Home Blog Page 761

ડિંડોલી વિસ્તારમાં અતુલ સોનીની હત્યાના વિરોધમાં પરપ્રાંતીય સમાજ રસ્તા પર ઉતાર્યો

સુરતના ડિંડોલી વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવતમાં હત્યાનો બનાવ બન્યો હતો. યુવકની સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. જેથી પોલીસે ગણતરીના સમયમાં જ સગીર સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા હતાં. જો કે, બનાવના બીજા દિવસે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ડિંડોલી બ્રિજ સહિતનો રસ્તો સ્થાનિકોએ બંધ કરી દઈને રિક્ષામાં તોડફોડ કરી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમજણ અને બળપૂર્વક કામગીરી હાથ ધરી હતી.

ડિંડોલીના બિલિયાનગર સોસાયટીમાં યુવકની જાહેરમાં હત્યા કરાઈ હતી. અતુલ યાદવ નામના યુવકને બે લોકોએ હથિયારોના ઘા ઝીંકી પતાવી દીધો હતો. બે યુવકો જાહેરમાં યુવકની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં પોલીસે (૧) આનંદ ઉર્ફે કાલુપુરે રમાશંકર યાદવ ઉવ.૨૧ (૨) અભિષેક ઉર્ફે કાલીયા અખિલેશ પાઠક ઉવ.૧૮ (૩) મુકેશ ભનુભાઇ મેર તથા અન્ય એક બાળકિશોરની ધરપકડ કરી હતી.

વિશાલ ઉર્ફે અતુલ વિનોદભાઇ સોનીની હત્યાને લઈને સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. બ્રિજ બંધ કરી વિરોધ દર્શાવાયો હતો. બે રિક્ષામાં ટોળા દ્વારા તોડફોડ કરી હતી. આ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે, મૃતકના પરિવારજનોએ રસ્તો જામ કરવા પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સામાન્ય જનતાને તથા હોસ્પિટલના લોકોને હેરાનગતિ ન થાય તે માટે સમજણપૂર્વક પ્રયાસ કરાયો હતો. ઘણા લોકો તેમને મીસગાઈડ કરતાં હતાં. જેથી મીનીમમ ફોર્સનો ઉપયોગ કરીને લોકોને દૂર ભગાડાયા હતાં. હાલ વિસ્તારમાં સંપૂર્ણ શાંતિ છે. અમે પરિવારની સાથે છીએ. તે લોકો જે પૂરાવા આપે તેના આધારે કાર્યવાહી કરવા ખાતરી અપાય છે.

આ પણ વાંચો :-

ઉત્તર પ્રદેશના આ ત્રણ બૂથ પર ૧૦૦ ટકા મતદાનના રેકોર્ડ બનાવ્યા

0

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં મતદાન વધારવા માટે સારું કામ કરવામાં આવ્યું હતું. જેમાં આ લોકસભા ચૂંટણીમાં લલિતપુરના ત્રણ બૂથોએ ૧૦૦ ટકા મતદાનના રેકોર્ડ બનાવ્યા છે. અહીંના જિલ્લા મેજિસ્ટ્રેટ અક્ષય ત્રિપાઠીએ મતદાન માટે પ્રચાર સમયે ખૂબ કામ કર્યું છે.

બમ્હોરી નાંગલના બૂથ નંબર ૩૫૫ પર તમામ ૪૪૧ મતદારોએ મતદાન કર્યું હતું. મહત્ત્વપૂર્ણ છે કે, અહીં બે મતદારો એવા હતા જેઓ જિલ્લા બહાર સરકારી સેવાઓમાં હતા. તેમને વોટિંગ માટે લલિતપુર બોલાવવામાં આવ્યા હતા. તેનું પરિણામ એ આવ્યું કે, સોમવારે તેમણે પોતાના બૂથ પર પોતાનો મત આપ્યો. જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે, એક સરકારી કર્મચારી દિલ્હીમાં ચૂંટણી ફરજ પર હતો. તેમને બોલાવવા માટે, ડીએમ લલિતપુરે પોતે ત્યાંના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરી અને તેમને વિનંતી કરી અને અંતે તેમનો છેલ્લો મતદાન થયો. હવે તેઓ ૨૫મીએ દિલ્હીમાં મતદાનની ફરજ બજાવશે.

સૈલદા ગામમાં ૩૫૭ મતદારો છે. જેમાંથી એક મતદાર, શેર સિંહ બેંગલુરુમાં રહે છે. સચિવ BLO દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શેર સિંહ ફ્લાઈટ લઈને ભોપાલ પહોંચ્યા અને ત્યાંથી કારમાં લલિતપુર પહોંચ્યા હતા. આ માટે શેર શિંહને સેક્રેટરી, હેડ અને અન્ય લોકોએ મદદ કરી હતી. આ ઉપરાંત આ ગામના ૨૬ લોકો જીલ્લાની બહાર રહેતા હતા. પરતે તે લોકો મતદાન કરવા માટે ૨૦મેના રોજ જ તેમના ગામ પહોંચી ગયા હતા.

લલિતપુર જિલ્લા ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, તેમની ટીમે મહત્તમ મતદાન કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. આ માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. ખરા અર્થમાં લોકોમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો. જેના કારણે જિલ્લામાં ત્રણ બૂથ પર ૧૦૦ ટકા મતદાન થઈ શક્યું છે. લલિતપુરના DMએ એમ પણ કહ્યું કે, કેટલાક વધુ બૂથ છે જ્યાં ૯૫ ટકાથી વધુ મતદારોએ મતદાન કર્યું છે. ઝાંસી-લલિતપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અનુરાગ શર્મા હતા, તો બીજી તરફ પ્રદીપ જૈન ભારત ગઠબંધનમાંથી ચૂંટણી લડી રહ્યા હતા.

આ પણ વાંચો :-

શ્રી જગન્નાથજી વિશે મેં કરેલી ભૂલથી મારો અંતરાત્મા ખૂબજ દુખી: સંબિત પાત્રા

0

લોકસભાની ચૂંટણી દરમિયાન નેતાઓ પોતાની જીભ પર કાબુ રાખી શક્યા નથી અને બેફામ નિવેદન આપી રહ્યાં છે. પછી પાછળથી વિવાદ ઉભો થતાં માફી માંગવી પડે છે. ત્યારે ઓડિશાની પુરી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સંબિત પાત્રાના નિવેદનથી પણ એક વિવાદ ઉભો થયો હતો. આ પછી તેમણે મોડી રાત્રે માફી માંગી હતી.

sambit patra apology will fast next 3 daysદેશમાં પાંચમાં તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે ભાજપના નેતા સંબિત પાત્રાનું એક નિવેદન હાલ ભારે વિવાદનું કેન્દ્ર બન્યું હતું. તેમના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભગવાન જગન્નાથને લઈને અપાયેલ નિવેદન પર વિવાદ સર્જાયો હતો. જેની એક વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેમાં તેઓ એવું કહેતા સંભળાય રહ્યા છેકે “ભગવાન જગન્નાથ વડાપ્રધાન મોદીના ભક્ત છે.

આ બાદ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે સંબિત પાત્રાના નિવેદન પર ભાજપને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘મહાપ્રભુ શ્રી જગન્નાથ બ્રહ્માંડના ભગવાન છે. મહાપ્રભુને બીજા માનવીના ભક્ત કહેવા એ ભગવાનનું અપમાન છે. આનાથી ભાવનાઓને ઠેસ પહોંચી છે અને વિશ્વભરના કરોડો જગન્નાથ ભક્તો અને ઉડિયા લોકોની આસ્થાનું અપમાન થયું છે.’

ભાજપ નેતા સંબિત પાત્રાએ રાત્રે લગભગ ૧ વાગ્યાની આસપાસ સોશિયલ મીડિયા X પર માફીનો વીડિયો શેર કર્યો અને લખ્યું હતું કે, ‘મહાપ્રભુ શ્રી જગન્નાથજી વિશે મેં કરેલી ભૂલને લઈને આજે મારો અંતરાત્મા ખૂબ જ દુઃખી છે. હું મહાપ્રભુ શ્રી જગન્નાથજીના ચરણોમાં માથું નમાવી ક્ષમા ચાહું છું. હું પસ્તાવો કરવા અને મારી ભૂલ સુધારવા માટે આગામી 3 દિવસ ઉપવાસ કરીશ.

આ પણ વાંચો :-

પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ૩૧ મે સુધી લંબાઇ

0

દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાને રાહત મળી નથી. રાઉઝ એવન્યુ કોર્ટે પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ૩૧ મે સુધી લંબાવી છે. દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઈએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. ED આ કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે.

રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ૩૧ મે સુધી લંબાવતા આરોપીઓને લેખિતમાં જણાવવા કહ્યું કે અવિશ્વસનીય દસ્તાવેજોની તપાસમાં કેટલો સમય લાગશે. સિસોદિયાને જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસની આગામી સુનાવણી 31 મેના રોજ બપોરે ૧૨ વાગ્યે રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે.

હાઈકોર્ટે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ ૧૪મી મેના રોજ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. નીચલી કોર્ટે દારૂ કૌભાંડ કેસમાં તેમની અરજી ફગાવી દીધા બાદ સિસોદિયાએ જામીન માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. ૧૫ મેના રોજ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ૩૧ મે સુધી લંબાવી હતી. આ દિવસે તેમની ન્યાયિક કસ્ટડી સમાપ્ત થઈ રહી હતી. સીબીઆઈ સંબંધિત કેસમાં ૭ મેના રોજ કોર્ટે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ૧૫ મે સુધી લંબાવી હતી.

મનીષ સિસોદિયાએ એમ પણ કહ્યું હતું કે તેઓ ૧૪ મહિનાથી વધુ સમયથી ન્યાયિક કસ્ટડીમાં છે, તેથી તેમને જામીન આપવામાં આવે, પરંતુ EDએ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે મનીષ સિસોદિયાએ એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સિસોદિયાની ઇડીએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં અને એક મહિના પછી સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર ભાવુક થયા રાહુલ ગાંધી

0

આજે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે. આ દિવસ એટલે કે ૨૧મી મે દર વર્ષે આતંકવાદ વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ૧૯૯૧ માં, તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં એક ચૂંટણી રેલી દરમિયાન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમના આત્મઘાતી બોમ્બર દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી. આત્મઘાતી બોમ્બરે બેલ્ટ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો, જેમાં રાજીવ ગાંધી સહિત ઘણા લોકો માર્યા ગયા હતા.

Imageવાસ્તવમાં રાજીવ ગાંધી એક ચૂંટણી સભામાં ભાગ લેવા માટે શ્રીપેરમ્બદુર ગયા હતા. રાજીવ ગાંધી મીટીંગ પહેલા લોકોનું અભિવાદન સ્વીકારીને આગળ વધી રહ્યા હતા, ત્યારે લિબરેશન ઓફ તમિલ ટાઈગર્સ ઈલમની એક મહિલા સભ્ય, જેણે પોતાના કપડામાં વિસ્ફોટકો છુપાવ્યા હતા, તેણે રાજીવ ગાંધીના પગને સ્પર્શ કરવાના બહાને વિસ્ફોટ કર્યો. અચાનક જોરદાર ધડાકા સાથે ધુમાડાનો એક વિશાળ બલૂન ઉછળ્યો. ધુમાડો સાફ થયો ત્યાં સુધીમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સહિત ત્યાં હાજર લોકોના મૃત્યુ થઈ ગયા હતા. મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા હતા. ત્યારથી રાજીવ ગાંધીની યાદમાં ૨૧મી મેના રોજ આતંકવાદ દિવસ મનાવવામાં આવે છે.

મલ્લિકાર્જુન ખડગેએ એક્સ પર લખ્યુ, ૨૧ મી સદીના આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, ભારતીય માહિતી ક્રાંતિના જનક, પંચાયતીરાજ સશક્તિકરણના સૂત્રધાર, અને શાંતિ અને સદ્ભાવના પ્રદાતા, પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન રાજીવ ગાંધીજીના બલિદાન દિવસ પર તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ, ભારતને એક સુદ્રઢ અને સશક્ત રાષ્ટ્ર બનાવવામાં તેમના ઉલ્લેખનીય યોગદાનને હંમેશા યાદ કરવામાં આવશે.

જ્યાં તેમની સામે એક મહિલા આવી જે આતંકવાદી સંગઠન લિબરેશન ઓફ તમિલ ટાઈગર્સ ઈલમની સભ્ય હતી. તેણીના કપડા નીચે વિસ્ફોટકો હતા અને તેણી પીએમ પાસે પહોંચી અને તેના પગને સ્પર્શ કરવા માંગતી હોય તેમ નમન કર્યું. ત્યાં અચાનક બોમ્બ બ્લાસ્ટ થયો હતો જેમાં પીએમ સહિત અન્ય ૨૫ જેટલા લોકોના મોત થયા હતા. આ આંતરિક આતંકવાદની ઘટનામાં આપણા દેશે પ્રધાનમંત્રી ગુમાવ્યા હતા.

આ પણ વાંચો :-

બિહારમાં ચૂંટણી બાદ ભડકી હિંસા, ગોળીબારમાં એકનું મોત, ઈન્ટરનેટ બંધ

0

બિહારમાં પાંચમા તબક્કામાં પાંચ બેઠકો પર મતદાન થયું હતું. પાંચમા તબક્કાના મતદાન બાદ બિહારની સારણ લોકસભા સીટ પર ભારે હિંસા થઈ છે. ભાજપ અને આરજેડીના સમર્થકો વચ્ચે વિવાદ થયો હતો. સોમવારે સાંજે મતદાન કેન્દ્ર પર થયેલા વિવાદને કારણે આ ઘટના બની હતી. આજે સવારે એક પક્ષે બીજા પક્ષના વ્યક્તિને ગોળી મારી હતી. ઘાયલોને પટના રીફર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ સીએમ લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્ય સારણ લોકસભા બેઠકથી ચૂંટણી લડી રહી છે.

Bihar Saranપૂર્વ સીએમ લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્ય સારણ લોકસભા સીટથી ચૂંટણી લડી રહી છે. રોહિણી છપરામાં ભીખારી ઠાકુર ચોક વિસ્તારમાં પહોંચ્યા ત્યારે બૂથ નંબર ૩૧૮ અને ૩૧૯ પર વિવાદ થયો હતો. ઘટના સમયે ત્યાં એસપી અને ડીએમ પણ ત્યાં હાજર હતા. જેમાં બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો. જેની હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ ઇન્ટરનેટ પણ બે દિવસથી બંધ છે.

ઘટના બાદ સારણના એસપી ગૌરવ મંગલાએ કહ્યું કે, “ગઈકાલે આરજેડી અને બીજેપીના કાર્યકરો વચ્ચે ઝઘડો થયો હતો. જેના જવાબમાં આજે કેટલાક લોકોએ ગોળીબાર કર્યો હતો. ત્રણ લોકોને ગોળી વાગી છે, જેમાંથી એકનું મોત થયું છે. બે લોકો હોસ્પિટલમાં દાખલ છે. જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. થોડા સમય માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ રહેશે.

આ પણ વાંચો :-

૨૧ મે, ૨૦૨૪/ મંગળવારના દિવસે આ રાશિ માટે પરિવારમાં સ્નેહ વધે, નવા વાહનની ખરીદી શક્ય બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આજે દિવસ દરમ્યાન માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સુધરતી જણાશે. પરિવારમાં પણ આત્મીયતા વધે. કાર્ય સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રહેશે. ધંધામાં પ્રગતિ થતી જણાય.

વૃષભઃ

આજનો દિવસ સંતોષથી પસાર કરવો. આવકમાં ઘટાડો થતો જણાય. આરોગ્ય કથળતું જણાય. પાણીથી થતા રોગોથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય સફળતા મળતી જણાય. જુના મિત્રોની મુલાકત શક્ય બને.

મિથુનઃ

આજે પણ આર્થિક ઉપાર્જન વધતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે. રોકાણોનું વળતર મળતું જણાય. સંતાનની પ્રગતિ થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્યનો સાથ મળે. સ્વાસ્થ્ય જળવાય.

કર્કઃ

આર્થિક દ્રષ્ટિએ દિવસ સારો છે. લક્ષ્મીની કૃપા અનુભવાય. પરિવારના સભ્યો સાથે આનંદ-ઉત્સાહ રહે. નવા રોકાણો ફાયદાકારક પુરવાર થાય. જુના રોકાણોથી લાભ મળતો જણાય. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

સિંહઃ

સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક લાભ મળતો જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. કાર્ય સફળતા અનુભવાય. તબિયત સંબંધી થોડી ચિંતા રહે.

કન્યાઃ

આવકમાં વધારો થતાં મન પ્રફુલ્લીત રહે. નાના ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણ ટાળવા. સરકારી લખાણપત્ર કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય જળવાશે. ધંધાકીયક્ષેત્રે સફળતા.

તુલાઃ

પરોપકાર, હિંમત, ગૂઢ માનસ તથા છટાદાર વાણી રહે. અણુ-ઉર્જા સંશોધન, ઇલેકટ્રોનિક્સ, બુકસેલરના ધંધામાં વધારે પ્રગતિ થાય. માતા તથા પત્નિ સાથે મતભેદ થવાની શક્યતા છે. આજે ભાગ્યનો સાથ મળતો નથી આથી મહેનત વધારે કરવી પડશે.

વૃશ્ચિકઃ

આવકમાં ઘટાડો થતો જણાય. અગત્યના રોકાણો ટાળવા. સંઘર્ષ બાદ થોડી સફળતા મળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. સ્નાયુનો દુઃખાવો રહે. જીવનસાથી સાથે ઉગ્રતા વાદ વિવાદ ટાળવાની સલાહ છે.

ધનઃ

ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધો શરૂ કરી શકાય. આર્થિક રીતે આવક વધતાં માનસિક અશાંતિ ઓછી થતી જણાય. મિત્રો તરફથી લાભ મળે. આરોગ્ય સાચવવું. શરદી-કફનો ઉપદ્રવ રહે. જુની ઓળખાણ તાજી થતી જણાય.

મકરઃ

આર્થિક પાસુ મજબુત થતુ જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થતું જણાય. નવા રોકાણો ફળદાયી નીવડવાની શક્યતાઓ છે. માતૃ પક્ષ તરફથી આનંદના સમાચાર મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિનો અનુભવ થાય.

કુંભઃ

ભાગ્ય બળવાન બને છે. ભાગ્યના જોરે આવક મેળવી શકાય. પરિણામે દિવસ દરમ્યાન પ્રસન્નતા રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં પ્રેમ જળવાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય.

મીનઃ

આજે આવક ઘટતી જણાય. માનસિક પરિતાપ- ચિંતા સતાવે. પરિવારના સભ્યો વચ્ચે ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. નોકરીમાં ચિંતા તથા ધંધામાં પણ ચિંતાનું વાતાવરણ રહે. આરોગ્ય જાળવવું. માથાનો દુઃખાવો રહે. આંખની કાળજી રાખવી.

રાજસ્થાન બોર્ડ RBSE ધોરણ ૧૨નું પરિણામ થયું જાહેર, ૯૬% વિદ્યાર્થીઓ પાસ

0

રાજસ્થાન બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાન, વાણિજ્ય અને આર્ટસ પ્રવાહનું પરિણામ આજે ૨૦ મે, સોમવારે બપોરે ૧૨:૧૫ વાગ્યે જાહેર કરવામાં આવશે. આ માટે બોર્ડ પ્રશાસને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પરીક્ષામાં કુલ ૮ લાખ ૬૬ હજાર ૨૭૦ ઉમેદવારો નોંધાયા હતા. આ સાથે સિનિયર ઉપાધ્યાયની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે. પરિણામ બોર્ડની વેબસાઇટ www.rajeduboard.rajasthan.gov.in પર જોઈ શકાશે.

BSER Class 12 results declared; check pass percentage of science, commerce streams | Education News - The Indian Expressરાજસ્થાન બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની સિનિયર સેકન્ડરી પરીક્ષાનું પરિણામ આજે સોમવારની બપોરે જાહેર થવા જઈ રહ્યું છે. રાજ્યના ૮ લાખ ૬૬ હજાર ૨૭૦ ઉમેદવારો પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહ્યા છે. બોર્ડના સચિવ કૈલાશચંદ્ર શર્માએ જણાવ્યું કે, ડિવિઝનલ કમિશનર અને બોર્ડ એડમિનિસ્ટ્રેટર મહેશચંદ્ર શર્મા સોમવારે બપોરે બોર્ડ ઓફિસમાંથી પરીક્ષાના પરિણામો જાહેર કરશે. આ વખતે ધોરણ ૧૨ સાયન્સ, કોમર્સ અને આર્ટસ સ્ટ્રીમ્સની પરીક્ષાનું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવશે.

પહેલા વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવતું હતું અને બાદમાં આર્ટસ પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ ત્રણેય ફેકલ્ટીની પરીક્ષાના પરિણામની સાથે બોર્ડ સિનિયર ઉપાધ્યાયની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરશે. તેમાં કુલ ૩ હજાર ૬૭૧ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે.

RBSE 12મું પરિણામ 2024: પરિણામો કેવી રીતે તપાસવા

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: rajeduboard.rajasthan.gov.in પર જાઓ.
  • પરિણામો પૃષ્ઠ પર નેવિગેટ કરો: “પરિણામો” વિભાગ માટે જુઓ અને ક્લિક કરો.
  • તમારી સ્ટ્રીમ પસંદ કરો: ધોરણ 12મા વિજ્ઞાન, વાણિજ્ય અથવા આર્ટસના પરિણામ માટે જરૂરીયાત મુજબ લિંક પસંદ કરો.
  • લોગિન વિગતો દાખલ કરો: જરૂરી લોગિન માહિતી પ્રદાન કરો જેમ કે તમારો રોલ નંબર અને અન્ય જરૂરી વિગતો.
  • માહિતી સબમિટ કરો: આગળ વધવા સબમિટ બટન પર ક્લિક કરો.
  • તમારું પરિણામ જુઓ: તમારા ગુણ સ્ક્રીન પર પ્રદર્શિત થશે. તમે ભવિષ્યના સંદર્ભ માટે તમારું સ્કોરકાર્ડ ડાઉનલોડ અથવા પ્રિન્ટ કરી શકો છો.

આ પણ વાંચો :-

છત્તીસગઢમાં પિકઅપ વાન ખાઈમાં ખાબકતાં ૧૫ લોકોનાં મોત

0

છત્તીસગઢમાં સોમવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કવર્ધા જિલ્લામાં બાહપાની વિસ્તાર પાસે એક પીકઅપ વાહન ઊંડી ખીણમાં પલટી જતા ૧૫ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જયારે ૧૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

તમામ લોકો પીકઅપમાં મુસાફરી કરી રહ્યા હતા. આ તમામ લોકો બાહપાણી વિસ્તારમાં તેંદુના પાન તોડીને પરત ફરી રહ્યા હતા. દરમિયાન અચાનક પીકઅપ કાબુ બહાર જઈને ખાડામાં પલટી ગઈ હતી. અકસ્માત બાદ સ્થળ પર હોબાળો મચી ગયો હતો. આ ઘટનામાં ૧૭ લોકોના મોત થયા છે, જ્યારે ૧૦ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં ૧૪ મહિલાઓનો સમાવેશ થાય છે, જ્યારે એક પુરૂષનું મોત થયું છે. તમામ મૃતકો સેમરાહ ગામના રહેવાસી છે.

નાયબ મુખ્યમંત્રી વિજય શર્માએ કવર્ધામાં પીકઅપ વાહન પલટી જવાથી ૧૫ લોકોના મોતના સમાચાર પર શોક વ્યક્ત કર્યો છે. દુર્ઘટનાની માહિતી મળતા જ નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા ઘટનાસ્થળે રવાના થઈ ગયા હતા. ડેપ્યુટી સીએમ વિજય શર્માએ પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું છે કે ‘કવર્ધામાં મજૂરોથી ભરેલ પીકઅપ વાહન પલટી જવાથી ૧૫ લોકોના મોતના સમાચાર અત્યંત દુઃખદાયક છે. મારી સંવેદના એ તમામ પરિવારો સાથે છે જેમણે આ અકસ્માતમાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. આ સાથે જ હું તમામ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતો અને તેમના પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં રોકાયેલ છે.

આ પણ વાંચો :-

બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ૮ રાજ્યોમાં સરેરાશ ૪૭.૫૩% મતદાન

0

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં બપોરે ૩ વાગ્યા સુધી ૪૭.૫૩ ટકા સરેરાશ મતદાન થયું છે. આ સાથે ૮ રાજ્યોના કેટલું મતદાન થયું તેના પણ આંકડા ચૂંટણી પંચે જાહેર કર્યા છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન નોંધાયું છે. જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે.

કેન્દ્રીય મંત્રી અને બિહારની ઉજિયારપુર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર નિત્યાનંદ રાયે કહ્યું, “આજે ૫માં તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. NDA બિહારમાં ૪૦માંથી ૪૦ સીટો જીતશે. બિહારમાં ભારત ગઠબંધનને એક પણ સીટ નથી મળી રહી અને તેઓ ૩૦૦ સીટો જીતવાની વાત કરી રહ્યા છીએ તે દેશમાં ૪૦૦ને પાર કરી જશે… લોકો વડાપ્રધાન મોદીને પ્રેમ કરવા લાગ્યા છે.

રાજ્ય ૩ વાગ્યા સુધીમાં મતદાન
બિહાર ૪૫.૦૩%
જમ્મુ અને કાશ્મીર ૪૪.૯૦%
ઝારખંડ ૫૩.૯૦%
લદ્દાખ ૬૧.૨૬%
મહારાષ્ટ્ર ૩૮.૭૭%
ઓડિશા ૪૮.૯૫%
ઉત્તર પ્રદેશ ૪૭.૫૫%
પશ્ચિમ બંગાળ ૬૨.૭૨%

આ ગામમાં લોકોએ ચારેય બાજુ મતદાનના બહિષ્કારના પોસ્ટર લગાવ્યા છે અને દરેક મતદાન મથકની બહાર મતદાનનો વિરોધ કરી રહ્યા છે. આ સાથે જ મતદાર કેન્દ્ર પર બેઠેલા ચૂંટણી કર્મચારીઓ મતદારોના આવવાની રાહ જોઈ રહ્યા છે પરંતુ સવારથી લગભગ બપોર થઈ ગઈ છે અને હજુ સુધી એક પણ મતદાન થયું નથી. ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

તેજસ્વી યાદવે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૦ વર્ષનો હિસાબ લાવીને આવે અને જણાવે કે તેમણે દેશની કઈ ચિંતા કરી છે, જે તેમણે સુધારી છે. તેમણે બેરોજગારી અને મોંઘવારી વધારી છે. તેમણે બિહારને વિશેષ દરજ્જો આપ્યો નથી અને પૂર માટે ખાસ કોઈ પેકેજ પણ નથી આપ્યું. પૂર માટે ન તો તેમણે સમય આપ્યો અને ન તો એક વખત પણ મીટિંગ કરી, જે અમારી સમસ્યા હતી. વડાપ્રધાને સોયની એક પણ ફેક્ટરી ખોલી નથી. ભાજપના ૩૯ સાંસદો હતા. તેઓએ કહે કે તેમણે શું કર્યું છે.

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં મુંબઇની ૬ બેઠકો પર આજે મતદાન થઇ રહ્યું છે. વહેલી સવારે મતદાન કરનાર સેલિબ્રિટીઓમાં અક્ષય કુમાર, જ્હાન્વી કપૂર, ફરહાન અખ્તર, રાજકુમાર રાવ, સાન્યા મલ્હોત્રા, શ્રિયા સરન અને અન્ય ઘણા લોકોનો સમાવેશ થાય છે. અક્ષય કુમારે ભારતીય નાગરિકતા મેળવ્યા બાદ પ્રથમ વખત મતદાન કર્યું છે. ૫માં તબક્કામાં મહારાષ્ટ્રની ૧૩ લોકસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે.

કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. હાવડા જિલ્લાના ઉલુબેરિયા અને સાલ્કિયામાં ભાજપ અને ટીએમસીના નેતાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

આ પણ વાંચો :-