Home Blog Page 760

“તમે પાંચ વર્ષનો સમય આપો” આઝમગઢનું નામ બદલીને ‘આર્યમગઢ’ કરી દઈશું. 

0

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે જિયનપુરમાં આયોજિત ચૂંટણી જનસભામાં સપા અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. સીએમ એ કહ્યું કે, તમે પાંચ વર્ષનો સમય આપો આઝમગઢનું નામ બદલીને ‘આર્યમગઢ’ કરી દઈશું.

Yogi Adityanath | Latest News on CM Yogi Adityanath | Who is Yogi Adityanath ?

યોગી આદિત્યનાથે કહ્યું કે, જનતાને સૈફઈ પરિવાર લૂંટવા આવ્યો છે. તેમણે કહ્યું કે, સપા સરકારમાં આઝમગઢમાં એરપોર્ટ કેમ બનાવવામાં ન આવ્યું ? યુનિવર્સિટીની સ્થાપના કેમ કરવામાં ન આવી? સંગીત વિશ્વવિદ્યાલય કેમ બનાવવામાં ન આવી? દેશમાં જ્યારે પણ કોઈ મોટી આતંકવાદી ઘટના બની તો આઝમગઢના સંજરપુર અને સરાયમીરનું નામ ચર્ચામાં આવ્યુ.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ૮૦ કરોડ લોકોને રાશન, ગરીબો માટે આયુષ્માન કાર્ડ, કિસાન સન્માન નિધિ, શૌચાલય, ઉજ્જવલા ગેસ જેવી તમામ યોજનાઓ લાગુ કરી દેશને સમૃદ્ધ બનાવવામાં આવી રહ્યો છે. દેશમાં હાઈવે, રેલવે, મેટ્રો, નમો ભારત, અમૃત ભારત, કમિશનરેટ, યુનિવર્સિટી, આઈઆઈટી કોલેજ જેવી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી રહી છે.

દોઢ વર્ષમાં દિનેશ લાલ યાદવ નિરહુઆએ આઝમગઢમાં ઘણું કામ કર્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે, નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને દેશમાં ભાજપ ૪૦૦ પાર થવા જઈ રહી છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાથે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે સમગ્ર દેશમાં લહેર ચાલી રહી છે.  આ સીટ પર સાતમા અને અંતિમ તબક્કામાં ૧ જૂને મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો ૪ જૂને જાહેર થશે.

આ પણ વાંચો :-

ભોજપુરી સ્ટાર પવન સિંહની ભાજપે પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી

0

લોકસભા ચૂંટણી વચ્ચે બિહારથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભાજપે ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. વિગતો મુજબ પવનસિંહ કારાકાટ લોકસભા બેઠક પરથી NDA ઉમેદવાર ઉપેન્દ્ર કુશવાહ સામે અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. પવન સિંહ વિરુદ્ધ અનુશાસનહીનતા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. બિહાર BJP અધ્યક્ષ સમ્રાટ ચૌધરીના આદેશ પર તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

Lok Sabha Elections: भोजपुरी स्टार पवन सिंह को भाजपा ने पार्टी से निकाला, जानें कारण - Divya Himachalબિહાર ભાજપ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીના નિર્દેશ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપ સામે બળવો કર્યા બાદ પવન સિંહે કારાકાટ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેના કારણે એનડીએ ઉમેદવાર ઉપેન્દ્ર કુશવાહાની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભાજપે પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી ભાજપે અગાઉ પવન સિંહને લોકસભાની ટિકિટ આપી હતી. પરંતુ પવને તે બેઠક પરથી ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. તેની બાદ પવન સિંહે કારાકાટ લોકસભા બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

આ પહેલાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે જાહેર કરાયેલા ઉમેદવારોની પ્રથમ યાદીમાં ભાજપે પશ્ચિમ બંગાળના આસનસોલથી પવન સિંહને ટિકિટ આપી હતી. ભોજપુરી સ્ટારે ટિકિટ મેળવવા પર ભાજપ અને ટોચના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો અને આસનસોલ સાથેના તેમના લોહી-પસીના અને આજીવિકાના સંબંધ વિશે જણાવ્યું હતું, પરંતુ એક દિવસ પછી તેમણે બંગાળમાંથી ચૂંટણી લડવાની અસમર્થતા વ્યક્ત કરી. ત્યાર પછી ભાજપે તેમના સ્થાને એસએસ અહલુવાલિયાને આસનસોલથી ઉમેદવાર બનાવ્યા. TMCએ આ સીટ પરથી અભિનેતા શત્રુઘ્ન સિંહાને મેદાનમાં ઉતાર્યા છે.

પવન સિંહે થોડા દિવસો પછી જાહેરાત કરી કે તેઓ કરકટથી ચૂંટણી લડશે. તેણે X પર એક પોસ્ટમાં લખ્યું, ‘માતા ગુરુતારા ભૂમેરુ. મતલબ કે માતા આ ભૂમિ કરતાં ઘણી ભારે છે અને મેં મારી માતાને વચન આપ્યું હતું કે હું આ વખતે ચૂંટણી લડીશ. મેં નક્કી કર્યું છે કે હું ૨૦૨૪ની લોકસભા ચૂંટણી બિહારના કારાકાટથી લડીશ. જય માતા દી.’ રાષ્ટ્રીય લોક મોરચાના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા કારાકાટથી NDAના અધિકૃત ઉમેદવાર છે. પવન સિંહ ચૂંટણી લડવાથી કારાકાટ બેઠક પરની હરીફાઈ ત્રિકોણીય બની ગઈ છે. CPIMLના રાજારામ સિંહ કુશવાહા અહીંથી INDIA મહાગઠબંધન વતી ચૂંટણી લડી રહ્યા છે. આ સીટ પર સાતમા અને અંતિમ તબક્કામાં 1 જૂને મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો ૪ જૂને જાહેર થશે.

આ પણ વાંચો :-

YSRCPના ધારાસભ્યએ મતદાન કેન્દ્રમાં પર EVMમાં તોડફોડ કરી

0

દક્ષિણ ભારતના રાજ્ય આંધ્રપ્રદેશમાં શાસક પક્ષ YSRCP ના ધારાસભ્ય પી રામકૃષ્ણ રેડ્ડીનો મતદાન કેન્દ્રમાં ગુંડાગર્દી કરવાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં રેડ્ડી કથિત રીતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન ને તોડતા જોવા મળી રહ્યાં છે. તેઓ મતદાન કર્મચારીઓને ધમકાવતા પણ જોવા મળે છે. હાલ આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ચૂંટણી પંચે તપાસ શરૂ કરી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ધારાસભ્યનું નામ તપાસમાં આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચે કહ્યું કે, અમે આ મામલાને ખૂબ ગંભીરતાથી લીધો છે. સીઈઓ મુકેશ કુમાર મીણાને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ ડીજીપીને આ ઘટનાઓમાં સામેલ તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવા જણાવે.

આ ઘટના ૧૩ મેના રોજ બની હતી. ચૂંટણી પંચે કહ્યું, અમે વીડિયો પોલીસને સોંપ્યો છે અને તપાસમાં મદદ કરવા કહ્યું છે. આંધ્રપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું કે, માચરલા વિધાનસભા મતવિસ્તારના મતદાન મથક નંબર ૨૦૨ અને ૭ પર EVM તોડી નાખવાની ઘટના પ્રકાશમાં આવી હતી. અહીંના વર્તમાન ધારાસભ્ય પી રામકૃષ્ણ રેડ્ડી EVMને જમીન પર પછાડતા વેબ કેમેરામાં રેકોર્ડ થયા છે. પલાનાડુ જિલ્લા ચૂંટણી અધિકારીઓએ મતદાન મથકોના વીડિયો ફૂટેજ પોલીસને સોંપ્યા છે. પોલીસને ઘટનાની તપાસ કરવા જણાવાયું છે.

આ પણ વાંચો :-

૨૨ મે, ૨૦૨૪ / બુધવારના દિવસે આ રાશિના જાતકોને પદોન્નતિ માટે નવી તક મળશે, ધંધાકીય ક્ષેત્રમાં થશે લાભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

મનોબળમાં વધારો થાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ, છતાં થોડું ગુસ્સાવાળુ વાતાવરણ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.

‌વૃષભઃ

અણગમતા સંજોગોનો સામનો કરવો પડે. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમ જળવાય. મિત્રોથી સહકાર મળે.

‌મિથુનઃ

મનનું સિધ્ધાંતવાદી વલણ રહે. આવક જળવાશે. પરિવારના સભ્યો સાથે આત્મીયતા વધે. જુના રોકાણોથી ફાયદો તથા નવા રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. સંતાનની પ્ર‌ગતિથી આનંદ વધે.

કર્કઃ

દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય. કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ થાય. આથી આવક-વધે. ઠંડાપીણા, પાણી, આઇસ્ક્રીમના ધંધામાં વિશેષ લાભ.

‌સિંહઃ

થોડું ગુસ્સાનું પ્રમાણ રહે. નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ આનંદદાયક સાબિત થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સાચવવું.

કન્યાઃ

સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આર્થિક પાસુ મજબૂત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ટાળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય છે.

તુલાઃ

સૌંદર્ય, કલા અને રસીકતત્ત્વનાં સંયોગથી આનંદની અનુભૂતિ થાય. હિંમત અને વિદ્વતામાં વધારો થાય. અણુઉર્જા, ઈલેક્ટ્રોનિક્સ, પુસ્તકાલય, કુરિયર જેવા ધંધામાં વિશેષ લાભ. લીવરની કાળજી રાખવી જરૂરી છે.

વૃશ્ચિકઃ

સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. પત્નિ સાથે પ્રેમ જળવાય. પ્રિય પાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો નથી. આથી નોકરી, ધંધામાં શાંતિ રાખવી.

ધનઃ

જીવનમાં અસંતોષ જણાય પણ માનસિક સ્થિરતા જળવાઈ રહે. ખોટાવિચાર મનનો કબજો ન લઈ લે એનું ધ્યાન રાખવું. મિત્ર વર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારું રહે. ધંધાકીય ક્ષેત્રે આનંદમાં વધારો થાય.

મકરઃ

નવી નોકરી અથવા ધંધાની શરૂઆત શક્ય બને. હાલના કાર્યક્ષેત્રમાં પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આર્થિક રોકાણોમાં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. આટોમોબાઈલ ડીલર તથા ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ લાભ.

કુંભઃ

ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધશે, પરંતુ ખોટો ખર્ચ અટકાવવો. શેરબજાર, સ્ત્રી શણગારના સાધનોનાં ક્ષેત્રે વિશેષ લાભ. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

મીનઃ

મજબૂત આત્મબળને કારણે સાહસિક નિર્ણય લઈ શકો. પરિવારમાં આનંદ જળવાય. આવકનું પ્રમાણ સાધારણ રહે. માતાની તબિયતની કાળજી જરૂરી. માથાનો દુઃખાવો, પડવા-વાગવાથી સાચવવું. સંતાન સુખ સારું.

કન્હૈયા કુમાર પર શાહી ફેંકવાના કેસમાં એક આરોપીની ધરપકડ

0

કન્હૈયા કુમાર પર શાહી ફેંકવામાં આવી હતી અને તેને થપ્પડ મારવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે આ કેસમાં કાર્યવાહી કરીને એક આરોપીની ધરપકડ કરી છે. ઉત્તર પૂર્વ દિલ્હીથી કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર પર શાહી ફેંકવા બદલ સોમવારે એક આરોપી અજય કુમારની ધરપકડ કરવામાં આવી હતી.

કન્હૈયા કુમારે એક નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે, આ હુમલાનો આદેશ મતવિસ્તારના ભાજપના ઉમેદવાર મનોજ તિવારીએ આપ્યો હતો. કન્હૈયાએ દાવો કર્યો હતો કે, વર્તમાન સાંસદ મનોજ તિવારી તેમની વધતી લોકપ્રિયતાથી નિરાશ હતા અને તેથી જ તેમણે તેમના પર હુમલો કરવા માટે ગુંડાઓ મોકલ્યા હતા. તેમણે કહ્યું કે, જનતા ૨૫ મેના રોજ મતદાન કરીને હિંસાનો જવાબ આપશે.

કન્હૈયા કુમારે આ હુમલા માટે ભાજપ પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, વર્તમાન સાંસદ મનોજ તિવારીએ તેમના પર હુમલો કરાવ્યો હતો. જ્યારે કન્હૈયા પર હુમલો થયો ત્યારે સ્થાનિક કાઉન્સિલર છાયા શર્મા પણ તેની સાથે હતા. કન્હૈયાએ કહ્યું હતું કે, જ્યારથી પાર્ટીએ તેમને ઉમેદવાર બનાવ્યા છે ત્યારથી મનોજ તિવારી લોકોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તિવારીને લાગવા લાગ્યું છે કે વિસ્તારના લોકો તેમને સ્વીકારી રહ્યા નથી.

દિલ્હીમાં લોકસભાની કુલ સાત બેઠકો છે. દિલ્હીની તમામ સાત સીટો પર ૨૫ મેના મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪ને ધ્યાનમાં રાખીને ભાજપે નોર્થ ઈસ્ટ દિલ્હી લોકસભા સીટ પરથી મનોજ તિવારીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ કોંગ્રેસે આ સીટ પરથી કન્હૈયા કુમારને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સીટ પર બંને વચ્ચે જોરદાર ટક્કર છે. કન્હૈયાએ પોતાની રાજનીતિની શરૂઆત જેએનયુથી કરી હતી, જ્યારે મનોજ તિવારી પ્રખ્યાત અભિનેતા અને ગાયક હતા, ત્યાર બાદ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

આ પણ વાંચો :-

અખિલેશ યાદવની રેલીમાં બેકાબુ થયેલા સમર્થકો પર પોલીસનો લાઠીચાર્જ

0

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની રેલીઓમાં મોટી સંખ્યામાં સમર્થકો એકત્ર થઈ રહ્યા છે. આ કારણે તેમની રેલી ઓમાં નાસભાગની સ્થિતિ સર્જાઈ રહી છે. આ દરમિયાન સ્ટેજ તરફ આગળ વધી રહેલા SP કાર્યકરો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેના કારણે તેઓ એકબીજા પર પડતા જોવા મળ્યા હતા. અખિલેશ યાદવ ઈન્સ્પેક્ટર પ્રસાદ સરોજના સમર્થનમાં જનસભાને સંબોધિત કરવા આઝમગઢ પહોંચ્યા હતા. નિઝામાબાદ વિધાનસભાના ખેરવા વળાંક પાસે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉત્તર પ્રદેશના લાલગંજ લોકસભા વિસ્તારમાં અખિલેશ યાદવની રેલી દરમિયાન ફરી એક વખત ભાગદોડ જેવી સ્થિતિ જોવા મળી હતી, જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સપા કાર્યકર્તાના આગળ વધવા પર પાછળ ધક્કો મારીને ખસેડવામાં આવે છે અને કાર્યકર્તા એક બીજાની ઉપર ચઢીને દોડતા જોવા મળે છે. આ દરમિયાન જે સ્ટેન્ડ પર લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા હતા તે પણ નીચે પડી ગયા હતા.

મંગળવારે આઝમગઢના લાલગંજ લોકસભા ક્ષેત્રમાં અખિલેશ યાદવની રેલી દરમિયાન ફરી એકવાર નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જ્યારે તેઓ સ્ટેજ તરફ ગયા તો પોલીસે SP કાર્યકરોને પાછળ ધકેલી દીધા અને કાર્યકર્તાઓ એકબીજા પર ચઢીને ભાગતા જોવા મળ્યા હતા. આ દરમિયાન જે સ્ટેન્ડ પર લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા હતા તે પણ પડી ગયા હતા. એટલું જ નહીં, આગળના કાર્યકર્તાઓનો પીછો થતાં જ પાછળના કાર્યકર્તાઓ જાતે જ ભાગી ગયા હતા. જણાવી દઈએ કે આ પહેલા પ્રયાગરાજના ફુલપુરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની સંયુક્ત જાહેર સભા દરમિયાન પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. અહીં પણ સ્થિતિ કાબૂ બહાર ગઈ હતી અને સુરક્ષાના કારણોસર બંને નેતાઓને ત્યાંથી જવાનું કહેવામાં આવ્યું હતું. જો કે, આ દરમિયાન બંને નેતાઓએ રેલી સ્થળ પર જ એકબીજા સાથેની વાતચીતનો વીડિયો જાહેર કર્યો હતો.

આ પણ વાંચો :-

પૂણાના હિટ એન્ડ રન કેસમાં આરોપી સગીરના પિતાની પોલીસે કરી ધરપકડ

0

મહારાષ્ટ્રના પુણે રોડ અકસ્માતમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે યુવક અને યુવતીને કચડી નાખનારા સગીરના પિતાને કસ્ટડી માં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત સગીરે જે બારમાં પાર્ટી કરી હતી, તે બારના માલિક અને અને મેનેજરની પણ ૧૭ વર્ષના છોકરાને દારૂ પીરસવા બદલ ધરપકડ કરવામાં આવી છે. સગીરના પિતા શહેરના જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર છે. તેમની પોર્શ રજીસ્ટ્રેશન નંબર વગર ચાલતી હતી. સવાલ એ છે કે સગીરના પિતાએ નવી પોર્શ કારની ડિલીવરી લીધી હતી, પણ હજી તેનું રજિસ્ટ્રેશન પણ બાકી હતું. RTOના નિયમ મુજબ રજિસ્ટ્રેશન નંબર વિનાની કાર ચલાવી શકાતી નથી. તેમ છતાં સગીર ઘરમાંથી પોર્શ કાર લઇને બહાર કેવી રીતે ગયો? ઘરના કોઇએ તેને રોક્યો કેમ નહીં? આવા સવાલો પણ વિચારવા જેવા છે.

Pune Porsche accident: Accused minor's father, bar manager, owner arrestedપુણે પોલીસ કમિશનર અમિતેશ કુમારે માહિતી આપી છે કે આરોપી સગીરના પિતા વિશાલ અગ્રવાલને મંગળવારે સવારે સંભાજીનગરથી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. એવું જાણવા મળે છે કે આરોપીના પિતા પુણે શહેરના જાણીતા બિલ્ડર છે. હાલમાં જ તેમણે એક હોટેલ બનાવી છે અને તેઓ ક્લબ પણ ચલાવે છે. રવિવારે રાત્રે લગભગ ૨.૩૦ વાગ્યે સર્જાયેલા આ અકસ્માતમાં મધ્યપ્રદેશના બે એન્જિનિયરોના મોત થયા છે. આ અકસ્માતમાં ૨૪ વર્ષીય અનીસ આવડિયા અને ૨૪ વર્ષીય અશ્વિની કોસ્ટાએ જીવ ગુમાવ્યા છે. યુવક અને યુવતી મધ્યપ્રદેશના રહેવાસી હતા અને પુણેમાં નોકરી કરતા હતા. બંને વ્યવસાયે એન્જિનિયર હતા. FIR મુજબ, બંને કલ્યાણીનગર જંકશન પર પહોંચ્યા કે તુરંત જ એક ઝડપે આવતી પોર્શ કારે મોટરસાઈકલને ટક્કર મારી. આ પછી બંને રસ્તા પર પડી ગયા અને ઘટનાસ્થળે જ તેઓ મૃત્યુ પામ્યા.

આ અકસ્માત રવિવારે મોડી રાત્રે થયો હતો. આ પછી એવા સમાચાર આવ્યા હતા કે આરોપી સગીરને માત્ર ૧૪-૧૫ કલાકમાં જ જામીન મળી ગયા હતા. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ એટલે કે જેજેબીએ આ ઘટનામાં સામેલ સગીરને અકસ્માત પર નિબંધ લખવો, પોલીસ સાથે ૧૫ દિવસ કામ કરવું, દારૂની લતમાંથી મુક્તિ મેળવવા ડૉક્ટરને મળવું જેવી શરતો પર જામીન આપ્યા હતા, જેની સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. તાજેતરમાં જ એવા સમાચાર પ્રસિદ્ધ થયા હતા કે ૧૦૦ રૂપિયાની લાંચ લેવા બદલ એક વ્યક્તિને એક વર્ષની સજા કરવામાં આવી છે. એવા સમયે બે વ્યક્તિની હત્યા કરનાર સગીરને અકસ્માત પર નિબંધ લખવો, પોલીસ સાથે ૧૫ દિવસ કામ કરવું જેવી સામાન્ય શરતો પર જામીન મળી જતા લોકોએ દેશની અન્યાયી ન્યાય પ્રણાલી સામે પણ સવાલ ઊભા કર્યા હતા.

આ પણ વાંચો :-

મુંબઈમાં ફ્લાઈટ સાથે અથડાતા ૩૬ ફ્લેમિંગોનાં મોત

0

મુંબઈના ઘાટકોપરના લક્ષ્મી નગર વિસ્તારમાં એમિરેટ્સનું એક વિમાન પક્ષિઓના ઝુડથી અથડાઈને ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે. એક બાજુ જ્યાં ૩૬ પક્ષીઓના મોત થઈ ગયા ત્યાં જ બીજી બાજુ વિમાનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. વન વિભાગે મૃત ફ્લેમિંગોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ વિસ્તારમાં વધુ ઘાયલ ફ્લેમિંગોની શોધ ચાલી રહી છે. પક્ષીઓની ટક્કરથી પ્લેનના લેન્ડિંગ પર કોઈ અસર થઈ ન હતી.

મુંબઈ આવી રહેલી અમીરાતની ફ્લાઈટ સાથે અથડાતા ૩૬ ફ્લેમિંગો પક્ષીઓના મોત થયા હતા. આ ઘટના સોમવારે રાત્રે ૯ વાગે ની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પક્ષીઓના પ્લેનને અથડાયા બાદ મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં ઘણા મૃત ફ્લેમિંગો પક્ષીઓ જોવા મળ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના અમીરાતની ફ્લાઈટ નંબર EK ૫૦૮ સાથે થઈ હતી. આ ટક્કરથી ફ્લાઈટને પણ ઘણું નુકસાન થયું છે. તેમ છતાં, ફ્લાઈટ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં સફળ રહી હતી. હાલમાં ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે. વન અધિકારીઓ અને પશુ કાર્યકરોએ મૃત ફ્લેમિંગો પક્ષીઓને દૂર કર્યા છે.

પર્યાવરણવિદનું કહેવું છે કે, વિમાન વગેરેમાં પક્ષીઓના ઉડવાનું કારણ શું છે તેની તપાસ કરવામાં આવી રહી છે. નિષ્ણાતો કહે છે કે, અભયારણ્યની આસપાસ નવી વીજ લાઈનો બાંધવાથી પક્ષીઓ માટે દિશાહિનતા થઈ રહી છે. જેને ક્યારેય મંજૂરી આપવી જોઈએ નહીં. અગાઉ અભયારણ્યની અંદર કે આસપાસ વીજ લાઈનો નાખવાની મંજૂરી નહોતી. પરંતુ હવે વાઇલ્ડ લાઇફ બોર્ડે ચૂપચાપ વીજ કંપનીને શરણે કર્યું હતું. આ ઉપરાંત થાણે ક્રીક વન્યજીવ અભયારણ્ય પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું અને ટાવર ઉભા કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

સ્માર્ટ વીજમીટરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય

0

ગુજરાતમાં ઠેર-ઠેર સ્માર્ટ મીટરને લઈને વિરોધ ઉગ્ર બનતા રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જે મુજબ હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે. સ્માર્ટ વીજમીટર સામે લોકોના સતત વિરોધને લઈને રાજ્ય સરકાર દ્વારા આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જલ્દી જ બદલાઈ જશે તમારા ઘરનું વીજમીટર, જાણો નવું વીજળી મીટર કેવું હશે અને તમારા ઘરે ક્યારે લાગશે - Gujarati News | New prepaid smart electricity meter will be installed ...

ગુજરાતમાં વડોદરા, રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં પ્રી-પેઈડ સ્માર્ટ મીટરનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રી-પેઈડ સ્માર્ટ મીટરમાં ડબલ તેમજ તેનાથી પણ વધુ વીજ બિલ આવતું હોવાની વ્યાપક ફરિયાદ આવી હતી. ત્યારે હવે રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવે સ્માર્ટ મીટરની સાથો-સાથ જૂના મીટર પણ લગાવવામાં આવશે. ગ્રાહકોમાં થયેલી ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે જુનું મીટર લગાવવાનો નિર્ણય લેવાયો છે.

સુરત શહેરના પુણા વિસ્તારમાં ગઈકાલથી સ્માર્ટ વીજ મીટર સામે જન આંદોલનના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગીયા દ્વારા પુણા વિસ્તારની ૪૦ થી વધુ સોસાયટીના પ્રમુખશ્રી, આગેવાનો અને જાગૃત નાગરિકો ની બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં સ્માર્ટ વીજ મીટરની વિવિધ સમસ્યાઓ અને ગ્રાહકોને પડતી મુશ્કેલી વિશે ચર્ચા કરવામાં આવી હતી અને લોકોના પ્રતિભાવ લેવામાં આવ્યા હતા. આ બેઠક બાદ પુણા વિસ્તારની 40 સોસાયટીઓ તથા અન્ય સોસાયટીઓ દ્વારા દરેક ના ઘરેથી સ્માર્ટ વીજ મીટર સામે વ્યક્તિ ગત વાંધા અરજી કરી વિરોધ નોંધાવવામાં અને દરેક સોસાયટીમાં લોકોને જાગૃત કરવા નિર્ણય કરવામા આવ્યો છે.

આ પણ વાંચો :-

ભાવનગરના બોરતળાવમાં પાંચ બાળકીઓ ડૂબી, ચારના મોત, એકનો બચાવ

0

ભાવનગરના બોરતળાવમાં ચાર કિશોરીઓ ડૂબી જવાની ઘટના સામે આવી છે. સ્થાનિકો અનુસાર ચારેય કિશોરી તળાવ કાંઠે કપડાં ધોવા માટે ગઈ હતી. જેમાં એક બાળકી પાણીમાં ડૂબવા લાગી હતી. જે બાદ અન્ય કિશોરીઓ બચાવવા માટે પાણીમાં કૂદી પડી. ચાર કિશોરીઓને મૃત જાહેર કરવામાં આવી છે જ્યારે એક સારવાર હેઠળ છે.

મળતી વિગતો અનુસાર આજે બપોરના સમયે ભાવનગરના બોરતળાવમાં છ બાળકો ડૂબ્યા હતી. જેમાં પાંચ બાળકીઓ અને એક બાળક ડૂબી જતા ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક વિસ્તારના બાળકો કપડા ધોવા અને નાડવા બોરતળાવના કાંઠે ગયા હતા. જે દરમિયાન બાળકો ડૂબી જવાની ઘટના બની હતી. સ્થાનિક લોકોએ પાંચ કિશોરીઓને બહાર કાઢી હોસ્પિટલ ખસેડી હતી. જેમાંથી ચારના મોત નીપજ્યાં હોવાના અહેવાલ છે. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી એક બાળકની શોધખોળ શરૂ કરી છે.

મૃતકોના નામ

  • અર્ચનાબેન હરેશભાઈ ડાભી (ઉ.વ.આ.૧૭)
  • રાશીબેન મનીષભાઈ ચારોલીયા (ઉ.વ.આ.૯)
  • કાંજલબેન વિજયભાઈ જાંબુચા (ઉ.વ.આ.૧૨)
  • કોમલબેન મનીષભાઈ ચારોલીયા ( ઉ.વ.આ.૧૩ )

 સારવાર હેઠળ

  • કિંજલ મનીષભાઈ ચારોલીયા (ઉ.વ.આ.૧૨ )

ભાવનગર મનપા ચીફ ફાયર ઓફિસર પ્રધુમાનસિંઘ જાડેજાએ જણાવ્યુ કે, બપોરે સાડા ૧૨ વાગ્યાના અરસામાં ફાયરબ્રિગેડને ફોનપર માહિતી મળી હતી કે, બોરતળાવમાં પાંચ દીકરીઓ ડૂબી ગઈ છે. પરંતુ ઘટનાસ્થળે પહોચી તપસ કરતાં સ્થાનિક તરવૈયાઓએ પંચેચ દીકરીઓને બહાર કાઢી હોસ્પિટલ મોકલી હતી. તપસ કરતાં ચારનાં મોત થયાં છે જયારે એકનો જીવ બચી ગયો છે .

આ પણ વાંચો :-