સોનાના ભાવ દિવસને દિવસે વધી રહ્યા છે.અત્યારે સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે. પરંતુ રેકોર્ડ બ્રેક તેજી બાદ અત્યારે સોનાના ભાવમાં સામાન્ય એવો ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યારે ૭૧ હજારની પાર પહોંચી ગયું છે.ત્યારે આવો જાણીએ રાજકોટ અને અમદાવાદમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યાં છે.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વિશ્વ બજારમાં સત્રના આરંભે ચાંદીના ભાવમાં ૧.૫૦ ટકા જેટલો ઉછાળો આવ્યો હોવાના નિર્દેશો સાથે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની ખપપૂરતી માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૮૨૮ વધીને ફરી રૂ. ૯૦,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૯૦,૫૯૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વિશ્વ બજાર પાછળ મધ્યસત્ર દરમિયાન હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૩ વધીને રૂ. ૭૧,૮૭૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૩૪ વધીને રૂ. ૭૨,૧૬૨ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તેમ જ રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું બજારનં સાધનોએ જણાવ્યું હતું.
ISO દ્વારા સોનાની શુદ્ધતા જાણવા માટે હોલ માર્ક આપવામાં આવે છે. ૨૪ કેરેટ સોનાના આભૂષણ પર ૯૯૯, ૨૩ કેરેટ પર ૯૫૮, ૨૨ કેરેટ પર ૯૧૬, ૨૧ કેરેટ પર ૮૭૫ અને ૧૮ કેરેટ પર ૭૫૦ લખેલું હોય છે. મોટાભાગે સોનું ૨૨ કેરેટમાં વેચાય છે, તો બીજી તરફ લોકો ૧૮ કેરેટનો ઉપયોગ પણ કરે છે. કેરેટ ૨૪ થી વધુ હોતા નથી, અને જેટલા વધુ કેરેટ હશે, સોનું એટલું જ શુદ્ધ કહેવાય છે.
રૉઈટર્સનાં ટેક્નિકલ એનાલિસ્ટ વૉંગ તાઓના મતાનુસાર હાલના તબક્કે હાજર સોનામાં ઔંસદીઠ ૨૩૫૨ ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થશે અને જો આ ભાવસપાટી તૂટે તો ભાવ વધીને ૨૩૬૩ ડૉલર સુધી પહોંચી શકે છે. વધુમાં હાલ સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી નવેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી ૬૨ ટકા શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આ પણ વાંચો :-