્ષના બાળકના રૂપમાં વિરાજમાન છે. જેને લઈને તેમને ઠંડી અને ગરમીથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરાઈ રહી છે.

ગુલાબ, જાસ્મિન, મેરીગોલ્ડ વગેરે જેવા ઠંડક આપતા ફૂલોથી શણગાર કરવામાં આવી રહ્યો છે. રામલલ્લાને ખૂબ જ પ્રિય એવા તુલસી સાથે તેમના એક હજાર નામમાં રોજની પ્રાર્થનાઓ ચાલી રહી છે. આ દિવસોમાં રામલલ્લા જે કપડાં પહેરે છે તે દિલ્હીના ફેશન ડિઝાઈનર મનીષ ત્રિપાઠીએ જાતે જ ડિઝાઈન કરીને મોકલ્યા છે. તેમણે ચાર મહિનાથી રામલલ્લાની આ સેવા શરૂ કરી છે. તેઓ એક વર્ષ સુધી દરરોજ રામલલ્લા માટે કપડાં મોકલશે.

મંગલવારે અયોધ્યામાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી નોંધાયું હતું. આજે મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ ૩૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે. આવી સ્થિતિમાં અયોધ્યાના મઠ મંદિરમાં ભગવાનની દિનચર્યા બદલાઈ ગઈ છે.

આ પણ વાંચો :-

જાણો કોણ છે.. રાજકોટના નવા પોલીસ કમિશનર અગ્નિકાંડ બાદ મળી જવાબદારી

0

ગુજરાતના રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે ૨૮ લોકોના મોત થયા છે. આ મોટી દુર્ઘટના બાદ રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરતા અનેક અધિકારીઓની બદલીઓ કરી છે. આ ઘટનાના બે દિવસ બાદ રાજ્ય સરકારે સોમવારે શહેરના પોલીસ કમિશનર અને અન્ય બે IPS અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનરની બદલી કરી હતી. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની પણ બદલી કરવામાં આવી છે. હવે તેમના સ્થાને IPS અધિકારી બ્રિજેશ કુમાર ઝાને રાજકોટના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. ચાલો જાણીએ બ્રિજેશ કુમાર ઝા વિશે કેટલીક ખાસ વાતો.

બ્રિજેશ કુમાર ઝાએ મંગળવારે રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. અગાઉ તેઓ અમદાવાદ શહેરમાં સ્પેશિયલ પોલીસ કમિશનર, સેક્ટર-૨ તરીકે કાર્યરત હતા. બ્રિજેશ કુમાર ઝા ગુજરાત કેડરના ૧૯૯૯ બેચના IPS અધિકારી છે. બ્રિજેશ ઝાના ફેસબુક પેજ મુજબ તે મૂળ ઝારખંડના દેવઘરના છે. તેમણે પોતાનો અભ્યાસ દિલ્હીની હિન્દુ કોલેજમાંથી કર્યો હતો.

આ ઉપરાંત રાજકોટના મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની પણ બદલી કરી દેવામાં આવી છે. તેઓને સામાન્ય વહીવટી વિભાગમાં મૂકી દેવામાં આવ્યા છે. રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીના સીઇઓ ડી.પી. દેસાઇની નિયુકિત કરવામાં આવી છે. તેઓ આજે સાંજ સુધીમાં ગમે ત્યારે મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળી લે તેવી સંભાવના જણાય રહી છે. દરમિયાન પોલીસ કમિશન બ્રિજેશ કુમાર ઝા ગઇકાલે રાત્રે જ રાજકોટ આવી પહોચ્યા હતા તેઓએ આજે વહેલી સવારે ચાર્જ સંભાળી લીધો હતો.

રાજકોટના ગેમિંગ ઝોનમાં લાગેલી આગને પગલે સરકારે શહેરના પોલીસ કમિશનર, અન્ય બે IPS અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરની બદલી કરી છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, એડિશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરી અને ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ઝોન-૨) સુધીર કુમાર દેસાઈની પોસ્ટિંગ વગર બદલી કરવામાં આવી હતી. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને IAS અધિકારી આનંદ પટેલની પણ બદલી કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

રાજકોટ અગ્નિકાંડના ચોથા આરોપી ધવલ ઠક્કરને રાજકોટ ખાતે લવાયો

0

રાજકોટના TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડ કેસના ચોથા આરોપી ધવલ ઠક્કરને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લવાયો છે. હવે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ધવલ ઠક્કરની પૂછપરછ કરાશે. અગાઉ બનાસકાંઠા LCBએ ધવલને આબુ રોડથી ઝડપ્યો હતો. તમને જણાવી દઈએ કે ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં સીઆર નંબર ૪૯૬ કલમ ૩૦૮, ૩૦૪, ૩૩૭, ૩૩૮, ૧૪૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

રાજકોટના TRP ગેમ ઝોનમાં શનિવારે સાંજે ૫ વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં ૧૨ બાળકો સહિત ૨૭ લોકોનાં મોત થયા હતા. ૨૫થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. તે સમયે અધિકારીઓએ કહ્યું હતું કે, આગમાં મૃતકોની સંખ્યા વધી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ આગની ઘટના પર તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય માટે મહાનગરપાલિકા અને વહીવટીતંત્રને સૂચના આપી હતી. તેમજ રાજ્ય સરકારે ફાયર NOC ના ધરાવતા તમામ ગેમ ઝોનને બંધ કરવાની સૂચના આપી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર શનિવારે સાંજે લગભગ સાડા ચાર વાગ્યે ગેમિંગ એક્ટિવિટી માટે બનાવવામાં આવેલા ફાઈબર ડોમમાં આગ લાગી ડતી. આ પછી ફાયર કંટ્રોલ રૂમને આ અંગેની માહિતી મળતા ફાયર ટેન્કર અને એમ્બ્યુલન્સ આગને બુઝાવવા માટે ઘટના સ્થળે પહોંચી હતી. આગના કારણે માળખું ધરાશાયી થયું હતું અને કાટમાળ હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-