હરિદ્વાર અને ઋષિકેશમાં ‘ઓફલાઈન’ રજીસ્ટ્રેશન બંધ

Share this story

ચારધામ યાત્રા પર ભેગી થતી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડના સારા વ્યવસ્થાપન માટે અને સલામત યાત્રા માટે, ઉત્તરાખંડ સરકારે બુધવારે ફરજિયાત નોંધણી લાગુ કરી હતી, જ્યારે નકલી નોંધણી દ્વારા કેદારનાથ યાત્રા પર જવાના ૯ કેસ નોંધવામાં આવ્યા હતા. ૧૦ મેના રોજ યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં પ્રથમ ૧૩ દિવસમાં ૮,૫૨,૦૧૮ યાત્રાળુઓએ ચારધામોની મુલાકાત લીધી છે. અધિકારીઓએ જણાવ્યું કે હરિદ્વાર અને ઋષિકેશમાં ‘ઓફલાઈન’ રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે.

Chardham Yatra 2024: Important warning for pilgrims going to Chardham, rule to bring mobile | Sandesh

તેમણે કહ્યું કે, ચારધામ યાત્રામાં દેશ-વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓની વ્યવસ્થિત, સરળ, સલામત અને સુવિધાજનક યાત્રા માટે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ખૂબ જ ગંભીર છે. મુખ્યમંત્રીના નિર્દેશ પર મુખ્ય સચિવ રાધા રતુરીએ શ્રદ્ધાળુઓ માટે એડવાઈઝરી જારી કરી છે, જેમાં તેમને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ જ યાત્રા પર આવવા વિનંતી કરવામાં આવી છે. એડવાઈઝરી જણાવે છે કે જો તેઓ નોંધણી વગર આવે છે, તો તેમને ‘બેરિયર’ અથવા ‘ચેક પોઈન્ટ’ પર રોકવામાં આવી શકે છે અને આનાથી તેમને ભારે અસુવિધા થશે.

ચારધામ યાત્રા માર્ગ પર રજિસ્ટ્રેશનની તપાસ દરમિયાન કેટલાક કેસ ધ્યાનમાં આવ્યા છે. જેમાં તીર્થયાત્રીઓના ગુ્પ સાથે ઓનલાઇન રજીસ્ટ્રેશનની છેતરપિંડી થઇ હતી. દહેરાદૂન પોલીસને તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું કે ઓનલાઇન રજીસ્ટ્રેશન જ નકલી હતું. ઝારખંડના યાત્રાળુઓના એક ગુ્પે રજીસ્ટ્રેશન નોયેડામાં આવેલી એક ટ્રાવેલ એજન્સી પાસેથી કરાવ્યું હતું. એજન્સીએ રજીસ્ટ્રેશનના ૬૫૦૦૦ રુપિયા લીધા હતા.

આ પણ વાંચો :-